Home Blog Page 4

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો અનુભવ

0

  • કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો.
  • આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો
  • ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા.જોકે, થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.આથી દિપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે, ત્યારે આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Ad..

ધરમપુરના બીલપુડીમાં આવેલી BRS કોલેજના 5 ઓરડાનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ

0

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલય ખાતે નવનિર્મિત 5 ઓરડાઓનો રાજ્ય મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ શાળા સંચાલકના વરિષ્ઠ ટ્રસ્ટીઓ માધુભાઈ રાઉત, ધર્મેશભાઈ ઓશ્વાલ, અશોકભાઈ ભાનુશાલી વિગેરે તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા બિલપુડી અને ખાતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને જર્જરિત મકાનમાં અભ્યાસ કરવાની ભારે તકલીફ પડતી હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
આંદોલન ઉતર્યા હતા.વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ રાજ્ય સરકારને થતા તાત્કાલિક આદિજાતિ
વિકાસની ગ્રાન્ટ માંથી 50 લાખ રૂપિયા ફાળવવામાં
આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ માટે 5 નાવ ઓરડાઓ નું બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ
પૂર્ણ થતા આજરોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું
હતું.

BRS કૃષિ કોલેજમાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા અને ધરમપુર તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ BRS કૃષિ કોલેજના ટ્રસ્ટી મધુભાઈ રાઉત, BRS કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ ખુલ્લા મુકતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.

કપરાડાના સુથારપાડા ખાતે રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

0

  • નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
  • સામુહિક કેન્દ્રમાં સુવિધાઓ વધવાથી આસપાસના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળશે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • સમગ્ર રાજ્યમાં PM-JANMAN કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી વધુ લાભાર્થીઓને સહાય મળી છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • કપરાડા અને ધરમપુરની ચાર આદિમજૂથ વસાહતોમાં રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ સેન્ટરો બનશે
  • કપરાડા, ધરમપુર અને વાપી તાલુકામાં ૪૧ રસ્તાઓનું કામ ૧૦.૩૨ કરોડના ખર્ચે પુરૂ કરાશે

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડા તાલુકામાં રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સુથારપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને પુરી સુવિધા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓના રહેઠાણ માટેની સુવિધા મળી રહે તે હેતુથી ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળનું સુવિધાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે. સાથે સાથે મંત્રીશ્રીએ PM- JANMAN કાર્યક્રમ હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના આદિમજૂથ વસાહતોમાં કુલ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ચાર મલ્ટીપર્પઝ સેન્ટરોનું, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના કપરાડા, વાપી અને ધરમપુર તાલુકાના રૂ.૮.૪૬ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ૨૦ રસ્તાઓનું અને મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના કપરાડા અને ધરમપુર તાલુકાના રૂ. ૧૦.૩૨ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ૨૧ રસ્તાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

Ad

લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ PM-JANMAN કાર્યક્રમની સફળતા અંગે જણાવતાં કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં PM-JANMAN કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી વધુ લાભાર્થીઓને સહાય મળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું અને દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ કોરોનાકાળ હોય કે બીજી કોઈ પણ સમસ્યાના સમયે લોકોને સહાય માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાતમાં મા આરોગ્ય કાર્ડની શરૂઆત કરી હતી જે હવે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રૂ.૫ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થાય છે. ગુજરાતમાં આ યોજનામાં વધુ ૫ લાખ રૂપિયાની રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે જેથી ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ૧૦ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થશે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રથી સૌને લાભ થશે તેમજ ચોક્કસ ખાતરી છે કે અહીં સુવિધાઓ ઓછી હોવાથી ડિલીવરીની સંખ્યા ઓછી હતી પરંતુ હવે સુવિધાઓમાં વધારો થવાથી આ સંખ્યામાં પણ વધારો આવશે. આરોગ્ય કેન્દ્રમાં વધુ સુવિધાઓ સમયસર મળી રહે તે માટે ઘટતો સ્ટાફ પણ તરત જ મળી જશે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુથારપાડામાં વીજ કંપનીની વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવાથી હવે લોકોએ વીજ બિલ ભરવા દૂર નથી જવું પડતું. PM-RDSS યોજના હેઠળ જૂની વીજ લાઈનોને બદલે નવી લાઈનો અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈનો પણ નાંખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ હાલમાં જ સૂર્યઘર યોજના હેઠળ ભારતના ૧ કરોડ ઘરો ઉપર સોલાર પેનલ મૂકી ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. જેનો આપ સૌએ લાભ લઈ વિનામુલ્યે વીજળી મેળવો એવી અપીલ છે. ગુજરાત સોલાર ઉર્જામાં ૮૨% ઉત્પાદન સાથે દેશમાં પહેલા નંબરે છે અને આ યોજના હેઠળ હજુ ૨૦ લાખ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનું ધ્યેય છે. પ્રધાનમંત્રીશ્રીને આપણા આદિવાસી વિસ્તારો અને આ વિસ્તારોના આદિવાસીઓના પ્રશ્નોની જાણ છે અને તેથી જ આદિમજૂથ યોજનાઓથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આદિવાસીઓ જ્યારે કોઈને મળે ત્યારે રામ રામ કહી સંબોધે છે તો આપણી માતા શબરીનું ધામ પણ અહીં જ છે. આદિમજૂથના કામો કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું અને આ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રનો સૌને લાભ થાય એવી આશા છે.

સાંસદશ્રી કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરી સામુહિક આરોગ્ય કેન્દ્રનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે સ્વાગત પ્રવચન અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ધર્મેશ પટેલે આભારવિધિ કરી હતી.
સુથારપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ મળવાથી આસપાસના ગામના લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રને ગ્રાઉન્ડ ફ્લોરમાં રિશેપ્શન એરિયા, ફાર્મસી રૂમ, ઓપીડી રૂમ- ૫ યુનિટ, ઈમરજન્સી વોર્ડને પ્રીઓપરેશન રૂમ, સોનોગ્રાફી, માઈનોર ઓ.ટી., કોલ્ડ ચેઈન રૂમ, લેબોરેટરી – ૧ યુનિટ, એક્ષ-રે રૂમ, લેબર રૂમ તેમજ પહેલા માળ પર એન.બી.એસ.યુ.(૪ પથારીવાળું), ફીમેલ વોર્ડ(૧૫ બેડ), મેલ વોર્ડ(૧૫ બેડ),ઓપરેશન થિયેટર, નર્સિંગ સ્ટેશન અને શૌચાલયની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

ધરમપુર અને કપરાડા તાલુકાના આદિમજૂથ વસાહતો વડસેત, વાલવેરી – પારસ ફળિયા, ભંડારકચ્છ અને ખામદહાડ નવીનગરી ફળિયા ખાતે પ્રત્યેક ગામદીઠ રૂ.૬૦ લાખના ખર્ચે કુલ ૨.૪૦ કરોડના ખર્ચે ચાર મલ્ટીપર્પઝ સેન્ટરો બનશે. આ સેન્ટરના એક જ મકાનમાં વિવિધ સુવિધાઓ જેવી કે, આંગણવાડી, ANM સેન્ટર(આરોગ્ય સેવાઓ), ક્લાસરૂમ, ઓફિસ, કોમન હોલ, પીવાના પાણીની સુવિધા, સ્ટોર રૂમ અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.૩.૩૨ કરોડના ખર્ચે ૮.૫૦ કીમી લંબાઈના ૮ રસ્તાઓ, ધરમપુર તાલુકામાં રૂ.૪.૦૯ કરોડના ખર્ચે ૧૦.૩૪ કીમી લંબાઈના ૧૦ રસ્તાઓ અને વાપી તાલુકામાં રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૨.૮૦ કીમી લંબાઈના ૨ રસ્તાઓ તેમજ મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.૭.૦૫ કરોડના ખર્ચે ૧૫.૭૦ કીમી લંબાઈના ૧૫ રસ્તાઓ અને ધરમપુર તાલુકામાં રૂ.૩.૨૭ કરોડના ખર્ચે ૮.૧૦ કીમી લંબાઈના ૬ રસ્તાઓને ડામરના પાકા રસ્તા બનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, વિભાગીય આરોગ્ય નિયામક જ્યોતિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે મહેલ જેવાં આલિશાન બંગલોમાં રહેવાવાળી શ્રીદેવી અચાનકથી આઉટ હાઉસમાં રહેવા આવી ગઈ, અને કોઈના બહુ મોટા ષડયંત્રનો ભાગ બન્યા હોય એવો તેને આભાસ પણ થયો. તેના પ્રતિ શ્રીકાંતનું મૃત્યુ એ કોઈ એકસીડન્ટ નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલું મર્ડર પણ હોઈ શકે છે! હોય શકે શું?; તેને તો હવે પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે થઈ ગયો હતો. કારણકે સુરેખાએ જે રીતે તેના પતિને પણ અંધારામાં રાખી અને તેના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી એ જાણ્યા પછી હવે અત્યાર સુધી વિધાતાને વિચિત્રતા સમજી આ બધું સ્વીકારી લેવાની અણી પર ઊભેલી શ્રીદેવી આત્મવિશ્વાસને પટોરી અને પોલીસ સ્ટેશનની જાય છે.

ત્યાં આગળ કમ્પ્લેન કરાવે છે કેસરી ઓપન કરાવી અને જાણીતા ડિટેક્ટિવ સુધીર દત્ત નું સરનામું લઈ તેની ઓફિસે પહોંચે છે, અને તેની ચેમ્બરનું ડોર ખોલતાં જ બંને જણા એકબીજા લેતું એમ આશ્ચર્ય સૂચક ઉદગાર સાથે ભેગા થાય છે, આ અંકમાં આપણે જોઈએ કે શ્રીદેવી ની શંકાને સુધીર દત્તનું સમર્થન મળે છે કે નહીં, અને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થનું આ કાવતરું છે કે આખરે આ આખી રમતમાં કોણ સૂત્રધાર છે, એનો પતો આપણને મળે છે કે નહીં એ જાણવા વાંચો આગળ…

Ad..

શ્રીદેવી સુધીર દત્ત રિવોલ્વીંગ ચેરની સામે રખાયેલી ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને બંને એકબીજાને લગભગ દસ વર્ષે મળતા હતા સુધીર દત્ત શ્રીદેવીની ખાસ સહેલી મોનિકાનો કઝિન બ્રધર હતો, અને એક વેકેશનમાં બધા ફ્રેન્ડ જ્યારે ટ્રેકિંગ કેમ્પમાં ગયાં હતાં ત્યારે સુધીરદત પણ આવ્યા હતાં અને ત્યારે બંને વચ્ચે એક સરખા વિચારોને કારણે મિત્રતા થઈ ગઈ હતી. હજી એ લોકો પોતાની મિત્રતા વિશે આગળ કંઈ ગંભીર વિચારે એ પહેલાં જ શ્રીદેવી ના પિતાએ શ્રીકાંત સાથે તેનું વેવિશાળ અને લગ્ન કરી નાખ્યું હતું. સુધીર દત્ત અન મેરીડ હતા અને હમણાં જ આ શહેરમાં આવ્યા હતાં. એમણે શ્રીદેવીના લગ્ન બાદ એ ક્યાં છે? એ જાણવાની પણ કોશિશ કરી નહોતી કરી, કારણ કે એ હવે અનીતિ અને પાપ કહેવાય એવું તે સમજતા હતાં. એમણે કહ્યું કે મેં છાપામાં શ્રીકાંતના એક્સિડન્ટના ન્યુઝ વાંચ્યા હતાં, અને હવે હું પણ તને મળવા વિચારતો હતો, એટલે કે સિમ્પથી બતાવી ને તારી સાથે રિલેશન વધારવા એવો કોઈ આશય નહોતો, પરંતુ એક વખતની મારી બેસ્ટ ફ્રેન્ડ ના દુઃખમાં સહભાગી થવાનો એક વિચાર આવ્યો હતો. પરંતુ એમ કઈ રીતે હું તારી સામે પ્રસ્તુત થાવ એ વિચારે હું મૂંઝાયેલો હતો. પરંતુ આજે હવે જ્યારે તું સામેથી આવી છે, ત્યારે હું આ કેસને બરાબર સ્ટડી કરીશ અને જો તારા પતિનું મર્ડર થયું હશે, તો હું ચોક્કસ તને આરોપી સુધી પહોંચવામાં મદદ કરીશ!

શ્રીદેવી એ કહ્યું કે હું કેટલું કેટલું તૈયાર કરીને આવી હતી. પરંતુ હવે મારે એ બધું કંઈ કહેવાની જરૂર રહેતી નથી, એવું માનું છું. એટલે મુખ્યત્વે તો ફી બાબતેની ચોખવટ કરી લઉં કે અત્યારે મારે નામે કોઈ રૂપિયા છે નહીં, તો સુધીર દત્ત એ આંખના ઇશારાથી એને કહ્યું કે ચૂપ!! એ વાત આપણા વચ્ચે આવવી જ ન‌ જોઈએ! શ્રીદેવીએ કહ્યું કે બીજી એક વાત કે હું વારંવાર તને મળવા આવીશ તો એ લોકો નાં મનમાં શંકા આવી જશે. એટલે જે કંઈ વાતચીત હશે તે આપણે ફોન દ્વારા અથવા મેસેજથી વાત કરીશું, જેથી કરીને એ લોકો સતર્ક ન થઈ જાય! પ્યુન આવીને બે કોફી મગ મૂકી ગયો, બંને જણા કોફીના ચાહક હતા અને એ વાત સુધીર દત્ત જાણતા હતાં,

ઉપરાંત શ્રીદેવી કોફી સુગર વગર લેતી હતી, અને એ પણ એકદમ ડાર્ક સ્ટ્રોંગ એટલે એનાં ટેસ્ટની કોફી જોઈ શ્રીદેવી એ કહ્યું વાહ તને હજી યાદ છે! જવાબમાં એણે એક મોહક સ્મિત વેરતાં કહ્યું જીંદગીભર તારી માટે કોફી બનાવવા તૈયાર હતો, એ તું ભૂલી ગઈ કે શું? શ્રીદેવી એ ઉઠતા ઉઠતા કહ્યું કે તો આ ડીલ ડન‌ ! અને તું મને મારા મૃત પતિની પ્રોપર્ટી પાછી અપાવીશ અને એનાં હત્યારા સુધી પહોચાડીશ! સુધીર દત્ત એ કહ્યું એકદમ ડન! તારાં જીવનનું કોઈ પણ પ્રકારનું અંધારું દૂર કરવા હું હર હંમેશ હાજર છું! શ્રીદેવી એ કહ્યું ઓકે! તો હું હવે નીકળું છું! આમ કરી એ બહાર નીકળી અને રોડ પર આવી આજુબાજુ જોઈ લીધું કે કોઈ ઓળખીતું છે તો નહીં ને! નહીં તો એ પાછાં સુરેખા ને ચાડી ખાય ! પણ કોઈ હતું નહી, એટલે એણે ઓટો રીક્ષા કરી અને ઘરે આવી, એણે જોયું તો શ્રીપાલ સુરેખા કે સિદ્ધાર્થ કોઈ હજુ આવ્યું નહોતું! સુરેખા અને સિદ્ધાર્થ તો સાથે ગયા હતા, પણ આ શ્રીપાલ ક્યાં ગયો! થોડીવાર એની ગયા વિશેની શક્યતા વિચારી પછી થયું કે જ્યાં ગયો હોય ત્યાં મારે શું! અને પછી તરત જ બોલી કે હવે એનો ટાર્ગેટ શ્રીપાલ જ હશે! કારણ કે મને જેમ ખબર પડી એમ એક બંગલામાં સાથે રહેતા હોય ત્યારે આવડી મોટી સચ્ચાઈ, કેટલો સમય છુપી રહે! એટલે જેવી એને ખબર પડશે એટલે એને મારવા વિશે વિચારશે! અને એને બિચારા શ્રીપાલ પર અનુકંપા આવી, એને થયું હું સુધીર દત્ત ને કહીશ કે એનાં રક્ષણની જવાબદારી સ્વીકારી લે, અને એની પર કોઈ જાતનો વાર ન‌ થાય એનું ખાસ ધ્યાન રાખે! એણે વિચાર્યું કે અત્યારે ફોન કરવો નથી કદાચ ને સુરેખા આઉટ હાઉસમાં ડોકિયું મારે તો એના કરતાં પછી ફોન કરીશ, આમ વિચારી તે કિચનમાં આવી આજે તે ખુશ હતી કારણ કે હવે સુધીર નો તેને સાથ મળી ગયો હતો, અને હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. અચાનક શ્રીદેવીને સ્મરણ થયું કે રામુકાકાની ઉંમર વધી ગઈ હોવાથી આઉટ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા એટલે અહીં તો હવે દરેક વસ્તુ બહુ સાચવીને કરવી પડશે, કારણ કે બધું જ ફૂટેજ સુરેખા રોજ ચેક કરશે! અચાનક એને એક વિચાર આવ્યો કે કેમેરા તોડી નાખું તો ! પણ એમ કહી કારણ તો હોવું જોઈએ ને સુરેખા જોવે અને બ્લેક આઉટ દેખાય એટલે તરત જ સમજી જાય! હજી એ કંઈ વિચારે એ પહેલા જ સામેની ભીંત પર એક ગરોળી જોઈ અને તેને કારણે મળી ગયું શ્રીદેવીને ગરોળીથી ખૂબ જ બીક લાગતી હતી, એ વાત સુરેખા જાણતી હતી એટલે ગરોળીને મારવામાં કેમેરા પર વાગી ગયું એવું એ કહી શકે! અને એણે કેમેરા પર લાકડી મારી સીસીટીવી કેમેરાનો કાચ તોડી નાખ્યો હવે નવો નખાવે નહીં ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નહોતું, અને સુરેખા વગર કારણે એમ ફૂટેજ પણ કદાચ ચેક ન કરે, તો એમ પણ થોડો ટાઈમ મળી જાય! આમ તો એને તો સીસીટીવી કેમેરા છે એ જ ખબર નહોતી.

શ્રીદેવી ફોન કરે એ પહેલાં જ સુધીર દત્તનો ફોન‌ આવ્યો અને એણે શ્રીદેવીને જે ખબર આપ્યા એ સાંભળીને શ્રીદેવીનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. સુધીર દત્ત એ કહ્યું કે સુરેખા મર્ડર કરાવી શકે એમ છે કે શ્રીપાલ એની વિશે મેં તપાસ કરાવી તો શ્રીપાલ તો એનાં ભાઈ શ્રીકાંતને આદર્શ માનતો હતો, એટલે એ તો આવું કરે જ નહીં ! પછી સુરેખા વિશે તપાસ કરાવી તો જે જાણવા મળ્યું છે એ મુજબ સુરેખાનું મૂળ નામ સ્વીટી છે, અને એ એક જાણીતી કોલગર્લ રહી ચૂકી હતી, એની મા સુરૈયા બદનામ ગલીની રહેવાસી છે, અને એ બધાં એ આટલી મોટી પ્રોપર્ટી મેળવવા માટે એક કાવત્રું રચ્યું, અને એનાં એક ભાગ રૂપે શ્રીપાલ સાથે લગ્ન કરવામાં આવ્યાં હોય એવું બની શકે! અને સિદ્ધાર્થ બહાદૂરનો ભાણેજ છે, અને એ જ સુરેખા ઉર્ફે સ્વીટી નો બોયફ્રેન્ડ છે. ઓહ આટલો ખતરનાક પ્લાન અને એ પણ સાઉન્ડ પ્રુફ કોઈ ને કાનો કાન ખબર પણ ન પડી! આ તો એ રાત્રે મને દવાની જરૂર પડી એટલે હું શ્રીપાલને જગાડવા ગઈ, અને થોડી ઘણી સચ્ચાઈ મને ખબર પડી! પછી ખૂન ભરી માંગ પીકચર પરથી મર્ડર જેવી શંકા ગઈ, પણ આટલું બધું તો ધાર્યું જ નહોતું! આગળ હવે શું શું ખતરનાક જાણવા મળશે! અને એમાં શ્રીદેવી ને ન્યાય મળશે! કે પછી એને પણ એ લોકો માર્ગનો કાટો સમજી કાઢી નાખશે! પણ ના હવે તો શ્રીદેવી એકલી ક્યાં છે! હવે તો સુધીર દત્ત એની સાથે છે! પણ શું થશે હવે આગળ! તમને શું લાગે છે! સુધીર દત્ત પોતાના પ્રેમ માટે થઈને શું કરશે એ બધું જાણવા હજી થોડું થોભો….. મને લાગે છે કે સુરેખા અને સિદ્ધાર્થ નો કંઈક બીજો પ્લાન પણ હોઈ શકે! જેમ કે બંને એ નવું નામ, અને નવું આઈડી, બનાવી રુપિયા લઈને ફોરેન ફરાર થઈ જાય!

.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે મહેલ જેવાં આલિશાન બંગલોમાં રહેવાવાળી શ્રીદેવી અચાનકથી આઉટ હાઉસમાં રહેવા આવી ગઈ, અને કોઈના બહુ મોટા ષડયંત્રનો ભાગ બન્યા હોય એવો તેને આભાસ પણ થયો. તેના પ્રતિ શ્રીકાંતનું મૃત્યુ એ કોઈ એકસીડન્ટ નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલું મર્ડર પણ હોઈ શકે છે! હોય શકે શું?; તેને તો હવે પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે થઈ ગયો હતો. કારણકે સુરેખાએ જે રીતે તેના પતિને પણ અંધારામાં રાખી અને તેના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી એ જાણ્યા પછી હવે અત્યાર સુધી વિધાતાને વિચિત્રતા સમજી આ બધું સ્વીકારી લેવાની અણી પર ઊભેલી શ્રીદેવી આત્મવિશ્વાસને પટોરી અને પોલીસ સ્ટેશનની જાય છે ત્યાં આગળ કમ્પ્લેન કરાવે છે કેસરી ઓપન કરાવી અને જાણીતા ડિટેક્ટિવ સુધીર દત્ત નું સરનામું લઈ તેની ઓફિસે પહોંચે છે, અને તેની ચેમ્બરનું ડોર ખોલતાં જ બંને જણા એકબીજા લેતું એમ આશ્ચર્ય સૂચક ઉદગાર સાથે ભેગા થાય છે, આ અંકમાં આપણે જોઈએ કે શ્રીદેવી ની શંકાને સુધીર દત્તનું સમર્થન મળે છે કે નહીં, અને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થનું આ કાવતરું છે કે આખરે આ આખી રમતમાં કોણ સૂત્રધાર છે, એનો પતો આપણને મળે છે કે નહીં એ જાણવા વાંચો આગળ…

શ્રીદેવી સુધીર દત્ત રિવોલ્વીંગ ચેરની સામે રખાયેલી ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને બંને એકબીજાને લગભગ દસ વર્ષે મળતા હતા સુધીર દત્ત શ્રીદેવીની ખાસ સહેલી મોનિકાનો કઝિન બ્રધર હતો, અને એક વેકેશનમાં બધા ફ્રેન્ડ જ્યારે ટ્રેકિંગ કેમ્પમાં ગયાં હતાં ત્યારે સુધીરદત પણ આવ્યા હતાં અને ત્યારે બંને વચ્ચે એક સરખા વિચારોને કારણે મિત્રતા થઈ ગઈ હતી. હજી એ લોકો પોતાની મિત્રતા વિશે આગળ કંઈ ગંભીર વિચારે એ પહેલાં જ શ્રીદેવી ના પિતાએ શ્રીકાંત સાથે તેનું વેવિશાળ અને લગ્ન કરી નાખ્યું હતું. સુધીર દત્ત અન મેરીડ હતા અને હમણાં જ આ શહેરમાં આવ્યા હતાં. એમણે શ્રીદેવીના લગ્ન બાદ એ ક્યાં છે? એ જાણવાની પણ કોશિશ કરી નહોતી કરી, કારણ કે એ હવે અનીતિ અને પાપ કહેવાય એવું તે સમજતા હતાં. એમણે કહ્યું કે મેં છાપામાં શ્રીકાંતના એક્સિડન્ટના ન્યુઝ વાંચ્યા હતાં, અને હવે હું પણ તને મળવા વિચારતો હતો, એટલે કે સિમ્પથી બતાવી ને તારી સાથે રિલેશન વધારવા એવો કોઈ આશય નહોતો, પરંતુ એક વખતની મારી બેસ્ટ ફ્રેન્ડ ના દુઃખમાં સહભાગી થવાનો એક વિચાર આવ્યો હતો. પરંતુ એમ કઈ રીતે હું તારી સામે પ્રસ્તુત થાવ એ વિચારે હું મૂંઝાયેલો હતો. પરંતુ આજે હવે જ્યારે તું સામેથી આવી છે, ત્યારે હું આ કેસને બરાબર સ્ટડી કરીશ અને જો તારા પતિનું મર્ડર થયું હશે, તો હું ચોક્કસ તને આરોપી સુધી પહોંચવામાં મદદ કરીશ! શ્રીદેવી એ કહ્યું કે હું કેટલું કેટલું તૈયાર કરીને આવી હતી. પરંતુ હવે મારે એ બધું કંઈ કહેવાની જરૂર રહેતી નથી, એવું માનું છું. એટલે મુખ્યત્વે તો ફી બાબતેની ચોખવટ કરી લઉં કે અત્યારે મારે નામે કોઈ રૂપિયા છે નહીં, તો સુધીર દત્ત એ આંખના ઇશારાથી એને કહ્યું કે ચૂપ!! એ વાત આપણા વચ્ચે આવવી જ ન‌ જોઈએ! શ્રીદેવીએ કહ્યું કે બીજી એક વાત કે હું વારંવાર તને મળવા આવીશ તો એ લોકો નાં મનમાં શંકા આવી જશે. એટલે જે કંઈ વાતચીત હશે તે આપણે ફોન દ્વારા અથવા મેસેજથી વાત કરીશું, જેથી કરીને એ લોકો સતર્ક ન થઈ જાય! પ્યુન આવીને બે કોફી મગ મૂકી ગયો, બંને જણા કોફીના ચાહક હતા અને એ વાત સુધીર દત્ત જાણતા હતાં, ઉપરાંત શ્રીદેવી કોફી સુગર વગર લેતી હતી, અને એ પણ એકદમ ડાર્ક સ્ટ્રોંગ એટલે એનાં ટેસ્ટની કોફી જોઈ શ્રીદેવી એ કહ્યું વાહ તને હજી યાદ છે! જવાબમાં એણે એક મોહક સ્મિત વેરતાં કહ્યું જીંદગીભર તારી માટે કોફી બનાવવા તૈયાર હતો, એ તું ભૂલી ગઈ કે શું? શ્રીદેવી એ ઉઠતા ઉઠતા કહ્યું કે તો આ ડીલ ડન‌ ! અને તું મને મારા મૃત પતિની પ્રોપર્ટી પાછી અપાવીશ અને એનાં હત્યારા સુધી પહોચાડીશ! સુધીર દત્ત એ કહ્યું એકદમ ડન! તારાં જીવનનું કોઈ પણ પ્રકારનું અંધારું દૂર કરવા હું હર હંમેશ હાજર છું! શ્રીદેવી એ કહ્યું ઓકે! તો હું હવે નીકળું છું! આમ કરી એ બહાર નીકળી અને રોડ પર આવી આજુબાજુ જોઈ લીધું કે કોઈ ઓળખીતું છે તો નહીં ને! નહીં તો એ પાછાં સુરેખા ને ચાડી ખાય ! પણ કોઈ હતું નહી, એટલે એણે ઓટો રીક્ષા કરી અને ઘરે આવી, એણે જોયું તો શ્રીપાલ સુરેખા કે સિદ્ધાર્થ કોઈ હજુ આવ્યું નહોતું! સુરેખા અને સિદ્ધાર્થ તો સાથે ગયા હતા, પણ આ શ્રીપાલ ક્યાં ગયો! થોડીવાર એની ગયા વિશેની શક્યતા વિચારી પછી થયું કે જ્યાં ગયો હોય ત્યાં મારે શું! અને પછી તરત જ બોલી કે હવે એનો ટાર્ગેટ શ્રીપાલ જ હશે! કારણ કે મને જેમ ખબર પડી એમ એક બંગલામાં સાથે રહેતા હોય ત્યારે આવડી મોટી સચ્ચાઈ, કેટલો સમય છુપી રહે! એટલે જેવી એને ખબર પડશે એટલે એને મારવા વિશે વિચારશે! અને એને બિચારા શ્રીપાલ પર અનુકંપા આવી, એને થયું હું સુધીર દત્ત ને કહીશ કે એનાં રક્ષણની જવાબદારી સ્વીકારી લે, અને એની પર કોઈ જાતનો વાર ન‌ થાય એનું ખાસ ધ્યાન રાખે! એણે વિચાર્યું કે અત્યારે ફોન કરવો નથી કદાચ ને સુરેખા આઉટ હાઉસમાં ડોકિયું મારે તો એના કરતાં પછી ફોન કરીશ, આમ વિચારી તે કિચનમાં આવી આજે તે ખુશ હતી કારણ કે હવે સુધીર નો તેને સાથ મળી ગયો હતો, અને હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. અચાનક શ્રીદેવીને સ્મરણ થયું કે રામુકાકાની ઉંમર વધી ગઈ હોવાથી આઉટ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા એટલે અહીં તો હવે દરેક વસ્તુ બહુ સાચવીને કરવી પડશે, કારણ કે બધું જ ફૂટેજ સુરેખા રોજ ચેક કરશે! અચાનક એને એક વિચાર આવ્યો કે કેમેરા તોડી નાખું તો ! પણ એમ કહી કારણ તો હોવું જોઈએ ને સુરેખા જોવે અને બ્લેક આઉટ દેખાય એટલે તરત જ સમજી જાય! હજી એ કંઈ વિચારે એ પહેલા જ સામેની ભીંત પર એક ગરોળી જોઈ અને તેને કારણે મળી ગયું શ્રીદેવીને ગરોળીથી ખૂબ જ બીક લાગતી હતી, એ વાત સુરેખા જાણતી હતી એટલે ગરોળીને મારવામાં કેમેરા પર વાગી ગયું એવું એ કહી શકે! અને એણે કેમેરા પર લાકડી મારી સીસીટીવી કેમેરાનો કાચ તોડી નાખ્યો હવે નવો નખાવે નહીં ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નહોતું, અને સુરેખા વગર કારણે એમ ફૂટેજ પણ કદાચ ચેક ન કરે, તો એમ પણ થોડો ટાઈમ મળી જાય! આમ તો એને તો સીસીટીવી કેમેરા છે એ જ ખબર નહોતી.

શ્રીદેવી ફોન કરે એ પહેલાં જ સુધીર દત્તનો ફોન‌ આવ્યો અને એણે શ્રીદેવીને જે ખબર આપ્યા એ સાંભળીને શ્રીદેવીનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. સુધીર દત્ત એ કહ્યું કે સુરેખા મર્ડર કરાવી શકે એમ છે કે શ્રીપાલ એની વિશે મેં તપાસ કરાવી તો શ્રીપાલ તો એનાં ભાઈ શ્રીકાંતને આદર્શ માનતો હતો, એટલે એ તો આવું કરે જ નહીં ! પછી સુરેખા વિશે તપાસ કરાવી તો જે જાણવા મળ્યું છે એ મુજબ સુરેખાનું મૂળ નામ સ્વીટી છે, અને એ એક જાણીતી કોલગર્લ રહી ચૂકી હતી, એની મા સુરૈયા બદનામ ગલીની રહેવાસી છે, અને એ બધાં એ આટલી મોટી પ્રોપર્ટી મેળવવા માટે એક કાવત્રું રચ્યું, અને એનાં એક ભાગ રૂપે શ્રીપાલ સાથે લગ્ન કરવામાં આવ્યાં હોય એવું બની શકે! અને સિદ્ધાર્થ બહાદૂરનો ભાણેજ છે, અને એ જ સુરેખા ઉર્ફે સ્વીટી નો બોયફ્રેન્ડ છે. ઓહ આટલો ખતરનાક પ્લાન અને એ પણ સાઉન્ડ પ્રુફ કોઈ ને કાનો કાન ખબર પણ ન પડી! આ તો એ રાત્રે મને દવાની જરૂર પડી એટલે હું શ્રીપાલને જગાડવા ગઈ, અને થોડી ઘણી સચ્ચાઈ મને ખબર પડી! પછી ખૂન ભરી માંગ પીકચર પરથી મર્ડર જેવી શંકા ગઈ, પણ આટલું બધું તો ધાર્યું જ નહોતું! આગળ હવે શું શું ખતરનાક જાણવા મળશે! અને એમાં શ્રીદેવી ને ન્યાય મળશે! કે પછી એને પણ એ લોકો માર્ગનો કાટો સમજી કાઢી નાખશે! પણ ના હવે તો શ્રીદેવી એકલી ક્યાં છે! હવે તો સુધીર દત્ત એની સાથે છે! પણ શું થશે હવે આગળ! તમને શું લાગે છે! સુધીર દત્ત પોતાના પ્રેમ માટે થઈને શું કરશે એ બધું જાણવા હજી થોડું થોભો….. મને લાગે છે કે સુરેખા અને સિદ્ધાર્થ નો કંઈક બીજો પ્લાન પણ હોઈ શકે! જેમ કે બંને એ નવું નામ, અને નવું આઈડી, બનાવી રુપિયા લઈને ફોરેન ફરાર થઈ જાય!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

Ad.

પીએમ મોદી 12મી માર્ચે ગુજરાત આવશે, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટનો આરંભ કરાવશે

0

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે. સાબરમતી નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના મહાત્મા ગાંધીએ ઉભા કરેલા આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની મુલાકાતે આવનાર વિશ્વભરના સહેલાણીઓ અને ભારતની આઝાદીની ચળવળ પાછળનો ઇતિહાસ અને મહાત્મા ગાંધીના સંઘર્ષ સાથે તેમના જીવન કવનને જોઈ શકે તેમજ સમજી શકે તે માટે હાઇટેક સુવિધા સાથે સમગ્ર આશ્રમ પરિસરનું રી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના 17મી જૂન 1917માં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીજીએ કરી હતી. જ્યારે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ 10મી મે 1963માં બનાવવામાં આવ્યું હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે તેમણે આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. આશ્રમમાં ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, કે જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતા ભવ્ય કદના આઠ પેઈન્ટિંગ્સ અને 250 કરતાં પણ વધારે તસવીરો સામેલ છે. આ આશ્રમમાં વર્ષે સાત લાખ મુલાકાતી આવે છે જે આંકડો રિડેવલપમેન્ટ પછી 50 થી 70 લાખ સુધી લઇ જવાનો લક્ષ્‍યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રમમાં ગાંધીજી 1917 થી 1930 સુધી રહ્યાં હતા. ગાંધીઆશ્રમના મૂળ સ્થાપિત ચાર્લ્સ કોરિયા હતા.
આશ્રમ પાસે આવેલી ગૌશાળા અને અન્ય જગ્યાએ ખેતરો છે ત્યાં રાણીપ બ્રીજ પાસે નવું બાંધકામ શરૂ કરાશે. આ કામગીરી પાછળ 225 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહત્વની બાબત એવી છે કે આશ્રમ પાસે 1947 પહેલાની જે ઇમારતો છે તેને યથાવત રાખી હેરીટેજ રિસ્ટોરેશન કરાશે.
સાબરમતી આશ્રમ ટ્રસ્ટની પાંચ ઓફિસો છે તેને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઓફિસોમાં હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, સ્કૂલ, પીટીસી સ્કૂલ અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. આશ્રમને ડેવલપ કરવા માટે બિમલ પટેલને કામગીરી સોંપવામાં આવી છે કે જેમણે દિલ્હીના પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇન બનાવી છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ

  • આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડક્લાસ બનાવાશે.
  • 1200 કરોડનો ખર્ચ
  • 5 મ્યુઝિયમ
  • 1 અદ્યતન લાયબ્રેરી
  • આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
  • આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
  • સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
  • આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
  • હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે
  • ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
  • હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
  • હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે
  • Ad..

વિધાતાની વિચિત્રતા!

0

ગયા અંકમાં આપણે જોયું કે સામાન્ય ઘરમાંથી શ્રીધર શેઠને શ્રીદેવીનાં પગલાંથી બંગલો થયો, અને વળી પાછી શ્રીદેવી બંગલામાંથી આઉટ હાઉસમાં આવી ગઈ. વિધાતાની આ વિચિત્રતા છે કે શું છે? એ તેને સમજાતું નહોતું. પરંતુ તેની તમામ ઇન્દ્રિયો અત્યારે મમતાથી મજબૂર હતી, અને સાર્થક સિવાય તેને કંઈ દેખાતું નહોતું! શ્રીદેવી હવે શું ચૂપ રહેશે! કે લીગલી દત્તક લીધેલા સાર્થકને મેળવવા માટે કંઈક કરશે! આ બંગલો અને તેના પતિની પ્રોપર્ટી તેની દેરાણી સુરેખા ચાલ રમીને ઝડપી ગઈ છે, શું તે તેની પાસેથી પાછી મેળવી શકશે? અને આ બધામાં એક એવું સત્ય છે, જે શ્રીદેવી જાણશે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જશે! અને તેને પણ એમ થઈ જશે કે આટલી ખરાબ તો મેં સુરેખા ને ધારી જ નહોતી! તો આગળના અંકમાં જોઈએ હવે શ્રીદેવી શું કરે છે તે!

AD.

મર્સિડીઝમાં બેસીને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થ બંને શ્રીદેવીની આંખ સામેથી પસાર થઈ ગયાં બગીચાના ઉજ્જડ છોડને જોઈને, તેને ખૂબ લાગી આવ્યું,પણ પછી મનોમન ફિલોસોફી કરતાં એ બોલી કે મારા જીવનનો છોડ જ બળીને ખાખ થવા જઈ રહ્યો છે! એટલે આટલું બધું કડવું સત્ય હવે મારે સ્વીકારવું જ પડશે, કારણ કે સાર્થકમાં મારા પ્રાણ વસે છે. શ્રીદેવી આઉટ હાઉસમાં પ્રવેશ કરે છે. એને થયું કે સારું થયું કે જ્યારે બંગલોના આઉટ હાઉસ બનાવવાની વાત થઈ, ત્યારે પોતે જ કહ્યું હતું, કે રામુ કાકા આપણાં ઘરની આટલાં વર્ષથી સેવા કરે છે, કારણ કે શ્રીકાંત અને શ્રીપાલના માતા તો એ લોકો બહુ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતાં, એટલે શ્રીધરાયે રામુકાકાને રાખ્યા હતાં. પુરુષ માણસ એકલું ઘરમાં હોય, એટલે કોઈ સ્ત્રી કામ બાંધવા તૈયાર નહોતી. પરંતુ રામુકાકા પોતે પણ એક વિધૂર હતાં, અને ઉપરથી નિઃસંતાન હતાં, એટલે એમને એવી કોઈ જવાબદારી પણ નહોતી. શ્રીકાંત અને શ્રીપાલમાં જ તેમણે પોતાના સંતાનનો ભાવ રાખી તેમનો ઉછેર કર્યો હતો. એટલે શ્રીદેવીએ બે રૂમ રસોડાનું વ્યવસ્થિત આઉટ હાઉસ બનાવ્યું હતું જેમાં ફ્રીજ ટીવી થી માંડીને તમામ નાની મોટી સગવડતાઓ હતી, બેસવા ને ખુરશી અને સુવા ને પલંગ પણ હતો તેમજ રસોડામાં પણ ગેસ હતો. આમ તો રામુકાકા બંગલોના રસોડામાં જ જમતાં, પરંતુ ક્યારેક કંઈ ખાવા પીવાનું મન થાય એ હિસાબે ગેસ પણ અહીં ગોઠવ્યો હતો. ત્યારે તો એવું ધાર્યું એ નહોતું કે પોતાને અહીં જ રહેવું પડશે!

AD.

શ્રીદેવી એ અંદર આવીને મનમાંથી આ સંતાપ દૂર કરવાં, મનોરંજન માટે ટીવી ચાલુ કર્યું, ગઈકાલે રાત્રે પણ તેણે એક ફિલ્મ જોઈ હતી. ટીવી ચાલું કરી એ ચેનલો બદલતી હતી, પણ એનું મન લાગે એવો કોઈ પ્રોગ્રામ કે ફિલ્મ આવતું ન હતું, છેલ્લીવાર ચેનલ બદલતા જ એણે અભિનેત્રી રેખા ને જોઈ! તો એને થયું કે આ ફિલ્મ સારી હશે એમ કરી એણે ચાલુ રાખ્યું તો, ખૂન ભરી માંગ એ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી હતી. ફિલ્મમાં અભિનેતા કબીર બેદીનો અભિનય જોઈ એને ધૃણા થઈ આવી, તેમજ સોનુવાલિયા પ્રત્યે પણ નફરત થઈ ગઈ,અને મનોમન બોલી પણ ખરી કે કેવાં કેવાં માણસો થાય છે! જેને માણસ કહેવું પણ યોગ્ય નથી. રૂપિયા પૈસાના લોભમાં માણસ કેટલો નીચે જઈ શકે છે, શું એની કોઈ સીમા જ નથી? આમ વિચારતી હતી ત્યાં જ એના મગજમાં એક ઝબકારો થયો, અને એને થયું કે શ્રીકાંત તો રોજ સેલ્ફ ડ્રાઇવ કરીને જતાં હતાં, અને આવતા હતાં. આટલા લાંબા સમયથી એમની પાસે મર્સિડીઝ કાર છે, સીટ બેલ્ટ બાંધવાનું એ ક્યારેય ચૂકતા નથી, અને કોઈ દિવસ 80 થી ઉપર ગાડી ચલાવતા નથી, તો પછી એ દિવસે અચાનક એક્સિડન્ટ શું કામ થયો! શું એની પાછળ પણ કોઈનો હાથ છે?; અને હવે સુરેખાની અસલિયત તેની સામે હોવાથી, આ વિચાર પર તેનું મન વધુ ઢાળતું હતું. શ્રીદેવીને થયું કે સુરેખા ગમે તે કરી શકે એમ છે કારણ કે પુરા 50 કરોડની પ્રોપર્ટીની માલિક થવાની લાલસા એના મનમાં બેસી ગઈ હતી, અને શ્રીકાંત હોય ત્યાં સુધી એ શક્ય નહોતું. શ્રીપાલમાં તો એટલી આવડત હતી જ નહીં કે, આટલા રૂપિયા કમાઈ શકે! આ ઉપરાંત શ્રીપાલ સાથે તો તેણે માત્ર આ બધા રુપિયા મેળવવા જ લગ્ન કર્યા હતાં. એટલે શ્રીકાંતનું પણ આ રીતે મર્ડર કરાવી, એને એક્સિડન્ટમાં ખપાવવાની યોજના સુરેખા ના ખતરનાક મગજની નીપજ હોઈ શકે ખરી! એક બાજુ મમતા રોતી હતી, તો બીજી બાજુથી સુહાગન સ્ત્રી પોતાના ભલા ભોળા પતિના અપમૃત્યુ બદલ રડતી હતી. એને થયું કે, ના સુરેખાને આ રીતે માફ ન કરાય! હરગીઝ નહીં! એણે મારા ઘરને ઉજ્જડ કર્યું છે, અને પ્રોપર્ટી માટે નહીં પણ સાર્થક અને શ્રીપાલ બંનેનું જીવન પણ એ બરબાદ કરી શકે તેમ છે. આટલા બધા રૂપિયો‌ પણ તે આવા જ બીજા વ્યાભિચારના માટે વાપરે, તો એ સમાજ માટે પણ ખતરનાક સાબિત થાય! માટે મારે તેને રોકવી જ પડશે. સાર્થક મારા પ્રારબ્ધમા લખાયો હશે, તો મને મળશે! પણ મારા પતિનાં હત્યારાને હું આમ ખુલેઆમ ફરવા દઈ શકું નહીં!

AD.

શ્રીદેવી પોતાના પતિના એક્સિડન્ટનાં સ્થળે જાય છે, અને જુએ છે કે, એક્સિડન્ટની શક્યતા કેટલી હતી? અને મર્ડરની શક્યતા કેટલી હતી? સાવ સીધો રોડ હતો, અને પ્રમાણમાં એટલો ટ્રાફિક પણ અહીં રહેતો નહોતો, એટલે સાવ સમજી શકાય કે એકસીડન્ટની શક્યતા નહિવત હતી. તે ત્યાંથી સીધી જ પોલીસ સ્ટેશને જાય છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત રાણાને જણાવે છે કે, મને શ્રીકાંત શ્રોફના એક્સિડન્ટ બાબતે શંકા છે, એટલે કે મને એવું લાગે છે કે, મારા પતિનો એક્સિડન્ટ નહીં પણ, મર્ડર કરાયું છે. ઇન્સ્પેક્ટર હેમંત રાણા શ્રીદેવીને પૂછે છે કે, એમ એક મહિના બાદ તમને અચાનક કેમ એમ થયું કે, તમારા પતિનું મર્ડર થયું હશે? શ્રીદેવી તેને આખી વાત સમજાવતા કહે છે કે, મારા જ ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવી છે, એટલે અમને બંનેને અમારાં જ ઘરમાંથી આટલા ટૂંકા ગાળામાં કોઈ કાઢે! તો શંકા તો થાય જ ને! એણે હજી પૂરેપૂરું સત્ય એટલે કે સુરેખા આની પાછળ કારણભૂત છે એવું કહ્યું નહીં! કારણકે જાણતી હતી કે સુરેખા પાછળ છુપાઈને વાર કરનાર માંથી છે, એટલે જો સીધું નામ દઈ દઈશ, તો પોતાને પણ મરાવાના ચાન્સ વધી જાય, અને હજી કોઈ ઠોસ સબુત તેની પાસે હતું નહીં, એટલે તે આવા વેરથી બચવા માંગતી હતી. એણે ઇન્સ્પેક્ટર હેમંત રાણાને કહ્યું કે, હવે તો મારી પાસે એટલી પ્રોપર્ટી નથી, પરંતુ હું કોઈ સારા ડિટેક્ટીવને હાયર કરવા માગું છું, કારણ કે મારા પતિએ પાઇપાઇ ભેગી કરી અને ધંધાને અહીં સુધી પહોંચાડ્યો છે,એ હું કેમ એ કરીને કોઈ અન્યનાં હાથમાં જવા દઈ શકું નહીં! હેમંત રાણા શ્રીદેવીને ભરોસો આપતા કહ્યું કે, ડિપાર્ટમેન્ટ પોતાનું કામ પૂર્ણ ઈમાનદારીથી કરશે, અને આપે કહ્યું તેમ જો એક્સિડન્ટ નહીં પણ મર્ડર હશે તો, આ ડીપાર્ટમેન્ટ આરોપીને પૂરેપૂરી સજા કરાવવામાં પણ આપની સાથે રહેશે. મારી સાથે જેને કોલેજકાળથી મિત્રતા છે, એવા સુધીર દત્ત એક બહુ સારા ડિટેક્ટિવ છે, તમે ચાહો તો એની મદદ લઈ શકો છો! પરંતુ ફી વિશે અત્યારથી હું કંઈ કહી શકું નહીં! ગરીબી માંથી ઉપર આવ્યો છે, અને રૂપિયા ને કારણે ઘણા ફટકા ખાધા છે, એટલે એણે જમાનાને ચેલેન્જ કરી છે કે, રૂપિયા તો ભેગા કરીને જ રહીશ! અને આજે રુપિયા નથી એટલે ધુત્કારો છો, કાલ પડવા દ્યો રુપિયાનો ઢગ ન ખડકી દઉં તો મારું નામ બદલી નાખજો! અને પછી તમે બધા મારા જ પગે પડતાં આવશો. એટલે રુપિયા બાબતની વાત તમે એની સાથે જ ડિસ્કસ કરી લેજો. શ્રીદેવીએ કહ્યું કે! એ બાબત આપ નિશ્ચિત રહેજો, પરંતુ મારી શરતે છે કે હું કેસ સોલ્વ થઈ જાય પછી જ પૂરાં રૂપિયા આપી શકીશ, અત્યારે તો બુક કરવા માટે જે એડવાન્સ દેવાતું હોય, એટલું જ આપી શકીશ! ઇન્સ્પેક્ટર હેમંત રાણાનો આભાર માન્યો, અને પ્રાઇવેટ ડિટેક્ટર સુધીર દત્તનો નંબર ઇન્સ્પેક્ટર પાસેથી એણે લીધું. હવે તેને સાંજના 5:00 વાગ્યાની રાહ હતી, કારણ કે એણે ફોન કરીને જાણી લીધું હતું, અને પ્રાઇવેટ ડિટેક્ટર સુધીર દત્ત સાહેબે તેને પાંચ વાગ્યે મળવા આવવાનો સમય બતાવ્યો હતો.

AD.

શ્રીદેવી અતિતને ફંફોસી રહી હતી, કારણ કે ડિટેક્ટર સુધીર દત્ત એ નામ તેના જહેનમા પણ ઘુમરાતુ હતું. એને કોણ જાણે કેટલાય સવાલો કરશે, અને પોતાની શંકાને દ્રઢ બનાવી શકાય, એવી કોઈ ઘટના હોય તો એ જણાવી શકાય. આમ તો કહેવત જેવું જ હતું એટલે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ બારણાં માં! એણે યાદ કર્યું કે સુરેખા અને શ્રીપાલનાં લગ્ન થયાં, ત્યારે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. શેઠ શ્રીધરરાય પણ જીવતાં હતાં, અને બધાં ભેગાં જ રહેતા હતા. શ્રીદેવીને આપેલા ખાનદાની કંગન જોઈ એકવાર સુરેખાએ કહ્યું હતું દીદી, તમે તો આ કંગન બહુ વાર પહેર્યા, હવે મારો વારો છે. ત્યારે શ્રીદેવી કાઢવાં જતી હતી, પરંતુ શ્રીકાંત અને શ્રીધરશેઠે ના પાડી, અને કહ્યું એની પર તમારો જ હક છે! સુરેખા ને જોઈતા હશે તો આપણે બીજા કંગન અપાવીશું! પરંતુ એણે એ જ કંગનની જીદ કરી હતી, અને તેને કંગન આપવા પડ્યાં હતા,આમ એકપછી એક એણે એની પાસેથી ઘણું લઈ લીધું હતું. ઘણીવાર મર્યાદા ચૂકી ને બોલી હોય એવું પણ બન્યું હતું, એટલે કે બાપુજી અને શ્રીકાંતને તે મોઢામોઢ કહી દેતી હતી,કે પોતાના પતિમાં એટલી આવડત ન હોવાથી શું મારે દબાઈને જીવવાનું છે? આવું તો એ કેટલુંય ઘણીવાર બોલી હતી! આ ઉપરાંત ધંધાની આવક બાબત એણે ક્યારેય શ્રીકાંત ને પુછ્યુ નહોતું, પણ સુરેખા બધું જ જાણી લેતી! અને એકવાર શ્રીકાંત પોતાના જન્મ દિવસ પર રીયલ ડાયમંડનો નેકલેસ લઈ આવ્યાં, ત્યારે તો ઘર માથે લીધું! કે રુપિયા બાપુજીનાં છે, અને એની પર બેય દીકરાનો સમાન અધિકાર છે! મારી માટે આવો જ રીયલ ડાયમંડનો નેકલેસ લાવવો પડશે, નહીં તો હું દીદી નો પણ નહીં રાખવા દઉં! શ્રીકાંત ને એટલાં જ બીજા રૂપિયા ત્યારે સ્પેરમા ન હોવાથી એણે એ નેકલેસ પાછો આપી દીધો હતો. શ્રીદેવી વિચારતી હતી કે આવું તો કેટલુંય નીકળશે, શું કામ ને આ બધું! આમ તો દફનાયેલો ઈતિહાસ કોતરી ને દુઃખી જ થવાનું છે! જે નથી એની માટે થઈને જે છે એને દુઃખી કરવાનાં! શ્રીદેવી ને લાગ્યું એનું મન નબળું પડી જશે એટલે એ ઉભી થઇ, અને બીજા કામમાં પ્રવૃત થઈ ગઈ. એણે મનને ફ્રેશ કરવા કોફી બનાવી,અને એ કોફી પીતી હતી, ત્યાં એની નજર ઘડિયાળ પર પડી, એણે જોયું એમાં સાડા ચાર થયાં છે! એ તરત જ પર્સ લઈને બહાર નીકળી,અને એણે ઓટો રીક્ષા કરી. એ વિચારતી હતી કે મર્સિડીઝમાં ફરવા વાળી પોતે આજ ઓટોરીક્ષામાં ફરે છે, વાહ રે ઈશ્વર !! વાહ રે વિધાતા!! અને ઓટોરીક્ષા ડીટેક્ટિવ સુધીર દત્તની ઓફીસ તરફ ચાલવા લાગી.

AD..

બરાબર પાંચમાં પાંચે શ્રીદેવીની રીક્ષા સુધી દત્તની ઓફિસ સામે ઊભી હતી, એણે રિક્ષાવાળાને ભાડું ચૂકવ્યું, અને તે ડિટેક્ટિવ સુધીર દત્ત સાહેબની ઓફિસમાં પ્રવેશી. રિસેપ્શન પર પોતાનું નામ લખાવી, અને તે બેઠી. અંદાજે 10 મિનિટમાં એનું નામ એનાઉન્સ થયું, અને તે ડિટેક્ટિવ સુધીર દત્ત ચેમ્બરને નોક કરી અને પૂછી રહી હતી,” મે આઈ કમિંગ સર? સુધીર દત્તે પોતાની આંખને ઝીણી કરી અને બંને જણા એક સાથે બોલ્યાં, લે તું!!

શું હશે શ્રીદેવી અને સુધીર દત્ત વચ્ચે સંબંધ? બંને જણા કોલેજકાળમાં સાથે ભણતા હશે? કે પછી સુધીર દત્ત શ્રીદેવી નો એક્સ બોયફ્રેન્ડ હશે? કે કઝીન બ્રધર હશે? કે પછી નેબર હશે? શું સુધીર દત્ત શ્રીદેવીની શંકા ને સત્ય સાબિત કરી શકશે? એટલે કે શ્રીકાંતના હત્યારા ને શોધી શકશે? સુરેખા ને સજા કરાવી શકશે? ઓહોહો કેટલાં પ્રશ્ન! એ બધાના આપ સૌની વિચારશક્તિથી બહાર ના જવાબ જાણવા હજી થોડું થોભો!: આવતા અંકમાં આપ સૌના આ તમામ સવાલોના જવાબ અને હજી કંઈક વધુ ઘેરુ રહસ્ય સુરેખા ના જીવન વિશે નીકળી શકે તેમ છે! શું તમારા લોકોનું પણ એવું જ માનવું છે? શ્રીદેવી કહે છે, શું? શું? શું? ના! ના! ના! સાવ એવું પણ ન હોય….અને ડીટેક્ટિવ સુધીર દત્ત કહે છે કે એવું જ છે! આખરે શું કહેવા માગે છે સુધીર દત્ત? …….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિકાસ કામને વેગ: કપરાડા વિધાન સભાના પારડી તાલુકાના ગામો મા રુ.6 કરોડ 55 લાખ ના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.

0

ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ વિકાસના કાર્યો કરી રહી છે.

ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંબાચ, ડુમલાવ, રોહીણા પારડી તાલુકાના અન્ય ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો રોડ માટેનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અંદાજીત 6.55 કરોડના ખર્ચે રોડ નવા બનાવવામાં આવશે. ગ્રામજનો માંગણી હતી. આસપાસ ગામો જેવા કે, બરઇ, ગોયમા, તરમાલિયા,અંભેટી, સુખાલા, જેવા આસપાસના ગામના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે સારા રોડની સુવિધાઓ મળશે,ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સારા રોડ થવાથી માર્કેટમાં અવરજવર ફાયદો થશે.

ગ્રામ્ય વિસ્તારના અંબાચ બાવીસા ફ .થી ઠાકોરભાઈ અને કીકુભાઈના મહોલ્લા નો રોડ.રુ.60લાખ, રઘુજી ફ.જોઈનીગ અંબાચ પાથરપુજા રોડ રુ.65લાખ , ડુમલાવ ભવાનીમાતા મંદિરથી તાડ ફ.નાનચંદ ફ..દેસાઇ ફ. રોડ રૂપિયા 1 કરોડ 30 લાખ, ઉદવાડા રોહીણા રોડથી તરમાલીયા ભગત ફ રોડ રુ.1કરોડ 5 લાખ, રોહીણા દીપમાડ ફ .રોડ રુ.80 લાખ,
રોહીણા.બરઈ,ગોઈમા. સાદડવેરી સુખાલા રોડ રુ.2 કરોડ15 લાખ.મળી કુલ.રુ. 6 કરોડ 55 લાખ ના 16.5 કિલોમીટરના રસ્તા ના ખાતમુહૂર્ત ધારાસભ્ય અને માજીમંત્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઇ પટેલ,ગોઈમા જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર પટેલ,અંબાચ જિ.પંચાયત સભ્ય મિત્તલબેન પટેલ, પારડી તા.પં.કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,ના હસ્તે કરવામા આવ્યા..

ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે, બધાનાં સહકારથી વિકાસના કામો થઈ રહ્યા છે. ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યોની જવાબદારી છે કે પ્રજાને વધારેમાં વધારે સુવિધા કેવી રીતે મળી શકે અને એને કેમ વધારે આપણે લાભ આપી શકે તે કામ આપણે સૌ બધાએ કરવાનું માટે જણાવ્યું હતુ.
રોડ,પાણી,લાઈટ,આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે બાકી રહેલ તમામ કામો ભાજપ ના શાસન મા પૂર્ણ કરવાની ખાત્રી આપી આગામી લોકસભાની ચુટણીમા સૌ એકજુથ થઇ ભાજપ ને મતદાન કરવાની હાકલ કરી હતી.

આ પ્રસંગે જીતેશભાઈ,વિજયભાઇ પટેલ, સંગઠન ઉપાધ્યક્ષ રાજુભાઈ આહીર, દિક્ષાંતભાઈ પટેલ, યુવા મોરચા મહામંત્રી ખેરલાવ સરપંચ મયંકભાઈ પટેલ, ડુમલાવ સરપંચ.પ્રકાશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ચંદુભાઈ પટેલ અંબાચ સરપંચ મનિષાબેન પટેલ,બરઈ સરપંચ અશોકભાઈ ડેપ્યુટી સરપંચ બાબુભાઈપટેલ. ગોઈમા સરપંચ જયોતિબેન મિતેશભાઈ પટેલ, રોહીણા સરપંચ રવિન્દભાઇ પટેલ તમામ ગામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યા મા કાર્યકર્તા ઉપસ્થિત રહી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Ad..

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે ?

0

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે ?

1 કરોડ પરિવાર ના ઘરે લાગશે સોલર પેનલ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે તેના માટે જરૂરી દસ્તાવેજો શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? આ બધી વસ્તુ જાણવા માટે તમે આ લેખને અંત સુધી વાંચજો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે ?
પીએમ સૂર્યોદય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે જેમાં દેશના કુલ 1 કરોડ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર ના ઘરની છત ઉપર સોલાર લગાવવામાં આવશે જેની મદદથી તે પરિવારના વીજળીના બિલમાં ઘટાડો અને વીજળી પૂરતી માત્રા માં મળી રહે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

યોજના..
યોજના નું નામ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર
યોજના ક્યારે શરૂ કરવામાં આવી બ22 જાન્યુઆરી 2024 લાભાર્થી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર મળવાપાત્ર સહાય ઘર ની છત પર સોલર આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.

યોજના માટે કોણ લાભ લઈ શકે…
આ યોજના માટે અરજી કરવા માટે, કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે.અરજદારો ભારતના વતની હોવા જોઈએ,
અરજદાર પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
ઉપરોક્ત તમામ યોગ્યતાઓને પૂર્ણ કરીને, તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ના ફાયદા માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારના ઘરોની છત ઉપર સોલાર લગાવવામાં આવશે.વીજળીના બિલમાં બચત થશે 24 કલાક વીજળી મળી રહેશે.
પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ સરકાર દ્વારા સબસીડી પણ મળશે 25 વર્ષ સુધી સોનાર પેનલ માટે તમારે મેન્ટેનન્સ ની જરૂર પડતી નથી.

જરૂરી ડોક્યુમેંટ્સ
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.ઘર વેરા રસીદ
આધાર કાર્ડ
વીજળી બિલ
કૅન્સલ ચેક
રેશન કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
ઇમેઇલ id – મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે 30 દિવસ ની અંદર સબસીડી ની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરશે.

Ad.

ગજબની હોય છે વિધાતાની વિચિત્રતા!

0

શ્રીદેવી પોતાના જ બંગલાના આઉટ હાઉસમાં ઉભી ઉભી બંગલા સામે જોઈને વિચારતી હતી કે, ગજબની હોય છે વિધાતાની વિચિત્રતા! હજી ગઈ કાલ સુધી આ તમામ લોકો મને સલામ કરતા હતાં, અને આજે હું એ જ ઘરની બહાર ભિક્ષુક થઈને રહું છું. કોઈ એક કામ માટે મારી નજર કાફી હતી, એમ નોકર ચાકર મારી આગળ પાછળ દોડાદોડ કરતા હતાં, ત્યાં આજે મારે‌ જ કામ કરવાનું આવ્યું. એ બધું પણ ઠીક છે, પરંતુ દુનિયામાં કેવાં કેવાં લોકો વસતા હોય છે, અને પોતાનું કોઈ જ્યારે વિશ્વાસઘાત કરે, ત્યારે આપણને વિશ્વાસ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ શું થાય! હવે જેવી જેની સાથે લેણાદેવી, કે વિધાતા કહો, કે પછી અતિ વિશ્વાસ રાખવાનું પરિણામ કહો, કે પછી કોઈ પૂર્વ જન્મના કર્મનું ફળ મળ્યું હોય! જે હોય તે પરંતુ વાસ્તવિકતા એ છે કે,

AD…

ગઈકાલની શ્રીદેવી અને આજની શ્રીદેવીમાં ઘણો તફાવત આવી ગયો છે, અને તેણે તે સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. એની નજર સામે જ એની મર્સિડીઝ કારમાં એ લોકો પસાર થયાં, અને વળી પાછા શ્રીદેવી એટલે કે પોતાની સામે તુચ્છ નજરે જોતા પણ ગયાં, જાણે કે હજી પણ એમને હું ખટકતી હોઉં તેમ જ લાગે છે. શ્રીદેવીની નજર બગીચા પર જાય છે, કેટલો ઉજ્જડ થઈ ગયો છે! કોઈ ધ્યાન આપતું નથી. પોતાના જીવથી પણ વધુ જતન કરીને એકો એક ફૂલ છોડને તેણે ઉછેર્યા હતાં. એને થયું કે પોતે જઈ અને બધા ઝાડને પાણી પાઈ આવે, પણ તરત જ એ તરફ જતા પગ એણે રોકી લીધાં. કારણ કે સુરેખા એ સમ આપ્યા હતા કે, આ બાજુ તરફ તમારે પગલાં પણ કરવાના નથી, નહીં તો સાર્થકના સમ છે. તમને બધાને થતું હશે ને કે સાર્થક વળી કોણ છે? તેના સમ ને શ્રીદેવી એટલું બધું મહત્વ શું કામ આપે છે? તો ચાલો આપણે આજે એને વિશે જ વાત કરીએ!:

Ad..

આજથી 20 વર્ષ પહેલાં શ્રીદેવી શ્રીધરરાયના ઘરની પુત્રવધુ બનીને એમના દીકરા શ્રીકાંત સાથે લગ્ન કરીને એક સાવ સામાન્ય ઘરમાં પગ મુક્યો હતો. શ્રીધર એક વિધૂર હતાં, અને એમને નાની એવી કાપડની દુકાન હતી. પરંતુ શ્રીકાંત એન્જિનિયર હતો, અને એનાથી નાનો શ્રીપાલ કરીને પણ એક દીકરો હતો. શ્રીદેવી પરણીને આવી ત્યારે શ્રીપાલ પંદરેક વર્ષનો હતો, શ્રીદેવીની ઉંમર પણ 22 વર્ષની જ હતી, છતાં તેને શ્રીપાલમાં પોતાના પુત્રને જોઈ અને તેની સાથે સ્નેહીથી રહેવા લાગી. શ્રીકાંત અને શ્રીપાલની માતાનું અવસાન થયું, ત્યારે શ્રીપાલ તો લગભગ પાંચ કે છ વર્ષનો જ હતો. બંને દીકરાઓને શ્રીધર રાય એ ખૂબ જ સંઘર્ષ કરીને મોટા કર્યા હતા.

AD..

આજકાલ દરેક ધંધામાં સ્પર્ધા હોય છે, તેમ કાપડના ધંધામાં પણ બે પાંચ રૂપિયાના ફેરે ધંધો થતો હોવાથી એટલી કોઈ આવક હતી નહીં. પરંતુ ઘરમાં શ્રીદેવીના પગલાં પડ્યાં, અને જાણે સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થયો હોય તેમ, ધંધો પ્રગતિ કરવા લાગ્યો. શ્રીકાંત પ્રોડક્શન એન્જિનિયર બન્યો હોવાથી તેણે કાપડ ઉદ્યોગ ને લગતા વિષયમાં માસ્ટરી મેળવી,અને પોતાના ધંધાનો વ્યાપ વધાર્યો. એકમાંથી બે બે માંથી ત્રણ અને એમ તેની દુકાન વધતી ગઈ, આ ઉપરાંત તેણે એક ખાસ પ્રકારના કપડાની શોધ કરી હોવાથી એ કાપડનો તે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, અને આમ ચેન બિઝનેસ તરીકે પણ દરેક શહેરમાં હવે તેના શો રૂમ ખુલવા લાગ્યા.

AD.

જોત જોતામાં તો શ્રીધર રાયના ઘરમાં રૂપિયો રૂપિયો થઈ ગયું. એશ્વર્ય છલકાતું હોય તેમ એ લોકોએ બહુ મોટો બંગલો ખરીદી લીધો, અને એમાં રહેવા લાગ્યાં. 25 જણના નોકર ચાકરના સ્ટાફ સાથે શ્રીદેવી ઠાઠથી રહેતી હતી, પોતે પણ એજ્યુકેટેડ હોવાથી પતિના ધંધામાં થોડું ઘણું ધ્યાન આપતી હતી. શ્રીપાલ પણ હવે મોટો થઈ ગયો હતો અને એના પણ લગ્ન કરવાના દિવસો નજીક આવી ગયાં. શ્રીકાંત શ્રીદેવીનાં લગ્નને 10 વર્ષ થયાં, પરંતુ હજી એ લોકોના ઘેર પુત્રનું પારણું બંધાયું ન હતું. એટલે કે તેઓ નિઃસંતાન હતાં. શ્રીપાલ થોડા લાડને કારણે વધારે ભણી શક્યો નહીં, અને એની જ કોલેજની એક યુવતી ના પ્રેમના નાટકમાં ફસાઈ ગયો, અને સુરેખા નામની એ યુવતીએ શ્રીપાલને પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, કહ્યું કે મારાં ઘરમાંથી બધા ઉતાવળ કરે છે, માટે આપણે લગ્ન કરી લેવા પડશે.આમ શ્રીપાલે ધંધાની કોઈ પણ જાતની જવાબદારી સ્વીકાર્યા પહેલાં જ લગ્ન કરી લીધાં. શેઠ શ્રીધરરાય પણ હવે ખાસી મોટી ઉંમરના થઈ ગયા હતાં, અને ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરતા હતા કે હવે પત્ની પાસે જવાનો સમય મુકરર કરી દો! બંને દીકરાઓ પોતપોતાની રીતે સુંદર રીતે ગોઠવાઈ ગયા છે, અને હવે મને કોઈ મમતા બાકી રહી નથી.

AD..

હા શ્રીદેવી વહુના ઘરે સંતાન જોવાની ઈચ્છા હતી, પણ એ તો હવે ઠાકોરજીની ઈચ્છા બીજું શું! અને પુરુષોત્તમ મહિનાની અગિયારસ એ શ્રીધર શેઠ વિદાય લઈને શ્રીધામ ચાલ્યા ગયાં. લગ્નના બે અઢી મહિના થયાં ત્યાં જ સુરેખાએ પોતે મા બનવાની છે, એવા સમાચાર આપ્યાં. શ્રીદેવી પોતે સુરેખાને લઈને લેડી ડોક્ટર પાસે ગઈ, ડોક્ટરે સુરેખા ને અંદાજે ચાર મહિનાનો ગર્ભ છે એમ કહ્યું. એણે શ્રીદેવીને સમજાવતા કહી દીધું કે કોલેજ કાળ દરમિયાન શ્રીપાલ અને પોતે ભૂલ કરી બેઠા હતાં, એટલે જ લગ્નની ઉતાવળ કરી.‌ સમય જતાં સુરેખાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, અને શ્રીદેવીએ તેનું નામ કરણ કર્યું. સાર્થક નામનું આ બાળક ધીરે ધીરે મોટું થવા લાગ્યું અને સુરેખા શ્રીદેવી પાસે જ તેને મૂકીને, પાર્ટી વગેરેમાં જતી હતી. આમ શ્રીદેવીની મમતાને સાર્થક નામનું એક કારણ મળ્યું, અને તેને ઉછેરી અથવા તો તેને લાડ દુલાર કરી, તેને પોતાનું જીવન સાર્થક થતું હોય એવું લાગ્યું. શ્રીકાંત તો પોતાના ધંધામાં અતિ વ્યસ્ત રહેવા લાગ્યા, અને શ્રીદેવી સાર્થક સાથે પોતાનો સમય પસાર કરતી હતી. એક દિવસ બધાની હાજરીમાં શ્રીપાલ અને સુરેખાએ એક દરખાસ્ત મૂકી, અને કહ્યું કે તમે આ બાળકને લીગલી દત્તક લઈ લો, અમને તો બીજું બાળક પણ થશે. હકીકતમાં એ સુરેખાની ચાલ હતી, પરંતું શ્રીકાંત અને શ્રીદેવીને તેઓનો ત્યાગ અને બલિદાન દેખાયું,અને એમણે લીગલી કાર્યવાહી કરી સાર્થક ને દત્તક લઈ લીધો. બધી જ કાર્યવાહી પૂરી થઈ ગઈ.

AD..

હવે સુરેખા એ પોતાનો અસલી રંગ બતાવ્યો, અને હવે તે સાર્થકને શ્રીદેવી પાસે આવવા દેતી નહોતી. શ્રીદેવીની મમતા રડતી હતી, કે બાળક દેવું જ નહોતું તો આ બધું શું હતું!; એવામાં બીજી એક ગંભીર ઘટના બની શ્રીકાંત પોતાના ધંધા પરથી પાછા આવતાં હતાં, ત્યાં તેમનો એક્સિડન્ટ થયો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું. શ્રીદેવી આ બંને આઘાતમાં તરફડતી હતી, અને ધંધા તરફ તેનું ધ્યાન ગયું નહીં. એની માટે હવે સાર્થક જ જીવન આધાર હતો, પરંતુ સુરેખા સાર્થક ને શ્રીદેવી પાસે જરા પણ વાર આવવા દેતી નહોતી. એક દિવસ શ્રીદેવીએ સુરેખા ને કહ્યું કે, સુરેખા તારા વર્તનમાં આટલો બધો તફાવત કેમ આવી ગયો છે? સાર્થક તો મારું દત્તક લીધેલું બાળક છે, અને હું ધારું તો પોલીસ કેસ કરીને એની કસ્ટડી પણ લઈ શકું એમ છું! એણે કહ્યું કે મારું બાળક તમને દત્તક આપવાની મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે હવે હું કદાચ મા ન બનું તો? મારે તો જિંદગીભર બાળક વિના રહેવું પડે! એવી મને સતત ભીતિ થાય છે, અને તમે પણ માત્ર તેને દતક લીધું છે, હજી આ બધી મિલકતમાં એનું વારસદાર તરીકે નામ લખાવ્યું નથી, એટલે કે તમે પણ હજી તેને પોતાનું માની શક્યા નથી, તો પછી મારે શું કામને મારું બાળક આમ દઈ દેવું જોઈએ!! શ્રીદેવી એ કહ્યું કે પરંતુ એવું કઈ રીતે શક્ય બને! અને શ્રીકાંતના અવસાન ને હજી એટલો સમય થયો નથી, હજી ફરીથી વસિયત નામું બનશે, જેમાં હું ચોક્કસ સાર્થક નું નામ લખવાની જ છું, કારણ કે અંતે તો મારો આ પરિવાર એ એક જ મારો જીવન આધાર છે. સુરેખાએ કહ્યું કે દીદી એ તો બધી કહેવાની વાતો છે. બાકી સાર્થક હવે ચાર વર્ષનો થવા આવ્યો, પણ હજી તમે એ કાર્ય કર્યું નથી! શ્રીદેવી એ કહ્યું કે, તને એટલો બધો અવિશ્વાસ હોય તો આપણે આવતાં અઠવાડિયે વકીલને બોલાવીને આ તમામ વિધિ કરી નાખીશું, પછી તો તું નિશ્ચિત થઈ જઈશ ને! સુરેખાએ કહ્યું કે વિધિ મારી શરત મુજબ થશે તો હું જરૂરથી નિશ્ચિત થઈ જઈશ. બીજા અઠવાડિયે શ્રીકાંત અને શ્રીદેવીના એડવોકેટ સુરેશ ગુપ્તા આવ્યાં, અને તમામ સંપત્તિના ત્રણ ભાગ પાડવામાં આવ્યા. એક ભાગ શ્રીદેવીનો એક સાર્થક નો અને એક ભાગ શ્રીપાલ અને સુરેખા નો. પરંતુ સુરેખાએ કહ્યું કે મને આ રીતે ભાગ પડે તે મંજૂર નથી, પ્રોપર્ટીના માત્ર બે ભાગ પડશે, જેમાં ૬૦ ટકા પ્રોપર્ટીનો વારસદાર સાર્થક રહેશે, અને બાકી ના 40% માંથી ૩૦ ટકા અમારા બેયનાં, અને 10% તમારા! શ્રીદેવીએ વિચાર્યું કે આમ પણ પતિ ચાલ્યા ગયા છે, અને પરિવારને નામે આ લોકો જ છે, એને સંતોષ થતો હોય તો ભલે એ રીતે વસિયત બને, અને તેની મમતા ને માત્ર સાર્થક જ દેખાતો હતો, અને તેણે મંજૂરી આપી દીધી. શ્રીકાંતનો ધંધો હવે શ્રીપાલ સંભાળતો હતો, અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શ્રીપાલની નિમણૂક થઈ હતી. પરંતુ શ્રીપાલમાં એટલી આવડત હતી નહીં, એટલે પડદા પાછળ સુરેખા મુખ્ય ભૂમિકા ભજવતી હતી, અને ધીરેધીરે ધંધામાં ખોટ ગઈ છે એમ કરી બધું પોતાના નામે કરતી જતી હતી. એ કહે એમ મુજબ શ્રીપાલ કાર્ય કરતો હતો, છતાં જે ધંધો દિવસ રાત પ્રગતિ કરતો હતો એ ધંધામાં ઓટ વર્તાવા લાગી, અને ધીરે ધીરે એક એક શોરૂમ એ લોકોના હાથમાંથી જવા લાગ્યાં. એક દિવસ સુરેખાએ કહ્યું કે દીદી ધંધો કરવો એ શ્રીપાલ ના બસની વાત નથી, એટલે મને લાગે છે કે બચ્યો કૂચ્યો ધંધો ખોટમાં જાય, એ પહેલા આપણે એને વેચી અને રૂપિયા ઊભા કરી લઈએ. શ્રીદેવી ધારે તો ધંધો પોતાના હસ્તક લઈ શકે તેમ હતી, પરંતુ હવે એટલા પાવર તેની પાસે રહ્યા ન હતાં, અને માત્ર ૧૦ ટકા શેર તેને નામે હતાં. છતાં એણે કહ્યું કે આપણે એમ હિંમત હારવાની જરૂર નથી, ધંધો તો પાઇ માંથી પણ ઉભો કરી શકાય. આપણી પાસે તો હજી ઘણું છે, અને મને લાગે છે ત્યાં સુધી અત્યારના ફેશન પરસ્ત લોકો આ બ્રાન્ડ વાપરી ચૂક્યા છે, એટલે હવે તેનો મોહ તેને આપણા શોરૂમ સુધી લઈ આવશે! વળી પાછા થોડા મહિના ગયાં.

AD..

એક દિવસ સુરેખાએ કહ્યું કે મારો એક કઝિન બ્રધર વિલાયતમાં એમબીએ કરીને પાછો આવે છે, આપણે એને આપણા ધંધામાં મહત્વની પોસ્ટ આપી અને આપણો આ ધંધો ડૂબતો બચાવી શકીએ, અને ત્યાં શ્રીદેવી ભૂલ કરી ગઈ. હકીકતમાં શ્રીદેવી હજીયે સુરેખાની ચાલને સમજી નહોતી,અને એણે સુરેખાની વાત પર મંજૂરીની મહોર મારી દીધી. સુરેખાનો એ કઝિન બ્રધર, કે જેનું નામ સિદ્ધાર્થ હતું, એણે હવે આ બંગલોમાં જ સ્થાન જમાવ્યું. એક રાત્રીએ શ્રીદેવીને કમરમાં દુખાવો ઉપડ્યો તેને ક્યાંય ચેન પડતું નહોતું! તેને થયું કે હું શ્રીપાલને બોલાવીને મારી દવા લાવવા નું કહું! આમ વિચારી તે શ્રીપાલ અને સુરેખાનાં રૂમ તરફ આગળ ચાલી રૂમમાંથી ઠઠ્ઠા મશ્કરીનો ખૂબ જ અવાજ આવતો હતો. એને થયું કે પતિ પત્ની બંને જણા રોમાન્સ કરે છે, અને અત્યારે એ લોકોને ડિસ્ટર્બ કરવા એ યોગ્ય નથી, આમ વિચારી તે પાછી ફરતી હતી, ત્યાં તેની નજર ડ્રોઈંગ રૂમના સોફા પર પડી, અને ત્યાં આગળ જોયું તો શ્રીપાલ ત્યાં આગળ ટીવી ચાલું રાખી સુઈ ગયો હતો. શ્રીદેવીને થયું કે શ્રીપાલ અહીંયા છે, તો સુરેખા કોની સાથે…. અને ન ઇચ્છવા છતાં તેના પગલાં સુરેખા અને શ્રીપાલના રૂમ તરફ વળ્યા એ રૂમ નજીક પહોંચી અને તેને કાન સરવા કર્યા તો અંદરથી સુરેખા કહેતી હતી કે મારી બુદ્ધિને તારે ઈનામ આપવું જોઈએ, આ બાળકને શ્રીપાલનું બાળક બનાવી અને 60% સંપત્તિનો મે વારસદાર બનાવી દીધો,બોલ કેવી તીક્ષ્ણ બુદ્ધિ છે મારી! સિદ્ધાર્થ એ કહ્યું કે વાત તો તારી સાચી છે, તલવાર કરતાં પણ તારી બુદ્ધિ તેજ છે અને એટલે જ તું મને ખૂબ જ ગમે છે, આમ કરી તેણે સુરેખા ને પોતાની બાહોમાં લઈ લીધી. સુરેખા એ પણ ખોટેખોટે તેને આઘો કરતાં કહ્યું કે હમણાં જ શ્રીપાલ આવશે, અને સિદ્ધાર્થ બોલ્યો કે શ્રીપાલ ક્યાં મર્દ છે, એટલે કે સાવ માયકાંગલો છે! નહીં તો તને પુછે નહીં કે‌ લગ્ન પહેલા મળ્યા નથી, તો આટલું ઝડપથી બાળક કેમ થયું,‌? શ્રીદેવીના પગ નીચેથી ધરતી ખસી ગઈ, તેને થયું કે સુરેખાની શરત મુજબ વસિયતનામું બનાવી પોતે બહુ મોટી ભૂલ કરી ગઈ. એને પોતાનું તેમજ શ્રીપાલનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું, અને તેને એકદમ ચક્કર આવવાં લાગ્યાં. તેણે પોતાની જાતને બચાવવા માટે ત્યાં પડેલા એક મોટાં ફ્લાવર વાઝનો સહારો લીધો,પણ શ્રીદેવીનુ વજન ફ્લાવર વાઝ ખમી ન શક્યો અને ધડામ દઈને શ્રીદેવી નીચે પડી, તેમજ ફ્લાવર વાઝ પણ પડી ગયું, અને આ અવાજ સાંભળી સુરેખા એકદમ સતર્ક થઈ ગઈ. તે દોડીને રૂમ બહાર આવી,અને એણે જોયું તો શ્રીદેવી ત્યાંથી ઊઠવાની કોશિશ કરતી હતી. તેને તરત જ સમજાઈ ગયું કે શ્રીદેવીએ એને તથા સિદ્ધાર્થને સાથે જોઈ લીધા છે, અને હવે તે મને બદનામ કરશે! ચાલાકીની હદ તો ત્યાં આવી કે એણે શ્રીપાલને કહ્યું કે ભાભી કે જેને હું દીદી કહીને બોલાવું છું, એ મારા કઝિન બ્રધર પાસે ખરાબ ઇરાદો લઈને ગયાં! હું આવા ચરિત્રહીન વ્યક્તિને આ બંગલોમાં રહેવા દેવા માનતી નથી, અને મારું બાળક તો હરગીઝ આપીશ નહીં. આજે ને આજે તે અહીંથી પોતાનો સામાન ઉપાડી અને આઉટ હાઉસમાં રહેશે! જો શરત મંજૂર હોય તો જ હું અહીં રહીશ, નહીં તો હું અહીંથી મારા દિકરાને લઈને ચાલતી પકડીશ. કાચી બુદ્ધિનો શ્રીપાલ સુરેખાની વાતમાં આવી ગયો, અને તેણે શ્રીદેવીને આઉટ હાઉસમાં રહેવાનો આદેશ આપ્યો. સુરેખાએ કહ્યું કે આ તરફ પગલાં પણ હવે તમારે ભરવાના નથી, નહીં તો તમને સાર્થકના સમ છે! સુરેખા એ આમ પોતાની અસલિયત દેખાડી, પરંતુ શ્રીપાલ એ સમજી શક્યો નહીં. સાર્થક ભલે શ્રીપાલનું લોહી નહોતું, પરંતુ શ્રીદેવી એ પોતાના પુત્ર તરીકેની મમતા નું દૂધ પાઈને એણે સાર્થકને ઉછેર્યો હતો. એટલે શ્રીદેવી હવે એ બંગલા તરફ પગલા કેમ કરી શકે!; તો આ છે વિધાતાની વિચિત્રતા કે જ્યાં કોઈ પણ દોષ વગર પણ ઘણીવાર સજા થતી હોય છે.

પરંતુ હજી એવું કંઈક હતું જે શ્રીદેવીને ખબર નહોતી, તો એવું શું છે?? શું એ તમારે પણ જાણવું છે?પણ તો થોડી રાહ જોવી પડશે! વધુ આવતા અંકે! બહુ ઝડપથી, હા તમે વિચારો છો એવું તો નહીં જ હોય!

‌લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)