Home Blog Page 5

ગજબની હોય છે વિધાતાની વિચિત્રતા!

0

શ્રીદેવી પોતાના જ બંગલાના આઉટ હાઉસમાં ઉભી ઉભી બંગલા સામે જોઈને વિચારતી હતી કે, ગજબની હોય છે વિધાતાની વિચિત્રતા! હજી ગઈ કાલ સુધી આ તમામ લોકો મને સલામ કરતા હતાં, અને આજે હું એ જ ઘરની બહાર ભિક્ષુક થઈને રહું છું. કોઈ એક કામ માટે મારી નજર કાફી હતી, એમ નોકર ચાકર મારી આગળ પાછળ દોડાદોડ કરતા હતાં, ત્યાં આજે મારે‌ જ કામ કરવાનું આવ્યું. એ બધું પણ ઠીક છે, પરંતુ દુનિયામાં કેવાં કેવાં લોકો વસતા હોય છે, અને પોતાનું કોઈ જ્યારે વિશ્વાસઘાત કરે, ત્યારે આપણને વિશ્વાસ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ શું થાય! હવે જેવી જેની સાથે લેણાદેવી, કે વિધાતા કહો, કે પછી અતિ વિશ્વાસ રાખવાનું પરિણામ કહો, કે પછી કોઈ પૂર્વ જન્મના કર્મનું ફળ મળ્યું હોય! જે હોય તે પરંતુ વાસ્તવિકતા એ છે કે,

AD…

ગઈકાલની શ્રીદેવી અને આજની શ્રીદેવીમાં ઘણો તફાવત આવી ગયો છે, અને તેણે તે સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. એની નજર સામે જ એની મર્સિડીઝ કારમાં એ લોકો પસાર થયાં, અને વળી પાછા શ્રીદેવી એટલે કે પોતાની સામે તુચ્છ નજરે જોતા પણ ગયાં, જાણે કે હજી પણ એમને હું ખટકતી હોઉં તેમ જ લાગે છે. શ્રીદેવીની નજર બગીચા પર જાય છે, કેટલો ઉજ્જડ થઈ ગયો છે! કોઈ ધ્યાન આપતું નથી. પોતાના જીવથી પણ વધુ જતન કરીને એકો એક ફૂલ છોડને તેણે ઉછેર્યા હતાં. એને થયું કે પોતે જઈ અને બધા ઝાડને પાણી પાઈ આવે, પણ તરત જ એ તરફ જતા પગ એણે રોકી લીધાં. કારણ કે સુરેખા એ સમ આપ્યા હતા કે, આ બાજુ તરફ તમારે પગલાં પણ કરવાના નથી, નહીં તો સાર્થકના સમ છે. તમને બધાને થતું હશે ને કે સાર્થક વળી કોણ છે? તેના સમ ને શ્રીદેવી એટલું બધું મહત્વ શું કામ આપે છે? તો ચાલો આપણે આજે એને વિશે જ વાત કરીએ!:

Ad..

આજથી 20 વર્ષ પહેલાં શ્રીદેવી શ્રીધરરાયના ઘરની પુત્રવધુ બનીને એમના દીકરા શ્રીકાંત સાથે લગ્ન કરીને એક સાવ સામાન્ય ઘરમાં પગ મુક્યો હતો. શ્રીધર એક વિધૂર હતાં, અને એમને નાની એવી કાપડની દુકાન હતી. પરંતુ શ્રીકાંત એન્જિનિયર હતો, અને એનાથી નાનો શ્રીપાલ કરીને પણ એક દીકરો હતો. શ્રીદેવી પરણીને આવી ત્યારે શ્રીપાલ પંદરેક વર્ષનો હતો, શ્રીદેવીની ઉંમર પણ 22 વર્ષની જ હતી, છતાં તેને શ્રીપાલમાં પોતાના પુત્રને જોઈ અને તેની સાથે સ્નેહીથી રહેવા લાગી. શ્રીકાંત અને શ્રીપાલની માતાનું અવસાન થયું, ત્યારે શ્રીપાલ તો લગભગ પાંચ કે છ વર્ષનો જ હતો. બંને દીકરાઓને શ્રીધર રાય એ ખૂબ જ સંઘર્ષ કરીને મોટા કર્યા હતા.

AD..

આજકાલ દરેક ધંધામાં સ્પર્ધા હોય છે, તેમ કાપડના ધંધામાં પણ બે પાંચ રૂપિયાના ફેરે ધંધો થતો હોવાથી એટલી કોઈ આવક હતી નહીં. પરંતુ ઘરમાં શ્રીદેવીના પગલાં પડ્યાં, અને જાણે સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થયો હોય તેમ, ધંધો પ્રગતિ કરવા લાગ્યો. શ્રીકાંત પ્રોડક્શન એન્જિનિયર બન્યો હોવાથી તેણે કાપડ ઉદ્યોગ ને લગતા વિષયમાં માસ્ટરી મેળવી,અને પોતાના ધંધાનો વ્યાપ વધાર્યો. એકમાંથી બે બે માંથી ત્રણ અને એમ તેની દુકાન વધતી ગઈ, આ ઉપરાંત તેણે એક ખાસ પ્રકારના કપડાની શોધ કરી હોવાથી એ કાપડનો તે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, અને આમ ચેન બિઝનેસ તરીકે પણ દરેક શહેરમાં હવે તેના શો રૂમ ખુલવા લાગ્યા.

AD.

જોત જોતામાં તો શ્રીધર રાયના ઘરમાં રૂપિયો રૂપિયો થઈ ગયું. એશ્વર્ય છલકાતું હોય તેમ એ લોકોએ બહુ મોટો બંગલો ખરીદી લીધો, અને એમાં રહેવા લાગ્યાં. 25 જણના નોકર ચાકરના સ્ટાફ સાથે શ્રીદેવી ઠાઠથી રહેતી હતી, પોતે પણ એજ્યુકેટેડ હોવાથી પતિના ધંધામાં થોડું ઘણું ધ્યાન આપતી હતી. શ્રીપાલ પણ હવે મોટો થઈ ગયો હતો અને એના પણ લગ્ન કરવાના દિવસો નજીક આવી ગયાં. શ્રીકાંત શ્રીદેવીનાં લગ્નને 10 વર્ષ થયાં, પરંતુ હજી એ લોકોના ઘેર પુત્રનું પારણું બંધાયું ન હતું. એટલે કે તેઓ નિઃસંતાન હતાં. શ્રીપાલ થોડા લાડને કારણે વધારે ભણી શક્યો નહીં, અને એની જ કોલેજની એક યુવતી ના પ્રેમના નાટકમાં ફસાઈ ગયો, અને સુરેખા નામની એ યુવતીએ શ્રીપાલને પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, કહ્યું કે મારાં ઘરમાંથી બધા ઉતાવળ કરે છે, માટે આપણે લગ્ન કરી લેવા પડશે.આમ શ્રીપાલે ધંધાની કોઈ પણ જાતની જવાબદારી સ્વીકાર્યા પહેલાં જ લગ્ન કરી લીધાં. શેઠ શ્રીધરરાય પણ હવે ખાસી મોટી ઉંમરના થઈ ગયા હતાં, અને ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરતા હતા કે હવે પત્ની પાસે જવાનો સમય મુકરર કરી દો! બંને દીકરાઓ પોતપોતાની રીતે સુંદર રીતે ગોઠવાઈ ગયા છે, અને હવે મને કોઈ મમતા બાકી રહી નથી.

AD..

હા શ્રીદેવી વહુના ઘરે સંતાન જોવાની ઈચ્છા હતી, પણ એ તો હવે ઠાકોરજીની ઈચ્છા બીજું શું! અને પુરુષોત્તમ મહિનાની અગિયારસ એ શ્રીધર શેઠ વિદાય લઈને શ્રીધામ ચાલ્યા ગયાં. લગ્નના બે અઢી મહિના થયાં ત્યાં જ સુરેખાએ પોતે મા બનવાની છે, એવા સમાચાર આપ્યાં. શ્રીદેવી પોતે સુરેખાને લઈને લેડી ડોક્ટર પાસે ગઈ, ડોક્ટરે સુરેખા ને અંદાજે ચાર મહિનાનો ગર્ભ છે એમ કહ્યું. એણે શ્રીદેવીને સમજાવતા કહી દીધું કે કોલેજ કાળ દરમિયાન શ્રીપાલ અને પોતે ભૂલ કરી બેઠા હતાં, એટલે જ લગ્નની ઉતાવળ કરી.‌ સમય જતાં સુરેખાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, અને શ્રીદેવીએ તેનું નામ કરણ કર્યું. સાર્થક નામનું આ બાળક ધીરે ધીરે મોટું થવા લાગ્યું અને સુરેખા શ્રીદેવી પાસે જ તેને મૂકીને, પાર્ટી વગેરેમાં જતી હતી. આમ શ્રીદેવીની મમતાને સાર્થક નામનું એક કારણ મળ્યું, અને તેને ઉછેરી અથવા તો તેને લાડ દુલાર કરી, તેને પોતાનું જીવન સાર્થક થતું હોય એવું લાગ્યું. શ્રીકાંત તો પોતાના ધંધામાં અતિ વ્યસ્ત રહેવા લાગ્યા, અને શ્રીદેવી સાર્થક સાથે પોતાનો સમય પસાર કરતી હતી. એક દિવસ બધાની હાજરીમાં શ્રીપાલ અને સુરેખાએ એક દરખાસ્ત મૂકી, અને કહ્યું કે તમે આ બાળકને લીગલી દત્તક લઈ લો, અમને તો બીજું બાળક પણ થશે. હકીકતમાં એ સુરેખાની ચાલ હતી, પરંતું શ્રીકાંત અને શ્રીદેવીને તેઓનો ત્યાગ અને બલિદાન દેખાયું,અને એમણે લીગલી કાર્યવાહી કરી સાર્થક ને દત્તક લઈ લીધો. બધી જ કાર્યવાહી પૂરી થઈ ગઈ.

AD..

હવે સુરેખા એ પોતાનો અસલી રંગ બતાવ્યો, અને હવે તે સાર્થકને શ્રીદેવી પાસે આવવા દેતી નહોતી. શ્રીદેવીની મમતા રડતી હતી, કે બાળક દેવું જ નહોતું તો આ બધું શું હતું!; એવામાં બીજી એક ગંભીર ઘટના બની શ્રીકાંત પોતાના ધંધા પરથી પાછા આવતાં હતાં, ત્યાં તેમનો એક્સિડન્ટ થયો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું. શ્રીદેવી આ બંને આઘાતમાં તરફડતી હતી, અને ધંધા તરફ તેનું ધ્યાન ગયું નહીં. એની માટે હવે સાર્થક જ જીવન આધાર હતો, પરંતુ સુરેખા સાર્થક ને શ્રીદેવી પાસે જરા પણ વાર આવવા દેતી નહોતી. એક દિવસ શ્રીદેવીએ સુરેખા ને કહ્યું કે, સુરેખા તારા વર્તનમાં આટલો બધો તફાવત કેમ આવી ગયો છે? સાર્થક તો મારું દત્તક લીધેલું બાળક છે, અને હું ધારું તો પોલીસ કેસ કરીને એની કસ્ટડી પણ લઈ શકું એમ છું! એણે કહ્યું કે મારું બાળક તમને દત્તક આપવાની મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે હવે હું કદાચ મા ન બનું તો? મારે તો જિંદગીભર બાળક વિના રહેવું પડે! એવી મને સતત ભીતિ થાય છે, અને તમે પણ માત્ર તેને દતક લીધું છે, હજી આ બધી મિલકતમાં એનું વારસદાર તરીકે નામ લખાવ્યું નથી, એટલે કે તમે પણ હજી તેને પોતાનું માની શક્યા નથી, તો પછી મારે શું કામને મારું બાળક આમ દઈ દેવું જોઈએ!! શ્રીદેવી એ કહ્યું કે પરંતુ એવું કઈ રીતે શક્ય બને! અને શ્રીકાંતના અવસાન ને હજી એટલો સમય થયો નથી, હજી ફરીથી વસિયત નામું બનશે, જેમાં હું ચોક્કસ સાર્થક નું નામ લખવાની જ છું, કારણ કે અંતે તો મારો આ પરિવાર એ એક જ મારો જીવન આધાર છે. સુરેખાએ કહ્યું કે દીદી એ તો બધી કહેવાની વાતો છે. બાકી સાર્થક હવે ચાર વર્ષનો થવા આવ્યો, પણ હજી તમે એ કાર્ય કર્યું નથી! શ્રીદેવી એ કહ્યું કે, તને એટલો બધો અવિશ્વાસ હોય તો આપણે આવતાં અઠવાડિયે વકીલને બોલાવીને આ તમામ વિધિ કરી નાખીશું, પછી તો તું નિશ્ચિત થઈ જઈશ ને! સુરેખાએ કહ્યું કે વિધિ મારી શરત મુજબ થશે તો હું જરૂરથી નિશ્ચિત થઈ જઈશ. બીજા અઠવાડિયે શ્રીકાંત અને શ્રીદેવીના એડવોકેટ સુરેશ ગુપ્તા આવ્યાં, અને તમામ સંપત્તિના ત્રણ ભાગ પાડવામાં આવ્યા. એક ભાગ શ્રીદેવીનો એક સાર્થક નો અને એક ભાગ શ્રીપાલ અને સુરેખા નો. પરંતુ સુરેખાએ કહ્યું કે મને આ રીતે ભાગ પડે તે મંજૂર નથી, પ્રોપર્ટીના માત્ર બે ભાગ પડશે, જેમાં ૬૦ ટકા પ્રોપર્ટીનો વારસદાર સાર્થક રહેશે, અને બાકી ના 40% માંથી ૩૦ ટકા અમારા બેયનાં, અને 10% તમારા! શ્રીદેવીએ વિચાર્યું કે આમ પણ પતિ ચાલ્યા ગયા છે, અને પરિવારને નામે આ લોકો જ છે, એને સંતોષ થતો હોય તો ભલે એ રીતે વસિયત બને, અને તેની મમતા ને માત્ર સાર્થક જ દેખાતો હતો, અને તેણે મંજૂરી આપી દીધી. શ્રીકાંતનો ધંધો હવે શ્રીપાલ સંભાળતો હતો, અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શ્રીપાલની નિમણૂક થઈ હતી. પરંતુ શ્રીપાલમાં એટલી આવડત હતી નહીં, એટલે પડદા પાછળ સુરેખા મુખ્ય ભૂમિકા ભજવતી હતી, અને ધીરેધીરે ધંધામાં ખોટ ગઈ છે એમ કરી બધું પોતાના નામે કરતી જતી હતી. એ કહે એમ મુજબ શ્રીપાલ કાર્ય કરતો હતો, છતાં જે ધંધો દિવસ રાત પ્રગતિ કરતો હતો એ ધંધામાં ઓટ વર્તાવા લાગી, અને ધીરે ધીરે એક એક શોરૂમ એ લોકોના હાથમાંથી જવા લાગ્યાં. એક દિવસ સુરેખાએ કહ્યું કે દીદી ધંધો કરવો એ શ્રીપાલ ના બસની વાત નથી, એટલે મને લાગે છે કે બચ્યો કૂચ્યો ધંધો ખોટમાં જાય, એ પહેલા આપણે એને વેચી અને રૂપિયા ઊભા કરી લઈએ. શ્રીદેવી ધારે તો ધંધો પોતાના હસ્તક લઈ શકે તેમ હતી, પરંતુ હવે એટલા પાવર તેની પાસે રહ્યા ન હતાં, અને માત્ર ૧૦ ટકા શેર તેને નામે હતાં. છતાં એણે કહ્યું કે આપણે એમ હિંમત હારવાની જરૂર નથી, ધંધો તો પાઇ માંથી પણ ઉભો કરી શકાય. આપણી પાસે તો હજી ઘણું છે, અને મને લાગે છે ત્યાં સુધી અત્યારના ફેશન પરસ્ત લોકો આ બ્રાન્ડ વાપરી ચૂક્યા છે, એટલે હવે તેનો મોહ તેને આપણા શોરૂમ સુધી લઈ આવશે! વળી પાછા થોડા મહિના ગયાં.

AD..

એક દિવસ સુરેખાએ કહ્યું કે મારો એક કઝિન બ્રધર વિલાયતમાં એમબીએ કરીને પાછો આવે છે, આપણે એને આપણા ધંધામાં મહત્વની પોસ્ટ આપી અને આપણો આ ધંધો ડૂબતો બચાવી શકીએ, અને ત્યાં શ્રીદેવી ભૂલ કરી ગઈ. હકીકતમાં શ્રીદેવી હજીયે સુરેખાની ચાલને સમજી નહોતી,અને એણે સુરેખાની વાત પર મંજૂરીની મહોર મારી દીધી. સુરેખાનો એ કઝિન બ્રધર, કે જેનું નામ સિદ્ધાર્થ હતું, એણે હવે આ બંગલોમાં જ સ્થાન જમાવ્યું. એક રાત્રીએ શ્રીદેવીને કમરમાં દુખાવો ઉપડ્યો તેને ક્યાંય ચેન પડતું નહોતું! તેને થયું કે હું શ્રીપાલને બોલાવીને મારી દવા લાવવા નું કહું! આમ વિચારી તે શ્રીપાલ અને સુરેખાનાં રૂમ તરફ આગળ ચાલી રૂમમાંથી ઠઠ્ઠા મશ્કરીનો ખૂબ જ અવાજ આવતો હતો. એને થયું કે પતિ પત્ની બંને જણા રોમાન્સ કરે છે, અને અત્યારે એ લોકોને ડિસ્ટર્બ કરવા એ યોગ્ય નથી, આમ વિચારી તે પાછી ફરતી હતી, ત્યાં તેની નજર ડ્રોઈંગ રૂમના સોફા પર પડી, અને ત્યાં આગળ જોયું તો શ્રીપાલ ત્યાં આગળ ટીવી ચાલું રાખી સુઈ ગયો હતો. શ્રીદેવીને થયું કે શ્રીપાલ અહીંયા છે, તો સુરેખા કોની સાથે…. અને ન ઇચ્છવા છતાં તેના પગલાં સુરેખા અને શ્રીપાલના રૂમ તરફ વળ્યા એ રૂમ નજીક પહોંચી અને તેને કાન સરવા કર્યા તો અંદરથી સુરેખા કહેતી હતી કે મારી બુદ્ધિને તારે ઈનામ આપવું જોઈએ, આ બાળકને શ્રીપાલનું બાળક બનાવી અને 60% સંપત્તિનો મે વારસદાર બનાવી દીધો,બોલ કેવી તીક્ષ્ણ બુદ્ધિ છે મારી! સિદ્ધાર્થ એ કહ્યું કે વાત તો તારી સાચી છે, તલવાર કરતાં પણ તારી બુદ્ધિ તેજ છે અને એટલે જ તું મને ખૂબ જ ગમે છે, આમ કરી તેણે સુરેખા ને પોતાની બાહોમાં લઈ લીધી. સુરેખા એ પણ ખોટેખોટે તેને આઘો કરતાં કહ્યું કે હમણાં જ શ્રીપાલ આવશે, અને સિદ્ધાર્થ બોલ્યો કે શ્રીપાલ ક્યાં મર્દ છે, એટલે કે સાવ માયકાંગલો છે! નહીં તો તને પુછે નહીં કે‌ લગ્ન પહેલા મળ્યા નથી, તો આટલું ઝડપથી બાળક કેમ થયું,‌? શ્રીદેવીના પગ નીચેથી ધરતી ખસી ગઈ, તેને થયું કે સુરેખાની શરત મુજબ વસિયતનામું બનાવી પોતે બહુ મોટી ભૂલ કરી ગઈ. એને પોતાનું તેમજ શ્રીપાલનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું, અને તેને એકદમ ચક્કર આવવાં લાગ્યાં. તેણે પોતાની જાતને બચાવવા માટે ત્યાં પડેલા એક મોટાં ફ્લાવર વાઝનો સહારો લીધો,પણ શ્રીદેવીનુ વજન ફ્લાવર વાઝ ખમી ન શક્યો અને ધડામ દઈને શ્રીદેવી નીચે પડી, તેમજ ફ્લાવર વાઝ પણ પડી ગયું, અને આ અવાજ સાંભળી સુરેખા એકદમ સતર્ક થઈ ગઈ. તે દોડીને રૂમ બહાર આવી,અને એણે જોયું તો શ્રીદેવી ત્યાંથી ઊઠવાની કોશિશ કરતી હતી. તેને તરત જ સમજાઈ ગયું કે શ્રીદેવીએ એને તથા સિદ્ધાર્થને સાથે જોઈ લીધા છે, અને હવે તે મને બદનામ કરશે! ચાલાકીની હદ તો ત્યાં આવી કે એણે શ્રીપાલને કહ્યું કે ભાભી કે જેને હું દીદી કહીને બોલાવું છું, એ મારા કઝિન બ્રધર પાસે ખરાબ ઇરાદો લઈને ગયાં! હું આવા ચરિત્રહીન વ્યક્તિને આ બંગલોમાં રહેવા દેવા માનતી નથી, અને મારું બાળક તો હરગીઝ આપીશ નહીં. આજે ને આજે તે અહીંથી પોતાનો સામાન ઉપાડી અને આઉટ હાઉસમાં રહેશે! જો શરત મંજૂર હોય તો જ હું અહીં રહીશ, નહીં તો હું અહીંથી મારા દિકરાને લઈને ચાલતી પકડીશ. કાચી બુદ્ધિનો શ્રીપાલ સુરેખાની વાતમાં આવી ગયો, અને તેણે શ્રીદેવીને આઉટ હાઉસમાં રહેવાનો આદેશ આપ્યો. સુરેખાએ કહ્યું કે આ તરફ પગલાં પણ હવે તમારે ભરવાના નથી, નહીં તો તમને સાર્થકના સમ છે! સુરેખા એ આમ પોતાની અસલિયત દેખાડી, પરંતુ શ્રીપાલ એ સમજી શક્યો નહીં. સાર્થક ભલે શ્રીપાલનું લોહી નહોતું, પરંતુ શ્રીદેવી એ પોતાના પુત્ર તરીકેની મમતા નું દૂધ પાઈને એણે સાર્થકને ઉછેર્યો હતો. એટલે શ્રીદેવી હવે એ બંગલા તરફ પગલા કેમ કરી શકે!; તો આ છે વિધાતાની વિચિત્રતા કે જ્યાં કોઈ પણ દોષ વગર પણ ઘણીવાર સજા થતી હોય છે.

પરંતુ હજી એવું કંઈક હતું જે શ્રીદેવીને ખબર નહોતી, તો એવું શું છે?? શું એ તમારે પણ જાણવું છે?પણ તો થોડી રાહ જોવી પડશે! વધુ આવતા અંકે! બહુ ઝડપથી, હા તમે વિચારો છો એવું તો નહીં જ હોય!

‌લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

ચીવલ મરીમાતા મંદીરે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ દીને ભક્તો માટે ભાનુશાલી પરિવાર દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.

0

ચીવલ મરીમાતા મંદીરે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ દીને ભક્તો માટે ભાનુશાલી પરિવાર દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.

ભગવાન શિવની પૂજા-અર્ચનાનો પવિત્ર દિવસશે મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવની પૂજા- અર્ચનાનો પવિત્ર દિવસપારડી તાલુકાના ચીવલ- અરનાલાના ભક્તો દ્વારા મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તો દ્વારા અરનાલા નાનાપોઢા બાલચોંડી બરૂમાલ અનેક શિવાલયોમાં ભગવાન ભોળાનાથના શિવલિંગને તાંબાના લોટાથી દૂધ પાણી તેમજ ફૂલહાર અને બીલીપત્ર સહિતની પવિત્ર વસ્તુઓ ચડાવીને ભગવાનના દર્શનનો લ્હાવો લે છે.( પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી)

ચીવલ મરીમાતા નું પૈરાણિક મંદિર આવેલું છે. મંદિરમાં પ્રતિરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મહાશિવરાત્રીના પાવન પર્વે દેવાધિદેવ મહાદેવની નિશ્રામાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે.આજે મરીમાતાના મંદિરે ભાનુશાલી પરિવાર દ્વારા મહાશિવરાત્રીના દિવસે મેળામાં અને શિવાલયોમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે અવરજવર કરતા ભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજના પ્રસંગે પૂર્વ મંત્રી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, મહેન્દ્રભાઈ ભાનુશાલી, શૈલેશભાઇ પટેલ, મયુરભાઈ ,રાજુભાઈ આહીર, મયંક પટેલ, અરવિંદભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભકતો અને સ્થાનિક લોકોની માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મરીમાતાના ભક્તો અને ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ ખૂબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Ad.

ભગવાન શંકરના લિંગ પર ચડાવાતું દૂધ જો બચી જાય તો, કેટલાય ગરીબોના બાળકો દૂધનો સ્વાદ ચાખે

0

ભગવાન શંકરના લિંગ પર ચડાવાતું દૂધ જો બચી જાય તો, કેટલાય ગરીબોના બાળકો દૂધનો સ્વાદ ચાખે,

આજે આપણી સંસ્કૃતિનો બહુ મહત્વનો અને પારંપરિક તહેવાર શિવરાત્રી છે. ઉપરાંત 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ! એટલે બેય એકસાથે!આમ જુવો તો શિવ અને શક્તિ બેય એકબીજા વગર અધૂરાં છે, શિવ સંસારી હોવાને નાતે જીવનાં આદર્શ પણ છે, અને કદાચ એટલે જ સ્ત્રી અને પુરુષ બંને એકબીજાનાં પૂરક છે. આપણે સ્ત્રી વિષે તો આ વીકમા ત્રણ એકવાર જુદા જુદા સંદર્ભે વાત કરી અને હજી રવિવારે સમાજ દર્શન માં કરીશું પણ આજે તો શિવરાત્રી હોવાથી શિવ વિશે જ ચિંતન કરીશું.

આજે તો શિવાલયોમાં પણ ૐ નમઃ શિવાય જ ગુંજશે! નમામિ સમીશાન નિર્વાણ રુપં,વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સવરપમ્. ભગવાન અજન્મા આશુતોષનું સ્મરણ કરી અને આજે આપણે શિવરાત્રીનાં મંગલ અને કલ્યાણકારી સૂત્રની ઉદઘોષણા કરતાં તહેવારને મનાવીશું. સમસ્ત વિશ્વને શિવરાત્રીના અનન્ય તહેવારની ખૂબ ખૂબ વધાઈ, તેમજ ભગવાન શિવ શંકરના ચરણોમાં પ્રાર્થના કે,એ તેમના જીવનના ત્રણ મુખ્ય ગુણ આપણામાં પણ આવે એવું વરદાન આપે. પ્રથમ તો એ ભોળા પણું કે જે આપણાં સ્વભાવમાં આવી ગયેલા સ્વાર્થની લુચ્ચાઈ અને ચતુરાઈને કારણે આપણે ખોઈ ચૂક્યા છીએ, તે ભોળાપણું આપણામાં આવે. બીજો મહત્વનો ગુણ ભેદભાવ ન કરવો,જે પક્ષઘાતની નીતિ આપણી દ્રષ્ટિમાં વણાઈ ગઈ છે,લાભ હોય તેને પક્ષે નિવેદન કરવા તે, ત્યાં સમજણનાં ત્રીજા નેત્રથી એ દૂર થાય, અને ત્રીજું કલ્યાણ, સમસ્ત સચરાચર સૃષ્ટિ માટે આપણી અંદર કલ્યાણનો ભાવ ઉમટે. હિન્દુ સંસ્કૃતિમાં પંચદેવની પૂજા ભગવાન આદિદેવ જગતગુરુ શંકરાચાર્યની ભેટ તરીકે આપણે સ્વીકારી છે. મૂળભૂત રીતે પંચમહાભૂત માથી જ માનવ દેહ બન્યો હોવા છતાં, એ એક તરીકે વિચરે છે. તેમ આપણે પણ આ પંચદેવની પૂજા થકી, એક જ પરમાત્માને ભજીએ છીએ. એટલે આમાં એકનિષ્ઠા ડગી ગઇ હોય, એવું માનવાનું કોઈ કારણ નથી.

ભારતીય ઋષિમુનિઓએ માનવીની ભોગ પ્રત્યેની માનસિકતાને કારણે પંચ દેવની પૂજાનું સૂચન કર્યું છે, અને એ આપણને સૌને અનુકૂળ આવી ગયું છે. સૌના ઘરમાં લગભગ આ રીતેજ પૂજા થતી હોય છે, હવેલી પંથી ઓ શાલિગ્રામની બદલે પુષઠાવેલા ઠાકોરજીનું પૂજન કરતાં હોય છે, પરંતુ સાથોસાથ શિવની પૂજા તો હોય જ છે. આમ પણ રામાયણમાં જોયું કે રામ અને શિવ થકી જ સેતુ બંધ છે. ગઈકાલે પાંચ છાપાઓ માટે શંકરનાં લેખ લખ્યા અને પાંચે પાંચ મા જુદું-જુદું લખ્યું, છતાં શિવ તત્વ વિશે હજી કંઈ જ એવું લખાયું નથી, અથવા તો સુઝ્યુ નથી, એમ કહી શકાય, એટલું ગહન અને છતાં ભોળું ને ઉમદા ચરિત્ર છે. શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવ રૂપ દેખું. નીતિ નીતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે.આમ એને જાણવા જઈશું તો કદાચ આપણે ઈષ્ટ દેવ ભગવાન હાટકેશ્વરનો અંશ હોવાથી આજે જીવ વિશેષ પ્રસન્ન છે, અને આ .ચિંતનની ધારાનાં જળ પહેલા સ્વનાં ઘાટ ઉપર વહેતાં હતાં, ત્યારે નિયમિત રીતે ધ્યાન બિંદુ પર આત્મલિંગ સ્વરૂપમાં અજન્મા આસુતોષની સ્મૃતિ રીતે સ્ફટિકના લિંગમાં ધવલ પ્રકાશ અને રાધા-કૃષ્ણના અમર પ્રેમની ઝાંખીની અનુભૂતિ થતી હતી. પણ હવે આપણે સ્વથી સર્વની તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ.Ad.

ભગવાન શિવ શંકરની પૂજા માટે આપણે, તેના પ્રતિક સમા શિવલિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ખુદ ભગવાન શંકરે શિવલિંગમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે, અને એ રીતે સ્વયંભૂ તથા જ્યોતિર્લિંગ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં તે બિરાજમાન છે. આ ઉપરાંત આપણે ત્યાં માટીના શિવલિંગની પૂજાનો પણ મહિમા છે. મોટેભાગે તીર્થોમાં કે પછી સમુદ્ર કિનારે અને નદીના તટ પર આ રીતે શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે, અને આ પ્રથા પાચ પાંડવો થકી શરૂ થઇ છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી સગા સંબંધીઓને યુદ્ધમાં માર્યાનો ભાર આ પાંચ પાંડવોના મન પર હતો, અને તેના નિવારણ માટે કૃષ્ણ ભગવાને તેને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા આજના નીલકંઠ મહાદેવની પૂજા કરવાનો અને ત્યાં ધજા ચડાવવાનો એક ઉપાય બતાવ્યો હતો, અને તેથી તેઓ હસ્તિનાપુરથી શરૂ થયેલી યાત્રામાં જ્યાં જ્યાં મુકામ આવ્યો ત્યાં તેમણે આ રીતે શિવલિંગ બનાવ્યું, અને તેની પૂજા કરી, અને બધા જ શિવલિંગો ક્યાંકને ક્યાંક આજે પણ મંદિર સ્વરૂપે છે.શિવલિંગ મૂળભૂત રૂપે તો વિરાટ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. શિવલિંગની પૂજા સર્વ દેવોની પૂજા કર્યા બરાબર છે. લિંગ પુરાણમાં તો મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ત્રિલોકનાથ ભગવાન વિષ્ણુની કલ્પના પણ કરેલી છે, અને ઉપરના ભાગમાં પ્રણવ સદાશિવ ભગવાનની કલ્પના કરવામાં આવી છે.આમ તો શિવલિંગ પાંચ પ્રકારના હોય છે. સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ, ચરલિંગ, ગુરુ લિંગ. ભગવાન શિવની પૂજા ષોડશોપચાર વિધિથી કરવાની પણ આપણી એક પરંપરા રહી છે, અને કહેવાય છે કે શિવની ષોડશોપચાર વિધિથી પૂજન કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે, જેમાં શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને “ષોડશોપચાર” કહેવામાં આવે છે.Ad.

ભગવાન શંકરના શિવલિંગના પ્રકારોમાંના સ્ફટિકના શીવલીંગ ઘરની પૂજામાં રખાતા હોય છે. મંદિરોમાં તો તેની અસ્મિતા પ્રમાણે તે હોય અને ક્યાંક સ્વયંભૂ પણ હોય. પરંતુ આપણે ઘરના કે મંદિરના જ્યાં પણ આપણે રોજ જઈ શકીએ ત્યાં જઈને ભગવાન શંકરને આરાધવા માટે અભિષેક કરતા હોઈએ છીએ. શિવલિંગ પર જળ, ગાયનું દૂધ, દહી સાકર, ઘી, કાળા તલ, ચોખા, મધ, રાખ, એમ વિવિધ દ્રવ્યથી અભિષેક થાય છે. ભગવાન શંકરના શિવલિંગ પર અભિષેક કરતા હોઈએ ત્યારે આપણી પાસે જે કોઈ દ્રવ્ય હોય અને જેટલી માત્રામાં હોય તે બધું જ ગૌણ છે. પરંતુ મુખ્ય વાત ભાવની છે, કારણ કે ભગવાન શિવશંકરનો મુખ્ય ગુણ તો ભોળાનો છે. એટલે આપણે ભોળપણનાં ભાવથી તેને જે કંઈ અર્પણ કરીશું,કે અભિષેક કરીશું તેનો તે સ્વીકાર કરશે જ. ભગવાન શંકરનાં અભિષેકમા દૂધ પાણી અને અનયૂ દ્રવ્ય ઉપરાંત બિલ્વપત્ર પણ ચડાવવામાં આવે છે. આ રીતે બિલ્વપત્ર ચડાવી ભગવાન શંકરના ચરણોમાં ભક્ત પોતાના ત્રણ ગુણના લીધે ઉદ્ભવ પામેલી આધિ વ્યાધિ અને ઉપાધિ તેને ચરણે ધરે છે, એટલે કે સત્વ રજસ અને તમસ અર્પણ કરીને, તે ત્રિગુણાતીત થવાનો સંકલ્પ કરે છે. ત્રણે કાળ એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન, અર્પણ કરી નિશ્ચિત થવા માંગે છે. આ રીતે ભગવાન શંકરના શિવલિંગ પર દૂધ-પાણી બિલપત્ર કે અન્ય કોઈ દ્રવ્યથી અભિષેકની વિધિ કરીને, અંતે ત્રિનેત્રી પાસે પોતાને પણ સમજણની ત્રીજી આંખ અથવા તો એવી દૃષ્ટિ આપે એવું ઇચ્છે છે. તેમજ સત્ય, પ્રેમ, અને કરુણાના ભાવની ત્રિવેણી હૃદયમાં મંદાકિનીનાં પવિત્ર જળ જેમ વહેતી રહે એવી અભ્યર્થના કરે છે.કાળક્રમે પૂજાને નામે હવે પ્રપંચો વધી ગયાં, અને લોકો પોતાના લાભ માટે કે પછી કરેલા કર્મથી ડરીને, મંદિરોમાં ખૂબ બધું દાન-ધર્મ કરવાં લાગ્યાં છે. શિવરાત્રી જેવા તહેવારોએ ભગવાન શંકર પર આજે લાખો લિટર દૂધ અભિષેક રૂપે ચડશે, જે બિલકુલ વ્યાજબી વાત નથી. કારણકે આજકાલ અભિષેક માત્ર એક સ્થૂળ ક્રિયા રૂપે જ થતો હોવાથી તે કોઈ પરિણામદાયી નથી. ભારત વસ્તી વધારાની રીતે ખુબ મોટી સંખ્યા ધરાવે છે, અને ભારતનું આર્થિક તંત્ર એટલું મજબૂત નથી, કે દરેકને બધી જ પ્રાથમિક જરૂરિયાત મળી રહે, અને એને કારણે ભારતમાં કુપોષણ એક બહુ મોટી સમસ્યા છે.આપણે સૌ વિચારીએ કે આ રીતે ધાર્મિક અંધશ્રદ્ધાને નામે કે અભિષેકને નામે ભગવાન શંકરના લિંગ પર ચડાવાતું દૂધ જો બચી જાય તો, કેટલાય ગરીબોના બાળકો દૂધનો સ્વાદ ચાખે, અને આ રીતે નિત્યક્રમ બનાવવામાં આવે, એટલે કે માત્ર શિવરાત્રીએ નહીં પણ ભગવાન શંકરને તો રોજ અભિષેક કરવામાં આવે છે. તો સ્થૂળ રૂપે ભલે કદાચ પાણીનો અભિષેક થાય, પરંતુ કોઈને એક કસલી દૂધ આપવાનો નિયમ લેવામાં આવે તો ઘણું મોટું કાર્ય થાય. સમાજમાં અસમાનતા છે, એવી મોટી મોટી વાતો કરવાથી કંઈ નહીં થાય. કાર્ય કરવું હશે તો આપણે જ ચરણને આચરણ તરફ લઇ જવા પડશે, અને અંતે પરમાત્મા તો પ્રેમ રૂપે બિરાજમાન છે, કોઈ પ્રત્યે આ રીતે પ્રેમ કે કરુણાનો ભાવ આવશે તો, એ પણ સામેથી ચાલીને આપણામાં નિવાસ કરશે.આપણે સૌ આપણી પરંપરાને જરૂર નિભાવીએ, પરંતુ એમાં થતાં અતિરેકને ટાળીએ, અને આ રીતે કોઈ સારું કાર્ય થતું હોય તો એ કરવા માટેનો શિવ સંકલ્પ કરીએ,અને સમસ્ત સચરાચર વિશ્વ માટે શુભ મંગલ અને કલ્યાણ ની ભાવના અંતરે ધરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

આદિવાસી મહિલા કમુબેન પવારની સંઘર્ષમય જીવનની નકકર વાસ્તવિકતા આંખોમા પાણી લાવી દે તેવી છે..

0

  • બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતાએ માતાની જિંદગી બદલી કાઢી
  • આત્મહત્યા તરફ દોરાયેલી માતાએ સંતાનોના ઉજજવળ ભવિષ્યની જીદ પકડી જીવન બદલ્યું

માત્ર 26 વર્ષની વયે એક ટ્રક અકસ્માતમાં પોતાના બંને હાથો ગુમાવી દેનાર કપરાડા તાલુકાના વારણા ખાતે રહેતી મહિલાએ હોસ્પિટલમા મોતને વ્હાલુ કરવાનુ નકકી કર્યુ,પરતું તે સમયે દુધ પીતા પોતાના નવજાત શિશુનો ચહેરો જોઇ જીદ કરી કે ના હવેતો કઇપણ થાય જિંદગી જીવવી જ છે.

કુદરત તેમના ખરાબ સમયનો પીછો છોડવા ન માગતો હોય તેમ અકસ્માતના થોડા સમયબાદ સૌથી વધુ મદદરૂપ થતો પુત્ર પણ અકસ્માતમા મૃત્યુ પામે છે.અને ત્યાથી શરૂ થયેલી આદિવાસી મહિલા કમુબેન પવારની સંઘર્ષમય જીવનની નકકર વાસ્તવિકતાની કથા આંખોમા પાણી લાવી દે તેવી છે.હોસ્પીટલમાથી રજા મળયા બાદ એક નવજાત શિશુની સાથે અન્ય ત્રણ સંતાનોનો ઉછેર કરવાના નિર્ધાર સાથે શરૂ કરેલી જીદ 27 વર્ષ બાદ આજેપણ ચાલુ છે.

વારણા ગામની 26 વર્ષિય મહિલા કમુબેન માટે 11 ફેબ્રુઆરી 1996નો દિવસે જીંદગીના તમામ સ્વપ્નોને ચકનાચુર કરી નાંખ્યા,પતિ અને બાળકો પ્રકાશ, અનિલ,સુનિલ અને કિરણ સાથે ખુશહાલ જિંદગી વિતાવતી કમુબેન નિત્યક્રમ મુજબ શાકભાજી વેચવા સેલવાસ ટ્કમા જઇ રહી હતી,ત્યારે અચાનક ઢોળાવ પર જ એન્જિન બધ થયુ અને ટ્રક પાછળ રીવર્સ થઈ ગઈ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. ટ્રક ની એંગલ પકડી હતી. એટલે બે હાથ કપાઇ ગયા. આંખ ખુલી ત્યારે પોતે હોસ્પિટલમા હતી.જોકે થોડી મિનિટોમાજ તેમણે શરીરમા અજુગતુ લાગતા ઉઠવાનો પ્રયાસ કર્યો,અને જોયુતો તેમના બંને હાથ કાપી નાંખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે…આજે પણ કમુબેન સંઘર્ષમય જિંદગી નો સામનો કરી રહી છે. હાલમાં વલસાડ નવસારી ની હોસ્પિટલમાં સારવાર માટે 2 લાખ રૂપિયા થી પણ વધુ ખર્ચ કર્યો છે. હોસ્પિટલમાં ડોક્ટર પણ માનવતા ભૂલી આયુષ્યમાન ના ચાલે એવા બહાના રૂપિયા બે લાખ જેટલા આ પરિવાર પાસેથી લઈ લેવામાં આવ્યા છે.

Ad.

પત્ની રિસાઈને જતી રહેતાં બાદ યુવાન ને માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતાં યુવાન નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

0


ધરમપુર તાલુકાના કુરગામ ગામે પત્ની રિસાઈને જતી રહેતાં બાદ યુવાન ને માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતાં યુવાન નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ધરમપુર તાલુકાના કુરગામ ગામે રહેતા તેજસ નાગજી વાઢુ ઉ ૨૯ કે જેઓ ની ધર્મ પત્ની આરતી બેન છેલ્લા એક માસથી રિસાઈને પોતાના પિયર જતી રહી હતી બાદ પરત નહીં ફરતા તેજસ નાગજી વાઢુ ને માઠું લાગી આવતા પોતાનાં ધરમાં મૂકેલી કચરો મારવાની ઝેરી દવા પોતાની જાતે ગડગડાવી જતાં યુવાન તેજસ નાગજી વાઢુ ને બેભાનાવસ્થામાં સારવાર અર્થે સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન આજરોજ યુવાન નું કરુણ મોત નિપજ્યું હતું જે અંગેની જાણ અમરત સુરેશભાઈ વાઢુ એ કરતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી .

ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો.

0

ગાંધીનગર, સંજીવ રા\nજપૂત: દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમા પાછલા 10 વર્ષમા દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે તેમજ દેશમા જે રીતે પરિવારવાદની રાજનીતીની જગ્યાએ વિકાસની રાજનીતી પ્રસ્થાપીત કરી છે તેમજ ગુજરાતમા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમા રાજયનો વિકાસ અને સંગઠન શક્તિ વધુને વધુ મજબૂત થઇ રહી છે.

જેના કારણે રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા, કોંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઇ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેષભાઇ પટેલ, પુર્વ સાંસદ ઉમેદવાર ધર્મેષકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.

આ કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 10 વર્ષમા દેશમા વિકાસના અનેક કામો કર્યા છે. જ્ઞાતિ,ભાષા,પરિવારવાદની રાજનીતીથી પર થઇ વિકાસની રાજનીતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે. આજે મોટા મોટા રાજયોમા પણ જ્ઞાતિવાદને નેવે મુકી જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી વિરોધી પાર્ટીઓની આંખ ખુલી ગઇ છે. આજે મોદીએ સાબિત કરી આપ્યુ કે દેશમા વિકાસના આધારે જ રાજનિતી કરવી જોઇએ. આજે દેશની મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે. મોદીએ ચાર સ્તંભ પર વધુ ભાર આપે છે જેમા મહિલા,યુવા,ગરિબ અને ખેડૂત. આજે દેશની મહિલાઓ પોતાને સુરક્ષીત માને છે. મહિલાઓને તાલુકા-જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગરપાલિકામા 50 ટકા અનામત અપાવ્યું તેમજ લોકસભા અને રાજયસભામાં પણ મહિલાઓને 33 ટકા અનામત અપાવ્યું છે. દેશના યુવાનો સ્વાવલંબી બને તે માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતો લાચાર ન બને તેમની આર્થિક સ્થિતિ સુધરે, તેમના પાક ડબલ થાય તે દિશામા કામ કર્યુ છે. ગરિબ લોકો પણ દેશના વિકાસમા ફાળો આપે તે માટે ગરિબો માટે પણ યોજનાઓ જાહેર કરી છે તેમજ દસ વર્ષમા 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા છે.

સી આર પાટીલએ વધુમા જણાવ્યું કે, આજે દેશમા ઝડપથી વિકસીત કામો થઇ રહ્યા છે તે જોઇ આજે વિકસીત દેશો પણ માને છે કે ભારત ઝડપથી વિકસીત દેશ બનશે. આવો સૌ સાથે મળી મોદીના નેતૃત્વમા ગુજરાત સાથે દેશના વિકાસમા યોગદાન આપીએ. આજે સૌ મોદીના નેતૃત્વમા ભાજપમા જોડાઇ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

અર્જૂનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે, મે ગઇકાલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. દેશને આઝાદી મળી તે પછી મહાત્માગાંઘીએ કહ્યુ કે દેશને આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આ સ્વપનું મુશ્કેલ લાગે છે.આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર સાહેબ અને મહાત્માગાંઘીજી દેશનું નેતૃત્વ કરતા અને આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ દેશનુ નેતૃત્વ કરી રહ્યા છે. દેશમા સામાજીક અને આર્થિક બદલાવ લાવવાનું જે કામ અધુરુ હતું તે કામ આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ કરી રહ્યા છે. તે વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી અને આ વખતે આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની છે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમા દેશના નાગરિકો એક થઇ સામાજીક અને આર્થિક રીતે બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે તેમા હુ આજે જોડાયો છું.

અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી સાથે જોડાયેલો હતો. કપરા સંજોગોમા કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ હતુ , 40 વર્ષના જાહેરજીવનમા 20 વર્ષ કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ. સ્વાર્થ હોત તો તે જ સમયે ભાજપમા જોડાઇ ગયો હોત. ભાજપે આ વખતે ગુજરાતમા રેકોર્ડ બ્રેક 156 બેઠકો પ્રાપ્ત કરી છે. લોકસભામા એનડીએની બહુમતી છે એટલે કઇ ખૂટતુ હતુ અને ઉમેરવા આવ્યો તેમ નથી. રાજનીતીમા આવી આર્થિક અને સામાજીક બદલાવ લાવવા કામ કરવા આવ્યો છું. કોંગ્રેસમા રહી જનતાના કામ કરી શકુ તેમ ન હતુ કોંગ્રેસમા બદલાવ લાવવાના પ્રયાસ તમામ નેતાઓએ કર્યા હતા તે નિષ્ફળ ગયા છે. મે જે સપનુ પોરબંદર અને ગુજરાત માટે જોયુ હતુ તે સ્વપ્ન આજે ભાજપમા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા પરિવર્તન થતુ દેખાય છે. કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો તેમને કોઇને ભાજપે કોઇ ડર નથી બતાવ્યો. કોઇ લાલચ ના કારણે નહી પણ બદલાવ લાવવાના હેતુથી આજે ભાજપમા જોડાઇ રહ્યા છીએ.

અમિરષભાઇ ડેરેએ જણાવ્યું કે, કચ્છમા ભૂકંપ અને સુરતમા પ્લેગ સમયે અમરેલી જીલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક ભાજપમાંથી મળી હતી. 2003 અને 2010થી ભાજપમા રહી ઘણા કામો કર્યા હતા. કોંગ્રેસનુ મોવડીમંડળને નજીકના લોકોએ મીસગાઇડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે કોંગ્રેસનુ નિવેદન આવ્યુ તેનાથી ઘણો આઘાત લાગ્યો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમા ઘણા વિકાસના કામો કર્યા છે. હું આજે કોંગ્રેસ સાથે છેડો ફાળી ભાજપમા જોડાયો છું. આવનાર સમયમાં કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક નિભાવીશ. મને ભાજપમાં જોડવા બદલ ભાજપના અગ્રણીનેતાઓનો આભાર વ્યકત કરુ છું.

આ કાર્યક્રમમા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ ગોરઘનભાઇ ઝડફીયા, જયંતિભાઇ કવાડિયા, એમ.એસ.પટેલ, મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

કમલમ ખાતેથી વિકસિત ભારત મોદીની ગેરંટી વીડિયો વાનને પ્રસ્થાન કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ.

0

ગાંધીનગર, સંજીવ રાજપૂત:

લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જનતાના સુચનો માટે મોબાઇલ નંબર9090902024 પણ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ લોન્ચ કર્યો. આ નંબર પર મિસ કોલ મારી 30 સેકન્ડમાં પોતાના સુચનો પણ નોંધાવી શકે છે તેમજ ઇમેલ એડ્રેસ sankalppatra2024@bjpgujarat.org પર સુચનો પણ મોકલી શકાશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ મીડિયાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમા સમાવેશ કરી શકાય.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા આજથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્ર ની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે.

સી આર પાટીલએ વધુમાં જણાવ્યું કે, લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો,કોલેજો સહિત સ્થળોએ પેટી મુકાશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન દરેક લોકસભામાં બે વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમા આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે. ગુજરાતની જાહેરજનતાને વિનતીં છે કે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું.

Ad.

બાબરખડકનો ટેમ્પો ચાલક કાંતિ રોહિત બેદરકારીના કારણે બાઇક સવાર બે મિત્રો મોતને ભેટ્યા હતાં.

0

ટેમ્પો ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર બે મિત્રો મોતને ભેટ્યા હતાં. કાંતિ રોહિત બાબરખડક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો જેને મંગળવારે ઝડપી લીધો હતો.

નાનાપોઢાથી શક્કરિયા નો જથ્થો ભરી ટેમ્પો ચાલક બે મહિલા અને અન્ય એક વ્યક્તિને બેસાડી સુરત સરદાર માર્કેટ લઈ જઈ રહ્યો હતો ત્યારે ચીવલ રોડ પર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો રોડના નીચે ઉતરી
ગયો હતો અને એ જ સ્પીડે ફરી ટેમ્પો રોડ પર આવ્યો હતો અને ટેમ્પો લપેટા લઈ પલટી માર્યો હતો.આજ સમયે એક્ટિવા અને સ્પ્લેન્ડર બાઇક સામેથી આવતા
ટેમ્પાના અડફેટે આવી ચઢ્યા હતા.અને અને એકટીવા સવાર બે યુવાનો કાળનો કોળીયો બની ગયા હતા.

પારડીના ચીવલ ગામે નાનાપોઢા રોડ પર પીક અપ ટેમ્પો, મોપેડ અને બાઇક આમ ત્રણ વાહનો વચ્ચે સોમવાર રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ સવાર નાના વાઘછીપા છીત્રા પારડીના બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે.પારડીના નાના વાઘછીપા છીત્રાપારડીના ધગડ ફળિયામાં રહેતા પ્રદીપ સુરેશભાઈ પટેલ ઉવ 36 અને હિતેશ શંકરભાઈ પટેલ
ઉંવ 38 મોપેડ નં GJ-15-DH-8680પર સોમવારે રાત્રે 9 વાગ્યે નાનાપોઢા જઈ રહ્યા હતા.

Ad.

અરનાલાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામમાં શિવ ભક્તો દ્વારા ચાર પ્રહારની વિષેશ પાર્થિવ શિવલિંગની પૂજા

0

  • શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે.
  • 4 થી 8 એપ્રિલ 2024 સુધી દરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણ માં વલસાડ નવસારી ના શિવ ભકતો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં મહા શિવરાત્રી ના દિવસ શિવ ભક્તો દ્વારા ચાર પ્રહારની વિષેશ પૂજા કરવામાં આવી રહી છે.

સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે.શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવેછે.મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે.તા. 4 થી 8 એપ્રિલ 2024 સુધી દરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી દરવર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે. એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે. મહાશિવરાત્રી, સાથે જ પૂજા અર્ચના કરે છે.ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથની વિધિ શ્રધ્ધા પૂર્વક પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે, એની સાથે જ મહાશિવરાત્રીના દિવસે સવારથી લઇ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા કરે છે. લાલ રંગનું તિલક માનવામાં આવે છે.

પંચાંગ અનુસાર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત 8 માર્ચ 2024ની રાત્રે 9 વાગ્યાને 57 મિનિટ પર શરુ થશે અને 9 માર્ચ સાંજે 2024ની રાતે સાંજે 6 વાગ્યાને 17 મિનિટ પર થશે.

મહાશિવરાત્રી ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે શિવજી માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા. એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ 64 અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે. કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે, પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે.

સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલાના ભક્તો રમેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ઝવેરભાઇ પટેલ બહાદુરભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, નંદલાલ પટેલ , ગુલાબભાઈ એન.પટેલ ગુલાબભાઈ બી.પટેલ શામજીભાઈ પટેલ,અનામીભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ સફળતા માટે મહેનત રહ્યા છે.

Ad.