Home Blog Page 3

વિધાતાની વિચિત્રતા!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી પોતાનાં જ આઉટ હાઉસમાં આગ લગાડીને પોલીસને બોલાવવામાં કામયાબ તો થઈ, પરંતુ એણે જેવું ધાર્યું હતું એવું થયું નહીં, અને ઉલટાનું પોલીસે તેની ધરપકડ કરવાનું કહ્યું, આખરે આ બધી ચાલનો ખરો સૂત્રધાર કોણ છે? એની કોઈ કડી હજી મળતી જ નથી, શું સુરેખા અને સિદ્ધાર્થનું આવું કોઈ કાવત્રુ હતું? કે પછી સાર્થકને એમણે મારી નાખ્યો? કારણ કે એમનું લોહી તો એ હતું જ નહીં, અને એ રીતે શ્રીદેવીને જેલના સળિયા પાછળ ધકેલવા માંગતા હતાં, કે પછી શું હશે? અને પોતે તો પાછો આવો કોઈ ક્લેમ કર્યો નહોય, તેમ પોલીસના કહેવાથી એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હોય! એવા હાવભાવ બતાવતા હતાં. તો આખરે સુધીર દત્તની આ બધી ચાલ હતી, કે માસ્ટરમાઈન્ડ સુરેખાની ઉપર પણ કોઈ હતું? અને શું એ સાર્થકના ખરા માતા-પિતા હતા, કે પછી કોઈ કેસિનો ચલાવવા વાળો અન્ય અંડરવર્લ્ડનો મુખ્ય સૂત્રધાર! પણ મૂળ મુદ્દે સાર્થકનું શું થયું? કારણ કે શ્રીદેવીને તો એમાં જ રસ છે! સાર્થક ઘર સુધી શ્રીકાંતની મરજીથી જ આવ્યો હતો, તો શું સાર્થક ને શ્રીકાંત ને અંદરોઅંદર સંબંધ હશે! બાકી બધું તો જે હોય તે, પણ અત્યારે બ્લાઉઝ અને પેટીકોટમાં ઉભેલી શ્રીદેવીને શરમ આવતી હતી, અને એ આ વોરંટનું નામ સાંભળીને ધ્રુજવા લાગી હતી, તો આખરે આગળ શું થાય છે તે જાણવા વાંચો આગળ….

પોલીસ જીપમાં આવેલી લેડી કોન્સ્ટેબલ એ શ્રીદેવીને ધમકાવતી હોય, એ રીતે આગળ વધીને હથકડી પહેરાવવાની ટ્રાય કરી, શ્રીદેવી પાછળ ખસી ગઈ, અને ઝડપથી અંદર ગઈ. કબાટ ખોલી એક સાડી વીટવા લાગી, એટલે પેલી કોન્સ્ટેબલે કહ્યું ચાલ હવે તારે કંઈ પાર્ટીમાં જવાનું નથી. જેલની કોટડીમાં બેસવાનું છે, ત્યાં તું આમ નામ રહેશે કે કપડાં પહેરીને બેસે કોઈ કંઈ વખાણવાનું નથી. શ્રીદેવી શબ્દાતીત થઈ ગઈ, કે આ કઈ ભાષામાં બોલે છે? પરંતુ પોલીસો વિશે તેને સાંભળ્યું હતું કે તેઓની ભાષા આ પ્રકારની જ હોય છે, તે બહાર આવી અને પોલીસ જીપમાં તેને હથકડી પહેરાવીને બેસાડવામાં આવી સુરેખા અને સિદ્ધાર્થનાં મોઢા મરકી રહ્યા હતા. કારણ ગમે તે હોય પણ એક બલા હવે આ કેમ્પસ માંથી જશે, એ વિચારે ખુશ હતાં, અને શ્રીપાલને તો આમ પણ બિઝનેસ ટુર નિમિત્તે પંદર દિવસ બહારગામ મોકલી દીધો હતો, એટલે હવે આ પંદર દિવસમાં તેઓ બધો ખેલ પાર પાડી દેશે, એવી તેમની ગણતરી હતી. પરંતુ દુનિયાનો નિયમ છે કે શેરને માથે સવા શેર હોય જ, અને એ રીતે સુધીર દત્ત એ લોકોની જિંદગીમાં સવા શેર બનીને આવ્યો હતો, એ તેઓને નજરની બહાર નહોતું, પણ આટલી ચેતીને ચાલ ચાલશે એ સમજાયું નહોતું! એટલે કે આ કમ્પ્લેન સુરેખા એ નહોતી કરી, પણ એનાં નામે કોણે કરી હતી એ તેઓ જાણતા નહોતાં. છતાં અત્યારે દુઃખી થવું જોઈએ કે ચિંતિત થવું જોઈએ, એની બદલે ખુશ થતાં હતાં, અને ત્યાં જ કમ્પ્લેન કરનાર અડધી બાજી મારી ગયો! કારણ કે એણે અંધારામાં તીર માર્યું હતું, એને ખાતરી હતી કે સુરેખા અને સિદ્ધાર્થ પોતે કમ્પ્લેન નથી કરી, એમ કહેશે પણ એવું કંઈ થયું નહીં,અને એટલે જ પોતે ધારેલ અંદાજ મુજબ હવે આગળ ચાલી શકાશે

પોલીસ જીપ પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહી હતી, અને શ્રીદેવીને પેટમાં ફાળ પડતી જતી હતી, કારણ કે તેને દેખાઈ રહ્યું હતું, કે આ લોકો સુધીર દત્તના માણસો નથી, અથવા તો સાચા પોલીસવાળા પણ નથી. હવે તેનું શું થશે? એ તો રામ જાણે. પણ સાર્થકને કિડનેપ કરવાનો પોતાની પર ચાર્જ લાગ્યો હોવાથી, તેને એનાં વિશે ચિંતા થતી હતી, કે આખરે સાર્થક ને કોણ ઉપાડી ગયું? અને ક્યાં લઈ ગયા હશે? એ બિચારો ઘેર ફોન કરતો હશે, વગેરે વગેરે સવાલોથી એની મમતા અકળાઇ ઉઠી હતી. એકાએક એની આ વિચારધારા અટકી, કારણ કે પોલીસ જીપને કોઈ એ આંતરી અને ધમકાવીને જીપમાં બેઠેલાને નીચે ઉતાર્યા,અને એ લોકો સાથે ઘર્ષણ થયું, એમાં એ લોકો એ પોલીસ જીપને ધક્કો માર્યો એટલે એ ખાઈમાં પડી ગઈ,અને પેટ્રોલ ટેન્ક પર ગોળીબાર કર્યો હતો, એટલે એક બહુ મોટો બ્લાસ્ટ થયો. શ્રીદેવીને આશ્ચર્ય તો ત્યાં થયું કે જેવી જીપ બ્લાસ્ટ થઈ એટલે સૌએ તાળી પાડી, અને પેલી લેડી કોન્સ્ટેબલ એ શ્રીદેવીની સાડી ખેંચી અને ત્યાં આગળ એક ઝાડની ડાળી વચ્ચે એક મોટો લીરો ફસાઈ ગયો હોય એમ બાકીનો ત્યાં સળગાવી દીધો અને જોરજોરથી હસવા લાગી, લે આ તો શહેરના જાણીતા બિઝનેસમેન શ્રીકાંતની પત્ની પણ મૃત્યુ પામી, અને આશ્ચર્ય તો ત્યા હતુ કે કોઈ જ મર્યું નહોતું! બધાં ખડખડાટ હસતાં હતાં, ત્યાં એક કાર આવી અને એમાંથી કોઈ અજાણ્યો શખ્સ ઉતર્યો, અને એણે શ્રીદેવીનો હાથ ખેંચી તેને પોતાની ગાડીમાં બેસાડી દીધી. શ્રીદેવી એ ચીસ પાડવા મોઢું ખોલ્યું, ત્યાં જ એ શખ્સ એ તેનાં મોઢા પર હાથ મુકીને કહ્યું કે હું સુધીર દત્ત છું, અને તું એકદમ સેઈફ છે! તારી પર ત્યાં જીવનું જોખમ વધતું જતું હતું, અને એટલે જ મેં આ યુક્તિ કરી તને ત્યાંથી બહાર કાઢી, હવે દુનિયાની નજરમાં તારું મોત થઈ ગયું છે, અને આ એક્સીડન્ટને હવે હું મર્ડરનો શંકાસ્પદ કેસ દાખલ કરીશ. શ્રીદેવી એ કહ્યું કે એ બધું તો ઠીક પણ સાર્થક નું કીડનેપ થયું છે, એનું શું? એ બિચારા ને કોઈ સતાવતુ હશે. સુધીરે કહ્યું એ ત્યાં બંગલોમાં હોય તો તું થોડી બહાર નીકળે! એટલે મેં એને ત્યાંથી ઉઠાવી લીધો, અને એ હજી સુરેખા ને સિદ્ધાર્થ ને પણ ખબર નથી! હું તને ત્યાં જ મુકવા જઈ રહ્યો છું, કારણકે દુનિયા ની નજરમાં હવે તું મૃત્યુ પામી ચૂકી છો, એટલે થોડો ગેટ અપ ચેન્જ કરવો પડશે, નહીં તો આ આંખી યોજના ફેઈલ જાય. એકવાર એ લોકો ને ફાંસીનાં ફંદો દેખાડી દઉં પછી બધું જ સત્ય જાહેર કરવા તને જ જુબાની આપવા કોર્ટમાં લઇ જઈશ.

શ્રીદેવી સુધીર દત્ત સામે જોઈ રહી હતી, કે કોઈ વિચારી ન પણ શકે, એટલી દમદાર ચાલ તેણે ચાલી હતી અને સૌથી વધુ મહત્વનું તો એ હતું કે સાર્થક ને એ લોકોના દંગલમાંથી છોડાવી દીધો હતો, અને હવે તે પોતાના દીકરા સાથે મન ભરીને રહી શકશે. તેને કહ્યું કે તે તેને પોતાની એક ગામમાં રહેતી બહેનના ઘરે મૂકી જાય છે, ગામ થોડું નાનું છે, અને વસ્તી પણ પ્રમાણમાં ઓછી છે, ત્યાં તારે એક વિધવા તરીકે જ બધાને ઓળખાણ આપવાની છે, અને જે તું છે શ્રીદેવી કહ્યું કે હા હું તો શ્રીકાંતની વિધવા જ છું. અને આ મારો પુત્ર છે, સસરાએ કાઢી મૂકી છે, એટલે અહીં આવી છું, એ રીતે રહેવાનું છે. એટલે ગામ લોકો પણ તારી પ્રત્યે સહાનુભૂતિ નો ભાવ રાખશે. બહેનનું ઘર પ્રમાણમાં ઠીક ઠીક છે, પરંતુ આ બંગલો જેવું તો નથી જે એટલે એ રીતે પણ થોડી તને સ્ટ્રગલ પડશે, અને ગામમાં જે કોઈ અનાજ કે ખોરાક ખાતા હશે, એ રીતનું થોડો વખત ખાવું પડશે. શ્રીદેવીએ કહ્યું કે એની મને કોઈ જ તકલીફ નથી, મને ખાલી સાર્થક મારી સાથે છે એનું જ ખુશી એટલી બધી છે કે, બાકી બધી જ વસ્તુઓ મારી માટે ગૌણ છે. સતત અડધી પોણી કલાક ગાડી હાઇવે પર ચાલ્યા બાદ એક નાનકડા એવા માર્ગે 10 મિનિટ આગળ વધી, અને થોડીવાર થોભી, બે પાંચ મિનિટમાં જ એક ગાડી આવી અને તેમાંથી સાર્થક ને લઈને એક અજાણી સ્ત્રી ઉતરી સાર્થક શ્રીદેવીને જોતા જ તેને વળગી પડ્યો, અને શ્રીદેવી એ પણ પોતાની મમતા લુટાવી. મા દીકરો ઘડીક એ રીતે એકબીજાને વળગેલા રહ્યાં, એક બે મિનિટ પછી એ ગાડી વાળાને એ સારું કહ્યું, અને એ લોકો આવ્યા હતા એ રસ્તે ન જતાં, આડાઅવળા રસ્તે ક્યાંક આગળ સરી ગયા. સુધીર દત્તે એક બેગ કાઢી, અને તેમાંથી એક બૂરખો શ્રીદેવીને આપ્યો અને કહ્યું કે હવે આ પહેરી લે ત્યારબાદ આ બેગમાં એક ફોટો રાખ્યો છે એ મુજબના જ કપડા અત્યારે હમણાં પહેરવા પડશે એટલે કે પહાડી ઇલાકામાં પહેરવેશ, એવો વેશ લાંબો કુર્તો અને પહોળો પાયજામો! એવા પાંચ છ સૂટ આ બેગમાં છે, જે તારે પહેરવાનાં છે. પહાડી લોકો બોલે એવું પહોળા પહોળા ઉચ્ચારો કરવાના અને થોડું મિસ રહીને બોલી બોલવાની રહેશે, સાર્થક ને પણ ચડ્ડી ટીશર્ટ થોડી જુદી ટાઈપના કપડા પહેરાવવાના રહેશે ,આ બધું માત્ર વધીને અઢી કે ત્રણ મહિના જ કરવું પડશે, તે દરમિયાન તો હું કેસ સોલ્વ કરી નાખીશ, અને બનશે તો એકાદ બે વાર મળવા પણ આવીશ! થોડીવારમાં જ ગાડી એક અજાણ્યા પણ સુંદર એવા ગામમાં પ્રવેશી અને એક જુનવાણી હવેલી જેવા ઘર આગળ ઉભી રહી.

સુધીર દત્તે દાઢી લગાવી લીધી અને માથે પહાડી ટોપી પહેરી લીધી, એ લોકો ગાડી માંથી નીચે ઉતર્યા, પાંચ મિનિટ પહેલા જ ફોન પર જાણ કરી દીધી હતી, એટલે ઉપરના માળેથી એક મહિલાએ પાછળની તરફ આવો એવો ઇશારો કર્યો. સુધીર દત્તે શ્રીદેવીને સાર્થક ને લઈને પાછળની સાઈડે ગયાં, અને ત્યાંથી એક જૂની પુરાણી સીડી હતી એના પરથી ઉપર ચડી ગયાં. એ મહિલાએ બધાનું સ્વાગત કર્યું અને ગુલાબનું શરબત પાયું. સુધીર દત્ત એ મહિલા કે જે એની પાર્વતી દીદી હતી,એને અને શ્રીદેવી બંનેને પોતાનો અંગત ફોન નંબર આપ્યો અને કહ્યું કે જરૂર હોય તો જ ફોન કરવો, બાકી પરિસ્થિતિ પોતાની મુજબ હેન્ડલ કરી લેવાનું વધુ હિતાવહ છે, એ સમજાવ્યું. તેમજ શ્રીદેવી તરફ ઈશારો કરી પેલી મહિલાને પણ જણાવ્યું, કે દીદી આ મારી અમાનત અહીં મુકી જાઉં છું,આપ બને તેટલી ઓછી તકલીફ પડે એ રીતે તેને સાચવજો! એણે જવાબમાં માત્ર માથું ધુણાવ્યું,અને અહીં કોઈ આવ્યું છે, એની કાનોકાન ખબર પડે નહીં એમ એ ત્યાંથી ચાલ્યા ગયાં. જોકે આવડી ઓછી વસ્તી ધરાવતા ગામમાં એમ સાવ કંઈ ખબર પડ્યા વગર રહેવાની નહોતી! શ્રીદેવી વિચારતી હતી કે પણ જોઈએ હવે શું થાય છે તે! એને હવે દુનિયા સાથે બહુ મતલબ નહોતો, એને તો સાર્થક એની સાથે હતો એ મહત્વનું હતું. ગઈકાલે રાતથી આ બધી ઘટનાઓ એવી એક પછી એક ઘટી કે એની કડી મેળવવી એ અઘરું કામ હતું!! પણ આમ જુવો તો હવે થોડી નિરાંત થઈ! કારણકે એ બંગલો માંથી એ અને સાર્થક બંને બહાર હતાં, અને એ માટે તો સુધીર દત્તને સેલ્યુટ કરવી જ પડે.

પોતાનો એ રુમ છે એમ એણે ઈશારાથી કહ્યું પોતે દિવસમાં ચાર વખત આવશે, એકવાર સવારે ચા કે કોફી દેવા. બે વાર જમવાનું દેવા, અને રાત્રે રુમને બહારથી તાળું મારવાં! આમ એ ઈશારાથી જ બધું સમજાવીને જતી રહી. શ્રીદેવીને એનું બિહેવિયર થોડું અજીબ લાગ્યું એને સમજાતું નહોતું કે આ મહિલા મૂંગી છે કે મૂગાં‌ હોવાનો ડોળ કરે છે, પણ અત્યારે એ બધું વિચારવું નકામું હતું, અને તેની આંખો ભારે થવા લાગી તેને જોયું તો સાર્થક પણ એના ખભે માથું નાખીને સુઈ ગયો હતો, એણે પોતાના પલંગ પર પડેલા સામાનને એક બાજુ રાખી ત્યાં આગળ લંબાવવાનું વિચાર્યું,અને એ સાચે જ સાર્થકને સોડમાં લઈને સૂઈ ગઈ. આંખો દિવસ તો જેમ તેમ કરીને કાઢ્યો પણ આમ કોઈ વાતચીત કરવા વાળું નહોય તો ત્રણ મહિના કેમ નીકળશે!; એણે બે ત્રણવાર પેલી મહિલા સાથે વાત કરવાની કોશિશ કરી નામ પુછ્યું ,તો એણે કંઇ જવાબ આપ્યો નહીં, માત્ર ઈશારાથી કહ્યું કે આવતીકાલે બપોરે આવશે, અત્યારે કંઈ નહીં, અને ધીમે ધીમે બોલવું એમ કહ્યું, અને બાળકને પણ સમજાવી દેવું કે નીચે ન‌ ઊતરે. એણે તો સાર્થક સાથે વાર્તા કરી અને જોડકણા ગાયાં,અને બહુ મસ્તી કરી. જમવાનું તો પ્રમાણમાં સારું હતું, એટલે એ રીતે બહુ વાંધો આવે એવું નહોતું. આમને આમ રાત પડી,અને શ્રીદેવી સાર્થક સાથે કાલીઘેલી ભાષામાં વાત કરતી કરતી સૂઈ ગઈ. થોડીવાર થઈ હશે ત્યાં હવેલી માંથી જ મૂજરાં સંગીત સાથે જામ છલકાવા લાગ્યાં હોય એવો કંઈક શોર સંભળાયો, અને શ્રીદેવી જાગી ગઈ! તેણે પોતાની આજુબાજુ જોયું કે પોતે ક્યાં છે!!!! અને જેમ જેમ અવાજ સ્પષ્ટ થવા લાગ્યા,એમ શ્રીદેવીના મનમાં ખૂબ પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે આ હું ક્યાં આવી ગઈ? અને મને અહીં લાવનાર તો સુધીર દત્ત જ છે, તો શું એ પણ આ બધામાં ભળલો હશે એ વિચારે ચકડોળે ચઢી….

શું થશે શ્રીદેવીનું અને નાનકડા સાર્થક નું? અને એ પણ સાવ અજાણી જગ્યાએ! એમાં શ્રીદેવી તો પોતાની હયાતી પણ સાબિત કરી શકે એમ નહોતી! અને સુધીર દત્તની બહેન કેમ ઈશારે વાત કરતી હતી! અને શું એ બદનામ અડ્ડામાં આવી ગઈ હતી કે શું? અને.. અને.. અને.. સુરેખા અને સિદ્ધાર્થ પોતે દાવ હારી ગયા છે, એવું સમજાતાં શું નવી ચાલ રમશે! બાપરે…..હે ભગવાન હવે તો તું જ શ્રીદેવી અને સાર્થકનું રક્ષણ કરજે. ના ના! એટલું નિરાશ થવાની જરૂર નથી. મને હજી આશા છે કે આ ખતરનાક મોડ પર પણ સુધીર દત્ત શ્રીદેવીની સાથે છે, એટલે એને કંઈ નહીં થાય! અને એ શ્રીકાંતનાં મર્ડરનો બદલો લઈને રહેશે! પણ કેમ ? એ જાણવા હજી થોડું થોભો વધુ આવતા અંકે……

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

Ad…

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવીને સુધીર દત્ત અને ઇન્સ્પેક્ટર પરિમલ માથુર ઉપર પણ શંકા ગઈ કારણ કે એનાં કહ્યાં પહેલા જ સુધીર દત્તે તમામ શક્યતાઓ કહી દીધી, કે જેના સંશયથી તે એની પાસે ગઈ હતી. શ્રીદેવી એને મળીને પાછી આવે છે, અને થોડી જ વારમાં શ્રીદેવીના ફોનમાં પ્રિયદર્શની નામની એની ખાસ સહેલી નો ફોન આવે છે. જે કોલેજકાળમાં સુધીરદતને પસંદ કરતી હતી, અને જીવનસાથી તરીકે એનું સ્વપ્ન જોતી હતી અને એણે કેટલીવાર સુધી દત્તને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ સુધીર દતે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી, કે એ લગ્ન કરશે તો શ્રીદેવી સાથે જ કરશે! એટલે પ્રિયદર્શીનીએ શ્રીદેવીને ખાતરી આપી કે, દુનિયા આમથી તેમ થઈ જાય! પણ સુધીર તારો વિશ્વાસઘાત કરે એ વાત માની શકાય એવી નથી. શ્રીદેવીના મનને થોડીક નિરાંત થઈ, તેને થયું કે હું ખોટું વિચારતી હતી,અને તેના અત્યંત પજેસીવ પ્રેમને મેં ઓળખ્યો નહીં. પરંતુ હજી પણ પ્રશ્નોની વણઝાર તો એમની એમ જ હતી, એટલે કે સુરેખા ગેંગને સજા થશે? અને શ્રીકાંતની પરસેવાની કમાઈ પોતાને મળશે? સાર્થક નાં મા બાપ કોણ હશે? આ બધા પ્રશ્નોમાં અટવાયેલી શ્રીદેવી સુધીર દત્ત સાથે હળવાશ અનુભવવા થોડી પ્રેમ અને રોમાન્સની વાત કરવા ઈચ્છતી હતી, અને ફોન લગાડવા જતી હતી, ત્યાં જ તેના ફોનમાં કેટલા બધાં ફોટાં અપલોડ થયા, જેમાં જે તે વ્યક્તિના ફોટા હતાં, તે સુધીર દત્ત જેવો દેખાતો હતો, અને હજી તો વધુ કંઈ વિચારે, એ પહેલાં જ સુધી દત્તનો ફોન આવી ગયો, અને એણે કહ્યું શ્રીદેવી તું એકદમ સાવચેત થઈ જજે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ છે કે, તે કોઈ ડિટેક્ટીવને હાયર કર્યો છે, અને ડિટેક્ટીવને એના કેસીનો સુધીના રાજની ખબર છે. એટલે પોલીસને જાણ થાય એ પહેલા એ માર્ગમાંથી તારો કાટો કાઢવાનો પણ વિચારશે! માટે ગમે તે આવે બારણું ખોલતી નહીં!; હવે શું થશે હું બચી શકીશ કે નહીં! સુધીર દત્ત મને અહીંથી કઈ રીતે કાઢશે! એ બધા વિચારમાં શ્રીદેવી ફસાયેલી હતી ત્યાં જ આઉટ હાઉસ બારણે સાર્થક મોટી મમ્મી! મોટી મમ્મી! કરીને રાડ પાડતો હતો . શ્રીદેવી એકદમ બારણું ખોલવા માટે દોડી, ત્યાં એના પગમાં જંજીર અટવાઈ ગઈ હોય, તેમ સુધીર દત્તના શબ્દો અથડાયા કે ગમે તે થઈ જાય પણ તું બારણું ખોલતી નહીં, અને તે રોકાઈ ગઈ. પરંતુ બહારથી મોટી મમ્મી! મોટી મમ્મી! કરીને સાર્થક સાદ પાડતો હતો, અને શ્રીદેવીની મમતા તેને બારણું ખોલવા માટે વારંવાર ઈશારો કરતી હતી. શું શ્રીદેવી બારણું ખોલે છે? શું સાચે જ સાર્થક ત્યાં આગળ ઉભો હતો? સિક્યુરિટી ગાર્ડની મદદ લેશે! કે પછી સ્વયં સુધીર દત્ત આવી અને શ્રીદેવીની રક્ષા કરશે! સુરેખા ગેંગ શ્રીદેવીનું પણ શ્રીકાંતની જેમ મર્ડર કરી નાખશે કે કેમ? આ બધું જ જાણવા માટે વાંચો આગળ…..

સુધીર દત્તના શબ્દો યાદ આવતા શ્રીદેવીનો હાથ રોકાઈ જાય છે, પણ તેનું અંતર તડપી ઊઠે છે, કે પોતાનો દીકરો સાર્થક કોઈ મુશ્કેલી હશે? કે શું થયું હશે? એ જાણવા માટે હવે શું કરવું! એને સુધીર દત્તની કહેલી પહેલી વાત યાદ આવી કે સિક્યુરિટી ગાર્ડ એનો જ માણસ છે, અને એની મદદ એ ગમે ત્યારે લઈ શકે છે. એ બ્લેક કમાન્ડો છે, એટલે એમ પણ બધાં સામે પોતાનું રક્ષણ કરી શકે તેમ છે, એણે સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરવા માટે, ઇન્ટરકોમ ફોન લગાડ્યો, ફોન કેટલી વાર સુધી ઉપડ્યો નહીં, એટલે તેને ફાળ પડી કે સુરેખા ગેંગે સિક્યુરિટી ગાર્ડને ક્યાંક મોકલી દીધો હોય શકે છે. પરંતુ સુધીર દતની તેને ખાસ વોર્નિંગ હતી કે શ્રીદેવીને છોડીને તારે ક્યાંય જવાનું નથી, એટલે એ જાય એવી શક્યતા ઓછી હતી. તો શું આ લોકોએ તેને નુકસાન પહોંચાડ્યું હશે? ક્લોરોફોર્મ સુંઘાડી ને બેભાન બનાવી દીધો હશે? આવી કંઈક કટકળ શ્રીદેવીએ બેથી પાંચ મિનિટમાં કરી લીધી, તેનું મન સતત બહાર સાર્થક પાસે જવા ઉતાવળું થતું હતું, અને હવે જો એકાદ મિનિટમાં કોઈ નિર્ણય ન થાય તો એ, બારણું ખોલી જ નાખશે, તેવું તેણે વિચારી લીધું હતું, ત્યાં જ શ્રીદેવી ના ફોનમાં ઇન્ટરકોમ પરથી સિક્યુરિટી ગાર્ડનો સામેથી ફોન આવ્યો, અને પૂછ્યું કે મેડમ આપને ફોન કિયા થા! ક્યાં તકલીફ હૈ! શ્રીદેવીએ કહ્યું કે મારે જાણવું હતું કે આઉટ હાઉસમાં મેઈન ડોર પાસે કોણ ઊભું છે? ઓકે મેમ સાબ મેં અભી પતા કરકે બતાતા હું! એમ કરી તેણે ફોન મૂકી દીધો! 10 મિનિટ થઈ છતાં તેનો ફોન આવ્યો નહીં હવે શ્રીદેવી ને શંકા પડી કે સિક્યુરિટી બુથ પરથી જેણે વાત કરી એ કોઈ બીજું પણ હોઈ શકે છે! અને આ વિચાર આવતા તેને થોડો ડર પણ લાગ્યો. એણે સુધીર દત્તને ફોન કરવા કોશિશ કરી, પરંતુ સુધીર દત્તનો ફોન એન્ગેજ આવતો હતો. હવે એને શું કરવું? એ તેને સમજાતું નહોતું, પરંતુ હકીકતમાં સિક્યુરિટી ગાર્ડ ને આઉટ હાઉસની તપાસ કરવા પાછળનાં ભાગમાં આવવું પડે,અને ત્યાં આગળ પાર્કીંગ એરિયા પણ છે, એટલે કોઈ છુપાયું હોય એ શક્યતા એ તે હથિયાર સાથે આઉટ હાઉસ તરફ આવે છે, અને જુવે છે તો ત્યાં આગળ છોટી મેમસાબ એટલે કે સુરેખા અને સિદ્ધાર્થ હાથમાં ટેપ રેકોર્ડર લઈને ઉભાં હતાં, અને થોડી થોડીવારે મોટી મમ્મી! મોટી મમ્મી! એમ ટેપ વગાડતાં હતાં. આ બાજુ શ્રીદેવીને પણ વિચાર આવ્યો કે સતત અડધી કલાકથી સાર્થક મોટી મમ્મી! મોટી મમ્મી! કરે છે પરંતુ બારનું ન ખૂલતાં તે એક પણ વાર રડ્યો નથી! જો ખરેખર સાર્થક હોય તો એ તો ક્યારનો રડી પડે, અને કંઈક બીજું પણ બોલે. જેમ કે તમે બારણું શું કામ નથી ખોલતા! મને તમારી યાદ આવે છે! મારે સ્ટોરી સાંભળવી છે! મારે તમારી પાસે સુવું છે! આવું કંઈ બોલતો નથી, માત્ર મોટી મમ્મી! મોટી મમ્મી! બારણું ખોલો! એટલું જ બોલે છે. એટલે 99% આઉટ હાઉસના બારણે સાર્થક નથી!; એટલે એક રીતે સાર્થક ને કંઈ થયું નથી, એ રીતે એ નિશ્ચિત થઈ ગઈ, પણ તો.. તો.. હવે સુરેખા અને સિદ્ધાર્થ જ હોઈ શકે! જેણે મારા મર્ડર માટે આ પ્લાન કર્યો હોય! કારણ કે રાતના ત્રણ વાગ્યે બંગલાના પાછળના ભાગમાં ઘટેલી ઘટના વિશે કોઈને જાણકારી હોય નહીં. સિક્યુરિટી ગાર્ડ પણ બંગલો ના મેઈન ગેટ પાસે હોય! અને બીજું એ કે સિક્યુરિટી ગાર્ડ પર હજી સુરેખા ગેંગને શંકા ગઈ નથી, એટલે કે એ સુધીર દત્તનો શ્રીદેવીએ હાયર કરેલા ડિટેક્ટિવનો માણસ છે. એવી હજી તેને ગંધ આવી નહોતી, એટલે એની પર શંકા કરવાનું કે એ વિશે, વિચારવાનું એ લોકોના માસ્ટર માઈન્ડમાં આવ્યું નહીં. સિક્યુરિટી ગાર્ડ ને થયું કે શ્રીદેવીને જો આ વાત કરીશ તો મેમસાબ ડર જાયેગી! ઇસસે અચ્છા હે મેં સાબ કો હી ફોન કર લેતા હું! એમ વિચારી તેણે સુધીર દત્ત સાથે જ વાત કરી, અને હકીકતથી વાકેફ કર્યા. એણે એને કહ્યું કે તું જેમ આવ્યો છે, તેમજ કોઈને કંઈ પણ ખબર ન પડે, એવી રીતે પાછો બંગલોના ગેટ પર પહોંચી જા! હવે હું આખી બાજી હેન્ડલ કરી લઈશ!! સિક્યુરિટી ગાર્ડ એ પૂછ્યું કે બડી મેમસાબ કો કુછ બતાના હૈ? એટલે સુધીર દત્તે ના પાડી દીધી, અને કહ્યું કે તું ભી કુછ મત બતાના! હું વાત કરી લઈશ! આમ કરી ફોન મૂકી દીધો. ફોન મૂકી દીધા પછી એણે ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને, આખો વ્યૂ ગોઠવી નાખ્યો. એણે નાઈટ પેટ્રોલિંગ વાળી બધા એરિયાની થઈને લગભગ ચાર કે પાંચ ગાડી હતી, એ ગાડીને શ્રીદેવીનાં બંગલો તરફ જોર જોરથી સાયરન વગાડતી નીકળવાનું કહ્યું, અને એટલા એરિયામાં જ થોડી વાર સુધી, એટલે કે લગભગ અડધી કલાક સુધી, સાયરન વગાડીને ગાડી ફેરવવાનું કહ્યું!; નાઈટ પેટ્રોલિંગની તમામ ગાડીઓ શ્રીદેવીનાં બંગલો પાસેથી સાયરન વગાડતી પસાર થવા લાગી, અને એનાં અવાજને કારણે ત્યાં રહેતાં અન્ય રહીશ પણ જાગી ગયાં, તેમ જ સુરેખા અને સિદ્ધાર્થને પણ ફાળ પડી કે હમણાં પોલીસ અંદર આવશે? એટલે એ લોકો પણ ધીમે પગલે જેમ આવ્યાં હતાં તેમ ત્યાંથી ચાલ્યાં ગયાં, અને દર બે ત્રણ મિનિટે મોટી મમ્મી! મોટી મમ્મી! જે અવાજ સંભળાતો હતો, તે બંધ થઈ ગયો. હવે શ્રીદેવીને આમ પણ ખબર પડી ગઈ હતી, કે સાર્થક નથી અને અવાજ બંધ થઈ ગયો, એટલે એને થયું કે એ લોકો ચાલ્યાં ગયાં. ઉપરાંત પોલીસની જીપનું સાયરન એને પણ સંભળાતું હતું. એટલે ડરીને ચાલ્યા ગયા છે, એની પણ તેને જાણ થઈ ગઈ. પરંતુ હવે આ તકનો લાભ શ્રીદેવીને કઈ રીતે લેવો એ તે વિચારવા લાગી! એને થયું પોતે રાડ પાડે, એટલે ઈમરજન્સી સાયરન વાગશે, અને સિક્યુરિટી ગાર્ડ તરત જ દોડી આવશે! તેમ જ એ પોલીસને ફોન કરે તો! પણ આ ઘટનાને વાસ્તવિક પણ બનાવી પડે! એટલે કે ઘરમાં કંઈક થયું હોય એવું કરવું પડે! અને એને તરત જ આગ લાગવાને કારણે ચીસો પાડી, એવું સાબિત કરવાનું વિચાર્યું! એણે કિચનમાં જઈને પોતાની એક સાડીનો છેડો સળગાવી જ્યાં આગ વધવાનાં ચાન્સ સાવ નહીંવત હતાં, એ ખૂણામાં નાખી દીધી, અને ધૂમાડો થતાં તરત જ સાયરન વાગવા લાગ્યું, અને સિક્યુરિટી ગાર્ડ તરત જ આઉટ હાઉસ તરફ દોડી આવ્યો. એણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશનને ફોન કર્યો, આ ઉપરાંત સુધીર દત્તને પણ જણાવ્યું! નાઈટ પેટ્રોલિંગ કરતી ગાડીઓ ત્યાં જ આંટા મારતી હતી, એટલે બે કે ત્રણ મિનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર કનકસિંહ અને બે સબ કોન્સ્ટેબલ ત્યાં આવી પહોંચ્યાં! અને જાણ્યું કે અંદર એકલી મહિલા છે, એટલે એમણે તરત જ બે લેડી કોન્સ્ટેબલ ને બોલાવી લીધી. આ ઉપરાંત બંગલો માંથી સુરેખા અને સિદ્ધાર્થ પણ દોડીને આવી ગયા. શ્રીદેવી ને નાટક અસલ હોય એવું દ્રશ્ય ઊભું કરવાનું હતું, એટલે એણે એક પેટીકોટ અને બ્લાઉઝ પહેરીને બે પાંચ મિનીટ રહેવું પડશે, પછી લેડી કોન્સ્ટેબલ ના હાથે એને તરત બ્લેન્કેટ ઓઢાડી દેવામાં આવશે! બારણું ખુલશે અને શહેરના જાણીતા બીઝનેસ મેન શ્રીકાંતની ધર્મ પત્ની શ્રીદેવી શું કામ આઉટ હાઉસમાં છે? અને સુરેખા અને સિદ્ધાર્થ બંને પોલીસની નજર થી બચી નહીં શકે! આવું વિચારીને શ્રીદેવી ખુશ થતી હતી ….. પણ આ શું ઇન્સ્પેક્ટર એ કહ્યું મીસિસ શ્રીકાંત તમારી પર સાર્થક ને ગુમ કર્યાનો ચાર્જ છે, અને એટલે સર્ચ વોરંટ છે! શ્રીદેવીએ ચીસ પાડી નહીં….

પણ શું શ્રીદેવી જેવું વિચારે છે એવું થશે કે પછી …. કે પછી શું સુરેખા અને સિદ્ધાર્થ કોઈ નવી ચાલ રમશે? સાર્થકનાં અવાજનું રેકોર્ડિંગ સંભળાવી સુરેખા ગેંગ શું શ્રીદેવી નું મર્ડર કરી, ત્યાં પાછળ જ એને દાટી દેવા માંગતા હતાં! કે પછી ડીટેકટીવ ને હટાવી લેવાની ધમકી આપવા માંગતા હતાં! શું નાઈટ પેટ્રોલીંગ કરનારી જીપ તરીકે શું સાચાં ઇન્સ્પેક્ટરની ટીમ આવી હશે? કે એ પણ ફ્રોડ હશે ! અને.. અને.. ઓહ કદાચ સુધીર દત્ત આ રીતે શ્રીદેવી ને આઉટ હાઉસ માંથી બહાર કાઢવાનો કોઈ માસ્ટર પ્લાન તો નહીં કર્યો હોયને!! શું શ્રીદેવી સુરેખા ગેંગનાં સંકજામાં ફસાઈ ગઈ? કે પછી એનાં મર્ડરની આશંકાથી સતત ચિંતિત રહેતા સુધીર દત્તની આ કોઈ કિમિયો હશે? ઓહ હવે બધું તો ક્યારે સુલઝશે? શું તમને કંઈ અંદાજ આવે છે? મને તો નથી આવતો! છતાં જોઈએ હવે આવતા અંકમાં શું થાય છે! તો આગળ શું થાય છે એ જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે….

‌‌લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)

લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7 મે એ ચૂંટણી, 4 જૂને પરિણામ

0

2024ની લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં
જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા છે.
લોકસભાની સાથે જ 4 રાજ્ય – આંધ્રપ્રદેશ, ઓડિશા,
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા
ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે.
543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થઈ
શકે છે. પ્રથમ તબક્કા માટે 15થી 18 એપ્રિલની વચ્ચે
મતદાન થઈ શકે છે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન
19 મેના રોજ થઈ શકે છે. 23મી મેના રોજ પરિણામ
શક્ય છે.
ચૂંટણીપંચે લોકસભા અને ચાર વિધાનસભા ચૂંટણી
માટે 3.4 લાખ કેન્દ્રીય દળોની માગણી કરી છે.
આયોગ 97 કરોડ મતદારો માટે દેશભરમાં લગભગ
12.5 લાખ મતદાન મથકો બનાવી શકે છે.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી પોતાના મનમાં ઉદ્ભવેલા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેમજ શ્રીકાંત કોને રૂપિયા 50,000 મોકલતો હતો, એ જાણવા માટે સુધીર દત્ત પાસે જાય છે, અને સુધીર તેને તેનાં પુછ્યા પહેલાં જ બધી જ વાત જણાવી દે છે. શ્રીદેવી આશ્ચર્યચકિત થઈ જાય છે, એટલે સુધીર દત્ત કહે છે, મેડમ ડીટેક્ટીવ હું ઈતના તો પતા હોના ચાહિએ! અને એને મનમાં સંશય થાય છે કે શું આ બધું મને ભ્રમિત કરવા માટે તો નથી થઈ રહ્યું ને? આ આખાં ષડયંત્રનો હું ભાગ બની રહી હોઉં, એવું મને લાગે છે. સિક્યુરિટી ગાર્ડ પણ હવે તો આ લોકોના નાટકનો એક માણસ હોય એવું એને લાગે છે, અને સુધીર દત્તના કહેવા મુજબ શ્રીધરરાય શેઠના નાજાયિશ સંતાન તરીકે મનમોહિની જે તો માત્ર એક કાલ્પનિક પાત્ર હતું, એ પણ સાબિત થઈ ચૂક્યું છે, તો પછી આ સાર્થક એ કોનું બાળક છે? અને એને બંગલોમાં લાવવાનું કોઈ પ્રયોજન તો જરૂરથી હશે! હજી કોઈ શ્રીકાંતના જીવનની એવી વાત છે, જે હું જાણતી નથી. અથવા તો એ બાળક પણ નાટકના ભાગરૂપે જ બંગલોમાં પ્રવેશ્યું હશે. પરંતુ જન્મેલા બાળકને એમ તરત આપી દેવું? એવી તે માતાની કઈ મજબૂરી હશે? કે પછી રૂપિયાની ચમક મમતા આગળ વધી ગઈ! એક કરોડ રૂપિયા આપી અને હોટલ ભાડે રાખી હતી, એમાંથી સુરેખા અને અન્ય સાગરીતો કેટલું કમાતા હશે? દેશની યુવાનીને આ રીતે બરબાદ કરવા માં શું ઇન્સ્પેક્ટર અને સુધીર દત્તનો પણ સાથ હશે? હવે જ્યાં કાયદો અને કાયદાનો રક્ષક બંને જ ભક્ષકનું રૂપ ધારણ કરી ને બેઠા હોય, ત્યાં મારી જેવી સામાન્ય વ્યક્તિ ક્યાંથી પહોંચે? એ જે હોય તે પરંતુ સાર્થક ને હું આ બધાનો ભોગ નહીં બનવા દઉં, એ વાત તો પાકી છે! આમ શ્રીદેવી પોતાની જાત સાથે જ સંવાદ કરતી કરતી પોતાના આઉટ હાઉસમાં પ્રવેશે છે, અને હવે તેની સાથે આગળ શું થાય છે, તે જાણવા માટે વાંચો આગળ….

કેટલી બધી અસમંજસતા હતી અને કશ્મકશથી ભરેલું મન ક્યાંય શાંત થતું નહોતું, અને સતત તેને એવું વિચારવા પ્રેરતું હતું કે, સુધીર દત્ત શું એની જિંદગીમાં બદલો લેવા તો નહીં આવ્યો હોય ને? આજે એને એવો સંશય સતત થયે રાખતો હતો! પણ આ માત્ર ભ્રમ પણ હોય શકે! કારણકે શ્રીકાંતનું મર્ડર થયું છે, એવો વિચાર પ્રથમ મને જ આવ્યો હતો, અને હું જ એ જગ્યાની તપાસ કરવા ગઈ હતી, તેમજ હું જ ઇન્સ્પેક્ટર પાસે ગઈ હતી. એટલે 60% થી 70/% ચાન્સ સુધીર દત્ત એ કોઈ ષડયંત્ર રચ્યું નથી, એવું માની શકાય! પરંતુ 30 % માં ચોક્કના રહેવાની તો જરૂર છે જ.

એ વધુ કંઈ વિચારે એ પહેલાં જ એના ફોનમાં એની ખાસ સહેલી પ્રિયદર્શીનીનો ફોન આવ્યો, કે જેને સુધીર દત્ત બહુ ગમી ગયો હતો,પણ એણે એનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. આમ તો શ્રીકાંતના મૃત્યુનો શોક વ્યક્ત કરવા ફોન હતો, અને માઈન્ડ ચેન્જ કરવા માટે ગમે ત્યારે એના ઘરે જઈ શકે છે, એમ ઇન્વિટેશન પણ આપ્યું. પોતે પણ અહીં થોડા વખતમાં આવવાની છે, અને ત્યારે ચોક્કસ મળીશું એવું પણ કહ્યું. શ્રીદેવીને ચોક્કસ ખાતરી હતી કે સુધીર દત્ત વિશેની તમામ માહિતી પ્રિયદર્શીની પાસે હશે, કારણ કે એ તેને હૃદયથી ચાહતી હતી. એટલે એને પૂછવાથી સચ્ચાઈ સામે આવી શકે એમ હતી, પરંતુ એમ પૂછવું કઈ રીતે! કારણ કે હવે તે અન્ય પાત્ર સાથે લગ્ન કરી અને સેટ થઈ ગઈ હતી, તેને બે બાળકો પણ હતા! છતાં શ્રીદેવીનું મન કહેતું હતું કે પહેલા પ્રેમને કોઈ એટલી આસાનીથી ભૂલી શકતા નથી અને એની પાસે સુધીર દત્ત વિશે સો ટકા માહિતી હશે! પોતાની પરિસ્થિતિનાં રોદણાં રડવા, એ શ્રીદેવીને આમ તો ગમતું નહોતું. છતાં એણે કહ્યું કે શ્રીકાંત સાથે લગ્ન કરી અને સુધીર દત્તનું મેં દિલ દુભાવ્યું, ઈશ્વરે કદાચ મને એનો બદલો આપ્યો હોય એવું મને લાગે છે!; પ્રિયદર્શની સુધીર દત્તનું નામ સાંભળી, અને એક મિનિટ માટે સાવ મૌન થઈ ગઈ. પછી તેણે વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે, તે તો તારા માતા-પિતાની મરજીને સ્થાન આપ્યું હતું! અને સંતાન માટે માતા-પિતાથી મોટો કોઈ ઈશ્વર હોતો નથી!; શ્રીદેવી એ કહ્યું કે હા, એ વાત પણ સાચી, પરંતુ સુધીર દત્ત બિચારો મારે કારણે કુંવારો રહી ગયો, એનો રંજ મને આજ સુધી તડપાવે છે! પ્રિયદર્શનીએ કહ્યું કે હા એ વાત તો છે, એ તને સાચે જ બહુ પ્રેમ કરે છે. મેં તેની પાસે નહીં તો કેટલી એ વાર પ્રેમનો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મેં એમ પણ કહ્યું હતું કે, ભલે તમે મને પ્રેમ ન કરો, પરંતુ આપણે લગ્ન કરી સાથે રહીએ, તો પણ હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મને મારા પ્રિય પાત્ર સાથે જિંદગી વિતાવવાનો મોકો મળે, તો બાકી બધી જ વસ્તુઓ મારી માટે ગૌણ છે! પણ એણે મારી માફી માંગતા સ્પષ્ટપણે ના કહી દીધી! પ્રિયદર્શનીએ કહ્યું કે હું તો સાચું કહું છું કે ઈશ્વરે બદલો લીધો એવું વિચારવા કરતાં, ઈશ્વર એ એને પ્રેમ જતાવવાની એક તક આપી એવું પણ વિચારી શકાય, તું એને શોધી અને ફરીથી નવી જિંદગીની શરૂઆત કરી શકે છે. એ તને ખૂબ જ સુખી રાખશે! શ્રીદેવી એ કહ્યું કે પણ એમ હું એને શોધું કઈ રીતે, અને એ શું કરે છે? પ્રિયદર્શનીએ કહ્યું કે આમ તો અત્યારે તો મને પણ ખબર નથી, પરંતુ એ કોઈ ડિટેક્ટીવ એજન્ટ છે, અને એનું બહું મોટું નામ છે. તારે તો આ બાજુ પણ હવે કોઈ રહ્યું નથી, એટલે કે શ્રીકાંત અને તારા સસરા બંને ચાલ્યા ગયાં અને આવડી મોટી જાગીરની તું એકલી વારસદાર છે, એટલે આર્થિક રીતે તો તને કોઈ તકલીફ નથી. પરંતું તને એક કંપેનિયનની જરૂર તો પડશે જ! માટે જ કહું છું કે તું સુધીર દત્તની તપાસ કરાવી અને એને લગ્નનો પ્રસ્તાવ મોકલ! શ્રીદેવી એ કહ્યું પ્રિયદર્શીની સાચું કહું તો મને મારા પતિનું મૃત્યુ નહીં, પરંતુ મર્ડર થયું હોય એવું લાગે છે, અને તું જે રૂપિયાની વાત કરે છે, એમાંથી 10% જેટલા જ રૂપિયા હવે મારી પાસે છે. બાકી હું એક ભયાનક ષડયંત્રનો ભોગ બની છું, અને એ બધી વાત ફોન પર થઈ શકે તેમ નથી. પરંતુ તારી એક વાત સાચી કે કુદરતે સુધીર દત્તને એનો પ્રેમ નિભાવવાની એક તક આપી હોય એવું કદાચ સંભવ બને, અને મારા પતિના મર્ડર કેસ માટે મેં એક ડિટેક્ટિવ હાયર કર્યો, હું એને મળવા ગઈ, ત્યારે મને ખબર પડી કે એ સુધીર દત્ત જ છે!: પણ અચાનકનું એનું મારા જીવનમાં આવવાનું કારણ મને એની પ્રત્યે પણ શંકા ઉપજાવે છે! પ્રિયદર્શનીએ કહ્યું કે દુનિયામાં બધી જ વાત તું કહે તો હું સ્વીકારવા તૈયાર છું! પરંતુ સુધીર તારી સાથે બેવફાઈ કરે, એ વાત હું ક્યારેય સ્વીકારી શકું તેમ નથી. માટે આ પ્રકારનો સંશય તારા મનમાંથી કાઢી નાખ, અને એ તારો ખરેખર હમદર્દ છે, તારા દુઃખમાં એ જ ભાગીદાર થશે, અને તને તમામ પ્રકારની વ્યાધિ માંથી બહાર લાવશે, માટે એની પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ નથી. પ્રિયદર્શની સાથે વાત કરીને શ્રીદેવીને ઘણું સારું લાગ્યું, અને તેને થયું કે સારું થયું કે મેં સુધીર દત્ત પર અવિશ્વાસ કરીને, એને ગમે તેમ કહ્યું નહીં!; એને સુધીર દત્તના વાક્યો યાદ આવતા હતા. મેડમ હમ ડિટેક્ટિવ હે, ઈતના તો પતા રખના પડતા હૈ”! અને એ મનોમન હસી પડી. એને થયું કે હું નાહક ડીટેક્ટીવ બની આ બધો બોજ મગજ પર લઈને ફરું છું, પણ સાર્થક મારા હાથ માંથી જવો ન જોઈએ! બસ‌ એનાથી વધુ મને કંઈ જ જોઈતું નથી, એને સમજાતું નહોતું કે એને સાર્થક પ્રત્યે આટલું ખેંચાણ કેમ છે?

કપડાં વગેરે બદલી અને તે હળવી થઈ, એને થયું કે લાવ આજે સામેથી સુધીર દત્ત ને ફોન કરું! બે ચાર જૂની વાતો કરી એનું મન ટટોળી જોઉં! હજી એને ફોન લગાડવા જતી હતી ત્યાં જ તેનાં મોબાઈલ માં કેટલાય ફોટા અપલોડ થયાં! એણે જોયું કે કોણે વળી અત્યારે ફોટા મોકલ્યા! જોયું તો કોઈ દાઢી મૂછ વાળો ઉંચો ગોરો , અને હેન્ડસમ સિગારેટ નાં ધૂમાડા કાઢતો હતો, બીજા ફોટામાં એ જ હેન્ડસમ શરાબ પીતો હતો, અને ત્રીજામાં એ ગોરી યુવતી સાથે ડાન્સ કરી ફ્લર્ટિંગ કરતો નજર આવતો હતો, ફોટાનો એ હેન્ડસમ થોડો થોડો સુધીર દત્ત જેવો લાગતો હતો,અને વળી એનું મન ઘુમરી ખાઈ ગયું કે આ છે તેની અસલિયત! પણ પછી એમાં લખ્યું હતું, યે તેરા આશિક વેશ બદલકર આયા થા, મગર ફીર ભી પકડા ગયા!! અને પછી એક સન્નાટો, અને પછી એનું અટ્ટહાસ્ય હાહાઆઆઆ… શ્રીદેવી ધ્રુજી ગઈ! એને થયું કે હવે તો સુધીર દત્ત પણ પકડાઈ ગયો, છે તો હવે શું થશે? હવે એ લોકો મને મારીને જ રહેશે! મારા બચવાના કોઈ ચાન્સ નથી! આમ હતાશ થઈ તે રૂમમાં આંટા મારતી હતી, ત્યાં જ તેના ફોનમાં સુધીર દત્તનો ફોન આવ્યો, અને તેણે ફોન રિસીવ કરીને કહ્યું કે ક્યાં છો? મારા ફોનમાં…. એણે શ્રીદેવીની વાતને કાપતા કહ્યું કે હા મને ખબર છે તારા ફોનમાં મારા ફોટા આવ્યાં, અને સાથે મેસેજ પણ હશે કે હું પકડાઈ ગયો! પરંતુ હું પકડાયો નથી, મારા કપડાં કોઈને પહેરાવી હું ત્યાંથી છુંમંતર થઈ ગયો હતો. એક્ચ્યુલી હું આજે સ્વીટી ઉર્ફે સુરેખાની કેસીનો હોટલમાં ત્યાં શું શું પ્રવૃત્તિ ચાલે છે? એની તપાસ માટે વેશ બદલીને ગયો હતો. પરંતુ એ લોકોએ મને પકડી પાડ્યો, એનો મતલબ એ કે એ લોકો જાણે છે કે, તે કોઈ ડિટેક્ટિવ હાયર કર્યો છે, અને મારું નામ સહિત એ લોકો જાણે છે. એટલે હવે તારો જીવ ત્યાં જોખમમાં છે, આજની રાત તારે ત્યાં આગળ કાઢવી પડશે, પણ કોઈપણ સંજોગોમાં બારણું ખોલતી નહીં, અને તારી રક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ ત્યાં આગળ મોજુદ છે, એ વાત યાદ રાખજે. એટલે કોઈ પણ તકલીફ હોય તો, એનો સહારો વિના સંકોચે લેજે! એ મારો જ માણસ છે, અને બ્લેક કમાન્ડોની તાલીમ પામેલો છે. એટલે એ બધી રીતે તારી રક્ષા કરી શકે તેમ છે, એની ખાતરી થતા જ મેં ત્યાં તેને મુક્યો છે!: શ્રીદેવી એકદમ ડરી ગઈ, એને થયું કે હું તો ખુશ થતી હતી કે, એ લોકો હજી કંઈ વિચારે એ પહેલાં જ એ બધાં ને પકડી પાડીશું! પરંતુ આ તો એ લોકો બધું જ જાણે છે, હવે સુધીર શું કરશે, એ લોકોને પકડવા? અથવા તો મને બચાવવા……. એને કેમ એ કરીને નીંદર આવતી નહોતી અને આવે પણ ક્યાંથી? પોતાનું મૃત્યુ દરવાજે ઊભું હોય, અને કોઈ કઈ રીતે સૂઈ શકે? તે આમથી તેમ પડખા બદલતી હતી, ઘડીકમાં પાણી પીતી હતી, ઘડીકમાં વોશરૂમ જતી હતી, તો ઘડીકમાં સિક્યુરિટી ગાર્ડ દેખાય છે કે નહીં એ જોતી હતી. ત્યાં બરાબર અઢી વાગે આઉટ હાઉસની બહાર, મોટી મમ્મી! મોટી મમ્મી! એમ કરીને સાર્થકનો અવાજ સંભળાયો, અને એ બારણા તરફ દોડી! પરંતુ તરત જ તેને સુધીરના શબ્દો યાદ આવ્યા, કે ગમે તે થાય પણ તું બારણું ન ખોલતી! તેનું કાળજું થરથર કાપવા લાગ્યું, કે સાર્થક ને શું થયું હશે…..

તો સુધીર દત્ત હવે શ્રીદેવીને કઈ રીતે બચાવશે? અને બંગલો માંથી લઈ જઈ, અને ક્યાં રાખશે? એની સુરક્ષા માટે બીજા કયા પગલા ભરશે?અને રાતના ત્રણ વાગ્યે આઉટ હાઉસના બારણે સાર્થક શું કામ આવ્યો હશે? એ ગભરાઈને મોટી મમ્મી! મોટી મમ્મી! કરતો હતો તો શું એ સાચે સાર્થક જ હશે? કે પછી સુરેખા ગેંગની કોઈ ચાલ હશે? સુધીર દત્ત કોને પોતાના કપડા પહેરાવી ત્યાંથી ભાગી નીકળ્યો! અને તેને ભાગવામાં કોણે મદદ કરી? શું સુરેખાની ગેંગમાં પણ કોઈ ફૂટલું હતું? જેના સહારે સુધીર દત્ત કેસીનો સુધી પહોંચ્યો, અને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર પણ નીકળી ગયો! આઉટ હાઉસના બારણે, સાચે જ જો સાર્થક હોય તો એને શું થયું હશે? અને રાતના 03:00 વાગ્યે આમ એ શું કામ અહીં આવ્યો હશે? બંગલોમાંથી નીકળતા એને કોઈએ નહીં જોયો હોય? કે પછી સાર્થક પાસે આ નાટકની મહત્વની ચાલ ચલાવવામાં એ લોકો કામયાબ થઈ ગયા!; શું સુરેખા ગેંગ શ્રીકાંતની જેમ જ શ્રીદેવીનો કાંટો પણ પોતાના માર્ગમાંથી કાઢવામાં કામયાબ થશે? કે સુધીર દત્ત તેને બચાવી લેશે? શું શ્રીદેવી સિક્યુરિટી ગાર્ડ પર ભરોસો કરી એની મદદ લેશે? સાર્થક ને અંદર લેવા માટે બારણું ખોલશે? અને! અને! અને! શું તમને આ અનેનાં જવાબો ખબર છે? મને તો નથી ખબર! પરંતુ વિધાતાની વિચિત્રતાનાં નામે, શ્રીદેવી સાથે ઘણું બધું થયું, પણ એ અંતે પ્રિયદર્શનીનાં કહેવા મુજબ સુધીરનાં પ્રેમ માટે કુદરતે ઊભી કરેલી તક છે!; શું શ્રીકાંતને ભૂલીને શ્રીદેવી સુધીર દત્તને અપનાવી શકશે? એની સાથે લગ્ન કરી સુધીરની આટલા વર્ષોની ઝંખના પૂરી કરશે કે કેમ? એ બધું જ જાણવા માટે હજી વધુ થોડું થોભો…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કાલે ચૂંટણી જાહેર થશે

0

બ્રેકિંગ ન્યુઝકાલે ચૂંટણી જાહેર થશે: ઈલેક્શન
કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ
કરશેઈલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ
કરશે. પહેલાં કે બીજા જ તબક્કામાં ગુજરાતનું
મતદાન થાય તેવી શક્યતા.

શીર્ષક વિધાતાની વિચિત્રતા!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવીને હવે સુરેખા ઉર્ફે સ્વીટી પર વધુને વધુ શંકા જતી હતી, અને એને હવે તો યકીન થતું જતું હતું કે સાર્થક એનો પુત્ર નથી, નહીં તો કોઈ મા આટલી બધી રૂઢ કેમ થઈ શકે? તેમજ નિયમિત રીતે એ પાંચ થી નવ સુધી ક્યાં જાય છે એની પણ હવે તપાસ કરવી પડશે પોતાના પતિની ફાઈલનો પોર્ટફોલિયો લઈને તપાસ કરી રહી હતી, તો એનાથી જાણવા મળ્યું કે શ્રીકાંત દર મહિને કોઈને 50,000 જેવી મોટી રકમ આપી રહ્યા હતાં. શું શ્રીકાંતને કોઈ બ્લેકમેલ કરતું હતું કે પછી શ્રીકાંતનો પણ કોઈ સાથે અફેર હતો? આ બધું તેને મૂંઝવતું હતું શ્રીકાંત આજ સુધી તેની સાથે ક્યારેય દ્રોહ કર્યો હોય એવી કોઈ ઘટના તેને યાદ આવતી નહોતી, તે તેને ખૂબ જ પ્રેમ કરતા હતાં. તો પછી આ બધું શું છે એ જાણવા માટે એ સુધીર દત્ત પાસે જવાનું વિચારે છે, સાર્થકની તબિયત એકાએક ખરાબ થઈ જતા થોડો સમય એને હેન્ડલ કરી અને એ સુધીર દત્ત ને મળવા માટે બહાર નીકળે છે, તો સિક્યુરિટી ગાર્ડ તેને બુરખો આપે છે, અને સુધીર દત્ત પાસે આવે છે તો એને જે જે પ્રશ્નો થયા હતાં, અને જે સંબંધ પ્રત્યે શંકા ઉપજી હતી એ તમામ વાત સુધીર તેને જણાવે છે, અને એક એવું સત્ય જણાવે છે જે સાંભળીને શ્રીદેવીના હોંશકોસ ઉડી જાય છે તો એ શું હતું એ જાણવા માટે વાંચો આગળ….

શ્રીદેવી એ સુધીર દત્તની ચેમ્બરમાં પ્રવેશ કર્યો, અને એના લહેરાતા કાળા વાળ અને સુંદર પરિવેશ થી તે ખૂબ જ સુંદર લાગતી હતી! સુધીર દત્ત તેની સામે એકીટશે જોઈ રહ્યા, અને કહ્યું, યુ લાઈક વેરી બ્યુટીફુલ! અને એણે થેન્કયુ કહ્યું! પછી શ્રીદેવી અને સુધીર દત્ત બેઠાં હતાં, અને આ બધી વાત શ્રીદેવી કરે એ પહેલા જ કહેવા લાગ્યાં, પરંતુ તે અચાનક ઊભા થયાં, અને પોતાની ચેમ્બરનુ દ્વાર લોક કર્યું. શ્રીદેવીને શંકા ગઈ કે આજે આ સુધીર આવું કેમ કરે છે? એનો કોઈ બદ ઇરાદો તો નથી ને? પરંતુ પછી એને પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું કે તને ખબર છે શ્રીકાંતનું મર્ડર થયું છે? અને એ કરાવનાર કોણ છે?; શ્રીકાંત દર મહિને 50000 રૂપિયા નિયમિત રીતે બદનામ ગલીમાં મોકલતો હતો, એ કોણ હતું? એ જાણવું છે તારે? શ્રીદેવી એ કહ્યું ઓફકોર્સ!: મારા પતિ સાથે જોડાયેલું એક એક સત્ય હું જાણવા માગું છું. સુધીર દત્તે કહ્યું કે આમ જુઓ તો એ તારા પતિ સાથે નહીં, પરંતુ તારા સસરા સાથે જોડાયેલું સત્ય છે! શ્રીદેવીના પગ નીચેથી ધરતી ખસકી ગઈ. એણે કહ્યું કે શ્રીધર રાય શેઠ જુવાનીમાં વિધૂર થયાં હતાં, અને એમના સગા સંબંધીઓએ એને બીજા લગ્ન કરી લેવા માટે ખૂબ જ દબાણ કર્યું, પરંતુ પોતાના બંને પુત્રો માટે થઈને એમણે લગ્ન કરવાનું માંડી વાળ્યું. સાવકી મા કદાચ બાળકોને સરખી રીતે ન રાખે તો! અને એવું એના કુટુંબમાં બન્યું પણ હતું. પરંતુ યુવાનીનો સાપ ક્યારેક ક્યારેક બહુ ડંખ દેતો હતો, અને પોતાના મિત્ર સાથે તે આ બધી વાતચીત કરતા હતાં. તેનો એક મિત્ર શૈલેન્દ્ર એક વાર તેને બદનામ ગલીમાં લઈ ગયો, અને પછી ત્યાં રહેતી એક સ્ત્રી મધુમાલા સાથે તેને મોહ થઈ ગયો,એટલે તે વારંવાર ત્યાં જવા લાગ્યાં. મધુમાલા એ પોતાની ચીકણી ચૂપડી વાતોમાં શેઠને ફસાવી લીધાં, અને કહ્યું કે આપણા સંબંધથી તે મા બનવાની છે, અને પોતે એની સાથે લગ્ન કરી અને એ બાળકનું જીવન સુરક્ષિત કરે! શેઠ શ્રીધરરાયને પોતાની ઈજ્જત પ્યારી હતી, એટલે એણે ત્યાં જવાનું બંધ કરી દીધું, અને થોડા ઘણા થોડા ઘણાં રૂપિયા મોકલવા લાગ્યાં,હકીકતમાં મધુમાલા ને દિવસો ચડ્યા હતાં,પણ શેઠજીથી નહીં! એનાં સાગરિત બહાદૂરથી એને એક દીકરી થઇ, અને શેઠજી એ એની સાથે લગ્ન ન કર્યા તેમજ એનાં સંતાનની જવાબદારી પણ લેવી નથી! કોઠામાં એનું ભવિષ્ય અંધકારમય બની ગયું,અને માતાનો વ્યવસાય જ અપનાવવો પડશે! એમ કરી એણે મોટી રકમ એઠી લીધી. આમ વારંવાર માંગણી થવા લાગી, અને શેઠ શ્રીધરરાય ને તો એક નાની એવી દુકાન હતી, એટલે કેટલું આપી શકે‌ છતાં મૃત પત્ની ના દર દાગીના વેચી સાટીને વળી પાછાં રુપિયા આપી દીધાં. મધુમાલા ને થયું કે હવે માલ ખલાસ થઈ ગયો છે! એટલે એણે બીજા ગ્રાહકમાં મન પરોવી દીધું! પણ જેમ જેમ શ્રીકાંતનો ધંધો જામતો ગયો, અને તેની એને ખબર પડતાં વળી પાછી શેઠને બ્લેકમેઇલ કરવા લાગી. એક વખત શ્રીકાંત શ્રીધર શેઠની પાછળ પાછળ ગયો, એટલે તેને આ સચ્ચાઈની ખબર પડી, અને મધુમાલા એ રડવાનું નાટક કર્યું. દીકરા દીકરા કરી કહ્યું કે શેઠની દીકરી મનમોહિની નું જીવન તું સુધાર, એને મારે અહીથી બહાર કાઢવી જ છે! આખરે એ તારી બેન છે! અને ત્યારથી શ્રીકાંત એની એ કહેવાતી બહેન માટે મધુમાલા ને રૂપિયા આપે છે, જે હવે વધતા વધતા રુ 50,000 જેવી માતબર છે. પરંતુ શ્રીકાંત રૂપિયા આપવાનું શરૂ કર્યું, અને થોડા સમયમાં જ મધુમાલા એ કહ્યું કે અંતે એની દીકરીને બચાવી ન શકી અને એ પણ માં બનવાની છે, અને એના બાળકનું પણ અહીં ભવિષ્ય સુરક્ષિત નથી. દીકરો હોય કે દીકરી કોઠા માં ઉછેરનાર એની જેવા જ બની જાય છે! અને એ બાળક એટલે સાર્થક સાર્થક ને બંગલોમાં લાવવા માટે સુરેખા સાથે શ્રીપાલના લગ્ન થયાં, સુરેખાએ પ્રેગ્નેટ હોવાનો ડોળ કર્યો,અને હોસ્પિટલમાં એ જ સમયે મનમોહિની એ દીકરાને જન્મ આપ્યો, જેને લઈને સુરેખા આ બંગલોમાં ‌પ્રવેશી! તમને લોકોને સંતાન તો હતું નહીં, એટલે શ્રીકાંતે વિચાર્યું કે ગમે તેમ તો એ આ કુટુંબનો વારસદાર છે, અને શ્રીપાલની નબળાઈ પણ તે જાણતો હતો, એટલે કે તે ક્યારેય બાપ બની શકે તેમ હતું નહીં! તો સાર્થક ને લીગલી દત્તક લઈને તમામ સંપત્તિનો વારસદાર બનાવી શકાય, એ માટે સુરેખા દ્વારા સાર્થક ને ઘરમાં લાવવામાં આવ્યો. તને એમ થશે કે આનાથ આશ્રમમાં પણ સાર્થક ને રાખીને દતક લઈ શક્યા હોત! પરંતુ તું એવી રીતે કોઈ આનાથ બાળકને પોતાનું બાળક માની શકે નહીં તો! એટલા માટે શ્રીપાલને તો તે નાના ભાઈ જેમ ઉછેર્યો છે, અને અંતે એક જ પરિવારનું લોહી હોવાથી, લગભગ વાંધો નહીં આવે એમ માની શ્રીકાંત એ જ આ આખો વ્યુહ ગોઠવ્યો હતો, અને એમાં તે કામયાબ પણ થઈ ગયો, એટલે કે તને કોઈ શંકા ન પડી. હાલાકી શ્રીકાંતનું ચરિત્ર શુદ્ધ છે, એણે જિંદગીભર તારી સિવાય કોઈને પ્રેમ કર્યો નથી! પણ સુરેખા ને લાવવા પાછળનું કારણ શું હતું! એ થોડું બ્લેકમેઇલ ને કારણે, કારણ કે મનમોહિની તો બેન થાય એટલે એની સાથે તો લગ્ન થાય નહીં,પણ એનું બાળક જ વારસદાર બનાવવું હોય તો એ લોકો કહે, એની સાથે જ લગ્ન કરવાં પડે! અને ત્યાં શ્રીકાંત થાપ ખાઈ ગયો, એણે બંગલોમાં આવી શ્રીકાંત ને ફસાવવાની હરકત શરું કરી દીધી,પણ એ ચેતીને ચાલતો હતો, એટલે તે નાકામિયાબ રહી.પણ એ લોકોનાં કહેવા મુજબ મનમોહિની બાળકને જન્મ આપીને આ દુનિયા છોડી ગઈ, અને એ લોકો એ આ બંધા માટે શેઠને જવાબદાર ગણ્યા! અને આ બધાં આઘાતમાં એને હાર્ટએટેક આવી ગયો. હકીકતમાં મનમોહિની નું પ્રાત્ર જ કાલ્પનિક છે! અને શેઠજી થી મધુમાલા ને કોઈ સંતાન જ નહોતું થયું! પણ શ્રીકાંત ની ચડતી નો લાભ ઉઠાવવા આ રીતની કહાની ઉભી કરવામાં આવી. સુરેખા ઘરમાં તો શ્રીકાત ને ફસાવી શકી નહીં એટલે હવે સુરેખા એ એક બીજો પ્લાન ઘડ્યો,અને બિઝનેસ ટૂર પર શ્રીકાંત ને ફસાવવા એક અન્ય યુવતી મોકલી અને એણે એને ચા કોફી માં કંઈક પીવરાવી દીધું, એટલે એણે એની સાથે બિભત્સ ચેનચાળા કરતાં વિડિયો ઉતારી લીધાં, અને શ્રીકાંત ને બ્લેકમેઇલ કરી એક કરોડ‌ રુપિયા પડાવ્યા, એમાંથી એક હોટલ ભાડે રાખી. જેમાં‌ અંડર ગ્રાઉન્ડ એક માળ છે, અને ત્યાં એ ગેરકાનૂની રીતે કેસિનો ચલાવે છે, ડ્રગ્સ દારુ અને હુક્કા પાર્ટી થાય છે! જેમ જેમ શ્રીદેવી સાંભળતી ગઈ એમ એમ એની આંખ ફાટીને ફાટી રહેવા લાગી! પણ સુરેખાની તો હજી ઉંમર જ કેટલી છે! આવડી ઉંમરમાં! એની વાત ને વચ્ચે થી જ કાપતા સુધીર દત્ત બોલ્યા કે માસ્ટર માઇન્ડ બહાદૂર અને કોઠાની માલિક સુરૈયા છે, અને સુરૈયા ની દીકરી સ્વીટી એ જેમ કહે તેમ કરે છે! સુરૈયા શહેરના ઈજ્જતદાર લોકો રાતનો અંધાર ઓઢી પોતાની વાસના સંતોષી જાય છે, પણ અમારી જેવી સ્ત્રી ઓની ઈજ્જત નું કંઈ વિચારતા નથી એટલે આ રીતે પુરુષ પ્રધાન સમાજ સામે અદાવત કરીને બદલો વાળે છે! જેમાં હકીકતમાં શ્રીધરરાય શેઠ અને શ્રીકાંત એનાં જાંસામાં આવી ગયા! પણ સ્વીટી ઉર્ફે સુરેખા કે સુરૈયા આમ હોટલ ભાડે રાખીને આવું કરશે! તેમજ એ ધંધાની આવક એ હોટલ ખરીદવા માં વાપરી સમાજમાં વ્યાભિચાર ફેલાવશે એવી ધારણા તો નહોતી જ ધારી! અને જ્યારે સચ્ચાઈ ખબર પડી ત્યારે શ્રીકાંત એ એને સ્પષ્ટ પણે કહી દીધું કે તું તારે મારા વિડિયો! મારા પિતાની કરણી! બધું જ શ્રીદેવી ને જણાવી દે! પણ પોલીસને તમારા એકોએક ધંધાની બાતમી હવે તો આપીને જ રહીશ! અને શ્રીકાંત એની ધમકી થી ડરશે નહીં એવું લાગતાં એનું મર્ડર કરાવ્યું! અને એક્સીડન્ટ માં આખો કેસ ખપાવી દીધો! તને જો તારા પતિનું મર્ડર થયું છે, એવી શંકા ન ગઈ હોત તો કાનોકાન કોઈને ખબર પણ ન પડત! ઓહ નો! સચ આ ડીસકસ્ટીંગ ! હાઉ ઇઝ પોસીબલ સુધીર ! બટ‌ આઈ કુડન્ટ સેવ હીમ! એમ શ્રીદેવી કરી રડવા લાગી, સુધીર એ કહ્યું કે પણ આપડે એને છોડીશું નહીં! આપણે એને સજા કરાવી ને રહીશું! અને હા શ્રીદેવી એ કહ્યું બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ મને આ બુરખો શું કામ આપ્યો એમ કરી બુરખો બતાવ્યો! સુધીર દત્ત અચાનક થી હસવા લાગ્યો, અને કહ્યું એ મારો માણસ છે! શ્રીદેવી તો જોઈ જ રહી! એણે કહ્યું ભવિષ્યમાં તારી પર હુમલો થઈ શકે છે! એટલે બંગલોનાં સિકયોરીટી ગાર્ડ ને આંતરી ને ધમકાવી રજા પર ઉતરવા રાજી કરી લીધો અને એનાં ઓળખીતા તરીકે એણે જ મારા માણસને ગોઠવી દીધો, કે જે માત્ર તારી સુરક્ષા માટે અને એ લોકોની હિલચાલ પર નજર રાખવા માટે જ છે. ઓહ થેન્કયુ સો મચ! પણ આટલું બધું આગોતરું તને કેમ સુજે છે? સુધીર દત્ત એ હસી ને કહ્યું કારણ કે હું ડીટેક્ટીવ છું અને બંને હસી પડ્યાં….

શું શ્રીદેવીની આ હસી ને સુધીર દત્ત બરકરાર રાખી શકશે? સુરેખા સુરૈયા,અને સિદ્ધાર્થ ના કાળાં કર્મ નો પર્દાફાશ કરી શકશે! શ્રીકાંત નાં મર્ડરર તરીકે એ લોકો ને સજા કરાવી શકશે? અને સાર્થક નથી સુરેખાનો પુત્ર ! મનમોહિની તો એક કાલ્પનિક પાત્ર છે? તો અસલમાં સાર્થક કોનો પુત્ર છે? અને આમ જન્મતા વેંત કંઈ મા એ પોતાના બાળકને આપી દીધું? તેની આની પાછળ શું મજબૂરી હશે? બાપરે… એક સવાલ શ્રીદેવી ને મુજવે છે? કે ઇન્સ્પેક્ટર થી ડીટેક્ટીવ સુધીર સુધી બધા જ મને ગુમરાહ કરવા માટે તો નથી ને! નહીં તો હજી હું કંઈ કહું એ પહેલા જ સુધીર દત્ત ને કંઈ રીતે ખબર પડે? તમારું શું કહેવું છે? આ બધાં સવાલો ના જવાબ જાણવા હજી થોડું થોભો…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વલસાડ ડાંગ લોકસભા :ડો.હેમંત ભાઈ પટેલે બીજેપી દ્રારા જાહેર કરેલ ઉમદેવાર ધવલ પટેલની શુભેચ્છા મુલાકાત કરી ….

0

લોકસભા ચુંટણી: વલસાડ બેઠકમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ

બીજેપી ના દાવેદારો માંથી માત્ર એક જ દાવેદાર ડો.હેમંત ભાઈ પટેલે બીજેપી દ્રારા જાહેર કરેલ ઉમદેવાર ધવલ પટેલની શુભેચ્છા મુલાકાત કરી ….
જયારે બીજા દાવેદારોની સૂચક ગેરહાજરી બીજેપી કાર્યાલયમાં આ અવસરે જોવા મળી હતી.

મૂળ વાંસદા તાલુકાના પણ રહે સુરતમાં વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

વલસાડ બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે મંગળવારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને જાહેર કર્યા હતા.

તેના બીજા જ દિવસે બુધવારે ભાજપે આ બેઠક ઉપર તેના ઉમેદવાર તરીકે ધવલ પટેલના નામની જાહેરાત કરી છે.અહીં ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ભાજપના કે.સી. પટેલ છે. તેમની ટિકિટ કાપી પક્ષે આ વખતે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.ધવલ પટેલ મૂળ વાંસદા તાલુકાના ઝરી પંથકના છે. તેમનો પરિવાર નવસારીમાં પણ નિવાસ કરી ગયાની માહિતી છે. હાલ સુરતમાં રહે છે અને ભાજપના આદિવાસી મોરચાના અગ્રણી છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. : મોરારીબાપુ

0

  • મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે.
  • વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે.

જે મોહગ્રસ્ત થઈ જાય છે, વિષાદગ્રસ્ત થઈ જાય છે એવા અનેક અર્જુનોને યોગ અને વિયોગનો આ નિનાદ જગાડતો રહે છે. એક વાત યાદ રાખજો કે ભગવદ્ગીતા ઘંટડી છે અને રામાયણ આરતી છે. રામાયણના સાત કાંડ એ એની આરતીની સાત જ્યોતિઓ છે. જેને નિત્ય પૂજારી બનવાનું છે, કોઈ મંદિરના નહીં પોતાના જીવનના પૂજારી બનવાનું છે, જે રામાયણની ઘંટડી લઈ ફરતું રહે તો પોતાના જીવનના પૂજારી બની શકે છે.

મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે. એ વ્યક્તિ જીવનની ઝોળીમાં સંપૂર્ણ ખુશીઓ નાખી દે છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. એક વાત જીવનમાં યાદ રાખવી કે તમારે તુલના કરવી હોય તો પોતાથી મોટાઓ સાથે ન કરવી, નીચેનાઓ સાથે કરવી; નહીં તો તમે ક્યારે સુખી નહીં થાવ. જો તુલના તમારાથી નીચેનાઓ સાથે કરી તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ઊલટાનું વિજ્ઞાનવાન બનવાની દિશા ખૂલી જશે.

વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે. આ બહારી ઉડાન છે. ભારતીય વિજ્ઞાન એ છે જે આંતરિક ગહેરાઈઓમાં જાય છે. વિજ્ઞાનવાનનો અર્થ એ થાય છે જે આંતરખોજમાં વ્યસ્ત રહે છે. વિજ્ઞાનીને ગુલાબનું ફૂલ આપશો તો તે અન્વેષણ કરશે કે એમાં કયાં-કયાં આ કેમિકલ્સ છે. આ ફૂલનો રંગ લાલ કેમ છે? પીળો કેમ છે? એ ખૂલે તો એમાંથી સુગંધ કેમ આવે છે? આ અને આવા બીજા અનેક સવાલના જવાબ શોધવાનું કામ વિજ્ઞાનીઓ કરશે. ભારતીય ઋષિ હશે તો તે એમ વિચારશે કે આ ફૂલ જેણે બનાવ્યું છે તે કૃષ્ણ કેવા હશે? ભારતીય ઋષિ હશે તો એ એમ વિચારશે કે આ ફુલમાં સુગંધ ભરનારા રામની હાજરીમાત્રથી કેવી સુગંધ પ્રસરી જતી હશે? ભારતીય ઋષિ આ અને આ પ્રકારના બીજા સવાલો અને એ સવાલોમાંથી ઊભા થતા બીજા પ્રશ્નોના જવાબોની શોધમાં આગળ વધશે. જ્ઞાન ક્રિયાત્મક હોય, જ્ઞાન પ્રયોગાત્મક હોય, જ્ઞાન પરિણામાત્મક હોય. જેમ વિજ્ઞાનનું કોઈ સૂત્ર તમે વાંચી લીધું અને પછી પ્રયોગશાળામાં જઈને એ સૂત્રનો પ્રયોગ કરો તો એ સૂત્ર સિદ્ધ થઈ જાય છે એવી જ રીતે જીવનનું કોઈ સૂત્ર તમે વાંચીને પ્રયોગમાં લીધું તો એ સૂત્ર પણ સિદ્ધ થઈ જાય છે.

Ad..

વિધાતાની વિચિત્રતા !

0

ગયાં અંકમાં આપણે જોયું કે સુરેખાની બેદરકારીને કારણે સાર્થક અત્યંત ગંભીર રીતે બીમાર થઈ ગયો, અને શ્રીદેવી પાસે જવાની હટ લઈ ને બેઠો, એટલે સુરેખાએ ના છૂટકે શ્રીદેવીને બંગલોમાં આવવા દેવી પડી. શ્રીદેવીની સૂઝબુજને કારણે સાર્થકની તબિયત સુધારા પર આવી ગઈ, અને તેણે સુરેખા ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, હજી પણ હું ધારું તો સાર્થકની કસ્ટડી માટે કેસ કરી શકું એમ છું, અને તને આ બંગલોમાંથી પણ બહાર કાઢી શકું એમ છું, માટે મારી સાથે એકદમ વિવેકથી વર્તન કરજે.આ ઉપરાંત શ્રીદેવી શ્રીકાંતના બિઝનેસ વિશે જોઈ રહી હતી ત્યાં દર મહિને શ્રીકાંત કોઈને 50,000 જેવી મોટી રકમ મોકલતા હતાં. તો શું હશે એનું રહસ્ય એ જાણવા શ્રીદેવી હવે શું કરશે ડિટેક્ટર સુધીર દત્તને વાત કરશે, કે પછી આ પ્રકરણને એમનેમ જ બંધ કરી દેશે. કારણ કે શ્રીકાંત માટે તેના દિલમાં ભારોભાર માન સન્માન હતું, જો કોઈ એવી વાત નીકળે તો શ્રીકાંત એની નજરમાંથી ઉતરી જાય એમ હતાં, માટે શ્રીદેવીએ બહુ વિચારી વિચારીને આગળના પગલાં ભરવાં પડે તેમ હતાં, પણ શ્રીકાંતનું મર્ડર કોઈ શું કામ કરે? શું કોઈ સાથે એની જૂની અદાવત હતી, કે પછી માત્ર રૂપિયા માટે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો? એ જાણવા માટે વાંચો આગળ….

સુધીર દત્તના કહેવા મુજબ સુરેખા અને સિદ્ધાર્થ તો આ કાવતરાના પ્યાદા હતા.મેન સૂત્રધાર કોણ છે, એ પણ હજી સ્પષ્ટ રીતે દેખાતું નહોતું. પણ 25 એક વર્ષની સ્ત્રીમાં કોઈ માટે આટલી બધી નફરત અને રૂપિયાનું આટલું આકર્ષણ આ બંને વસ્તુ આશ્ચર્ય પમાડતી હતી. અને ઉપરથી સાર્થક પ્રત્યેનું તેનું વલણ પણ વિચિત્ર હતું! એટલે શું ખરેખર સાર્થક તેનો પુત્ર નહોતો? એ પણ આ નાટકનો હિસ્સો હોવાથી એને ક્યાંકથી લઈ આવ્યાં હતાં? કે આખરે વાત શું છે! શું શ્રીકાંત બધું જાણતા હતાં, અને કદાચ એની મરજીથી જ સુરેખા બંગલોમાં આ બાળકને લાવી હતી! તો શું ડોક્ટર પાસે પ્રેગ્નેન્સીનું પણ નાટક હતું? વગેરે કેટ કેટલા રહસ્યો ભરેલા દેખાતા હતાં, અને શ્રીદેવી પાસે એનો કોઈ ઉત્તર નહોતો. અંતે એણે નક્કી કર્યું કે મારે જો સત્ય ને જાણવું હોય, તો એને પચાવવાની હિંમત પણ કેળવવી પડશે! અને સત્ય સુધી પહોંચવા માટે મારે સુધીર દત્તનો સહારો લેવો જ પડશે. નહીં તો આ રહસ્ય આમ જ રહેશે, અને ક્યાં સુધી એમ 50000 રૂપિયા જે તે વ્યક્તિને હું આપીશ! શ્રીકાંત આપતાં હતાં કારણ કે એ કારણ જાણતા હતાં અને કદાચ એની આ વ્યક્તિ સાથે કોઈ કૂણી લાગણી પણ જોડાયેલી હોય! પરંતુ મારા મનમાં એની માટે એવો કોઈ જ ભાવ નથી, તો પછી મારે શું કામ રૂપિયા આપવા અથવા તો રૂપિયા જાય તે જોતા રહેવું? એણે પાક્કે પાયે નક્કી કરી લીધું કે હવે તો આ પાર કે પેલે પાર! પરંતુ સુધીર દત્ત સાથે આ બધી જ વાતની ચર્ચા કરી સત્ય સુધી પહોંચવાનું છે, અને એને ખાસ તાકીદ કરવાની છે, કે શ્રીકાંતના કેરેક્ટરમાં કોઈ એવી વાત મળે તો, એ સમાજમાં ક્યાંય ચર્ચિત ન થાય! એની તકેદારી પણ આપણે લેવાની છે. પૂર્ણપણે સાઉન્ડ પ્રુફ પ્લાન બનાવી, અને છેક સુધી જવું પડશે. જેમ સુરેખા આ બંગલોમાં પ્રવેશી, એમ જ આપણે પણ બદનામ ગલી સુધી જવાનું છે,અને છતાં કોઈ ને ખબર પડવા દેવાની નથી. સુધીર દત્ત સાથે આટલી બધી વાતો ફોનમાં કરવો યોગ્ય ન હોવાથી એણે તેને કોફી શોપમાં મળવાનો મેસેજ કરી દીધો. સુરેખા રોજ પાંચ થી નવ સુધી લગભગ બહાર રહેતી હતી, એ સમય દરમિયાન એક કલાક તો એને મળી જ જાય એમ હતું. આ બધામાંથી પરવારી એટલે એને વળી પાછી સાર્થક ની યાદ આવી એને થયું કે હવે સાર્થક ને કેમ હશે?એ સૂઈ ગયો હશે !એને કંઈ ખાધું હશે કે નહીં! ત્યાં સર્વન્ટ સાથે સાર્થક આઉટ હાઉસમાં આવ્યો, અને સર્વન્ટ એ કહ્યું દીદી છોટી મહેસાબને બોલા હૈ કે બાબા અબ થોડી દેર ઇધર હી રહેંગે!: શ્રીદેવી એ વ્હાલથી સાર્થક ને ઉચકી લીધો અને ગળે લગાડી લીધો! સાર્થકે કહ્યું મોટી મમ્મી તમે કેમ ચાલ્યા આવ્યાં ?મને ત્યાં આગળ ગમતું નથી, હવે હું પણ તમારી સાથે અહીં જ રહીશ. શ્રીદેવીએ એને સમજાવ્યું કે ના ના હું બીમાર છું એટલે તો અહીં રહેવા આવી છું, સાજી થઈ જાઉં એટલે મારી મેળે જ પાછી ત્યાં રહેવા આવી જઈશ, આખો આખો દિવસ તું મારી સાથે રહીશ, તો તું પણ બીમાર પડી જઈશ! સમજ્યો એમ કરી તે એને લઈ કિચનમાં ગઈ અને તેની માટે ચોકલેટ વાળું દૂધ બનાવી એને પીવડાવ્યું, પછી તેને લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને સાર્થકે કહ્યું કે, મોટી મમ્મી મને એક વાર્તા સાંભળવી છે, કેટલાય દિવસથી મને કોઈએ સ્ટોરી કરી જ નથી! શ્રીદેવી વિચારતી હતી કે આ વાત હું વાર્તાના રૂપમાં સાર્થક ને કરું !પણ પછી થયું કે ના એનો નાજુક હૃદય આવો આઘાત સહન ન કરી શકે, અને કેટલાય પ્રશ્નો એનાથી ઊભા થાય એનું નાનકડું મગજ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવામાં અટવાઈ જાય, એની કરતાં સાર્થક માટે તો સસલા કાચબાની, કે પછી હંસ કાગડાની, સિંહ શિયાળ કે ઉંદર કબૂતરની અને બહુ બહુ તો રાજા રાણીની વાર્તા બરાબર છે. શ્રીદેવીએ ઉંદર કબુતરની વાર્તામાં થોડો ફેરફાર કરીને, એ વાર્તા સાર્થક ને કરી. સાર્થક ને હજી પણ એટલી બધી નબળાઈ હતી કે, એ વાર્તા સાંભળતા સાંભળતા જ શ્રીદેવીના ખોળામાં માથું રાખીને સુઈ ગયો. શ્રીદેવી એના માથામાં હાથ ફેરવતી હતી, અને વિચારતી હતી કે બાળકો કેટલા માસુમ અને નિર્દોષ હોય છે! મોટા થયા પછી જ એના મનમાં રાગ દ્વેષ કે નફરત અને દુશ્મની વગેરેના ભાવ ઉત્પન્ન થતાં હોય છે. અચાનક એને ખ્યાલ આવ્યો કે, સાર્થક સૂઈ ગયો એટલે હવે શું કરવું! ‌કારણ કે સાર્થક ને એમ આઉટ હાઉસમાં એકલો મૂકીને સુધીર દત્ત ને મળવા નહીં જવાય! અને જો સર્વન્ટ ને બોલાવી ને સાર્થક ને ત્યાં મોકલી આપું તો સુરેખા ને વહેમ આવે! જોકે નથી સુરેખા, હવે લાગે છે સાર્થકની મા પણ નથી! પણ એમ ઘરમાં બંધ કરીને તો જવાશે નહીં! તેમજ સાથે પણ લઈ જવાશે નહીં!! તો શું કરવું! શું કરવું! એને થયું કે હમણાં તો આમ પણ જવાનું નથી, સુરેખા ઉર્ફે સ્વીટી જાય પછી જ જવાનું છે! અને એ જાય પછી મેં એને ત્યાં મોકલી દીધો કે નહીં એ ક્યાં એને ખબર પડવાની છે? અને હું તો તરત પાછી આવતી રહીશ! શ્રીકાંત નાં ગયા પછી એકસાથે એટલી બધી ઘટના ઘટી ગઈ કે, હવે તેને એકાંતમાં થોડો ડર લાગતો હતો,અને સુધીરનો સાથ તો એને આમ પણ પસંદ હતો.

સાર્થક ને સૂવાડતા સૂવાડતા શ્રીદેવીને પણ ઝોકું આવી ગયું,અને મર્સિડીઝ નું હોર્ન ન વાગ્યું હોત તો એ કદાચ હજી જાગી પણ નહોત! ગઈકાલે સાર્થક માટે આખી રાતનો ઉજાગરો થયો હતો, એટલે આવું થવું સ્વાભાવિક છે. એને થયું કે આ સુરેખા રોજ ક્યાં જતી હશે! ઓફિસમાં! કે પછી બીજે! એની પણ તપાસ કરાવવી પડશે,ન જાણે એક પછી એક એમ જુદાં જુદાં વિચારોનાં ફિતુર નીકળે જ જાય છે, પણ એની એક એક ચાલ પર નજર ન રાખીએ તો કંઈ પગેરું મળે નહીં. એણે ધીરેકથી સાર્થક નું માથું ઓશીકા પર ગોઠવ્યું, અને પોતે વોશરૂમ માં આવી. એસી ન હોવાથી ગરમી થઈ ગઈ હતી, એટલે મોઢું ધોયું અને અરીસામાં જોયું. પહેલાં તો આમ જ જવાં વિચાર્યું પણ પછી થયું કે ના, સુધીર શું વિચારશે! શ્રીકાંતનાં જતાં તો એની દુનિયા ઉજડી ગઈ હતી, અને એને કંઈ ગમતું જ નહોતું! જમવાનું પણ ભાવતું નહોતું, ત્યાં શાજ શણગાર તો ક્યાંથી ગમે! પણ સુધીરને જ્યારથી મળી ત્યારથી હવે તેને થોડું થોડું તૈયાર થવું ગમતું હતું. એણે સી ગ્રીન કલરની સાડી પહેરી, અને વાળનો ચોટલો વાળવા જતી હતી, ત્યાં જ સુધીરના પહેલી મુલાકાત વખતનાં શબ્દો યાદ આવ્યાં, યે કાલી કાલી ઘટાયે, ઔર યે કાતિલ નજર! દોનોં હી કયામત કર દેતી હૈ,ઔર મુજ નાચિઝ મેં ભી શાયર સી નજાકત ભર દેતી હૈ!! અને એ ત્યારે જેમ મુક્ત મને હસી પડી હતી,એમ જ હસી પડી! એણે સર્વન્ટ ને બોલાવી સાર્થક ને બંગલોમાં મોકલી દીધો, અને એ જાગી ન જાય એનું ધ્યાન રાખવા કહ્યું, તેમજ ઉઠે‌ ત્યારે શું આપવું એની જરુરી સુચના પણ આપી‌.

શ્રીદેવીએ પર્સ લીધું અને આઉટ હાઉસ લોક કરી તે બહાર નીકળી,પણ જે કોન્ફિડન્સથી તેણે બહાર પગ મૂક્યો હતો એ કોન્ફિડન્સ અચાનક એક વિચારે ખળભળી ગયો. એણે આમ તો સાવ સાદી સાડી પહેરી હતી પરંતુ વાળ ખુલ્લાં મુક્યાં હતાં, અને તન અને મનની સુંદરતાને કારણે એટલો નિખાર હતો કે જાણે ફેશન કરી હોય એવું લાગતું હતું. એને થયું કે લોકો શું વિચારશે!! અને તે વિચારતી જ હતી કે હું વાળ બાંધી લઉં, સાડી છેડો કવર કરી લઉં, ગોગલ્સ કાઢી નાખું! ત્યાં જ બંગલો ના ગેટ પર ઉભેલો સિક્યુરિટી ગાર્ડ એક મિનિટ મેમસાબ!! એમ કરીને પાસે આવ્યો, અને એણે શ્રીદેવીને એક કાળો બુરખો આપ્યો, અને કહ્યું મેમસાબ યે પહેન લો!: શ્રીદેવી ને પણ એટલું જ જોઈતું હતું.તેણે બુરખો પહેરી લીધો અને તે ગેટની બહાર નીકળી. એણે ઓટો રીક્ષા કરી,અને ઓટોમાં બેઠા પછી, એને વિચાર આવ્યો કે સિક્યુરિટી ગાર્ડ પાસે બુરખો ક્યાંથી આવ્યો! અને એણે મને જ શું કામ આપ્યો? આ બધા વિચારોમાં કોફી શોપ આવી ગઈ, અને તે નીચે ઉતરી પોતાના બુક કરેલા ટેબલ પાસે પહોંચી. સુધીર દત્ત ત્યાં આગળ પહેલેથી જ મોજુદ હતાં, અને તેણે એક સુંદર લાલ ગુલાબ આપી શ્રીદેવીનું અભિનંદન કર્યું! શ્રીદેવી પોતાની ચેર પર બેઠી, ગુલાબ માટે થેન્ક્યુ કહ્યું, અને ઠંડુ પાણી પીધું. પોતાની વાતની રજૂઆત કરવા જતી જ હતી ત્યાં જ, સુધીર એ કહ્યું કે સાર્થક સુરેખાનું બાળક નથી, તેમ જ સુરેખા એ માત્ર રૂપિયા માટે શ્રીપાલ સાથે લગ્ન કર્યા નથી. કોઈ અદાવત ને કારણે તે આ બંગલોમાં આવી છે. શ્રીદેવી સુધીર દત્ત સામે આશ્ચર્યથી જોઈ રહી? અને તેણે કહ્યું કે હજી તો મેં કંઈ કહ્યું જ નથી, ત્યાં મારા પ્રશ્નોના જવાબ!! એવું કઈ રીતે? સુધીર હસવા લાગ્યો અને તેને કહ્યું કે તારી નજરમાં ભલે હું કંઈ નથી. પરંતુ હું પેશા થી એટલે કે વ્યવસાયથી એક ડિટેક્ટિવ છું, અને મારે બધી જ બાજુએ નજર દોડાવી પડે, તો જ કંઈક હાથ લાગે! બદનામ ગલીમાં મારા બાતમીદારે મને એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે, અને એ સમાચાર મુજબ શ્રીકાંત દર મહિને એને ₹50,000 આપતો હતો, અને આ વાત સાચી પણ છે, મેં ઓફિસમાં તપાસ પણ કરાવી લીધી છે. પછી હજી વધુ ઊંડી ખબર મેળવવા માટે એ બદનામ ગલીની જ રહેવાસી એવી એક સલમા નામની યુવતીને ફોડી લીધી છે, જે મને બધી જ બાતમી આપે છે! શ્રીદેવીનું આશ્ચાર્ય હજી શમ્યુ ન્હોતું, ત્યાં એણે એક એવી સચ્ચાઈ એની સામે રાખી કે, જે સાંભળવી કદાચ શ્રીદેવી માટે વધુ આઘાતજનક હતું. શ્રીકાંત માટે તો એ હજી પણ કંઈક ન ઈચ્છવા છતાં વિચારી શકે કે જુવાન હતો, અને ક્યાંક પગ લપસી ગયો હોય, પરંતુ આ વાત તો એના ગળે ઉતરે એમ જ નહોતી! પણ સુધીર દત્ત એ બધી જ વાત એવિડન્સ સાથે રજૂ કરી હતી એટલે માનવું પણ પડે એવું હતું.

એવું તો સુધીર દત્ત એ શું કહ્યું, કે શ્રીદેવી આટલી બધી ચોકી ગઈ? અને સુરેખા રોજ સાંજે 5 થી 9 /10 સુધી ક્યાં જાય છે? સાર્થક એનો પુત્ર નથી તો કોનો પુત્ર છે? અને રૂપિયા 50,000 જેવી મોટી રકમ શ્રીકાંત શું કામ બદનામ ગલીમાં કોઈને મોકલતો હતો? અને સૌથી વધુ આશ્ચર્યજનક તો બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ કેમ બુરખો આપ્યો! અને એમ એની પાસે બુરખો રાખવા નું કારણ! ઉપરથી જે જે શંકા હતી,અને સુધીર દત્ત સાથે મોકળા મને વાત કરવા આવી હતી,એ બધી વાત તો એણે જ કહી દીધી!: આશ્ચર્ય પર આશ્ચર્ય! શ્રીદેવી ને તો થાય જ! પણ હવે તો હું ય મુંઝાઈ છું,કે ક્યાં અને કેવો વણાંક આવશે! પણ કંઈ નહીં! સુધીર દત્ત આજે પણ શ્રીદેવીને ખૂબ ચાહે છે, એટલે એ એકોએક વિશે તપાસ કરશે જ, અને એને જરુરથી ન્યાય મળશે! આ બધાં જ સવાલોના જવાબ જાણવા માટે હજી થોડું થોભો! વધુ આવતા અંકે!…

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

કપરાડા માં બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

0

આજ રોજ તારીખ 11/03/2024 ના દિવસે બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ નુ આયોજન એન્કર બાય પેનાસોનીક અને બીસલ્ડ બાયફ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ નો હેતુ મહિલા સશ્ક્તિકરણ અને આત્મનિર્ભર કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, એન્કર બાય પેનાસોનીક ના આસિસ્ટન્ટ મેનેજર કિરણભાઇ મોરે, થાણે, નીતીનભાઇ સોનાવાલા, આર્ટ્સ વિનયન કોલેજ, કપરાડાના પ્રીન્સીપાલ ડૉ. ડી. એન. દેવરી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા અને અન્ય મહેમાનો કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા.

બીસલ્ડ બાયફ કપરાડાના જીતીનભાઇ સાઠે, બાયફ ટીમના સ્ટાફ અને બાયફ દ્વારા ચાલતા પ્રોજેક્ટ કાર્યવિસ્તારમાંથી સ્વ સહાય જુથના 500 બહેનો હાજર રહી આ દિવસને સફળ બનાવ્યો હતો. વિશ્વ મહિલા દિવસ નીમીતે અલગ-અલગ જુથ દ્વારા વિવિધ સાંસકૃતિક કૃતિઓ ભજવવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુરૂપ મુખ્ય મહેમાનશ્રોઓ દ્વારા બહેનોને ઉત્સાહિત કરવા સંબોધનો કરવામાં આવ્યુ, અને બહેનો દ્વારા પણ સ્વેચ્છાએ પોતાના મંતવ્યો રજુ કરમાં આવ્યા.

મહિલા દિવસ નિમીતે જીતુભાઇ ચૌધરી દ્વારા બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવવાની અને યોજાતી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે બહેનોને મફત મેદાનનું આયોજન કરી આપવાની ખાતરી આપી. સખી સહીયારી ફેડરેશન કપરાડા દ્વારા નારી ભવન બનાવવા માટે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને લેખીતમાં રજુઆત કરવામાં આવી.

Ad…