Home Blog Page 3

દંપતીએ જીવન ટુંકાવ્યું: પારડીના રોહિણાંમાં પતિ-પત્નીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

0

  • દંપનીની પુત્રી ધૂળેટીની રજામાં તેના માતા-પિતા પાસે આવી હતી. ધુળેટી પૂર્ણ થતાં 2 દિવસ પહેલા જ નડિયાદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી.
  • સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસની ટીમને જાણ કરતા પારડી પોલીસ મથકના PI સહિત પોલીસ જવાનોએ સ્થળ મુકલાત લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

વલસાડના પારડીના રોહિણા ગામના દીપમાળ
ફળિયામાં રહેતા એક દંપતીએ આત્મહત્યા કરી લીધી
હતી. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા દોડધામ
મચી ગઇ હતી. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓ અને
પારડી પોલીસની ટીમને જાણ થતાં પારડી પોલોસે
લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
દંપનીની પુત્રી ધૂળેટીની રજામાં તેના માતા-પિતા પાસે
આવી હતી. ધુળેટી પૂર્ણ થતાં 2 દિવસ પહેલા જ
નડિયાદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણાં ગામમાં
42 વર્ષીય, નરેશભાઈ પટેલ તેમની પત્ની સાથે રહેતા
હતા. આશ્રમ ફળિયામાં સાયકલ રીપેરીંગની દુકાન
તેઓ ચલાવે છે. 27 ફેબ્યુઆરીની સાંજે નરેશભાઈ
અને તેમની પત્ની બંને એ અગમ્ય કારણોસર
આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હોવાની જાણ
પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોમાં દોડધામ
કરી હતી. આ ઘટનાની જાણ નરેશભાઇના મોટા ભાઈ
શૈલેષભાઈને થતાં તાત્કાલિક ઘરે આવી ચેક કરતા
નાનો ભાઈ નરેશ તેના ઘરના હોલમાં છતના લાકડા
સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
જ્યારે નરેશભાઇ પત્ની સુમિત્રબેન બાજુમાં આવેલા
પલંગ ઉપર મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
ઘટના અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક
સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસની ટીમને
જાણ કરતા પારડી પોલીસ મથકના PI સહિત પોલીસ
જવાનોએ સ્થળ મુકલાત લઈને પ્રાથમિક તપાસ હાથ
ધરી હતી. ઘટના અંગે શૈલેષ પટેલે પારડી પોલીસ
મથકે તેના નાના ભાઈ નરેશભાઈ પટેલ અને ભાભી
સુમિત્રાબેને અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોવાની નોંધ
કરાવી હતી. પારડી પોલીસે દંપનીની લાશનો કબ્જો મેળવી મોતનું ચોક્કસ કરણ જાણવા પેનલ PM
કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

Ad.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે સુધીર દત્ત શ્રીદેવીને સિફત પૂર્વક સુખવંતની જાળમાંથી બહાર કાઢી, અને સુરક્ષિત જગ્યાએ એટલે કે વીણા માસીના ફાર્મ હાઉસ પર મૂકી આવ્યો, અને એમને જરૂરી સૂચનાઓ પણ આપી દીધી. વિણા માસી એ પણ એને ધરપત રાખવા કહ્યું. શ્રીદેવી અને સાર્થક પણ સુખવંતના અડ્ડા માંથી બહાર આવી ગયાં, એટલે થોડો હાશકારો થયો. જ્યારે આ લોકોને મૂકીને સુધીર પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે બારણું ખોલતાં જ એના ઘરમાં સુરેખા, સિદ્ધાર્થ, અને રમેશ સાવંતને બેઠેલા જોયાં. લોક ઘરમાં એ લોકો કઈ રીતે પહોંચ્યા હશે! એ સુધીર દત્ત પણ વિચારતો હતો. પરંતુ એ તો હજી પણ થઈ શકે, એટલે કે અંતે ચાવીની જ રમત હતી. પરંતુ સુરેખા દુબઈ પોલીસના સંકજામાંથી બહાર નીકળવા માટે પોતાની નિર્દોષતાના પૂરતા પુરાવા આપ્યા હશે! અને એ પુરાવા એને કોણે આપ્યાં? એ એક સૌથી મોટો પ્રશ્ન હતો. ઇન્ડિયન પોલીસીસ મોટેભાગે કરપ્ટેડ એ મુજબ સિદ્ધાર્થ નું જેલમાંથી બહાર આવવું, એ કોઈ બહુ મોટા આશ્ચર્યની વાત નહોતી. છતાં એને પણ કાઢવા માટે કોણ ફૂટ્યું? એ જાણવું જરૂરી હતું. આ ઉપરાંત સુધીર દત્ત રમેશ સાવંતને ઓળખવાનો ઇનકાર શું કામ કર્યો એ પણ હજી સમજાતું નથી. રમેશ સાવંત તેમજ બહાદુર નંબર ટુ બંને જણા સુધીર દત્તના માણસો હોવા છતાં, રમેશ સાવંતે બહાદુર નંબર ટુ ની વાઇનમાં એવું શું ભેળવ્યું કે જેને કારણે બહાદુર નંબર ટુ હજી બેભાન અવસ્થામાં છે, અને શું કામ ભેળવ્યું એ પણ એક આશ્ચર્ય જગાડે, એવો પ્રશ્ન હતો. તો આ બાજુ સુખવંત પાર્વતી, અને અખિલેશ ને કઈ રીતે ટોર્ચર કરે છે ?;કે નથી કરતો! આમ તો સુખવંતને ખાતરી હતી, કે પાર્વતી મરવાનું પસંદ કરશે, પરંતુ શ્રીદેવી વિશે કંઈ પણ જણાવશે નહીં. તો પાર્વતી નો આશિક અખિલેશ પણ પોતાની પ્રેમિકાનું રહસ્ય જણાવશે નહીં, એટલે એની પાછળ સમય બગાડવો એની કરતા કંઈક બીજું વિચારવું એ જ યોગ્ય છે. ભાગી ભાગીને ભાગશે ક્યાં? એવું પણ સુખવંત વિચારતો હતો. તો આ બાજુ સુધીર દત્ત પણ વિચારતો હતો કે હવે શ્રીદેવી વીણા માસી ને ઘેર બહુ સલામત નહીં રહી શકે, કારણ કે સુરેખા અને સિદ્ધાર્થ પણ બહાર ઘુમે છે, અને કેસિનો સીલ થવાના ચાન્સ પણ હવે ઘટી ગયા છે. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ જણાવ્યું કે શ્રીદેવીના બંગલોમાંથી રાતના કોઈ મૂજરો ચાલતો હોય એવું સંગીત વાગે છે, એવી એ વિસ્તારમાંથી કમ્પ્લેન આવી છે. સુખવંત એક માસ્ટર માઈન્ડ ધરાવતો અત્યંત ગુનાહની આલમનો એક જુનો ખેલાડી છે! પોતાની રીતે શ્રીદેવીની તપાસ કરવા માટે શું અખિલેશ અને પાર્વતીનો જ પણ અલગ રીતે ઉપયોગ કરે છે? આ બધું જ જાણવા માટે વાંચો આગળ…..

સુરેખાના માથે રિવોલ્વર રાખી અને રમેશ સાવંતે જ્યારે સામે ફરીને કહ્યું કે, લો સાબ આપકા કામ હો ગયાં! ત્યારે સુધીર દત્ત એને ઓળખવાનો ઇનકાર કર્યો! અને કહ્યું સાહેબ આપ કોણ? રમેશ સાવંત એક મિનિટ માટે સ્તબ્ધ થઈ ગયો, કે સાહેબ આવું શું કામ કરે છે? પરંતુ તરત જ એ સુધીર દત્તની ચાલ સમજી ગયો અને જોરજોરથી હસવા લાગ્યો, અને સુરેખા સામે ફરીને બોલ્યો મેડમ આપકા એક થપ્પડ આપકો હી ભારે પડ ગયાં. બિચારા હું તો ક્યા હુઆ હું તો આદમી હી! કિસી હસીન કો દેખ કે હમારા દિલ ભી મચલતા હૈ! સિદ્ધાર્થ એ કહ્યું બે કોડીના માણસ એની ઓકાત પર આવી ગયો! સુરેખા મેં તને કેટલી વાર કહ્યું છે કે, આવા લોકો પર વિશ્વાસ નહીં કર! પણ તું છે કે માનતી જ નથી. તારું ધાર્યું કરાવવા માટે તું ગમે તેની પર વિશ્વાસ કરે છે, અને ગમે તેને બધી જ વાત કહી દે છે. સુરેખાએ કહ્યું કે આ માણસ ખોટું બોલે છે, એ મારા વિશે કંઈ જ જાણતો નથી! અને રમેશ સાવંતે ફટાફટ કરીને પોતાના મોબાઈલમાં પાડેલા ફોટો બતાવ્યાં, જેમાં સુરેખા તેને અડીને બેઠી હતી, અને આંખોમાં આંખ નાખી તેની સાથે હસી હસીને વાત કરી રહી હતી. આ બધા ફોટા જોઈ સિદ્ધાર્થનું લોહી ઉકળી ગયું. ચંદ રૂપિયા માટે થઈને તું તારું ચરિત્ર પણ સાચવી શકી નહીં!; સુરેખા એ કહ્યું બિલકુલ ખોટી વાત છે, આ ફોટા એડીટીંગથી બનાવેલા છે. આ માણસ હદ થી વધુ ચાલક છે, તું એની વાત પર વિશ્વાસ કરી મારી પર ખોટી શંકા કરે છે! રમેશ સાવંત જોરજોરથી હસવા લાગ્યો, અને કહ્યું કે કોણ જૂઠ બોલતા હૈ વો તો આપ કો પતા ચલ હી ગયા! યુ તો કોઈ દુબઈ પોલીસ કો ચકમા નહીં દે શકતા! એમ કરીને દુબઈ પોલીસ પાસેથી છોડાવવાની કિંમતના બદલે સુરેખાએ કરેલી ડીલનો ઓડિયો સિદ્ધાર્થને સંભળાવ્યો. સિદ્ધાર્થ પોતાની જગ્યાએથી રીતસરનો ઉભો થઈ ગયો, અને કહ્યું કે આટલી હદે તું નીચે જઈશ એની તો મને કલ્પના પણ નહોતી! સાહેબ હું ખરેખર સરકારી ગવાહ બનવા માગું છું, મને આ સ્ત્રી પર હવે બિલકુલ ભરોસો રહ્યો નથી. સુરેખા જોર જોરથી પોતાની સચ્ચાઈ વિશે બયાન કરી રહી હતી, અને રમેશ સાવંત અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. સુધીર દત્ત જાણે પોતાનું જ રચેલું દ્રશ્ય હોવા છતાં કંઈ સમજતો ન હોય, તેવી એક્ટિંગ કરતો હતો. એણે ધીરેકથી રમેશ સાવંત પાસે જઈ અને એક ચિઠ્ઠી પકડાવી! એમાં લખ્યું હતું કે શ્રીદેવી હવે શહેરથી નજીકના વિસ્તારમાં આવી ગઈ છે, અને આ બે જણાં ખુલ્લેઆમ ફરશે તો, આપણા હાથમાં આવેલી બાજી આપણે હારી જઈશું! માટે આ લોકો વચ્ચે તિરાડ પડે એ બહુ મહત્વનું છે! અને તો જ આપણે કેસિનો પર પણ સીલ લગાવી શકીશું! સુધીર દતે ત્રણેય જણાને સંબોધીને કહ્યું કે, તમે લોકો આમ મારા ઘરમાં ઝઘડા કરી શકો નહીં! હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું અને નાઈટ ડ્યુટીમાં રહેલા ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા હમણાં જ આવીને તમને ત્રણેને ગિરફતાર કરી લેશે. રમેશ સાવંતે કહ્યું સાબ આપ એસા મત કરના! મેંને તો ઈસ ઔરત કો સબક શીખાને કે લિયે યે રિવોલ્વર નીકાલી હૈં! લો યે આપ રખ લો, મગર મેરે કો પુલીસ કે હવાલે મત કરના! આમ કરીને સુધીર દત્ત તરફ રિવોલ્વરનો ઘા કર્યો, અને સુધીર દત્ત એ સીધો કેચ કરી લીધો. પોતાના હાથમાં રિવોલ્વર આવતા જ એણે સિદ્ધાર્થ અને સુરેખા બંનેને બંદી બનાવી દીધા!: અને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો કે મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘૂસી આ લોકો એ મારા ડોક્યુમેન્ટ અને કીમતી વસ્તુઓની ચોરી કરી છે! એક મોટી બેગ ભરીને કીમતી આભૂષણો રોકડા રૂપિયા તેમાં ડોક્યુમેન્ટ બધું જ એ લોકોની પાસે રાખી દીધું, અને એ બેગ બંને ને પકડાવી એની પર સિદ્ધાર્થ તથા સુરેખાનાં ફિંગર પ્રિન્ટ્સ પણ લઈ લીધાં. પછી એ જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે તમને લોકોને જેલની બહાર જીવવાનું સ્વપ્ન પણ હવે આજીવન જોવા નહીં મળે! રમેશ સાવંત તરફ ફરીને બોલ્યાં રમેશ તું અબ નિકલ તેરા કામ પુરા હો ગયા હૈ! મે તુજે બાદ મેં બુલાઉંગા. અબ ઈધર રહેને કી તેરે કો જરૂરત નહીં હૈ! ક્યુકી દુબઈ પોલીસને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા કો સબ બતા દિયા હૈ! હકીકતમાં રમેશ સાવંત એ એક સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર હતો, અને એના કારણે આ કેસમાં જો એનું નામ સંડોવાય, તો એનું સસ્પેન્શન હજી આગળ ચાલે! એટલે સુધીર દત્ત એવું ઇચ્છતો નહોતો. પોતાનું કામ કરાવવા માટે થઈને એણે રમેશ સાવંતને દુબઈ મોકલ્યો હતો. કારણ કે ઘણી વખત પોલીસની રમત પોલીસ જ સમજી શકે, એટલે દુબઈ પોલીસના સકંઝામાંથી સુરેખા છટકી જાય તો! બહાદુર નંબર ટુ કંઈ કરી શકે નહીં! પણ રમેશ સાવંતે જ્યારે જોયું કે દુબઈ પોલીસના સકંજામાંથી સુરેખા એટલી આસાનીથી છટકી શકે તેમ નથી, અને આ કેસ ખોટો વધુ લંબાઈ એમ છે. માટે તેણે તેની વિશ્વસનીયતા પ્રાપ્ત કરી, અને પોતે જ એના સકંજા માંથી છોડાવી લાવ્યો! સુરેખા જ્યારે ઇન્ડિયા પાછી આવી અને તેને જાણ્યું કે સિદ્ધાર્થ જેલમાં છે એટલે એણે તાત્કાલિક એની બેલ કરાવી એને છોડાવ્યો, અને બંને જણાએ ભેગા મળીને સુધીર દત્તના ઘરમાં ઘૂસી અને એને પોતાની જાળમાં ફસાવવાનું એક કાવતરું રચ્યું. પરંતુ રમેશ સાવંત એ લોકોનો માણસ બની સુધીરના ઘરમાં પ્રવેશી તો ગયો. પરંતુ છેલ્લી ઘડીએ પાસાં પલટી જાય, એ રીતે રમેશ સાવંત પલટાઈ ગયો, અને પોતાની હાર જોઈ સુરેખા અને સિદ્ધાર્થ વળી પાછા ચત્તાપાટ પડ્યાં…

આ બાજુ સુખવંત વિચારતો હતો કે પાર્વતી અને અખિલેશ કોઈ કાળે સચ્ચાઈ બતાવશે નહીં, એટલે કંઈક તો કરવું જ પડશે, એ બંનેને જે જગ્યાએ બાંધીને રાખવામાં આવ્યા હતાં. એ રૂમમાં આવ્યો, અને ત્યાં આગળ ઉભેલા નોકરોને કહ્યું કે આ લોકોને છોડી મૂકો! ઓચિંતાનાં પાર્વતીના પગમાં પડીને કહ્યું કે મેં તારી પર બહુ જ ઝુલમ કર્યા છે મને તો માફ કરી દે. બોલતી ચાલતી એક સ્ત્રીને મેં બે જવાન બનાવી દીધી! ઈશ્વર મને ક્યારેય માફ નહીં કરે, અને મારા આ કર્મનું મારે પ્રાયશ્ચિત કરવું જ પડશે. હું તમને બંનેને મુક્ત કરું છું, તમે બંને જણા એકબીજાને પસંદ કરો છો, એ વાતની મને ખબર છે, તમે આજથી મારી કેદમાંથી મુક્ત છો, તમે બંને જણા પોતાનું જીવન સુંદર અને શાંતિથી જીવી શકો, એ માટે થઈને મેં વ્યવસ્થા પણ કરાવી છે. પરંતુ તમારે જો તમારી રીતે ક્યાંય જવું હોય તો મને એનો પણ વાંધો નથી, હું હમણાં જ ટેક્સી માટે કહી દઉં છું, અને તમારા ખુશાલ જીવન માટે હું શુભેચ્છા પાઠવું છું તેમજ ઈશ્વર તમને દરેક બુરી નજરથી બચાવે, એવી પ્રાર્થના પણ કરું છું. પાર્વતી અને અખિલેશ સુખવંતના આ શબ્દો સાંભળીને હકાબકા થઈ ગયા! બંને જણાં એકબીજા સામે જોઈ રહ્યાં. એ રૂમમાં ઊભેલા બંને નોકરો પણ સ્તબ્ધ થઈ ગયાં, કે સાહેબ કો આજ ક્યા હુઆ ફિર ભી ઉસકા ઓર્ડર તો માન નાં હીં પડેગા, એમ કરીને બંને જણા એ વારાફરતી એમના દોરડા છોડી નાખ્યા! પાર્વતી ને અખિલેશ બંને મુક્ત થઈ ગયા હોવા છતાં એ જગ્યાએથી આગળ એક તસુભાર પણ ખસ્યા નહીં, અને જો ખસીશું તો સુખવંત નક્કી આપણને મારી નાખશે! પાર્વતી મનોમન પોતાના પતિની ચાલને સમજી ગઈ હતી કારણ કે ઓછામાં ઓછો દસ વર્ષનો સહવાસ હતો, એટલે કે એટલી ઝડપથી સુખવંત પોતાની હાર ક્યારેય સ્વીકારે નહીં, અને નક્કી એને ઉલટુ વિચાર્યું હશે! એટલે હાથ છૂટતા એ સુખવંત ના પગમાં પડી ગઈ, અને એણે ઈશારાથી કહ્યું માય બાપ તમે જ મારા તારણહાર છો. મારે આ અજનબીની સાથે કોઈ જ લેવાદેવા નથી, એમ કરીને એ અખિલેશ સામે જોઈ રહી. અખિલેશને પાર્વતીના આ પ્રકારના બયાનથી દુઃખ થયું, પરંતુ એ જાણતો હતો કે પાર્વતી જીવનમાં જાહેરમાં ક્યારેય પોતાના પ્રેમ બાબત સ્વીકાર કરી શકશે નહીં! એટલી હદે એ સુખવંતના સરમુખત્યાર પણાથી ડરતી હતી. સુખવંતે પાર્વતી ને ઊભી કરી, એનો હાથ પકડી અને અખિલેશ પાસે લઈ આવ્યો! પાર્વતી નો હાથ પકડી અખિલેશમાં હાથમાં રાખ્યો, પાર્વતી ને જાણે 440 ના બલ્બનો કરંટ લાગ્યો હોય, એમ એને એ હાથ ખેંચી લીધો, અને એકદમથી બહારની તરફ દોડી. હવેલીના આંગણામાં જ એક મોટો કૂવો હતો પાર્વતી એની પર ચડી ગઈ, અને કહ્યું કે હું આ કુવામાં પડીને આત્મહત્યા કરીશ! પરંતુ તમે જે વિચારો છો એવું કંઈ નથી, અને હું એની સાથે જવા પણ માંગતી નથી! પાર્વતી જાણતી હતી કે સુખવંત આખરે શું ઈચ્છે છે! અને એટલે જ એ આ બધું કરી રહી હતી, કે સુખવંત પોતાની ચાલમાં કામયાબ થાય નહીં. પરંતુ અખિલેશ સુખવંતની ચાલમાં આવી ગયો, અને એણે કહ્યું કે માય બાપ મે કબસે દિલ સે પાર્વતી કો પ્યાર કરતા હું! ઔર ઉસકે સાથ સાદી મનાના ચાહતા હું! સુખવંતે કહ્યું કે હું એટલે તમને બંનેને મેળવવા માગું છું! કારણ કે જે થઈ ગયું એ થઈ ગયું, અને હવે હું એને બદલી શકું નહીં. પરંતુ નિખાલસતાથી કરેલ પ્રાયશ્ચિત પવિત્ર ગંગાનું કામ કરે છે, અને પ્રાયશ્ચિત કરવાથી તમામ પાપ નાશ પામે છે. મારા પણ તમામ પાપ માફ કરજે! પાર્વતી બોલી તો શક્તિ નહોતી એટલે કઈ રીતે અખિલેશ ને સમજાવે કે સુખવંતની આ એક ચાલ છે, અને એ આપણા થ્રુ શ્રીદેવીને પકડવા માંગે છે!: પાર્વતી વારંવાર એને ઇશારો કરી રહી હતી પરંતુ અખિલેશ હતો કે એને આ મોકો છોડવો નહોતો ! એટલે એ સતત કોઈને કંઈ રીતે પાર્વતી ને સમજાવવાની કોશિશ કરતો હતો કે, હજી તો આપણા બંનેની જિંદગી નાની છે, અને જ્યારે સાહેબ જ હા પાડતા હોય, પછી તારે કોઈ નથી ડરવાની જરૂર નથી. અખિલેશનું આ પ્રકારની વાત સાંભળી સુખવંત ઉત્સાહમાં આવ્યો, અને એણે મનોમન વિચાર્યું કે ચાલ કામયાબ થાય એમ છે? એણે અખિલેશ ને કહ્યું વેલ‌ ડન માય બોય વેલ ડન! તો પાર્વતી ને લઈને મારો વિચાર બદલે એ પહેલા અહીંથી નીકળી જા! હું તને સાચે કહું છું કે તમે બંને તમારું જીવન સુધારી લ્યો અહીં આગળ રહેશો તો મને સતત મારી હારની યાદ દેવડાવશો અને એવું હું ક્યારેય ઇચ્છતો નથી. સુખવંતની વાત સાંભળીને અખિલેશમાં હિંમત આવી ગઈ એ પોતાની જગ્યા છોડી અને બહારની તરફ આવેલા કૂવા તરફ દોડ્યો જ્યાં થોડીવાર પહેલા જ પાર્વતી ઉભી હતી! અખિલેશ ના ના પાર્વતી એમ કરતો દોડ્યો પણ…….

શ્રીકાંતનાં ગુજરી ગયાં પછી ઓચિંતાની એક પછી એક ઘટના ઓ ઘટી કે એક મહિના પહેલા કિલકારી કરતો બંગલો સાવ સુમસામ થઈ ગયો, અને શ્રીદેવી પર સંકટ ઘેરાતા સુધીર દત્ત એ તેને કિલ્લોલ બંગલો માંથી બહાર કાઢી પછી સુરેખા સિદ્ધાર્થ ને પણ પ્રયત્ન પૂર્વક બહાર કાઢ્યા કે જેને કારણે જે દી તે દી શ્રીદેવી નો આ બંગલો પર અધિકાર થઈ જાય! અને સુરેખા સિદ્ધાર્થ ને જેલની હવા ખાવી પડે. પરંતુ ગયા વીકમા કિલ્લોલ બંગલો ની બાજુમાં રહેતા કિરણ ભાઈ કિરમાણી નો ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા પર ફોન આવ્યો, કે એ રાત્રીનાં પાણી પીવા ઉઠ્યાં, ત્યારે એ બંગલો માંથી જોરજોરથી કોઈનાં નાચવાનો અવાજ આવતો હતો, અને બારી માંથી એમણે લગભગ શ્રીકાંત ને જોયો!! દિલીપ ચાવડા એ કહ્યું એ કંઈ રીતે બની શકે, કારણકે શ્રીકાંત મર્ડર કેસ સોલ્વ કરવા તો એ આકાશ પાતાળ એક કરી રહ્યા છે! એમણે કહ્યું એ હું કંઈ જાણું નહીં! મારી તો ફરજ છે કે હું પોલીસ ને સત્યથી વાકેફ કરું! આમ કરી ફોન મુકી દીધો. ઇન્સ્પેકટર દિલીપ ચાવડા એ આ ખબર તરત જ સુધીર દત્ત ને આપ્યા અને સુધીર વિચારવા લાગ્યો કે આવું કંઈ રીતે શક્ય બને? શું શ્રીકાંત નાં એક્સીડન્ટ મૃત્યુ નું આ તો કોઈ કારણ નહીં હોય ને! અને એ જીવંત છે પણ એણે પોતે પોતાને મૃત્યુ ઘોષિત કરાવ્યો હોય! પણ એવું શું કામ? શું એ શ્રીદેવી સાથે કોઈ મોટી ગેમ તો નથી રમી રહ્યો ને! કે પછી અન્ય કોઈ આ રીતે લાભ માટે…..

કેટકેટલા મોડ લીધાં શ્રીદેવીની જીંદગી એ અને અંતે આ શું શ્રીકાંત જીવે છે? અને આ વાત જ્યારે શ્રીદેવી જાણશે ત્યારે શું થશે! અને શું સુધીર દત્તની સુરેખા અને સિદ્ધાર્થ ને જેલ મોકલવાની ચાલ કામિયાબ નીવડશે! સુખવંત પાર્વતી અને અખિલેશ ને શું સાચે છોડી મુકશે ? કે એ પહેલાં પાર્વતી કૂવામાં પડી જશે? સુધીર એ રમેશ સાવંતને ઓળખવાની શું કામ ના પાડી? એ વાતનો ઘટ સ્ફોટ થશે ત્યારે તો રમેશ સાવંત પણ માની જશે! આમ જુવો તો આખી કહાની સુધીર દત્ત ની યોજના મુજબ જ રૂખ બદલે છે! અથવા તો એમ કહી શકાય કે ‌લાસ્ટ મુમેન્ટ એ તારણહાર બની પહોંચી જાય છે અને શ્રીદેવીને બચાવી લે છે! એ પણ એક સરપ્રાઈઝ છે નહીં! તો હવે કહાનીમાં આગળ શું થાય છે તે જાણવા માટે હજી થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે…

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

AD….

ગોયમા ગામે પિતૃોઓના મોક્ષાર્થે ” શ્રીમદ્ ભાગવત કથા ’’પોથી યાત્રા જીતુભાઇ  માલીના ઘરેથી નીકળી કથા સ્થળે પહોંચી.

0

ગોયમા ગામે પિતૃોઓના મોક્ષાર્થે ” શ્રીમદ્ ભાગવત કથા ’’પોથી યાત્રા જીતુભાઇ માલીના ઘરેથી નીકળી કથા સ્થળે પહોંચી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમા ગામે આગ્રીવાડ સમસ્ત આગ્રી ( મરાઠા ) સમાજ વિકાસ મહામંડલ દ્વારા આયોજિત શ્રી પ્રાણેશ્વર મહાદેવની અસીમ કૃપાથી પવિત્ર ભૂમિ પર પૂર્વજોના પુણ્ય પ્રતાપે પિતૃોઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આત્મસભર વાણી પ્રવાહથી ધર્મકથા પ્રવચન દ્વારા ભારતીય સંસ્કૃતિના હરોહર સંદેશ વાહક પાવનકારી વ્યાસપીઠ પર થી પ્રસિધ્ધ વક્તા પરમ પૂજય શ્રી આશિષભાઇ વ્યાસ (ધરમપુર વાળા) સંગીતમય સૂરો સાથે અમૃતવાણીમાં ભાવપૂર્ણ દિવ્યકથામૃતનું રસપાન કરાવશે.

શ્રીમદ્ ભાગવત કથા ’’ પ્રારંભમાં પોથી યાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પોથીયાત્રા મુખ્ય મનોરથી યજમાન જીતુભાઇ માલી, સંગીતાબેન જીતુભાઇ માલીના ઘરેથી નીકળી ગામમાં પ્રાણેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર થઈ ગામમાં ફરી કથા સ્થળે પહોંચી હતી.પોથી યાત્રામાં વક્તા આશિષભાઇ વ્યાસને ઘોડાની બગીમાં શોભાયાત્રા ભારે આકર્ષિત બન્યું હતુ. યુવાનો દ્વારા આગ્રી ( મરાઠા ) સમાજના વાજિંત્ર ઢોલ ભારે આકર્ષણ બન્યુ હતુ.

દિપ પ્રાગટ્ય પૂર્વ મંત્રી ,કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, શૈલેશ પટેલ,બ્રિજેશભાઈ , રાજેશભાઇ મળવી,જીગ્નેશભાઇ કડવે, રાજેશભાઇ ડાકે, કાંતિભાઇ આગ્રી, કપૂરભાઇ માળી ઉપસ્થિત ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતુ.

પૂર્વ મંત્રી ,કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જણાવ્યું કે ભાગવત કથામાં અમૂલ્ય લાભ લેવા જણાવ્યું હતુ.આગ્રી સમાજમાં બધાની સાથે જ મારી મારો પરિચય એટલે એકબીજાની જે લાગણી છે. આજના ભાગવત આચાર્ય પરમ પૂજ્ય આશિષભાઈ વ્યાસ આપણને કથાનું રસપાન કરાવશે. હંમેશા ભૂદેવ ધાર્મિક કાર્ય જે કરે છે એમાં એની પોતાની મનની અને પોતાનો આત્મસાત એટલે કે પૂરેપૂરું મન લગાવીને આપણને રસપાન કરાવતા હોય છે ત્યારે આદરણીય પરમ પૂજ્ય આશિષભાઈ વ્યાસ અને મારા બધાજ આગ્રી સમાજ આયોજકોને અભિનંદન આપ્યા હતા.

શ્રીમદ્ ભાગવત કથા ’’ પ્રારંભમાં પોથી યાત્રા સાથે પ્રથમ દિવસે શ્રીમદ્ ભાગવત કથાનું મંગલાંચરણ કરવામાં આવ્યું હતું.

ભાગવત કથામાં આવતા પાવન પ્રસંગો શ્રીરામ જન્મ ,નંદ મહોત્સવ ,ગોવર્ધન પુજા અને રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો ઉજવણી કરવામાં આવશે.

Ad.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે સુખવંત પોલીસની જીપમાં ગયો એનો લાભ લઈને પાર્વતી શ્રીદેવી તથા સાર્થક ને અખિલેશના હવાલે કરે છે, અને એ દરમિયાન સુધીર દત્તનો ફોન આવતાં અખિલેશ શ્રીદેવીને એક દિવસ સુધી રાખી શકવાની તૈયારી બતાવે છે. પરંતુ કલાક દોઢ કલાક પછી સુખવંત પાછો આવે છે, અને ગામ લોકોને ભેગા કરે છે, અને એમને હવેલી આપવાની લાલચ બતાવે છે. પાર્વતી એને કોઈ લઈ ગયું એવું ઈશારાથી ખોટું બયાન આપે છે, અને અખિલેશ પણ પગે લંગડાતો લંગડાતો આવે છે, અને કહે છે કે મેં એને પકડવાની ઘણી કોશિશ કરી. સુખવંત સમજી જાય છે કે આ બંનેની જ કોઈ ચાલ છે! શ્રીદેવી જુવે છે કે ગામ લોકો જે રીતે એકઠા થયા છે, એ રીતે સુખવંત કોઈને છોડશે નહીં, અને હવે એની સલામતી અહીં નથી, માટે સાર્થક ને કપાળ વાગી ગયું હોવા છતાં એને લઈને ભોંયરા ની આંટીઘૂટી માંથી પસાર થઈ, હાઇવે તરફ નીકળે છે! અખિલેશ ના બતાવ્યા મુજબ હજી તો થોડુંક આગળ ચાલી હશે, ત્યાં કોઈ ગાડી આવી અને એનું મોઢું દાબી એને તથા સાર્થક ને અંદર ખેંચી લે છે, અને એ ગાડી શહેર તરફ ફૂટપાટ ઝડપે દોડવા લાગે છે, જાણે કંઈ જ થયું જ ન હોય એમ! કોણ હશે એ? શું સુખવંતના માણસો હશે? કે પછી કોઈ અન્ય વ્યક્તિ અજાણી અને સુંદર સ્ત્રીને હાઈ વે પરના રસ્તે એકલી ચાલતા જોઈ ઉઠાવી ગયું, તેમજ કહાની નું મુખ્ય વિલનનું પાત્ર એટલે કે સુરેખા નું શું થયું? અને એની ખબર લેવા ગયેલા બહાદુર નંબર ટુ સાથે શું થયું? સિદ્ધાર્થ જેલમાં શું કરે છે? આ બધું જ જાણવા વાંચો આગળ….

શ્રીદેવી ચીસ પાડવા માટે ઝઝુમી રહી હતી, અને એને ખ્યાલ હતો કે હવે બે પાંચ મિનિટનો રસ્તો જ ગામ સુધીનો છે! પછી તો મૂળ હાઇવે પકડાઈ જશે, અને ત્યાં આગળ કોઈ દેખાશે નહીં! એટલે મદદ માગવી હશે, તો આટલામાં જ માંગવી પડશે! અને એથી એ પેલી વ્યક્તિએ‌ મોઢુ દાબેલું હોવા છતાં ચીસ પાડવા કોશિશ કરી રહી હતી, અને છેવટે એણે તેના હાથે બટકું ભરવાની પણ કોશિશ કરી, જેને કારણે એ હાથ છોડી દે, અને પોતે ચીસ પાડી શકે! પરંતુ ગામ પસાર થઈ ગયું, ત્યાં સુધી એવું કંઈ જ થયું નહીં! શ્રીદેવીને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે એ વ્યક્તિએ એક હાથે પોતાનું મોઢું દાબ્યું હતું, અને બીજે હાથે આરામથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. ઉપરાંત સાર્થક ને મોટી કેડબરી આપી એને એમાં વ્યસ્ત કરી દીધો હતો! શું એને પહેલેથી ખબર હશે કે કોઈ બાળક છે! કે પછી આવી તૈયારી રાખતાં જ હશે! શ્રીદેવી ને વધુ ને વધુ આશ્ચર્ય થતું હતું, કારણ કે ગામડાઓ વચ્ચેથી આ હાઇવે પસાર થતો હોવા છતાં એના ડ્રાઇવિંગમાં ક્યાંય રુકાવટ આવી નહીં, અને કોઈ ખાડા ટેકરા માં ગાડી ઉછળી પણ નહીં! સાર્થકની ઉંમર હજી આ બધા ખેલ સમજવા માટે ઘણી નાની હતી! એની માટે તો એની મોટી મમ્મી એની સાથે હતી, અને એ તેના ખોળામાં આરામથી બેઠો બેઠો કેડબરી ખાતો હતો, એટલું જ પર્યાપ્ત હતું. ગામડું હવે ઘણું દૂર રહી ગયું, પછી એ વ્યક્તિએ શ્રીદેવીના મોઢા પરથી હાથ લઈ લીધો, અને પોતાના હાથે જ પોતાની દાઢી પસવારવા લાગ્યો, અને મરક મરક હસતો પણ હતો. શ્રીદેવી એ કહ્યું કે સ્ત્રીની લાચારી ઉપર હસે એ પુરુષ ન કહેવાય! એણે પોતાના હાથે જ પોતાની દાઢી કાઢી નાખી, અને ગોગલ્સ પણ કાઢી નાખ્યાં! શ્રીદેવી તેની સામે જોઈ રહી પરંતુ હજી માથે શીખની પાઘડી હતી. અચાનક તેની કલ્પના શક્તિ એની મદદે આવી અને એને વિચાર્યું કે સુધીર દત્ત પાઘડી પહેરે તો બિલકુલ આની જેવો લાગે! એ ધારી ધારીને જોવા લાગી, અને એને સમજાઈ ગયું કે આ તો સુધીર દત્ત છે. સુધીર દતે કહ્યું ક્યુ આ ગયા ના મજા? શ્રીદેવી એ ગુસ્સો કર્યો! સુધીર આતે કંઈ રીત છે, હું કેટલી ડરી ગઈ હતી, અને એ પણ મારી માટે નહીં સાર્થક માટે થઈને, પણ હવે મારે ચૌકના રહેવું પડે! અને તમે છો તે મને આમ કીડનેપ કરીને રસ્તા પરથી ઉઠાવો છો! સુધીર દત્તે કહ્યું કે તું બિલકુલ નાદાન છે, દિવાલને પણ કાન હોય, એમ એ વિસ્તારમાં કોઈને કોઈ તો સુખવંતનું માણસ હોય જ! અથવા તો લાલચનું બે રૂપિયાનું બિસ્કીટ નાખે એટલે પૂંછડી પટપટાવતા કુતરા પણ ગામમાં હોય જ! અને ઉપરથી બધાનો કામ કરીને પાછા આવવાનો સમય હોવાથી, કોઈ તો એવું નીકળે જ જેને તું સુખવંત ના હાથમાં આવી જાય એ જોવાની મજા આવે! અને એવું કોઈ આ બાજુ હોય તો! ત્યાં જો હું આવાં વેશમાં આવું,તો કોઈ ઓળખી ન શકે! અને કહે તો પણ એટલું કહે કે કોઈ કીડનેપ કરીને લઈ ગયું! અને એટલે તો આ પોલીસ કસ્ટડીમાં આવેલી ચોરેલી ગાડી લઈને તને લેવા આવ્યો છું, એટલે નંબર નોટ કર્યો હોય તો પણ પકડી ન શકે! શ્રીદેવી એ કહ્યું કે પણ સુખવંત એવું કંઈ કરશે નહીં! અને છતાં એ પોતાનું ધાર્યું કામ કરાવી શકે એમ છે. સુખવંત પાર્વતી અને અખિલેશ પર ટોર્ચર કરી અને આપણને એની ચાલ ચાલવા માટે મજબૂર કરશે! એટલે કે ઇન્સ્ટન્ટ આઈડીયલ ટેકનોલોજી દ્વારા એ આપણને એવા મેસેજ મોકલી, અને આપણને બ્લેક મેઇલ કરી શકે ખરો! સુધીર દત્ત એ કહ્યું વેલ ડન માય બ્રેવ એન્ડ બ્યુટીફુલ ગર્લ ફ્રેન્ડ! આઈ લવ યુ ટુ મચ! શ્રીદેવી એ એક મોહક માર્મિક સ્મિત એની તરફ ફેંક્યું, અને કહ્યું હા મારા મજનૂ પણ હવે પાર્વતી અને અખિલેશ વિશે પણ વિચારવું પડશે,કે એમને સુખવંતની કેદ માંથી કેમ છોડાવીશું? ગાડી આગળ જઈ રહી હતી, અને અચાનક ગાડીએ યુ ટન લીધો, અને એક અજાણ્યા રસ્તા તરફ આગળ ચાલવા લાગી. શ્રીદેવીએ પૂછ્યું સુધીર શું થયું? આપણે શહેર નથી જતાં? સુધીર દત્ત એ કહ્યું ના! હજી એક વીક જેટલું તારે ક્યાંક બહાર રહેવું પડશે. આ સુખવંત જોઈ ન ગયો હોત તો તો કોઈ પ્રશ્ન જ નહોતો, અને આમ પણ મને ક્યાં સુખવંતની હેવાનિયત વિશે આટલી બધી ખબર હતી! બિચારી દીદી એ કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં! શ્રીદેવીએ કહ્યું કે એણે ન કહ્યું, પણ ભાઈ તરીકે તને પણ એની વેદના નો અનુભવ થયો નહીં! સુધીર દતે કહ્યું તારી વાત સાચી છે, પણ અમારે એટલું મળવાનું પણ થતું નથી, અને એ બોલી શકતી નથી, એટલે ફોનમાં પણ વાત થઈ શકે નહીં, હા ક્યારેક ક્યારેક મેસેજ કરે! શ્રીદેવી એ કહ્યું કે ભારતીય સમાજની સ્ત્રીઓની આ જ કરુણતા છે,કે એ પતિને પરમેશ્વર માનીને પથરો હોય તો પણ પૂજીને ભવ કાઢી નાખે, પણ એ પથ્થર એને મારવાનું ક્યારેય ચૂકે નહીં!:

10 મિનિટ પછી એક ખુલ્લા મેદાનની વચ્ચોવચ આવેલા ફાર્મ હાઉસ જેવા ઘર પાસે ગાડી ઊભી રહી, જ્યાં આજુબાજુ બધે લીલાછમ ખેતરો લહેરાતા હતાં, અને આ પણ એક નાનકડું એવું ગામ હતું. શ્રીદેવીએ કહ્યું પણ આ ક્યાં આગળ તમે લઈ આવ્યા છો, એ વિશે આ વખતે પૂરેપૂરી વાત કરો, પછી જ ત્યાં જવુ છે, નહીં તો પછી બહુ તકલીફ થાય છે. સુધીર દત્ત એ કહ્યું કે, અહીં તારે સંતાવાની જરૂર નથી. આ ઘરમાં ફક્ત એક વડીલ સ્ત્રી જ રહે છે, અને એ મારા આંટી એટલે કે માસી થાય! પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે, કે બહારથી કોઈ આવે ત્યારે એટલું ઝડપથી બહાર નીકળવાનું નથી! કેમકે સુખવંત ના માણસો પણ હોઈ શકે, અને સિદ્ધાર્થને સુરેખાએ મુકેલા માણસો પણ હોઈ શકે! શ્રીદેવી એ કહ્યું પણ સુધીર મારું તો ઠીક છે, આ સાર્થક હવે બંધિયાર જીવનથી અકળાઈ ગયો છે! અને જો ને આ દોડીને ભાગ્યો એમાં કપાળે કેટલું બધું વાગી ગયું. સુધીર દત્ત એ કહ્યું કે હા સાચી વાત છે, પરંતુ હવે ફક્ત એક અઠવાડિયું! પછી તો હું પોતે તને શહેરમાં લઈ જઈશ.

સુધીર દત્ત એ કહ્યું કે તે છતાં હું હજી એકાદ કલાક અહીં છું, મને યોગ્ય લાગશે તો જ અહીં રાખીશ! સુધીર દત્તના આ નિર્ણયથી શ્રીદેવીને થોડો હાશકારો થયો. શ્રીદેવી સાર્થક ને લઈને સુધીર દત્ત એ ફાર્મ હાઉસ જેવા ઘરમાં પ્રવેશે છે, અને એક 65 વર્ષ આસપાસની મહિલા કોઈ આવ્યું છે, એવી ખબર પડતા બહાર આવે છે, અને સુધીર ને જોઈને આનંદની લાગણી અનુભવે છે. સુધીર દત્ત એને કહે છે, કેમ છો વીણા માસી! વીણા માસીએ હસતા હસતા કહ્યું મજામાં છું, પણ તું આજે અહીં ઓચિંતાનો ક્યાંથી? સુધીર દત્તે કહ્યું બસ આજે તમે યાદ આવ્યાં! એણે કહ્યું ખોટું બોલે છે, મને ખબર છે જરૂર કંઈક કામ હશે, કોઈને અહીં રાખવાના હશે! અથવા તો કંઈક છુપાવવાનું હશે! સુધીર દત્ત હસવા લાગ્યો, અને કહ્યું માસી તમે ખરું પરખ્યું! એટલે કે હું આ બંને જણાને એક અઠવાડિયા માટે મૂકવા જ આવ્યો છું. વીણા માસીને ખબર હતી કે સુધીર દત્ત એક જાસુસ છે, અને નક્કી આ લોકો કોઈ ખતરામાં હશે! એટલે શહેરથી દૂર અહીં રાખી જશે. એણે શ્રીદેવી સામે જોઈને કહ્યું તું તારું ઘર સમજી ને જ રહેજે, અને કહ્યું બહુ સુંદર છે! અને આ એનો દીકરો છે? સુધીર દત્તે કહ્યું હા વીણા માસી એમ કહી બહુ ટૂંકમાં પતાવ્યું. તારો આ કોઈ નવો કેસ છે, કે પછી કોઈ જૂની ઓળખાણ? એટલે કે મને એને રાખવાની ખબર પડે! સુધીરે કહ્યું કે માસી બંને રીતે આની હિફાઝત કરજો, એ મારી જાણીતી પણ છે, અને મારી ક્લાઈન્ટ પણ છે! પરંતુ એ પહેલા મને બહુ ભૂખ લાગી છે વીજું ને કહીને આજે રોટલા શાક બનાવડાવો કેટલા દિવસથી બાજરીનો રોટલો જ ખાધો નથી. વીણા માસીએ કહ્યું તું વીજું ને ક્યારથી ઓળખે છે? શું માસી તમે પણ હજી તો હમણાં તો આવ્યો હતો, હાં! હાં! યાદ આવ્યું, હમણાં એટલે એક વર્ષ થયું હો એ વાતને! સુધીર હસવા લાગ્યો, એણે કહ્યું સાચી વાત છે, પણ આ આટલી વ્યસ્ત જીંદગી માંથી સમય જ મળતો નથી આ શ્રીદેવીનો કેસ પૂરો થાય ને પછી એક મહિનો અહીં જ રોકાવું છે! નવું કોઈ કામ હાથ પર લેવું જ નથી! વીણા માસી હસવા લાગ્યાં, અને બોલ્યા જા જા હવે સાવ જૂઠ્ઠાડો! આમ માસી ભાણેજ વચ્ચે એવી મીઠી રમુજ ચાલી, ત્યાં થોડીવારમાં વીજું એક ટ્રે માં ગરમાગરમ ચા ના કપ લઈને આવી અને સુધીર ને જોતા જ બોલી ભૈયા ક્યારે આવ્યાં! સુધીરે કહ્યું બસ જો હમણાં જ, અને આજે તો તારા હાથનું જમીને જ જવાનો છું. વીજુ એ કહ્યું તો એ તો એમ જ હોય ને! હું હમણાં જ તમારું ફેવરીટ શાક અને રોટલા બનાવી કાઢું છું. ચા પી લીધા પછી વિણા માસી સામે ફરીને કહ્યું, માસી હું શ્રીદેવીને આ આસપાસના આપણા ખેતરો દેખાડી આવું!: અને મકાઈ હોય તો થોડી લેતો આવું!: સાર્થક પણ ખુલ્લા મેદાન જોઈને રંગમાં આવી ગયો હતો અને એ પોતાનું દુઃખ ભૂલી અને દોડાદોડી કરતો હતો શ્રીદેવી અને સુધીર દત્ત બંને જણા ખેતરો વચ્ચે ચાલતા હતાં.

અચાનક શ્રીદેવીએ પૂછ્યું પણ સુધીર તમે તો આજે કેસિનો પર રેડ પાડવા જવાના હતાં, એમાંથી ઓચિંતા આ બાજુ કેમ આવ્યા! દિલીપ ચાવડા સાથે મારે વાત થઈ, અને અખિલેશ સાથે પણ વાત થઈ. પછી મને થયું કે સુરેખા હજી એમ દુબઈ થી આવી શકશે નહીં, તેમજ સિદ્ધાર્થ પણ જેલમાંથી છૂટી શકે નહીં, તો પછી કેસિનો મા તો કાલે જઈએ તો પણ ચાલે. પરંતુ જો સુખવંત તને પકડી પાડે, તો એની ચંગૂલમાંથી તને અને સાર્થક ને બહાર લાવવા બહુ મુશ્કેલ થઈ જાય! એટલે મેં વિચાર્યું કે પહેલા આ કેસ જ સોલ્વ કરી નાખું, એમ કરીએ અને હું પોલીસ સ્ટેશન પહોંચ્યો દિલીપ ચાવડાને બધી વાત કરી, અને એક જૂની અને ચોરાઉ કાર ત્યાંથી લઈને તને લેવા નીકળી પડ્યો. રસ્તામાં મેં જોયું કે અખિલેશ ના ચાર પાંચ મેસેજ આવતા હતાં અને પાર્વતી નો પણ એક મેસેજ હતો. અખિલેશ નો મેસેજ હતો, કે સુખવંત ગામમાં આવી ગયો છે, અને હવે ક્યાં સુધી મેડમ સેઇફ રહેશે, એ તો ઈશ્વર જ જાણે! તો પાર્વતીએ પણ લખ્યું હતું કે ભૈયા અબ મેં કુછ ભી નહી કર સકતી, આપ જલ્દી આ જાઓ! છેલ્લા મેસેજમાં અખિલેશે ભોંયરા વિશે પણ લખ્યું હતું, અને એમ પણ લખ્યું હતું કે શ્રીદેવીને એટલે કે મેમસાબ ને મેં આ ભોંયરા વિશે વાત કરી છે, એટલે એ ત્યાંથી જ બહાર નીકળશે! એને એક્ઝેટ ઝાડ નું નિશાન પણ આપ્યું હતું, એટલે હું અડધી કલાકથી એ દિવાલની સામેના ભાગમાં કોઈ જોવે નહીં તેમ મારી ગાડી બંધ પડી ગઈ છે, એમ લાગે એ રીતે ઉભો હતો! જેવા તમે લોકો બહાર નીકળ્યા એટલે મેં ગાડી સ્ટાર્ટ કરી અને તમને બેઈને અંદર ખેંચી લીધાં.

સુધીર દત્ત લગભગ રાતના 8:30 09:00 વાગે વીણા માસી ના ઘરેથી બાજરાના રોટલા અને રીંગણાનું શાક જમીને બહાર નીકળ્યો. વીણા માસીએ કહ્યું કે તું શ્રીદેવી અને સાર્થકની જરાય ચિંતા કરતો નહીં, એવું લાગશે તો હું એને મેડા પર રાખી દઈશ! શ્રીદેવી આશ્ચર્ય થી એની સામે જોઈ રહી, કોકના ઘરમાં ભોંયરું છે! તો કોકના ઘરમાં મેડો! એ ભગવાન હું ક્યાં સુધી આમ ભટકીશ! સુધીર દત્ત એના હાવ ભાવ જોઈ સમજી ગયો, એટલે એણે એનો હાથ દબાવતા કહ્યું please only one week! અને શ્રીદેવીએ ભારે હૈયે સુધીર દત્તને વિદાય આપી.

સુધીર દત્ત શ્રીદેવીને સેફલી રીતે ત્યાંથી લાવી શક્યો એટલે ખુશ થતો થતો અને કોઈ મધુર રોમેન્ટિક ગીત ગણગણતો એ પોતાનું ઘર ખોલી રહ્યો હતો! એણે ફ્લેટના બારણામાં ચાવી ભરાવી અને બારણું ખોલ્યું. રાતના 10:30 થવા આવ્યા હશે, એટલે સ્વાભાવિક રીતે જ અંધારું હોય! એણે લાઈટ કરી તો સામે સોફા પર સિદ્ધાર્થ બેઠો હતો, અને એ મરક મરક હસતો હતો! સુધીર દત્ત સાચે જ એક સેકન્ડ માટે ચક્કર ખાઈ ગયો, કે આ ચક્ર આખરે છે શું?; સિદ્ધાર્થ સુધીર દત્તના મનની વાત પામી ગયો, અને એને કહ્યું આશ્ચર્ય થાય છે ને, કે હું જેલમાંથી બહાર કઈ રીતે! પણ અહીં બધા જ બિકાઉ છે! જેમ તમે મને સરકારી ગવાહ બનવાની ઓફર આપી, એમ મેં પોલીસ ઇન્સ્પેક્ટરને છોડી મુકવા માટે તગડી રકમ ઓફર કરી! અને સાલુ મને પણ આશ્ચર્ય થયું, એ તરત જ માની ગયો. બોલો આમાં વર્ધીની કિંમત શું છે કંઈ! અને હજી એક આશ્ચર્યથી આંખો ફાટી ગઈ. ત્યાં થોડીવારમાં સુધીના જ બેડરૂમમાંથી સુરેખા બહાર આવી, અને બોલી ડાર્લિંગ શું તું પણ! બધું તે જ કહી દીધું, મારી માટે તો કંઈક કહેવાનું રાખવું હતું ને!: સુધીરની બધી જ ખુશી પર પાણી ફરી ગયું! હવે તો એના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહોતાં. કારણ કે બેય જણા જેલમાં હતાં, ત્યાંથી બહાર કઈ રીતે નીકળ્યાં, અને એમાંય એક તો દુબઈ પોલીસના સકંઝામાં હતી, ત્યારે બીજો પણ અહીં નોન કરપ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર ના ઇન્ચાર્જમાં હતો!; અને ત્રીજો આંચકો લાગ્યો જ્યારે એણે જોયું કે સામે આવનારો
એ માણસ રમેશ સાવંત આવ્યો! સુધીર નું મન અને મગજ બંને એકદમ સ્પીડથી ચાલવા લાગ્યું, એણે વિચાર્યું કે આ બધું કેમ થયું? એ વિચારવાનો અત્યારે સમય નથી. પરંતુ હવે શું બેસ્ટ થઈ શકે! એ વિચારીને મારે આ કેસ હેન્ડલ કરવો પડશે. એણે તાત્કાલિક વોશરૂમ માટે આંગળી દેખાડી ને કહ્યું કે, હું બે કલાકથી બહાર હતો. એટલે મને વોશરૂમ જવું પડશે! સુરેખાએ કહ્યું બે નહીં તમે લગભગ છ કલાકથી બહાર છો! સુધીર દત્ત વોશરૂમ તરફ ઝડપથી ચાલ્યો ગયો, અને અંદર જઈ એણે પોતાનો ફોન ચાલુ કરીને રેકોર્ડેડ પર રાખી દીધો! એણે બહાર આવી, સુરેખા તથા સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું! ખરેખર દાદ દેવી પડે, તમે બંને બહુ વિકટ સંજોગોમાં ઘેરાયેલા હતાં છતાં, પણ ત્યાંથી બહાર આવવામાં સફળ થયાં, તમારી આવડત અને કુનેહ માટે મારે તાળી પાડવી જોઈએ! સિદ્ધાર્થ એ કહ્યું હોતા હૈ સાહબ! હોતા હૈ! યહા સબ કુછ હોતા હૈ. જૈસે મેરે કો કીસીને ધોખા દીયા ઔર જેલ હુઈ! વેસે આપકો ભી તો કોઈ ધોખા દે શકતા હૈ! એમ કરીને રમેશ સાવંત સામે‌ જોયું! સુરેખા એ કહ્યું યસ!! બધા જ મક્ખી મચ્છર જેવી ઔકાત પણ નથી અને પાછાં ઇન્સ્પેકટર બની બેઠા છે. અત્યાર સુધી ચૂપ રહેલો રમેશ સાવંત બોલ્યો મેમસાબ આપ તો એસે બોલ રહી હો, જેસે આપકી તો બહોત બડી ઔકાત હૈં! અને એમ હસતો હસતો એ લોકો બેઠાં હતા એની પાછળનાં ભાગે જતો રહ્યો, અને ઓચિંતો નીચે નમી પગનાં મોજાં માં ભરાવેલી રિવોલ્વર કાઢીને સુરેખા ના માથે રાખી દીધી! અને સુધીર દત્ત સામે જોઈ બોલ્યો લો સાબ આપકા કામ હો ગયા! સુધીર દત્ત એ કહ્યું કે, સાહબ આપ કૌન??? …..

શું સુધીર દત્ત સાચે જ આ રમેશ સાવંતને ઓળખતો નહોતો? સુરેખા કઈ રીતે દુબઈથી આવી?; અને સિદ્ધાર્થ જેલમાંથી બહાર કઈ રીતે આવ્યો? શું દુબઈ પોલીસ પાસે સુરેખા પોતે નિર્દોષ સાબિત થઈ શકી? બહાદુર નંબર ટુ ની વિસ્કી માં વાઈન ભેળવીને રમેશ સાવંત આખરે કઈ ચાલ રમવા માંગતો હતો?; અને જો રમેશ સુરેખા ને ઇન્ડિયા લાવવામાં કામયાબ થયો, તો એના બદલામાં સુરેખા પાસેથી એણે શું લીધું? અને વીણા માસી ના ઘરે શ્રીદેવી અને સાર્થક સુખ શાંતિથી રહી શકશે કે સુખવંત ના માણસો ત્યાં આગળ પહોંચી જશે? અને હવે તો સુરેખા અને સિદ્ધાર્થ પણ બિન્દાસ રીતે પાછા આવી ગયાં, તો એ લોકો શું શ્રીદેવીને શોધી લેશે! સુખવંત પાર્વતી અને અખિલેશ પર કઈ પ્રકારનું ટોર્ચર કરશે! અને શું એ લોકો જણાવી દેશે! આ ઉપરાંત શ્રીપાલ સુરેખા સિદ્ધાર્થ અને શ્રીદેવી તેમજ સાર્થક બધા જ બહાર છે, તો એ બંગલામાં કોણ છે, જે રોજ રાત્રે મુજરા નું ગીત વગાડે છે! અને સુધીર દત્ત આ તમામ પ્રશ્નો સોલ્વ કરીને શ્રીદેવીને ઈજ્જત ભરી જિંદગી આપી શકશે કે નહીં એ જાણવા હજી થોડું થોભો વધુ આવતાં અંકે….

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

માતુનીયા ગામે એંકર બાય પેનાસોનિક અને બિસ્લડ બાયફ દ્વારા આદર્શ ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી .

0

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માતુનીયા ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી અને સોલાર લિફ્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યુ.

એંકર બાય પેનાસોનિક અને બિસ્લડ બાયફ દ્વારા આદર્શ ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત તા. 22/03/2024 ના રોજ માતુનીયા ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બીજા પ્રોજેક્ટ દ્વારા બનાવેલ પીવાના અને સિંચાઇ પાણી માટે સૌર ઉર્જા (સોલાર સીસ્ટમ) બનાવવામાં આવેલ છે. આ યોજના દ્વારા કુલ 168 પરિવારોને લાભ મળેલ છે. આ યોજનાનું ઉદઘાટન માનનીય અતિથિ પદ્મ શ્રી બીજમાતા રાહીબાઈ સોમા પોપેરે દ્વારા કરવામાં આવ્યું હતું.પદ્મ શ્રી બીજમાતા રાહીબાઈ સોમા પોપેરે એ અકોલે, મહારાષ્ટ્ર ના વતની છે. તેઓને દેશી બીયારણના સંંવર્ધન બદલ આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.આ શુભ અવસરે મુખ્ય મહેમાન સંતોષભાઈ સાબરે ( સ્ટેટ હેડ હીલિંગ લાઈવ ઓર્ગનાઇઝેશન મહારાષ્ટ્ર રાજ્ય) ધવલીબેન મોહન કડું માતુનીયાના સરપંચ, મેલધા ગામના સરપંચ ત્રબંકભાઈ દેવજી ભડાગી અને જીતીન સાઠે ( ACPE) બિસ્લડ બાયફ કપરાડાના સાહેબ ઉપસ્તિથ રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ 250 ભાઈઓ અને બહેનો સહભાગી થયા હતા. બાયફ સ્ટાફના ટીમ દ્વારા આ કાર્ય ક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.Ad.

જ્યાં બાળકોને સંગ તેવો રંગ લાગી શકે છે. કોઈવાર તેમના જીવનમાં બનતી નાનકડી ઘટના તેમને ડિપ્રેશનમાં ધકેલી દે છે.

0

.પ્રિય વાચકમિત્રો ,
સુપ્રભાત.. કેમ છો !▪️અત્યારે લગભગ દરેક ઘરમાં સમસ્યા સર્જાયેલી છે કે તરુણાવસ્થામાં પ્રવેશતા બાળકોના સ્વભાવ અને મૂડ બદલાઈ જાય છે. માતા પિતા બાળકોને કંઈપણ કહે છે તો તે તેમને ગમતું નથી. આ એવી અવસ્થા છે જ્યાં બાળકોને સંગ તેવો રંગ લાગી શકે છે. કોઈવાર તેમના જીવનમાં બનતી નાનકડી ઘટના તેમને ડિપ્રેશનમાં ધકેલી દે છે.આ અવસ્થામાં બાળક દિશા વિહીન બની જાય છે. બાળક તો ભટકી જાય છે, પરંતુ તેને સાચી દિશામાં લાવવાની ફરજ માતા પિતાની છે. પરંતુ માતા પિતા તેને સમજાવવાને બદલે ઠપકો આપે છે, કે અયોગ્ય વર્તન કરે છે ત્યારે તરુણ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. આપણે આવી અનેક ઘટનાઓ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. બીજી તરફ એ બાળકો માતા પિતાને સમજવા પણ તૈયાર નથી હોતા. જો મમ્મી કે પપ્પા તેમને કંઈપણ કહે તો સામે સણસણતો જવાબ મળી જાય છે. અત્યારે ટીનેજર્સ વ્યસન તરફ ધકેલાતાં જાય છે. વ્યસન કરવું એ હાનિકારક છે, એ જાણ હોવા છતાં તેમાંથી નીકળી નથી શકતાં. એમાં ડ્રગ્સનું વ્યસન તો એવું હોય છે કે છોડવું ખૂબ જ કઠીન છે…આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે..રંગોત્સવ પર્વની રંગબેરંગી શુભેચ્છાઓ…🔴🟠🟡🟢🔵🟣Ad.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે દુબઈ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ચાલમાં ફસાયો નહીં, અને એનું દુઃખ લઈને સુરેખા હોટલ પાછી ફરી રહી હતી, ત્યારે ટેક્સી ડ્રાઇવર એ તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી, અને સુરેખા ટેક્સીમાંથી ઉતરતી હતી, ત્યારે સહેજ પગ સ્લીપ થતાં પડવા જતી સુરેખાને ટેક્સી ડ્રાઇવર રમેશ એ પકડી લીધી, એટલે થેન્ક્યુ કહેવાની બદલે, સુરેખા એ તેનાં ગાલ પર એક તમાચો લગાવી દીધો. રમેશ સાવંતને ગુસ્સો તો આવ્યો, પરંતુ એને સુરેખા પાસેથી કંઈક મહત્વની માહિતી જોઈતી હતી, એટલે એને સોરી કહી વાતને પતાવી દીધી. આ બાજુ બહાદુર નંબર ટુ ને થયું કે, રાત્રે દારૂ પીવાની સાહેબે ના પાડી નથી, અથવા તો એવી કોઈ ચોખવટ થઈ નથી, અને હવે તો સુઈ જ જવાનું છે! આથી તેણે બે પેગ વિસ્કી લગાવી! અને તેના દારુ પીતા ફોટા સુધીર દત્તના મોબાઇલમાં પહોંચી ગયાં. ઉપરથી આજે સુરેખાની કોઈ અપડેટ પણ બહાદુર નંબર ટુ એ મોકલી ન હતી, એટલે આગળની માહિતી મેળવવાં સુધીર દત્ત હવે શું કરશે! શું ફોટા મોકલનાર ને જાણતો હતો? એની સહાય લેશે? પરંતુ અત્યારે તો સુધીર દત્ત સામે બહુ મોટા બે પડકાર ઊભાં હતાં! એક તો સુખવંત થી બચાવીને શ્રીદેવીને કોઈ બીજી જગ્યાએ રાખવાની હતી, અને બીજું સુરેખા અને સિદ્ધાર્થ બંનેની ગેરહાજરીમાં કેસીનો પર રેડ પાડી, કાયદાકીય રીતે કાયમી એની પર સીલ લગાડવાનું હતું! તો પેલી બાજુ નાનકડા એવા કુબા જેવા ગામમાં સુખવંતથી લોકો એટલી હદે ડરતા હતાં, કે જો કોઈને ખબર પડી જાય કે અખિલેશના ઘરમાં શ્રીદેવીને પનાહ મળી છે, તો કોઈક તો એને વિશે સુખવંત ને કાન ભંભીરણી કરી જ દે! અખિલેશ બહાદુર હતો, પરંતુ ઉંમરમાં હજી ઘણો નાનો હતો, એટલે એનાથી વધુ દિવસ સુધી શ્રીદેવીનું રક્ષણ થાય એમ નહોતું! એ પોતે પણ આ વાત જાણતો હતો, અને એમાં પણ જ્યારે સામે દુશ્મન તરીકે સુખવંત હોય, ત્યારે તો આ પોલ ખુલતા લગભગ અડધીથી એક કલાક સુધીનો જ સમય લાગે! અને સુખવંત પાસે તો ગુનેગાર ને પકડી ધૂળ ચાટતાં કરવા માટે સમય જ સમય હતો, બસ એનાં આવવાની જ વાર હતી. તો આ બધી સમસ્યાઓ કંઈ તરફ મોડ લેશે અને શું શ્રીદેવીની ફેવરમાં કોઈ ઘટના ઘટશે! જેમ કે ગયાં અંકમાં છેક છેલ્લી ઘડીએ સુખવંત ને ગિરફ્તાર કરવા પોલીસ આવી ગઈ! શું આ વખતે પણ એવું કંઈ થશે! એ જાણવા વાંચો આગળ….

અખિલેશનાં ઘરમાં એક બહુ મોટું ભોંયરુ હતું! અને ભોંયરાનો બીજો છેડો હાઈ વે બાજુ નીકળતો હતો, લગભગ એક કિલોમીટરનાં અંતરે જ હાઈ વે આવી જતો હતો. આ ઉપરાંત આ વાતની જાણ ગામના કોઈપણ ને હતી નહીં! આમ તો આ ભોંયરા નો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો, અને તેનો એક પંજાબી મિત્ર કે જેનું નામ જોરાવર સિંગ હતું એ સ્મગલિંગ કરતો હતો, અને એ એનાં નામ પ્રમાણે જ જોરાવર હતો, કે જેનો માલ આ ગોડાઉનમાં રહેતો હતો. બદલામાં તે અખિલેશને સારું એવું એનું ભાડું ચૂકવતો હતો. પરંતુ હાલ એમાં કોઈ પણ પ્રકારનો માલ હતો નહીં, એટલે અખિલેશે વિચાર્યું કે જરૂરત પડે તો શ્રીદેવી અને સાર્થક બંનેને એ માર્ગેથી બહાર કાઢી શકાય ખરાં! આમ પણ અખિલેશ આ ઘરમાં એકલો જ રહેતો હતો, એટલે કે એના માતા પિતા દુર્ભાગ્ય કોઈ એક્સિડન્ટમાં માર્યા ગયાં હતાં, અને બહેન પરણીને સાસરે ગઈ હતી. અખિલેશે શ્રીદેવીને ભોયરાની પેલે પાર રસ્તો છે, અને એ રસ્તો હાઇવે સુધી પહોંચે છે એ વાત કરી રાખી, જેથી કરીને દુકાન પર સુખવંત આવે અને એની સાથે વાતચીત થાય એમાં માણસો મારવા લાગે તો શ્રીદેવી સમજી જાય અને એ રસ્તે બહાર નીકળી, હાઇવે પર પહોંચી કોઈપણની મદદ લઈ શકે!

લગભગ દોઢ કલાક પછી સુખવંતની જીપ ગામમાં આવી, અને તાત્કાલિક એ હવેલીની પાછળની સીડી ચડી ઉપર ગયો. પરંતુ ઉપર તાળું મારીને ત્યાંથી એને લઈ ગયું હોય, એમ બધી જ વસ્તુઓ વેરવિખેર પડી હતી, અને એના ઢસડાયાના નિશાન પણ હતા! એ નીચે આવ્યો એને થયું કે નક્કી આ કામ પાર્વતીનું છે. પણ નીચે આવીને જુએ છે તો પાર્વતી હવેલીના હોલના મુખ્ય સ્તંભ સાથે બંધાયેલી હતી, અને એનાં શરીર પર કોઈનાં મારવાનાં ડાધ હતાં, ઉપરાંત એ રડતી હતી! આમ તો 90% સુખવંત સમજી ગયો, કે પેલી સ્ત્રીને ઉપરથી બહાર કાઢવામાં પાર્વતીનો જ હાથ છે, અને હવે જ્યારે કોઈ એની પર શંકા ન કરે, એટલે પોતાની જાતને કેદ કરી દીધી છે! પણ એમ એ મારા હાથમાંથી છટકી નહીં શકે, અને એણે ચાબુક મંગાવી. પાર્વતીના વાળ આઘા કરી અને વાસામાં ચાબુક મારવા જતો હતો ત્યાં જ એનું ધ્યાન ગયું, કે જે કોઈની આ રમત હશે એણે પણ પાર્વતીને ચાબુક જ મારી છે! તો કોણ હશે આ કે જે મારી જેમ સ્ત્રી સાથે આવો વ્યવહાર કરતાં પણ અટકાયું નહીં! શું ગામમાં કોઈ બીજો સુખવંત પેદા થયો, કે પછી ડર અને લાલસા બંનેનું ભેગુ સ્વરૂપ એવું છે કોણ? સુખવંતે પોતાના નોકરોને બોલાવ્યા પહેલા સીધી રીતે પૂછ્યું અને પછી ધમકાવીને પૂછ્યું, પણ દરેકે કહ્યું કે અમને કંઈ ખબર નથી. હમ તો મેમસાબ જબ ચીલ્લાઈ તબ બહાર આયે, ઔર બચાનીકી કોશિશ કી તો હમકો ભી મારને લગે, ઔર હમારી બાત કીસીને સુની નહીં.
પણ આ તો સુખવંત હતો, એટલો ઝડપથી હાર થોડું માની લે! એટલે એને કહ્યું કે જે જે ખોટું બોલ્યા હશે એની મને ખબર પડશે તો હું એનું તરત જ ખૂન કરાવી દઈશ! નોકરો એ કહ્યું હા હમેં સબ કુબુલ હૈ. સુખવંત એ તરત જ પાર્વતીને છોડી અને પાર્વતીએ સુખવંત ના પગમાં પડી. પછી હવેલીની બહાર આવેલા ખુલ્લા મેદાનમાં કે જ્યાં પંચાયત ભરવામાં આવતી હતી, સુખવંત ત્યાં આવ્યો! અને એક અગત્યની જાહેરાત છે! એમ કરી તમામ ગામ લોકોને એવા જ સમયે બોલાવ્યા! ધીરે ધીરે કરતા તો આખું મેદાન ભરાવા આવ્યું. સુખવંતે તેમને કહ્યું કે હવે આ ગામડાનું જીવન પૂરું કરી હું વિલાયત જવા માંગું છું, અને જે કોઈ સાચું બોલશે એને આ હવેલી આપતો જઈશ! પાર્વતીના પેટમાં ફાળ પડી કે હવેલીની લાલચને કારણે, તો કેટલાય લોકો કહી દેશે! અરે બીજાને છોડો નોકરો જ કહી દેશે, કે મેમસાબ તો પોતાની હાથે જ બંધાયા હતાં, અને એણે જ ઉપર રહેનેવાલી મેમસાબ કો કહી ઔર ભેજા હૈ! સમગ્ર ગામ લોકો આવી ગયા હતાં. પરંતુ સુખવંતની નજર હજી કોઈને શોધી રહી હતી! પાર્વતીએ પણ આમતેમ ઉપર બધે જ જોયું! પણ અખિલેશ ક્યાંય દેખાતો નહોતો! એટલે એ રીતે પણ એ ચિંતિત હતી, કે હવે સુખવંતને તરત ખ્યાલ આવી જશે! પણ એટલી વારમાં અખિલેશ લંગડાતો લંગડાતો આવ્યો અને એણે પોતાનો પગ બતાવતા કહ્યું કે માય બાપ મેને ઉસકો રોકને કી બહોત કોશિશ કી, મગર દેખો વો મેરે કો માર કે ચલે ગયે! પાર્વતી અને અખિલેશનું જ આ કામ છે, કારણ કે એ બંને જણા ને જ વાગ્યું હતું. શું આખા ગામમાંથી બીજું કોઈ આડું નહીં આવ્યું હોય? કે એમાંથી કોઈને કેમ કોઈ ઈજા ન થઈ! છતાં સુખવંત ધૈર્ય રાખીને બોલ્યો આપકો તો ઈનામ મિલના ચાહિયે, કે આપને ઉસકો રોકને કી કોશિશ કી, યે હાર રખલો! એમ કરી પોતાના ગળામાં પહેરેલો હાર તેને આપે છે! અખિલેશે લેવાનો ઇનકાર કર્યો, અને કહ્યું વો તો મેરી ફરજ થી! સુખવંતે કહ્યું અબ કિતના ઘાટા કરોગે, લે લો કભીના કભી કામ આયેગા, અબ તુમ્હારા ઇસ ગાવ મેં દાના પાની ભી પુરા હુઆ એસા લગતા હૈ! અખિલેશને સમજાઈ ગયું કે, સુખવંત ને મારા પર શંકા પડી છે! હેં ભગવાન હવે શ્રીદેવી મેમસાબનું જે થાય તે! પાર્વતી મને માફ કરજે, હું તારી આપેલી જવાબદારી પૂરી ન‌ કરી શક્યો!

કેટલા વખતથી બંધ ઓરોડમાં પુરાયેલા સાર્થકને થોડી મુક્તતા મળી, અને રૂમ પણ મોટો હતો, તેમજ રૂમની બરાબર સામે એક ખુલ્લુ મોટું મેદાન પણ દેખાતું હતું, અને અહીં તો બહારથી લોક પણ નહોતું! એટલે તેને વારંવાર ત્યાં જવાનું મન થતું હતું, અને અંતે તેનાથી રહેવાયું નહીં, એટલે તે બહાર દોડી ગયો. અખિલેશના ઘરનું નિરીક્ષણ કરતી શ્રીદેવીને અચાનક ખ્યાલ આવ્યો કે સાર્થક બહાર દોડી ગયો છે. એટલે એ તેને પકડવા એની પાછળ દોડી, અને સાર્થક! સાર્થક! એમ બૂમ પાડતી હતી. સાર્થક ને પણ એમ થતું હતું કે મોટી મમ્મી હવે પકડી પાડશે, એટલે એ પણ વધુ જોરથી દોડી રહ્યો હતો, પરંતુ અચાનક એને ઠેસ વાગી અને એ પડી ગયો! શ્રીદેવી એની પાસે પહોંચી ગઈ, અને એણે જોયું તો સાર્થકના કપાળમાં બહુ બધું લોહી નીકળતું હતું. એણે મદદ માટે કોઈને બોલાવવા ઊંચું જોયું, તો બધા જ ગામ લોકો હવેલી તરફ જઈ રહ્યાં હતાં, અને હવેલી માંથી, સુખવંતનાં નોકરો જલ્દી આવો બહુ અગત્યની સૂચના છે! એમ બૂમ પાડતા હતાં, અને એણે જોયું તો અખિલેશ પણ લંગડાતો લંગડાતો એ તરફ‌ જઈ રહ્યો! શ્રીદેવી ને તરત જ સ્ટ્રાઈક થઈ ગઈ કે સુખવંત આવી ગયો છે, અને એ ગમે તેમ કરીને અખિલેશ અથવા તો પાર્વતીનું મોઢું ખોલાવી મને પકડી પાડશે! પણ હવે આ સાર્થક ને બેન્ડેડ પટ્ટી કરવી પડશે! હું એને ક્યાં લઈ જાઉં! પડી જવાથી સાર્થક રડતો હતો, એણે એનું મોઢું દાબી દીધું અને અખિલેશનાં ઘર તરફ દોડી! એણે અંદર જઈને પહેલાં બારણું અંદરથી બંધ કરી દીધું, અને પછી અખિલેશ ના ઘરનાં રસોડામાં જઈને હળદર શોધીને સાર્થક ને લગાડી, અને થોડીવાર ઘા ઉપર જોરથી હાથ દાબી રાખ્યો! લોહી નીકળતું બંધ થયું એટલે સાર્થક ને લઈને ભોંયરા તરફ દોડી! અખિલેશે ખાલી વાત કરી હતી કે આ બાજુ છે! પણ અહીં તો એવું કંઈ દેખાતું નહોતું! પછી એને ખ્યાલ આવ્યો કે અખિલેશ એ કહ્યું હતું કે આ ભોંયરા વિશે કોઈ જાણતું નથી એટલે નક્કી એ કોઈ વસ્તુ પાછળ હશે અથવા તો કોઈ વસ્તુ થી ખુલતું હશે! એણે ત્યાં આગળના ભાગમાં જે જે વસ્તુ પડી હતી એને ઘુમાવવાની કોશિશ કરી પણ કંઈ વળ્યું નહીં! એક તો સમય ઓછો હતો અને એમાં ભોંયરાનું મોઢું જડતું નહોતું! હે ભગવાન હવે હું શું કરીશ! એમ શ્રીદેવી ને થઈ ગયું, ત્યાં સાર્થકને એક હાથીના શો પીસ પર બેસાડીને એ બધે ધક્કા મારતી હતી, અને સાર્થક મોટી મમ્મી મોટી મમ્મી એમ કરી એની પર ઉભો થઇ કૂદકા મારવા લાગ્યો! અને તરત જ એ તરફની દિવાલ ખસી ગઈ, અને સામે ભોંયરું દેખાયું! એ તરત જ સાર્થક ને લઈને એ તરફ સરકી અને માંડ માંડ ત્યાં પહોંચી અને જેવી અંદર પ્રવેશી એવું જ ભોંયરું બંધ થઈ ગયું, કારણ કે સાર્થક ને તેડી લેતાં હાથી પરથી વજન હટી ગયું! એને અખિલેશ પર ભરોસો હતો, પણ ભોંયરું સાવ ભેંકાર હતું, એમાં લાઈટ હશે કે નહીં! એ પણ ખબર નહોતી. એ તો સુધીર દત્તનો કોન્ટેક્ટ કરી શકાય, એટલે સેલ ફોન અને થોડાક બિસ્કીટ નાં પેકેટ અને બીજો કોરો નાસ્તો એની હાટડી માંથી નીકળતા નીકળતા ખેંચી લીધું હતું એ બધું, સાર્થકનાં એક જોડ કપડાં, પોતાની શાલ વગેરે, એક કીટ બેગમાં નાખ્યું હતું. એ મોબાઈલની ટોર્ચથી આગળ વધતી જતી હતી,પણ ભોંયરાનો બીજો છેડો આવતો જ નહોતો! સાર્થક ને વાગ્યું હતું, એટલે એ ચાલતો નહોતો! એટલે એને તેડીને લઈ જવો પડતો હતો! લગભગ દસ મિનિટ એકધારું ચાલવા છતાં ભોંયરાનું દ્વાર આવ્યું નહીં! અને શ્રીદેવીના શ્વાસ ફૂલી ગયા હતાં! આજે તો કંઈ ખાધું પણ નહોતું. કારણકે ન્હાઈ ને નીકળી ત્યાં જ સુખવંત જોઈ ગયો, અને આ બધી બબાલ થઇ! એણે પોતાની જાતને ટપારતા કહ્યું શું જરૂર હતી રવેશમા વાળ કોરા કરવાની! પણ જે થવાનું હતું તે થઇ ગયું! શ્રીદેવીને થયું કે, પણ અત્યારે તો હવે બેસવું જ પડશે! એણે વિચાર્યું કે આમ પણ હાઈ વે પર અત્યારે કોઈ ગામનું હોય તો ખબર પડી જાય! એનાં કરતાં થોડીવાર બેસીને થાક ઉતારી લઉં! ત્યાં બપોર થશે અને રસ્તાઓ સુમસામ થશે ત્યારે કોઈ ગાડી કે ટ્રક નીકળે તો એમાં બેસી જવું! સાર્થકને થોડા બિસ્કીટ ખવરાવ્યા અને પોતે પણ ખાધાં! બંને ને સારો એવો થાક લાગ્યો હતો, એટલે એ બેઠી. પણ એનું મન‌ તરત જ પાર્વતી અને અખિલેશ ને સુખવંત એ કંઈ સજા આપી હશે? એ વિચારવા લાગ્યું! એને થયું કે મારે આમ એ લોકોને છોડીને ચાલી ન જવું જોઈએ! પોતે તો ઠીક પણ સુખવંત નાં હાથમાં આવું તો આ સાર્થક ને તો એ ન‌ જ છોડે! એણે મનોમન કહ્યું સુધીર તમે ક્યાં છો? પ્લીઝ જલ્દી આવો ને! આમ વિચારતા વિચારતા એની આંખ લાગી ગઈ! એક તો હવે શું થશે એ ડીપ્રેશન‌ અને થાક બંને ભેગા થયા અને લગભગ બે કલાક જેવો સમય નીકળી ગયો! અને રાત જેવી નીંદરમાં એને પાર્વતી અને અખિલેશ બંનેને બાંધીને સુખવંત ચાબુકથી મારતો હોય એવું સ્વપ્ન આવ્યું! અને એણે નહીં….. એવી ચીસ પાડી, અને સાર્થક જાગી ગયો! એણે મોટી મમ્મી! મોટી મમ્મી કરી શ્રીદેવીને જગાડી, ત્યારે એ જાગી, અને મોબાઈલમાં જોયું તો બહુ મોડું થઇ ગયું હતું,એ સાર્થક ને લઈને ભોંયરાનાં પેલા છોડ તરફ રીતસર દોડવા લાગી,પણ આ શું અહીં પણ એક દિવાલ જેવું હતું, હવે એ કેમ ખુલશે! અહીં તો એવું કંઈ જ દેખાતું નહોતું! શું બહારની બાજુ એ હશે! ના ના એવું ન હોય, એણે ફરી આજુબાજુ મોબાઈલ ટોર્ચ નાખી, અને જોયું તો ભોંયરાની ડાબી બાજુ એક ગોખલા જેવું હતું અને એમાં એક દીવડો પડ્યો હતો. એણે આમ તેમ દીવો ફેરવ્યો પણ કંઈ થયું નહીં! એણે વિચાર્યું કે દીવડો રાખ્યો છે એટલે નક્કી પ્રકાશ રીલેટેડ કોઈ વાત હશે, અને એણે જોયું કે આજુબાજુ દીવો પ્રગટાવવા માટે કંઈ છે! ત્યાં જ એને થયું કે ટોર્ચનો પ્રકાશ ફેકવાથી કંઈ થાય છે! ધીરેધીરે આમ તેમ ટોર્ચ ફેરવતી હતી ત્યાં દિવાલ ખસી ગઈ! અને આમ એ અને સાર્થક બંને બહાર આવી ગયાં. એણે પેલી શાલ માથે ઓઢી લીધી, અને સાર્થક ને પણ ટોપી પહેરાવી દીધી, અને અખિલેશનાં બતાવ્યા પ્રમાણે જમણી બાજુ ચાલવા લાગી, અને હજી તો હાઈ વે આવ્યો ન આવ્યો ત્યાં જ એક ગાડી આવી જરા અટકી અને શ્રીદેવીના મોઢા પર એક વ્યક્તિ એ હાથ રાખ્યો અને એ બંને ને અંદર ખેંચી લીધાં અને ગાડી પૂરપાટ સ્પીડથી શહેર તરફ દોડવા લાગી…..

શું થશે શ્રીદેવી નું? કોણ હતું એ જેણે શ્રીદેવી અને સાર્થક ને ખેંચી ને ગાડીમાં લઈ લીધાં? શું સુખવંત હતો એ ? શું પાર્વતી કે અખિલેશ નું મોઢું ખુલી ગયું હશે? અને હા સુધીર દત્ત અને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા કેસિનો પર રેડ પાડી? એમને શું હાથ આવ્યું? અને સુરેખા નું શું થયું એ બહાદુર નંબર ટુ બતાવી શકશે? કે એણે પીધેલી વ્હીસ્કીમાં કંઈ હતું અને એ ઉઠી જ ન શક્યો! ઓહ બાપરે આ શ્રીકાંત મર્ડર કેસ તો સુલઝવાની બદલે ઉલઝતો જ જાય છે! શ્રીદેવી ની જીંદગીમાં આગળ શું થાય છે એ જાણવા થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!

0

ગયાં અંકમાં આપણે જોયું કે સુખવંતની નજર શ્રીદેવી પર પડી ગઈ, પણ ઈશ્વર કૃપાથી એ જ સમયે પોલીસ જીપ આવી, અને સુખવંત ને લઈ ગઈ. પાર્વતી શ્રીદેવી ને સુધીર દત્તને આ વાત જણાવી દેવા કહે છે. સુધીર દત્તના આવ્યા પહેલાં, શ્રીદેવીને સાર્થક બંનેને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકવા પડશે. કારણ કે સુખવંત તો હમણાં જ પોલીસને સમજાવીને ત્યાંથી પાછો ફરી જશે! એટલે વધુ રિસ્ક લેવાય નહીં. આ તો ઈશ્વરે મને એક મોકો આપ્યો છે તો એનો ઉપયોગ શું કામ ન કરવો! આવું વિચારીને શ્રીદેવી અને સાર્થક ને તાત્કાલિક અખિલેશ ના ઘરે તેને બાંહેધરી આપી ને રાખે છે. પરંતુ તે છતાં એને સુખવંતનો ડર તો લાગે જ છે! સુધીર દત્ત બહાદુર નંબર ટુ નો ફોન લાગતો ન હોવાથી ચિંતિત થાય છે, ત્યાં જ એક કલાક બાદ એનો કોઈ અનનોન નંબર પરથી ફોન આવતા વળી પાછી પરિસ્થિતિ થાળે પડે છે, અને સુરેખા ને કઈ રીતે ટ્રેક કરી શકાય છે? તેની સંપૂર્ણ માહિતી પોતાના દ્વારા બહાદુર દ્વારા ખરીદાયેલા બીજા મોબાઇલમાં મોકલી દીધી, અને બહાદુરે સુરેખા નો પીછો પણ કર્યો, અને બધી જ માહિતી એણે સુધીર દત્તના મોબાઇલમાં મોકલી દીધી. બીજા ગુડ ન્યુઝ તરીકે સિદ્ધાર્થના વકીલે પણ આ કેસ લડવાની મનાઈ ફરમાવતો એક મેસેજ કર્યો. એમણે કહ્યું કે આવી કોઈ વ્યક્તિ ના હું પરિચયમાં નથી, અને શું કામ કોઈ મારું ઘર કલંકિત કરે એ ચલાવી લઉં! આમ દુબઈમાં પરિસ્થિતિ થાળે પડતી જાય છે, અને બહાદુર સો ટકા સુરેખા ને પોતાની ચાલમાં કામયાબ નહીં થવા દે! એ ઉપરાંત વકીલે પણ કેસ લડવાની ના પાડી! આ દુગની ખુશીની લિજ્જતમાં ભંગ પડાવતો શ્રીદેવીનો ફોન આવ્યો, અને તેને કઈ રીતે ત્યાંથી બહાર કાઢશે? એ વિચારીને ચિંતાતુર થઈ જાય છે! હજી ચિંતા ઓછી હોય, એમ લોકલ પોલીસ ઇન્સ્પેક્ટર પણ કેસિનો પર રેડ પાડવાનું કહે છે, અને સુધીર તેને કેમે કરીને સમજાવી શકતો નથી, કે શ્રીદેવીની જિંદગી ખતરામાં છે. પરંતુ આ એવી તક હતી, જ્યારે કેસિનો પર ધાબો બોલાવવાથી જરૂર કંઈક પ્રાપ્ત થાય એમ છે! માટે શું કરવું! શું કરવું! એમ વિચારતો સુધીર દત્ત, શ્રીદેવી જો સુરક્ષિત હોય તો 24 કલાકની મહોલત લેવા ફોન જોડે છે, પરંતુ શ્રીદેવીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો એવું બતાવે છે, જે એનાં માન્યમાં આવતું નથી! અખિલેશ શ્રીદેવીને જણાવે છે કે આપણે આ ફોન ઉપાડીશું તો સુખવંત આપણને ફોનના લોકેશન પરથી પકડી પાડશે, એટલે શ્રીદેવી જાણતી હોવા છતાં ફોન ઉપાડતી નથી, પણ થોડીવારમાં એક અનનોન નંબર પરથી ફોન આવે છે… હવે સુધીર દત્ત શું કરે છે? શ્રીદેવી ને લેવા આવે છે! કે ઇન્સ્પેક્ટરની વાત સાંભળી કેસિનો પર રેડ પાડવા જાય છે! અને બહાદુર નંબર 2 આગળ ઉપર શું માહિતી આપશે! સુરેખા પોતાની ચાલમાં કામિયાબ થશે કે નહીં? આ બધું જાણવા વાંચો આગળ….

શ્રીદેવીને લેવા જવી કે લોકલ ઇન્સ્પેક્ટર સાથે કેસિનો પર રેડ પાડવા જવું એ બાબતે સુધીર દત્ત દ્વિધા અનુભવતો હતો. એમાં ઉપરથી શ્રીદેવી નો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, એટલે શ્રીદેવી વિશે થોડી ચિંતા પણ થતી હતી, કે શું થયું હશે? સુખવંત એને પકડી પાડી હશે? એને બંદી બનાવી દીધી હશે? કે આખરે શું થયું હશે? પરંતુ એ જાણતો હતો કે શ્રીદેવી બ્લેક બેલ્ટ કરાટે ચેમ્પિયન છે, એટલે એ રીતે કોઈના હાથમાં આવે એમ નથી, પરંતુ તે છતાંય સાર્થક ને કારણે કોઈએ તેને બ્લેકમેલ કરી હોય, અથવા તો બંદી બનાવી શક્યા હોય! હજી એની વિચારયાત્રા આગળ ચાલત! પરંતુ એ પહેલાં જ મોબાઈલમાં એક અનનોન નંબર પરથી ફોન આવે છે, અને સુધીર દત્ત વિચારે છે, કે આ કોણ હશે? અને અંતે truecaller માં જોતા ખ્યાલ આવે છે કે, આ તો શ્રીદેવી અને સાર્થક ને જે એરિયામાં એટલે કે બીજલી પૂરમાં રાખ્યા છે, એ જ લોકેશન બતાવે છે! અને કોઈ અખિલેશ ભાટી નામ બતાવે છે. એના મગજમાં વીજળી ચમકી, અને એને થયું કે શ્રીદેવી એ પોતાનો ફોન સ્વીચ ઓફ થતાં કદાચ આ વ્યક્તિ પાસે ફોન કરાવ્યો હોય! અને એ ફોન ઉપાડે છે, શ્રીદેવી તેની સાથે વાત કરે છે, અને કહે છે, કે હું એ હવેલી માંથી બહાર નીકળી ગઈ છું, અને અહીં આ અખિલેશ નામના યુવાનના ઘરમાં છું. એ યુવાન તમારી બેન પાર્વતીને પ્રેમ કરે છે, એટલે એણે મારી અને સાર્થકની સ્વેચ્છાએ બાંહેધારી સ્વીકારી છે. પરંતુ સુખવંત એટલો આસાનીથી બેસશે નહીં, એટલે વહેલામાં વહેલી તકે અહીં આવી અમને છોડાવી જાવ! સુધીર દત્ત ને કહેવું હતું, કે 24 કલાકની મુદત મળે તો સારું! પરંતુ એનાં હોઠ સિવાય ગયાં. હવે એની પાસે માત્ર શ્રીદેવીને પાછા લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો! સુધીર શ્રીદેવીને અહીં કેસ કેટલો આગળ ચાલ્યો છે, એની અપડેટ આપવા વિચાર્યું. એણે શ્રીદેવીને જણાવતાં કહ્યું કે બિઝનેસ ડીલ માટે ગયેલાં શ્રીપાલને દુબઈ પોલીસે એરેસ્ટ કરી લીધો છે, અને આ ડીલના ફ્રોડ માટે સુરેખા ને પણ બેગુનાહીનો સબૂત આપવા માટે દુબઈ બોલાવી છે. જ્યારે સિદ્ધાર્થને સાર્થકના કિડનેપિંગ માટે અહીંની લોકલ પોલીસે એરેસ્ટ કર્યો છે, અને આજે સુરેખાનાં કેસિનો પર રેડ પાડવા માટે, હું અને લોકલ ઇન્સ્પેક્ટર જવાના હતાં! પરંતુ ત્યાં જ તારી સાથે આ ટ્રેઝડી થઈ, અને હવે હું એ બધું જ કામ પડતું મૂકીને તને લેવા નીકળું છું! શ્રીદેવી એ અખિલેશ સામે જોયું અને પૂછ્યું કે એક દિવસ માટે હજી વધુ સુરક્ષિત રાખી શકીશ! તો હું સુધીર દત્તને એનું મિશન પૂરું કરવાની પરવાનગી આપું!! અખિલેશે પણ હકારમાં માથું ધોણાવ્યું, અને શ્રીદેવીએ સુધીર દત્તને કહ્યું કે કંઈ વાંધો નહીં! હું અને સાર્થક અહીં સુરક્ષિત જ છીએ, તમે પહેલા આજે રાત્રે કેસિનો પર ધાબો બોલાવી અને જે કંઈ સબૂત મળે એ મેળવી લો! સુધીર દત્તે કહ્યું સ્યોર? એણે કહ્યું 100% સ્યોર !! આમ તો તમને ખબર છે, હું મારી સુરક્ષા જાતે જ કરી શકું છું, પરંતુ આ સાર્થક ને કારણે મારે થોડી વધુ સાવચેતી રાખવી પડે. સુધીર દત્તને થયું કે વાહ કેવી સમજદાર છે શ્રીદેવી! એટલે જ એ મને જીવથી પણ વ્હાલી લાગે છે. કોલેજમાં હતી, ત્યારથી શ્રીદેવી દરેક પરિસ્થિતિમાંથી કોઈને કોઈ હલ તો કાઢી જ લેતી હતી. પરંતુ મારે પણ આ તકનો ઉપયોગ કરીને એની માટે વધુ સારું હોય એવું કોઈ સોલ્યુશન શોધવું પડશે! કારણ કે એમ હજી એને આ શહેરમાં લાવવાની ઉતાવળ પણ કરવી નથી.

સુધીર દત્ત જાણતો હતો કે એકલા બહાદુર નંબર ટુ પર ભરોસો કરી, અને આ કેસ સોલ્વ થશે નહીં! આથી એને ત્યાંના એક લોકલ પોલીસ હેડ કોન્સ્ટેબલની મદદ લીધી હતી, અને એનાં કહેવાથી જ એક વ્યક્તિ બહાદુર નંબર ટુ ને એના જુના દોસ્ત તરીકે મળે છે, અને એ વ્યક્તિ એની સાથે રહી અને બહાદુર પર પણ ધ્યાન રાખે છે, અને બહાદુર જ્યાં આગળ જાય છે તે જગ્યાએ બહાદુરની સેફ્ટી નું પેલી વ્યક્તિ એટલે કે રમેશ સાવંત ધ્યાન રાખે છે. આ ઉપરાંત આ મિશન કમ્પ્લીટ થાય એ માટે થઈને અન્યથી કોઈ નુકસાન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખે છે. બહાદુર નંબર ટુ નો જુનો મિત્ર એટલે કે રમેશ સાવંત એ એક ટેક્સી ડ્રાઇવર બની, અને સુરેખાની સાથે રહે છે. સુરેખા ને એરપોર્ટથી હોટેલ સુધી અને હોટેલથી પોલીસ સ્ટેશન સુધી રમેશ સાવંત જ લઈ જાય છે, અને સુરેખા ને તેની પર પૂરો ભરોસો પણ છે. સુરેખા જ્યારે એરપોર્ટ થી સીધી પોલીસ સ્ટેશન જાય છે, અને ત્યારબાદ હોટેલ જાય છે, ત્યારે સુરેખા પોતાની એક કીમતી ચીજ વસ્તુ ટેક્સીમાં ભૂલી જાય છે, અને રમેશ એ કિંમતી વસ્તુ તેને પાછી આપે છે, એટલે આ રીતે તે એની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી થાય છે. કેસિનો માં પોતાની ચાલ કામયાબ ન થતાં, સુરેખા ઉદાસ થઈને કેસિનો માંથી બહાર આવે છે, અને ટેક્સીમાં ગોઠવાય છે. ટેક્સી ડ્રાઇવર રમેશ સુરેખાની ઉદાસી પામી જાય છે, અને આ તકનો લાભ લેવા માટે એ તેને દુબઈ પોલીસના એ ઇન્સ્પેક્ટર પાસે લઈ જવા વિચારે છે. એણે કહ્યું મેમસાબ આપ ચિંતા મત હી કરો! મેં આપકા દર્દ સમજતાં હું, મેં આપકો ઉસી જગા લે જાઉંગા જહા વો સાહબ રહેતે હો! સુરેખા વિચારવા લાગે છે કે ટેક્સી ડ્રાઇવરને કઈ રીતે ખબર પડી કે, મારી સાથે શું થયું? અને મારે અત્યારે કોની સાથે જવું હતું! અથવા તો એનો કિસ્સો તમામ કરવો હતો. એને ડાયરેક્ટલી જ પૂછી લીધું, કિસ કી બાત કરતે હો આપ! રમેશ સાવંતે કહ્યું વો ઇન્સ્પેક્ટર! જો કેસિનો મેં આપકે હાથ નહીં આંયાં! વો અભી કહા મિલ સકતા હૈ, વો મેરે કો સબ કુછ પતા હૈ! સુરેખા એ કહ્યું કે, મેં ઐસે કિસી આદમી કો પહચાનતી નહીં, આપકો જરૂર કોઈ ગલતફહેમી હુઈ હૈ! મેરે કો અભી હોટલ પે હી જાના હૈ, આપ પ્લીઝ મેરે કો યહી છોડ દીજીએ! એમ કરી આગળ જતાં ચાર રસ્તા પર જ એને ઉતરી જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ડ્રાઇવર રમેશ સાવંતને પોતાની હોશિયારી લાગતી બેવકૂફી પર ગુસ્સો આવ્યો, અને એણે કહ્યું પ્લીઝ!! મેમસાબ અચ્છા તો ફિર આપ કહા જાયેગી! આપ બહોત ઉદાસ હો, એસા લગતા હેં! અગર આપ કહી ઓર જાના ચાહતી હૈ, તો મેં આપકો લે જા સકતા હું! સુરેખા ચૂપ રહી કારણકે એને થયું કે, છે ક્યાંય જવું નથી! આ તો સાલો ખોટો ખોટો લાભ લેવાની વૃત્તિ વાળો લાગે છે. એણે મનમાં ને મનમાં કહ્યું છે વેત જેવડો અને એની ઉડાન તો જો! એમ સુરેખાને જાળમાં ફસાવવી અઘરી છે, એ કંઈ તારી વાતમાં આવી જાય એમ નથી! હોટલ આવતા જ ડ્રાઈવર એ કારનું ડોર ખોલ્યું અને સુરેખા નીચે ઉતરી! એની પોતાની સાડી તેની પેન્સિલ હિલમાં ભરાઈ ગઈ, અને તેનું બેલેન્સ રહ્યું નહીં. એણે ઓઈ મા.. કરીને પડતું મુક્યું. રમેશ સાવંતે સુરેખાને પોતાના બંને હાથો વડે જીલી લીધી, અને તે ભોંય પર પછડાતા બચી ગઈ! છતાં પણ એનો ગુસ્સો હજી નાક પર જ હતો. એણે રમેશ સાવંતનાં ગાલ પર એક તમાચો રસીદ કરી દીધો, અને કહ્યું તારી મને અડકવાની હિંમત કેમ ચાલી? રમેશ સાવંતને થયું કે સાવ મૂર્ખ છે, થેંક્યુ કહેવાની જગ્યાએ એક તમાચો મારે છે. મેં પકડી નહોતો ભોંય ભેગી થઈ ગઈ હોત! અને બે ચાર હાડકાં પણ ભાંગી ગયાં હોત! એ તો એ જ લાગની છે, પણ છતાં સોરી કહ્યું, અને મનમાં વિચારતો હતો કે હવે નેકી કરવાનો જમાનો જ નથી, એ વાત સાવ સાચી! આમ મૂંગો મૂંગો પોતાનો આક્રોશ ઓગાળતો રમેશ સાવંત સુરેખા ને હોટલમાં જતી જોઈ રહ્યો, અને મનોમન બોલ્યો સાલીને પડવા દેવાની જ જરૂર હતી! આમ એ મરાઠી છે, પણ એનો જન્મ વડોદરામાં થયો હતો, અને એનાં ઘણાં મિત્રો ગુજરાતી જ હતાં, એટલે એને સરસ ગુજરાતી આવડતું હતું. સુરેખા રોફ‌ કરતી ચાલી ગઈ! પણ પછી એને પસ્તાવો થયો કે કામનો માણસ હતો નાહક એની સાથે બગાડ્યું!

દુબઈ પોલીસ પર જે કંપની સાથે ફ્રોડ થયો હતો એનું દબાણ વધતું જતું હતું, કારણ કે રુપિયા દસ કરોડ જેવી મોટી રકમનો સવાલ હતો! એટલે આજે દુબઈ પોલીસ એ સુરેખા શ્રીપાલ અને એન્ટ્રો મની નામની કંપની કે જેણે પોતાની સાથે ફ્રોડ થયો છે એવો દાવો કર્યો હતો બંને ને સાથે બોલાવ્યા! સુરેખા ને ચેતવણી આપી કે જો આજે એ કંપની ને સંતોષ થાય એવા પુરાવા નહીં આપે તો એને પણ જેલ ભેગી કરી દેશે, અને પછી કંપની કાયદેસર કાર્યવાહી કરશે! પછી જ્યારે કોર્ટ ચુકાદો આપે ત્યારે! ત્યાં સુધી જેલમાં રહેવું પડશે! કંપનીનો દાવો હતો કે માલ ડિલિવર થયાં પહેલા જ રુપિયા લઈ લીધાં છે! છેલ્લા ત્રણ મહિનામાં માલ આવ્યાની એકપણ એન્ટ્રી છે નહીં! અને સુરેખાનો દાવો હતો કે માલની ડિલિવરી થઈ છે! પણ એનો માણસ એન્ટ્રી કરવાનું ભૂલી ગયો! એકચ્યુલી નવો મોટો ઓર્ડર લેવા શ્રીપાલ ગયો અને આ કેસ ખુલ્યો કે આ પહેલાં માલ ક્યારે આવ્યો હતો? સુરેખા એ ગોડાઉનમાં માલ ઉતરતો હોય! એવાં ફોટો બતાવવાના હતાં. ઉપરાંત ત્યારે શું ટાઈમ હતો! અને કંઈ તારીખ એ માલ આવ્યો હતો? ત્યારે ડ્યુટી પર કોણ વ્યક્તિ હતું, શું એણે સહી કરીને માલ લીધો હતો? કે પછી આમ જ ! અને આટલો મોટો ઓર્ડર હોય તો માલ આપવા આવનારની પણ ફરજ બને છે કે, એણે માલ સુપ્રત કર્યો છે એની કોઈ સાબિતી હોય! હવે સુરેખા આટલાં બધાં પુરાવા લાવે ક્યાંથી? કારણકે આ જ તો એનાં ધંધાની પોલીસી હતી! એટલે કે બેઈમાની અને છેતરપિંડી! પણ એ બરોબરની ફસાઈ ગઈ હતી! હવે એ આ સ્કેમ માંથી કેમ નીકળશે! પણ એ સુરેખા હતી, જેનું નામનો અર્થ જ ખાલી સુંદર સીધી લીટી થતો હતો, બાકી એ જબરજસ્ત આંટીઘૂંટી ઓ ધરાવતી હતી, અને કેટલાય ચરિત્ર વાનનાં ચરિત્રોને એણે ધૂળ ચાટતા કરી નાખ્યાં હતાં. એ જાણતી હતી કે આ વખતે એટલી આસાનીથી આ કાર્ય પાર પાડવાનું નથી! પણ છતાં કંઈક જુગાડ તો એ કરી જ લેશે! એવી એને આશા હતી, એટલે એ ફૂલ કોન્ફીડન્સ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગઈ! એણે એન્ટ્રો મની કંપનીનાં સીઈઓ સાથે હાથ મેળવ્યા, અને એક સુંદર સ્મિત એની તરફ ફેંક્યું….

હવે શું થશે શ્રીદેવી નું? સુખવંત એને શોધી લેશે? કે પછી પાર્વતી પર જુલ્મ કરશે! અને એ બતાવી દેશે! શું નાનકડો એવો સાર્થક ત્યાં કંઈ રીતે એટજેસ્ટ કરશે! કે પછી સામે ખુલ્લુ મેદાન હોવાથી અખિલેશનાં ઘરમાંથી રમતો રમતો બહાર નીકળી જશે? સુધીર દત્ત અને લોકલ ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા ને કેસિનો પર રેડ પાડવાથી શું હાથ લાગશે? અખિલેશે સુખવંત થી બચવા આ સિવાય કોઈ સ્થાન વિચાર્યું હશે કે નહીં? અને હા સૌથી અગત્યનું શું સુરેખા પોતે તો માલ ડિલિવર કર્યો છે! એવું સાબિત કરી શકશે ખરી ? અને રમેશ‌ સાવંત પોતાને મારેલા તમાચાનો બદલો કંઈ રીતે લેશે? ઓહ એકવાત તો રહી જ ગઈ! કે સુધીર દત્ત ને પછી એકપણ વખત બહાદુર નંબર ટુ નો ફોન નહોતો આવ્યો અને ઉપરથી સુરેખા ના ફોટોની બદલે પોતે દારુ ની રંગત જમાવી હતી,એ ફોટા કોઈ એ મોકલ્યા હતા એ જુદું! બહાદુર નંબર ટુ એ સાચે જ જો દારુ પી ગયો હશે તો તો શું થશે! આખું દુબઈ માથે લેશે! હવે હકીકતમાં શ્રીદેવી સાથે શું થાય છે! એ જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થ છે; મોરારિબાપુ

0

✒ મોરારિબાપુ

ભારતીય વિચારધારામાં ચાર પુરુષાર્થો છે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થો આપણે ત્યાં પ્રસ્થાપિત થયા; એ સંદર્ભે એક યુવાનનો પ્રશ્ન છે કે તુલસીદાસ એવું લખે છે કે- શ્રીગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઉં રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારિ. આ ચાર ‘ફળ’ છે, એવું લખ્યું તુલસીએ. એમ કહેવાયું કે આ ચાર ‘પુરુષાર્થ’ છે. તો આ ચારને ‘પુરુષાર્થ’ ગણવા કે ‘ફળ’ ગણવાં?

પુરુષાર્થથી ફળને જુદું ન પાડો. પુરુષાર્થ જ પરિણામ છે. મને ઘણાં એમ કહે કે માળા કરીએ એનું ફળ શું? હું એટલું જ કહું કે આટલી વ્યસ્ત દુનિયામાં તું માળા કરી શક્યો એ જ એનું ફળ. મંદિરે જવાનું બીજું ફળ શું? મને ઘણા યુવાનો પૂછે છે કે મંદિરે ફરજિયાત જવાનું થાય ત્યારે શું કરવું? ફરજિયાત કાંઈ ન કરવું. મારો સ્પષ્ટ જવાબ છે, જબરદસ્તી કાંઈ પણ નહીં. તમારો માંહ્યલો કહે તો જવું. મંદિરે જવું જોઈએ, મંદિરનો મહિમા છે. બાકી કદાચ ન જાવ, તમને મોજ આવે ત્યારે જાવ અથવા તો તમે ન ગયા હો તો પણ, તમારા મનમાં મંદિરનો ભાવ જાગે તોય ત્યાં તો નોંધ લેવાઈ જ જાય છે. ત્યાં એક જુદું જ રજિસ્ટર રહે છે. એક ફકીર એક મસ્જિદમાં બાર વર્ષથી નમાઝ પઢે છે; અખંડ નમાઝ પઢે છે. પાંચે-પાંચ વારની નમાઝ એ પઢે. બાર વર્ષમાં એની એકેય નમાઝ ખંડિત ન થઈ. એમ કહે છે કે તેરમા વર્ષનો પહેલો દિવસ અને પહેલી નમાઝ પઢાઈ ત્યારે મસ્જિદમાં આકાશવાણી થઈ કે ‘હે ફકીર, તું બાર વર્ષથી અખંડ નમાઝ પઢે છે, પણ ખુદાએ તારી એક પણ બંદગી કબૂલ નથી કરી.’ સન્નાટો છવાઈ ગયો! અન્ય મુસ્લિમ બિરાદરોની પણ આંખો ભીંજાઈ ગઈ. બધાં બહુ દુ:ખી થયાં, પણ બધાંએ ફકીરની સામે જોયું કે ફકીરની પ્રતિક્રિયા શું છે? જોયું તો એ જે થાંભલા પાસે બેસીને નમાઝ અદા કરતો એ થાંભલાને ભેટીને નાચવા માંડ્યો! આનંદમગ્ન થઈ ગયો! બધાંને એમ થયું કે કાં તો આ પાગલ થઈ ગયો છે! એટલે બધાંએ ભેગા મળીને કહ્યું કે તારે તો આ થાંભલા પર માથું પછાડવું જોઈએ કે તારી એક પણ બંદગી કબૂલ નથી થઈ! ત્યારે ફકીરે કહ્યું કે, બાર વર્ષથી નમાઝ પઢું છું, એ કબૂલ થાય કે ન થાય, પણ અલ્લાહને ખબર તો છે ને કે કો’ક બાર વર્ષથી નમાઝ પઢે છે! તો આટલું પૂરતું છે કે એને ખબર તો છે ને કે ગાડી ચલાવતાં આને મંદિરે આવવાનો વિચાર આવ્યો, પણ સમયના અભાવે આવી શક્યો નથી. નોંધ થઈ ગઈ; પણ પરાણે જવું પડે, લોભે જવું પડે, બીકથી જવું પડે એ બરાબર નહીં. એક વસ્તુ સમજી લો કે લોભથી ધર્મ થઈ શકે જ નહીં, ભયથી ધર્મ આચરણ થઈ શકે જ નહીં. મંદિરે જવું એ સારી વાત છે, પણ કદાચ રોજ ન જઈ શકાય; કોઈના ઉપર દબાણ ન હોવું જોઈએ. તમે જે પુરુષાર્થ કરો છો એ જ ફળ છે. માળા કરવાનું બીજું ફળ શું? તમે માળા કરી શક્યા એ ફળ. કથા સાંભળ્યાનું ફળ શું? તમે નવ દિવસ કથા સાંભળી શક્યા એ જ ફળ. પછી તો જે આવે એનું નામ રસ છે. એટલે મારે એ સ્પષ્ટતા કરવી છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થ છે; એને તુલસીએ ફળ પણ કહ્યાં છે, એટલે જે પુરુષાર્થ છે એ જ ફળ છે. એનાં વળી બીજાં ફળ શું? પણ આ ચાર જો ફળ છે, તો એનો રસ હોવો જોઈએ. એનો રસ કયો? તો ‘રામચરિતમાનસ’માં ધર્મના રસનું નામ છે વિરતિ. ધર્મનો જ્યૂસ કાઢો તો એ જ્યૂસનું નામ છે વિરતિ. ધર્મરૂપી ફ્ળનો રસ છે વિરતિ. વિરતિ એટલે વૈરાગ્ય, વિરતિ એટલે ત્યાગ કરવાની વૃત્તિ; વિરતિ એટલે સહજ ઉદારતા, જતું કરવાની ટેવ. આ ધર્મના ફળનો રસ છે. ‘રામચરિતમાનસ’ ધર્મનું ફળ છે. ધરમ તે બિરતિ જોગ તે ગ્યાના, ગ્યાન મોચ્છપ્રદ બેદ બખાના. હિન્દુધર્મ, મુસ્લિમધર્મ, ઈસાઈધર્મ- આ બધાં નામ કાઢી નાખો. ધર્મ એટલે ધર્મ. તો મૂળ ધર્મ, જેને શા ‘રામ’ કહે છે, ‘રામો વિગ્રહવાન ધર્મ.’ મૂળ ધર્મ; મૂળ દેખાય નહીં, પણ એ મૂળમાંથી જ બધું નીકળે છે. પાંદડાં, ડાળખી, ફૂલ-ફળ, એ બધું બહાર છે, બાકી મૂળ તો અવિગત અને અલખ છે; એ રામતત્ત્વ છે. એમાંથી આ બધું જ નીકળ્યું છે; એ જે રામ ધર્મ છે, એનો રસ છે વિરતિ. ‘વિરતિ’નો અર્થ શામાં તો બહુ મોટો થાય, પણ આપણે સીધો-સાદો અર્થ કરીએ. વિરતિ એટલે બીજાને માટે કંઈક ત્યાગવાની રુચિ. ‘ભગવાને મને ધર્મ આપ્યો છે, એટલે આના માટે હું કંઈક કરું.’ આવી સહજ ઉદારતા. ગમે તેટલો મોટો ધર્મગુરુ હોય, ગમે તેટલી મોટી ધાર્મિક સંસ્થા હોય, પણ એનામાં તમને વિરતિ ન દેખાય તો સમજવાનું કે એ રસ વગરનો ધાર્મિક છે. કૃષ્ણને શાસ્ત્રોએ સાક્ષાત્‌‍ ધર્મ કહ્યો હોય તો તમે જોઈ શકશો, કૃષ્ણમાં રસ છે. ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર.’ રામને સાક્ષાત્‌‍ ‘ધર્મ’ કહેવામાં આવે તો રામમાં રસ છે; આપણે ત્યાં ‘રામરસ’ વગર તો બધાં વ્યંજનો ફિક્કા લાગે છે! નરસિંહ મહેતા તો એમ કહે- રામસભામાં અમે રમવાને ગ્યા’તાં, પસલી ભરીને રસ પીધો રે… એનો રસ એ વિરતિ છે અને વિરતિ વ્યાપક હોવી જોઈએ; પછી એમાં ભેદ ન ચાલે. આપણે રહીએ છીએ બહુ મોટા રૂમમાં પણ અંદરથી બહુ સાંકડા છીએ! તો મારે એ કહેવું છે કે તમારો ધર્મ રસ બને. એ વહે, રસ તો વહે. પછી ‘અર્થ.’ અર્થ એટલે ચાલો ને પૈસા. તો પૈસાનો રસ શું? અર્થનો રસ છે નીતિ. ખરેખર તમે અર્થ ત્યારે જ કમાયા માનજો, જ્યારે તમારામાં નીતિનું પ્રમાણ વધે. મને એક ઉદ્યોગપતિ કહેતા હતા કે ખોટું કરવાથી જ કમાવાય છે એ ખોટું છે, સાચું કરવાથી બહુ સારું કમાઈ શકાય છે. મને ગમ્યું. અર્થનો રસ છે નીતિ અને કામનો રસ છે રતિ. કામ હોય પણ રતિ ન હોય તો રસ નથી. કામને એક જ દૃષ્ટિથી જોવામાં આવે છે. કામ તો બહુ જ સીમિત સમયનો મહેમાન છે, પણ પરમાત્માના ચરણમાં રોજ વધે એનું નામ રતિ કહેવાય. ભરતજી ‘રામચરિત માનસ’માં એમ કહે કે પ્રભુ, મને કામ નહીં, મને કામનો રસ જોઈએ છે, ‘જનમ જનમ રતિ રામપદ.’ મોક્ષનો રસ છે શાંતિ. તમને જ્યારે શાંતિ પ્રાપ્ત થાય ત્યારે સમજવાનું, મોક્ષ મળી ગયો. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શાંતિ. તમને કથામાં શાંતિ મળતી હોય તો મોક્ષ છે. મને રામગુણ ગાવામાં શાંતિ મળતી હોય તો એ મારો મોક્ષ છે. તમને તમારા કારખાનાની ઓફિસમાં બેસીને શાંતિ મળતી હોય તો એ મોક્ષ છે. મોક્ષનો રસ શાંતિ છે. મારે તો કથા જ મોક્ષ છે.

Ad.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી નાહીને‌ રવેશમા પોતાના વાળ ઝાપટતી હતી, ત્યાં દૂરનાં માર્ગેથી સામેથી આવતી, એક બગીમાં બેઠેલો પુરુષ એને જોઈ ગયો, અને જોગાનું જોગ એ બગી હવેલી પાસે આવી ત્યારે પણ શ્રીદેવી હજી ત્યાં જ હતી. એણે હવેલીની ઉપરનાં માળની ઓરડીમાં કોણ છે? એની તપાસ કરવા માટે સીડી તરફ આગળ વધવા જતા હતાં, તે દરમિયાન પાર્વતીએ પણ જોયું કે પરિસ્થિતિ હવે પોતાના કંટ્રોલમાં નથી છતાં તે સડસડાટ કરતી દાદરો ચડી! પણ બગીમાંથી ઉતરતા માણસને જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ અને સીડી પર જ પૂતળું બનીને ઉભી રહી ગઈ. આવનાર માણસ શું સુખવંત હશે? અને એ શ્રીદેવી સુધી પહોંચી શકશે કે કેમ? આ ઉપરાંત દુબઈ પોલીસને પોતાની બેગુનાહી નો સબૂત આપવા પહોંચેલી સુરેખા પર ધ્યાન રાખવા માટે અહીંથી એક બાહોશ પોલીસ કોન્સ્ટેબલને સિક્યુરિટી ગાર્ડ તરીકે હાયર કરી તેને ત્યાં આગળ સુધીર દત્તે મોકલ્યો હતો, પરંતુ ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે જ્યારે સુધીર દત્ત એ ફોન કર્યો તો, બહાદુર એ ફોન ઉપાડતો ન હતો! બહાદુર નંબર ટુ ની વાઇન નબળાઈ હતી, તો શું એ સાચે આલ્કોહોલિક ડ્રગ્સનું સેવન કરી ક્યાંક પડ્યો હશે? કે પછી અન્ય કોઈ મહત્વનું કાર્ય કરતો હશે! એટલે ફોન ઉપાડ્યો નહી હોય, કે પછી એને પણ કોઈએ બંદી બનાવી દીધો હશે! સિદ્ધાર્થ તેમજ તેનો વકીલ શું બંને સરકારી ગવાહ બની જશે? સિદ્ધાર્થ પકડાઈ જતાં કેસિનો કોણ હેન્ડલ કરતું હશે! અથવા તો સુધીર દત્ત એની પર સીલ કરાવવા માટે કામિયાબ થશે? આ બધું જાણવા વાંચો આગળ….

AD.

બગી નાં ઉભા રહેવાનો અવાજ આવતાં જ શ્રીદેવી ચોંકી ગઈ હતી, અને તેની નજર નીચે ગઈ, અને બગી માથી ઉતરતા પુરુષને જોઈને એ પણ અંદરની તરફ ભાગી, અને એ ઓરડીને તો બહાર તાળું હતું જ! છતાં અદંરના બાથરૂમમાં પોતાને અને સાર્થક બંધ કરી સેઈફ કરવાની કોશિશ કરી. પાર્વતી ને પરસેવો થઈ ગયો, કારણકે બગી માથી સુખવંત જ નીચે ઉતરી અને સીડી તરફ આવતો હતો! પરંતુ ઈશ્વર ને કદાચ કંઈક બીજું મંજૂર હતું, એટલે બગીની પાછળ જ આ ગ્રામ્ય વિસ્તારમાં ફરતી ફરતી શહેરના જકાતનાકાની પોલીસની જીપ‌ પણ પાછળ આવી, અને એક ખૂંખાર ગુનેગાર સ્મગલીંગ કરતાં ઝડપાયો, એણે સુખવંતને આ બધાં કારોબાર માટે કારણભૂત ગણાવ્યો, એટલે ન છૂટકે અમારે તમને લેવા આવવું પડ્યું! એમ પોલીસ ઇન્સ્પેકટર રવિ સોલંકી એ કહ્યું. ઉપરાંત એમ પણ કહ્યું કે સીટી ઇલાકામાં ઈનચાર્જ બદલાઈ ગયાં, એટલે ઉપરથી આદેશ આવ્યો! એટલે આવવું પડ્યું.જો તમે સહકાર આપશો, તો અમારે તમને હથકડી પહેરાવી ને લઈ જવાં નહીં પડે.

AD…

સુખવંત એ વિચાર્યું કે આ તો ઘરનો મામલો છે, પછી નીપટી જશે! અત્યારે આ મેટર મહત્વની છે. એણે પોલીસ ઇન્સ્પેકટર રવિ સોલંકીને કહ્યું યસ, ચાલો હું તમારી સાથે જ આવું છું! મારે પણ જોવું પડશે એ કોણ આવ્યું છે, આ ઇલાકામાં! જેણે સુખવંતનું નામ લેવાની ગુસ્તાખી કરી. એ વટથી આગળ જ બેસી ગયો, અને એણે એક તીરછી નજર પાર્વતી પર નાખી, જાણે મનોમન કહેતો હોય કે તૈયારી કરી લેજે! હું એક કલાકમાં આવું છું! અને જીપ હાઇ વે તરફ આગળ વધી ગઈ. પાર્વતી જીપ દેખાતી બંધ થઈ, ત્યાં સુધી સ્થિર ઉભી રહી, પછી એને એકાએક કંઈક યુક્તિ સુઝી અને એ ઉપર દોડી ગઈ, એણે ઝટઝટ તાળું ખોલ્યું અને શ્રીદેવી ને વોશરૂમ માંથી બહાર નીકળવા કહ્યું, અને લખીને સમજાવ્યું કે હવે આ જગ્યા એની માટે ખતરનાક બની ગઈ છે! આ વાત મોટા ભાઈ એટલે સુધીર દત્ત ને કહી દો! એટલી વારમાં એક બીજો વિચાર પણ આવ્યો, અને એણે પેલી હાટડી વાળા યુવાન ને ઘરે ત્યાં સુધી શ્રીદેવી અને સાર્થકને રાખી દેવા વિચાર્યું. શ્રીદેવી એ ઇમરજન્સી નંબર પરથી સુધીર દત્ત સાથે વાત કરી, અને કહ્યું કે પાર્વતી દીદીનો પતિ સુખવંત એક વિકૃત માણસ ધરાવતો પુરુષ છે, અને એણે ગામની એક પણ સ્ત્રીને બાકી રાખી નથી, તેમ જ પાર્વતી દીદી સાથે પણ બહુ બિભત્સ વર્તન કર્યું છે. એણે‌‌ આજે મને રવેશમા જોઈ લીધી છે, માટે હવે હું આ જગ્યાએ સેઈફ નથી! જેમ બને તેમ જલ્દી આવી મને લઈ જાઓ. ગામમાં લગભગ સુખવંતનું કોઈ હિતેચ્છુ નહોતું, કારણ કે એનાં કામ જ એવાં હતાં! અને લગભગ ગામનું એકેય ઘર એવું નહોતું કે જે સુખવંતના સરમુખત્યાર સાશનનો ભોગ ન બન્યું હોય! એટલે એમાંથી કોઈ સુખવંતને કંઈ જણાવે એવી શક્યતા નહિવત્ હતી ! છતાં પાર્વતી શ્રીદેવી અને સાર્થકને ગુપ્ત રીતે સામાન સાથે પેલા અખિલેશ નામના યુવાનને ઘરે લાવી અને રાખી દીધાં. એણે પોતાના હાવભાવથી અખિલેશ ને સમજાવ્યું કે, હવે આ તારી જવાબદારી છે! અને પોતાની કસમ પણ આપી! અખિલેશે પણ પાર્વતીનાં માથા પર હાથ રાખીને કહ્યું કે પોતે પોતાની જાન કુરબાન કરી દેશે! પણ આ બેમાંથી કોઈને એના જીવતા કોઈ અહીંથી લઈ નહીં જઈ શકે, ત્યાં સુધીની બાહેધારી તેણે સ્વીકારી લીધી. છતાં પાર્વતી કોઈ જોતું નથી ને એમ ચેક કરી બહાર નીકળી ગઈ. એણે હવેલીમાં જઈને એનાં નોકરોને લખીને સમજાવ્યું કે એને બાંધી દ્યો, એટલે સાબ આવે ત્યારે બધાએ કહેવાનું કે કોઈ ઉંચા અને કદાવર ચાર પાંચ વ્યક્તિઓ આવી અને ઉપરની ઓરડીમાંથી પેલી સ્ત્રી ને લઈ ગયા! અને મેમસાબ કી ભી એક ન સુની! હમ સબ કો ભી કિતના પીટા દેખો ઐસે ઐસે કરકે કુછ દીખાના! છતાં ચિંતા તો હતી જ કે સુખવંતની આવીને શું પ્રતિક્રિયા હશે? તેમજ મોટા ભાઈ એટલે કે સુધીર દત્તનાં આવ્યાં પહેલા શ્રીદેવી ને પકડી પાડશે તો?

AD..

સુધીર દત્તના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે, અને ટ્રુ કોલર માં એ દુબઈનો નંબર હતો, એ ખબર પડતાં જ સુધીર દત્ત એ ફોન રીસીવ‌ કર્યો, અને સામેથી બહાદુર નંબર 2 નો અવાજ સંભળાયો. એણે કહ્યું સાહબ દુબઈ એરપોર્ટ ઉતરતા જ ફોન ગુમ હો ગયા! પતા નહીં અબ સાયદ ચુરાયા હો, યા તો ગીર ગયાં! કહાં જાના થા? કોન સા કામ કરના થા! સબ કુછ ઉસ ફોનમે થા ! ઔર ઉપરસે આપકા નંબર ભી ઉસ ફોન મેં થા! અબ ક્યા કરું! સોચ કે ઈધર ઉધર ઘુમ રહા થા, તબ એક પુરાના દોસ્ત મિલ ગયા! ઔર દિમાગ પે જોર ડાલ કે આપકા નંબર યાદ કિયા! અબ મેં ક્યાં કરું? સુધીર દત્તને થયું કે આને હવે મારે શું કહેવું? પણ ટ્રેઝડી તો ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે! બની શકે કે ફ્લાઈટમાં જ કોઈ એની પર નજર રાખતું હોય, અને એનો ફોન ચોરી લીધો હોય! અને એવું ન પણ હોય! પણ હવે શું કરવું? એણે કહ્યું કે હું તને તારા દોસ્તના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરું છું, એમાંથી એક નવો ફોન ખરીદી નવું સિમ કાર્ડ લઈ લે. એમાં તારું ફેક આઈડી પણ મોકલું છું, એટલે તને સીમકાર્ડ લેવામાં તકલીફ નહીં થાય. આ ઉપરાંત દુબઈ પોલીસમાં મારો એક મિત્ર છે,પણ જરૂર પડે તો જ એની હેલ્પ લેવાની છે, બાકી એને પણ ખબર પડવી ન જોઈએ!: અત્યારે જ તારા દોસ્ત સાથે દુબઈના એક પોલીસ સ્ટેશનને જઈ અને તારો મોબાઈલ ખોવાઈ ગયાંની એક કમ્પ્લેન નોંધાવી દે, એનાથી આપણી પાસે એક પ્રૂફ રહેશે. એ લોકો તારી પૂછપરછ કરશે કે તું અહીં શું કામ આવ્યો હતો? તો વ્યવસાય કે નોકરી શોધવા આવ્યો છું, એમ કહેજે, બસ એનાથી વધુ કંઈ નહીં! અને હા તારાં દોસ્ત સાથે વાઈન પીવાં નહીં બેસી જતો! એણે કહ્યું સાબ મેરા દોસ્ત વાઇન નહી પીતા, વો એકદમ જેન્ટલમેન હે! સુધીર દત્તે કહ્યું અચ્છા અચ્છા ફિર ભી ઉસે અપના કુછ ભી અભી બતાને કી જરૂરત નહીં હૈ! તું ઉધર ક્યું ગયા હૈ ?ઔર હમે કિસ પે નજર રખની હૈ? વો ઉસે કુછ ભી પતા ચલના નહીં ચાહિયે. બહાદુર નંબર ટુ એ કહ્યું યસ બોસ એમ કરી ફોન કાપી નાખ્યો, અને સુધીર દત્તનાં કહ્યા મુજબ એરપોર્ટ નજીકના એક પોલીસ સ્ટેશનમાં જઈ અને કમ્પ્લેન નોંધાવી દીધી. આ ઉપરાંત સુધીર દત્તે મોકલેલા રૂપિયા માંથી એક નવો ફોન ખરીદ્યો, અને, એમાં નકલી આઈડી પ્રુફ પરથી સીમકાર્ડ પણ નખાવ્યું, અને નવો નંબર સુધીર દત્ત ને આપ્યો. સુધીર દત્ત એ સુરેખા અંદાજે કંઈ હોટેલમાં ઉતરી હશે એ ક્હ્યું, કારણ કે દુબઈ પોલીસ તરફથી જે પોલીસ ઇન્સ્પેકટર ને પોતે આવું કરવા કહ્યું હતું, એ પોલીસ સટેશન‌ ના એરિયામાં આવતી હોટેલમાં જ સુરેખા રહેવાનું પસંદ કરે, એ ગણતરી મુજબ તો એ જ હોટલ હોવી જોઈએ! તેમ છતાં એ એરિયામાં આવતી બધી હોટલોમાં તપાસ કરી લેવાં પણ કહ્યું

Ad..

બહાદુર સુધીર દત્તના બતાવેલા એડ્રેસ પર સુરેખાની તપાસ કરવા પહોંચી ગયો, અને સુધીર દત્તનું અનુમાન કેટલી હદે સાચું પડ્યું છે, એનો નમૂનો પણ મળ્યો, એટલે કે એ હોટલમાં જ સુરેખા ઉતરી હતી. આ ઉપરાંત એણે કહ્યું હતું કે સુરેખા આગળ પોતાનું રૂપ એક અનોખું હથિયાર છે, અને એના દ્વારા તે કામણ કરશે! એટલે રાત્રે કોઈપણ સંજોગોમાં એનો પીછો કરવાનું ચૂકતો નહીં! એ વાત પણ સો એ સો ટકા સાચી પડી. સુરેખા રાતના દસ વાગતા જ પાર્ટીવેર ડ્રેસ પહેરી અને પોતાના રૂપનું પ્રદર્શન કરતી ટેક્સીમાં બહાર નીકળી. દુબઈ પણ રાતની રંગત જમાવી ચૂક્યું હતું, અને ઠેર ઠેર લાઇટિંગ ના નજારા જોવા મળતા હતાં. એની ટેક્સી એક કેસિનો આગળ આવીને ઊભી રહી, અને સિક્યુરિટી ગાર્ડ જાણે એને ઓળખતો હોય, એ રીતે જ સલામ કરી,અને સુરેખા એક કડક અંદાજથી અંદર પ્રવેશી. મધ્યમાં આવેલા મુખ્ય ટેબલ પાસે પહોંચી, અને એસક્યુઝમી ! કહી એ પોતાની સીટ ગ્રહણ કરી. મોટો દાવ લગાડ્યો, ત્યાં રમનારા સૌનું ધ્યાન સુરેખા પર કેન્દ્રિત થયું. સુરેખા લળી લળીને હળવા સ્મિત સાથે સૌનું અભિવાદન કરી રહી હતી. તેમજ જુકી જુકી ને પોતાના અંગ ઉપાંગનું દર્શન કરાવતી હતી, એટલે કેટલાય મુર્ગા તો આમ જ ઘાયલ થઈ ગયાં, અને સુરેખાની ધારણા મુજબ દુબઈ પોલીસનો એ ઇન્સ્પેક્ટર પણ કેસીનોમાં આવ્યો. બહાદુર વિચારતો હતો કે, સુધીર દત્ત અને સુરેખા બંને કેટલાં શાતિર ખેલાડી છે. જોઈએ હવે કોની જીત થાય છે??દુબઈ પોલીસનો ઇન્સ્પેક્ટર અત્યારે વર્ધીમાં આવ્યો ન હતો, એટલે ડ્યુટી ઉપર નહીં હોય. સુરેખાએ તેનું લળીને સ્વાગત કર્યું, અને એક મોટો હાથ માર્યો હતો, એ બધી રકમ તમારી! પણ જો આ કેસ પુરાવાના અભાવે અહીં જ ખાલીદ એટલે કે સમાપ્ત કરવામાં આવે છે, એવું એક સ્ટેટમેન્ટ આપો તો ! રકમ એટલી મોટી હતી કે પેલા એ વિચારવાનો સમય માગ્યો! સુરેખાએ કહ્યું કે ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરીના પગાર કરતા પણ વધુ રકમ છે ! આમાં આટલું વિચારવાનું શું? છતાં એણે સમય માગ્યો! અને સુરેખા એ કહ્યું સીટટટ… આટલી મહેનત નકામી ગઈ, કારણ કે આ આખું એને ફસાવવાનું ષડયંત્ર હતું, પણ એ નાકામિયાબ રહ્યું! એ પાછી ફરી. બહાદુર નંબર 2 એ આંખો દેખ્યો અહેવાલ સુધીર દત્ત ને આપી દીધો! સુધીર દત્ત એ કહ્યું, વેલ ડન માય બોય! કીપ ઈટ અપ યોર જોબ!

Ad…

બહાદુર સાથે વાત કરીને સુધીર દત્ત મનોમન ખુશ થતો હતો, એટલી જ વારમાં શ્રીદેવીનો ઈમરજન્સી નંબર પર સુધીર દત્તને ફોન આવ્યો, અને સુખવંતને જોઈ ગયાની વાત એણે કરી. સુધીર દત્ત એ વિચાર્યું કે હવે હજાર કામ પડતા મૂકીને મારે શ્રીદેવીને બચાવવા જવું પડશે, નહીં તો કંઈક અનર્થ થઇ જશે! એણે પોતાનો ગેટ અપ ચેન્જ કરીને જવા વિચાર્યું. હજી એ પોતાની તૈયારી કરતો હતો, ત્યાં જ સિદ્ધાર્થના વકીલનો ફોન આવ્યો, અને તે સિદ્ધાર્થનો કેસ નહિ લડે, એમ એને જણાવ્યું, એને કહ્યું કે મેં સિદ્ધાર્થને સ્પષ્ટ પણે ના પાડી દીધી છે કે હું આ કેસ લડીશ નહીં. તે દરમિયાન ઇન્સ્પેક્ટર નો પણ કેસીનો પર રેડ પાડવા માટે ફોન આવ્યો. પરંતુ સુધીર દત્ત એ કહ્યું કે આજે એ કામ નહીં થઈ શકે, મારે એક અન્ય કામ છે. ઇન્સ્પેક્ટર એ કહ્યું કે એવું તે શું અગત્યનું કામ છે? કે કેસીનો પર રેડ પાડવા માટે હજી 24 કલાકની રાહ જોવી પડે? તે દરમિયાન એ લોકો કંઈક છટકી જવાનો પ્લાન પણ વિચારી શકે! એને પણ થયું કે આ સાલુ ધર્મ સંકટ ઉભું થયું છે! પરંતુ શ્રીદેવી થી વધુ મહત્વનું અત્યારે કંઈ જ નથી, એ પણ એ જાણતો હતો. એણે વિચાર્યું કે હું શ્રીદેવી સાથે એકવાર ફોન પર વાત કરી લઉં, અને જો એ પોતાની જાતને સુરક્ષિત સમજતી હોય તો, 24 કલાકનો સમય માંગી શકું! અને એણે શ્રીદેવીને ફોન લગાડ્યો! શ્રીદેવીના ફોનમાં ટ્રીન ટ્રીન કરતી રીંગ વાગી, શ્રીદેવી ફોન ઉપાડે એ પહેલા જ અખિલેશ આવી પહોંચ્યો, અને એને શ્રીદેવીને સમજાવ્યું કે આપણે સુખવંતની નજરથી બચવા માટે આવા એક પણ ઉપકરણનો ઉપયોગ હમણાં નહીં કરીએ, નહીં તો ફોનના લોકેશન પરથી પણ એ તમને પકડી પાડશે, અને શ્રીદેવીને એ વાત વ્યાજબી લાગી, એટલે સુધીર દત્તનો ફોન છે એ જાણવા છતાં, એણે ફોન ઉપાડ્યો નહી. અખિલેશે કહ્યું કે આ નંબર પર એ પોતે ફોન કરી અને સુધીર દત્તને જણાવી દેશે! શ્રીદેવી એ ફોન ઉપાડ્યો નહી એટલે સુધીર દત્ત ને એક સાથે કેટલા બધા વિચારો આવી ગયા કે, શું શ્રીદેવી પકડાઈ ગઈ હશે? એનો ફોન તે લઈ લીધો હશે? એ ફોન કેમ નહીં ઉપાડતી હોય? સાર્થક નું શું થયું હશે? બંનેને બંદી બનાવ્યા હશે? અને સુખવંત તો શ્રીદેવી ના કહ્યા મુજબ એક વિકૃત માનસ ધરાવતો પુરુષ છે! એટલે એણે શ્રીદેવીની ઈજ્જત પણ…. અને એવો વિચાર આવતાં તેને નહીં…. એમ કહી એક ચીસ નાખી અને પોતાના બંને હાથ કાન પર રાખી દીધાં. એટલી વારમાં જ સુધીરદતના ફોનમાં એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. સુધીર દત્ત વિચારતો હતો, કે એ કોણ હશે? સુખવંત હશે? કે પછી શ્રીદેવી ક્યાંક ભાગી ગઈ હશે અને એણે ફોન કરાવ્યો હશે? આખરે હવે મારે શું કરવું….??

‌ અખિલેશ શ્રીદેવી અને સાર્થકની રક્ષા કરી શકશે કે કેમ? સુખવંત પણ શું પાર્વતીના જણાવ્યા મુજબ આસાનીથી એની વાત માની જશે? કે પછી શ્રીદેવીની તપાસ કરવા માટે કોઈ યુક્તિ કરશે? કે પાર્વતી પર જુલમ કરશે? સુરેખા પોલીસ ઇન્સ્પેક્ટરને ફસાવવા માટે હવે નવું કયું ષડયંત્ર રચશે, અને બહાદુર નંબર ટુ શું આ રંગીલ નગરમાં પોતાની જાત પર કાબુ રાખી શકશે? અને સૌથી મહત્વનું અત્યારે તો સુધીર દત્ત પોતાની પર આવી પડેલા આ ધર્મશંકટનો સામનો કઈ રીતે કરશે એટલે કે શું એ શ્રીદેવીને ત્યાંથી બચાવવાની વાતને નજર અંદાજ કરશે કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરની કેસીનો પર રેડ પાડવાની વાતને નજર અંદાજ કરશે આ બધું જ જાણવા માટે હજી થોડું વધુ થોભો રાહ જુઓ આવતાં અંકે….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)