Home Blog Page 6

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. : મોરારીબાપુ

0

  • મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે.
  • વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે.

જે મોહગ્રસ્ત થઈ જાય છે, વિષાદગ્રસ્ત થઈ જાય છે એવા અનેક અર્જુનોને યોગ અને વિયોગનો આ નિનાદ જગાડતો રહે છે. એક વાત યાદ રાખજો કે ભગવદ્ગીતા ઘંટડી છે અને રામાયણ આરતી છે. રામાયણના સાત કાંડ એ એની આરતીની સાત જ્યોતિઓ છે. જેને નિત્ય પૂજારી બનવાનું છે, કોઈ મંદિરના નહીં પોતાના જીવનના પૂજારી બનવાનું છે, જે રામાયણની ઘંટડી લઈ ફરતું રહે તો પોતાના જીવનના પૂજારી બની શકે છે.

મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે. એ વ્યક્તિ જીવનની ઝોળીમાં સંપૂર્ણ ખુશીઓ નાખી દે છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. એક વાત જીવનમાં યાદ રાખવી કે તમારે તુલના કરવી હોય તો પોતાથી મોટાઓ સાથે ન કરવી, નીચેનાઓ સાથે કરવી; નહીં તો તમે ક્યારે સુખી નહીં થાવ. જો તુલના તમારાથી નીચેનાઓ સાથે કરી તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ઊલટાનું વિજ્ઞાનવાન બનવાની દિશા ખૂલી જશે.

વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે. આ બહારી ઉડાન છે. ભારતીય વિજ્ઞાન એ છે જે આંતરિક ગહેરાઈઓમાં જાય છે. વિજ્ઞાનવાનનો અર્થ એ થાય છે જે આંતરખોજમાં વ્યસ્ત રહે છે. વિજ્ઞાનીને ગુલાબનું ફૂલ આપશો તો તે અન્વેષણ કરશે કે એમાં કયાં-કયાં આ કેમિકલ્સ છે. આ ફૂલનો રંગ લાલ કેમ છે? પીળો કેમ છે? એ ખૂલે તો એમાંથી સુગંધ કેમ આવે છે? આ અને આવા બીજા અનેક સવાલના જવાબ શોધવાનું કામ વિજ્ઞાનીઓ કરશે. ભારતીય ઋષિ હશે તો તે એમ વિચારશે કે આ ફૂલ જેણે બનાવ્યું છે તે કૃષ્ણ કેવા હશે? ભારતીય ઋષિ હશે તો એ એમ વિચારશે કે આ ફુલમાં સુગંધ ભરનારા રામની હાજરીમાત્રથી કેવી સુગંધ પ્રસરી જતી હશે? ભારતીય ઋષિ આ અને આ પ્રકારના બીજા સવાલો અને એ સવાલોમાંથી ઊભા થતા બીજા પ્રશ્નોના જવાબોની શોધમાં આગળ વધશે. જ્ઞાન ક્રિયાત્મક હોય, જ્ઞાન પ્રયોગાત્મક હોય, જ્ઞાન પરિણામાત્મક હોય. જેમ વિજ્ઞાનનું કોઈ સૂત્ર તમે વાંચી લીધું અને પછી પ્રયોગશાળામાં જઈને એ સૂત્રનો પ્રયોગ કરો તો એ સૂત્ર સિદ્ધ થઈ જાય છે એવી જ રીતે જીવનનું કોઈ સૂત્ર તમે વાંચીને પ્રયોગમાં લીધું તો એ સૂત્ર પણ સિદ્ધ થઈ જાય છે.

Ad..

વિધાતાની વિચિત્રતા !

0

ગયાં અંકમાં આપણે જોયું કે સુરેખાની બેદરકારીને કારણે સાર્થક અત્યંત ગંભીર રીતે બીમાર થઈ ગયો, અને શ્રીદેવી પાસે જવાની હટ લઈ ને બેઠો, એટલે સુરેખાએ ના છૂટકે શ્રીદેવીને બંગલોમાં આવવા દેવી પડી. શ્રીદેવીની સૂઝબુજને કારણે સાર્થકની તબિયત સુધારા પર આવી ગઈ, અને તેણે સુરેખા ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, હજી પણ હું ધારું તો સાર્થકની કસ્ટડી માટે કેસ કરી શકું એમ છું, અને તને આ બંગલોમાંથી પણ બહાર કાઢી શકું એમ છું, માટે મારી સાથે એકદમ વિવેકથી વર્તન કરજે.આ ઉપરાંત શ્રીદેવી શ્રીકાંતના બિઝનેસ વિશે જોઈ રહી હતી ત્યાં દર મહિને શ્રીકાંત કોઈને 50,000 જેવી મોટી રકમ મોકલતા હતાં. તો શું હશે એનું રહસ્ય એ જાણવા શ્રીદેવી હવે શું કરશે ડિટેક્ટર સુધીર દત્તને વાત કરશે, કે પછી આ પ્રકરણને એમનેમ જ બંધ કરી દેશે. કારણ કે શ્રીકાંત માટે તેના દિલમાં ભારોભાર માન સન્માન હતું, જો કોઈ એવી વાત નીકળે તો શ્રીકાંત એની નજરમાંથી ઉતરી જાય એમ હતાં, માટે શ્રીદેવીએ બહુ વિચારી વિચારીને આગળના પગલાં ભરવાં પડે તેમ હતાં, પણ શ્રીકાંતનું મર્ડર કોઈ શું કામ કરે? શું કોઈ સાથે એની જૂની અદાવત હતી, કે પછી માત્ર રૂપિયા માટે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો? એ જાણવા માટે વાંચો આગળ….

સુધીર દત્તના કહેવા મુજબ સુરેખા અને સિદ્ધાર્થ તો આ કાવતરાના પ્યાદા હતા.મેન સૂત્રધાર કોણ છે, એ પણ હજી સ્પષ્ટ રીતે દેખાતું નહોતું. પણ 25 એક વર્ષની સ્ત્રીમાં કોઈ માટે આટલી બધી નફરત અને રૂપિયાનું આટલું આકર્ષણ આ બંને વસ્તુ આશ્ચર્ય પમાડતી હતી. અને ઉપરથી સાર્થક પ્રત્યેનું તેનું વલણ પણ વિચિત્ર હતું! એટલે શું ખરેખર સાર્થક તેનો પુત્ર નહોતો? એ પણ આ નાટકનો હિસ્સો હોવાથી એને ક્યાંકથી લઈ આવ્યાં હતાં? કે આખરે વાત શું છે! શું શ્રીકાંત બધું જાણતા હતાં, અને કદાચ એની મરજીથી જ સુરેખા બંગલોમાં આ બાળકને લાવી હતી! તો શું ડોક્ટર પાસે પ્રેગ્નેન્સીનું પણ નાટક હતું? વગેરે કેટ કેટલા રહસ્યો ભરેલા દેખાતા હતાં, અને શ્રીદેવી પાસે એનો કોઈ ઉત્તર નહોતો. અંતે એણે નક્કી કર્યું કે મારે જો સત્ય ને જાણવું હોય, તો એને પચાવવાની હિંમત પણ કેળવવી પડશે! અને સત્ય સુધી પહોંચવા માટે મારે સુધીર દત્તનો સહારો લેવો જ પડશે. નહીં તો આ રહસ્ય આમ જ રહેશે, અને ક્યાં સુધી એમ 50000 રૂપિયા જે તે વ્યક્તિને હું આપીશ! શ્રીકાંત આપતાં હતાં કારણ કે એ કારણ જાણતા હતાં અને કદાચ એની આ વ્યક્તિ સાથે કોઈ કૂણી લાગણી પણ જોડાયેલી હોય! પરંતુ મારા મનમાં એની માટે એવો કોઈ જ ભાવ નથી, તો પછી મારે શું કામ રૂપિયા આપવા અથવા તો રૂપિયા જાય તે જોતા રહેવું? એણે પાક્કે પાયે નક્કી કરી લીધું કે હવે તો આ પાર કે પેલે પાર! પરંતુ સુધીર દત્ત સાથે આ બધી જ વાતની ચર્ચા કરી સત્ય સુધી પહોંચવાનું છે, અને એને ખાસ તાકીદ કરવાની છે, કે શ્રીકાંતના કેરેક્ટરમાં કોઈ એવી વાત મળે તો, એ સમાજમાં ક્યાંય ચર્ચિત ન થાય! એની તકેદારી પણ આપણે લેવાની છે. પૂર્ણપણે સાઉન્ડ પ્રુફ પ્લાન બનાવી, અને છેક સુધી જવું પડશે. જેમ સુરેખા આ બંગલોમાં પ્રવેશી, એમ જ આપણે પણ બદનામ ગલી સુધી જવાનું છે,અને છતાં કોઈ ને ખબર પડવા દેવાની નથી. સુધીર દત્ત સાથે આટલી બધી વાતો ફોનમાં કરવો યોગ્ય ન હોવાથી એણે તેને કોફી શોપમાં મળવાનો મેસેજ કરી દીધો. સુરેખા રોજ પાંચ થી નવ સુધી લગભગ બહાર રહેતી હતી, એ સમય દરમિયાન એક કલાક તો એને મળી જ જાય એમ હતું. આ બધામાંથી પરવારી એટલે એને વળી પાછી સાર્થક ની યાદ આવી એને થયું કે હવે સાર્થક ને કેમ હશે?એ સૂઈ ગયો હશે !એને કંઈ ખાધું હશે કે નહીં! ત્યાં સર્વન્ટ સાથે સાર્થક આઉટ હાઉસમાં આવ્યો, અને સર્વન્ટ એ કહ્યું દીદી છોટી મહેસાબને બોલા હૈ કે બાબા અબ થોડી દેર ઇધર હી રહેંગે!: શ્રીદેવી એ વ્હાલથી સાર્થક ને ઉચકી લીધો અને ગળે લગાડી લીધો! સાર્થકે કહ્યું મોટી મમ્મી તમે કેમ ચાલ્યા આવ્યાં ?મને ત્યાં આગળ ગમતું નથી, હવે હું પણ તમારી સાથે અહીં જ રહીશ. શ્રીદેવીએ એને સમજાવ્યું કે ના ના હું બીમાર છું એટલે તો અહીં રહેવા આવી છું, સાજી થઈ જાઉં એટલે મારી મેળે જ પાછી ત્યાં રહેવા આવી જઈશ, આખો આખો દિવસ તું મારી સાથે રહીશ, તો તું પણ બીમાર પડી જઈશ! સમજ્યો એમ કરી તે એને લઈ કિચનમાં ગઈ અને તેની માટે ચોકલેટ વાળું દૂધ બનાવી એને પીવડાવ્યું, પછી તેને લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને સાર્થકે કહ્યું કે, મોટી મમ્મી મને એક વાર્તા સાંભળવી છે, કેટલાય દિવસથી મને કોઈએ સ્ટોરી કરી જ નથી! શ્રીદેવી વિચારતી હતી કે આ વાત હું વાર્તાના રૂપમાં સાર્થક ને કરું !પણ પછી થયું કે ના એનો નાજુક હૃદય આવો આઘાત સહન ન કરી શકે, અને કેટલાય પ્રશ્નો એનાથી ઊભા થાય એનું નાનકડું મગજ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવામાં અટવાઈ જાય, એની કરતાં સાર્થક માટે તો સસલા કાચબાની, કે પછી હંસ કાગડાની, સિંહ શિયાળ કે ઉંદર કબૂતરની અને બહુ બહુ તો રાજા રાણીની વાર્તા બરાબર છે. શ્રીદેવીએ ઉંદર કબુતરની વાર્તામાં થોડો ફેરફાર કરીને, એ વાર્તા સાર્થક ને કરી. સાર્થક ને હજી પણ એટલી બધી નબળાઈ હતી કે, એ વાર્તા સાંભળતા સાંભળતા જ શ્રીદેવીના ખોળામાં માથું રાખીને સુઈ ગયો. શ્રીદેવી એના માથામાં હાથ ફેરવતી હતી, અને વિચારતી હતી કે બાળકો કેટલા માસુમ અને નિર્દોષ હોય છે! મોટા થયા પછી જ એના મનમાં રાગ દ્વેષ કે નફરત અને દુશ્મની વગેરેના ભાવ ઉત્પન્ન થતાં હોય છે. અચાનક એને ખ્યાલ આવ્યો કે, સાર્થક સૂઈ ગયો એટલે હવે શું કરવું! ‌કારણ કે સાર્થક ને એમ આઉટ હાઉસમાં એકલો મૂકીને સુધીર દત્ત ને મળવા નહીં જવાય! અને જો સર્વન્ટ ને બોલાવી ને સાર્થક ને ત્યાં મોકલી આપું તો સુરેખા ને વહેમ આવે! જોકે નથી સુરેખા, હવે લાગે છે સાર્થકની મા પણ નથી! પણ એમ ઘરમાં બંધ કરીને તો જવાશે નહીં! તેમજ સાથે પણ લઈ જવાશે નહીં!! તો શું કરવું! શું કરવું! એને થયું કે હમણાં તો આમ પણ જવાનું નથી, સુરેખા ઉર્ફે સ્વીટી જાય પછી જ જવાનું છે! અને એ જાય પછી મેં એને ત્યાં મોકલી દીધો કે નહીં એ ક્યાં એને ખબર પડવાની છે? અને હું તો તરત પાછી આવતી રહીશ! શ્રીકાંત નાં ગયા પછી એકસાથે એટલી બધી ઘટના ઘટી ગઈ કે, હવે તેને એકાંતમાં થોડો ડર લાગતો હતો,અને સુધીરનો સાથ તો એને આમ પણ પસંદ હતો.

સાર્થક ને સૂવાડતા સૂવાડતા શ્રીદેવીને પણ ઝોકું આવી ગયું,અને મર્સિડીઝ નું હોર્ન ન વાગ્યું હોત તો એ કદાચ હજી જાગી પણ નહોત! ગઈકાલે સાર્થક માટે આખી રાતનો ઉજાગરો થયો હતો, એટલે આવું થવું સ્વાભાવિક છે. એને થયું કે આ સુરેખા રોજ ક્યાં જતી હશે! ઓફિસમાં! કે પછી બીજે! એની પણ તપાસ કરાવવી પડશે,ન જાણે એક પછી એક એમ જુદાં જુદાં વિચારોનાં ફિતુર નીકળે જ જાય છે, પણ એની એક એક ચાલ પર નજર ન રાખીએ તો કંઈ પગેરું મળે નહીં. એણે ધીરેકથી સાર્થક નું માથું ઓશીકા પર ગોઠવ્યું, અને પોતે વોશરૂમ માં આવી. એસી ન હોવાથી ગરમી થઈ ગઈ હતી, એટલે મોઢું ધોયું અને અરીસામાં જોયું. પહેલાં તો આમ જ જવાં વિચાર્યું પણ પછી થયું કે ના, સુધીર શું વિચારશે! શ્રીકાંતનાં જતાં તો એની દુનિયા ઉજડી ગઈ હતી, અને એને કંઈ ગમતું જ નહોતું! જમવાનું પણ ભાવતું નહોતું, ત્યાં શાજ શણગાર તો ક્યાંથી ગમે! પણ સુધીરને જ્યારથી મળી ત્યારથી હવે તેને થોડું થોડું તૈયાર થવું ગમતું હતું. એણે સી ગ્રીન કલરની સાડી પહેરી, અને વાળનો ચોટલો વાળવા જતી હતી, ત્યાં જ સુધીરના પહેલી મુલાકાત વખતનાં શબ્દો યાદ આવ્યાં, યે કાલી કાલી ઘટાયે, ઔર યે કાતિલ નજર! દોનોં હી કયામત કર દેતી હૈ,ઔર મુજ નાચિઝ મેં ભી શાયર સી નજાકત ભર દેતી હૈ!! અને એ ત્યારે જેમ મુક્ત મને હસી પડી હતી,એમ જ હસી પડી! એણે સર્વન્ટ ને બોલાવી સાર્થક ને બંગલોમાં મોકલી દીધો, અને એ જાગી ન જાય એનું ધ્યાન રાખવા કહ્યું, તેમજ ઉઠે‌ ત્યારે શું આપવું એની જરુરી સુચના પણ આપી‌.

શ્રીદેવીએ પર્સ લીધું અને આઉટ હાઉસ લોક કરી તે બહાર નીકળી,પણ જે કોન્ફિડન્સથી તેણે બહાર પગ મૂક્યો હતો એ કોન્ફિડન્સ અચાનક એક વિચારે ખળભળી ગયો. એણે આમ તો સાવ સાદી સાડી પહેરી હતી પરંતુ વાળ ખુલ્લાં મુક્યાં હતાં, અને તન અને મનની સુંદરતાને કારણે એટલો નિખાર હતો કે જાણે ફેશન કરી હોય એવું લાગતું હતું. એને થયું કે લોકો શું વિચારશે!! અને તે વિચારતી જ હતી કે હું વાળ બાંધી લઉં, સાડી છેડો કવર કરી લઉં, ગોગલ્સ કાઢી નાખું! ત્યાં જ બંગલો ના ગેટ પર ઉભેલો સિક્યુરિટી ગાર્ડ એક મિનિટ મેમસાબ!! એમ કરીને પાસે આવ્યો, અને એણે શ્રીદેવીને એક કાળો બુરખો આપ્યો, અને કહ્યું મેમસાબ યે પહેન લો!: શ્રીદેવી ને પણ એટલું જ જોઈતું હતું.તેણે બુરખો પહેરી લીધો અને તે ગેટની બહાર નીકળી. એણે ઓટો રીક્ષા કરી,અને ઓટોમાં બેઠા પછી, એને વિચાર આવ્યો કે સિક્યુરિટી ગાર્ડ પાસે બુરખો ક્યાંથી આવ્યો! અને એણે મને જ શું કામ આપ્યો? આ બધા વિચારોમાં કોફી શોપ આવી ગઈ, અને તે નીચે ઉતરી પોતાના બુક કરેલા ટેબલ પાસે પહોંચી. સુધીર દત્ત ત્યાં આગળ પહેલેથી જ મોજુદ હતાં, અને તેણે એક સુંદર લાલ ગુલાબ આપી શ્રીદેવીનું અભિનંદન કર્યું! શ્રીદેવી પોતાની ચેર પર બેઠી, ગુલાબ માટે થેન્ક્યુ કહ્યું, અને ઠંડુ પાણી પીધું. પોતાની વાતની રજૂઆત કરવા જતી જ હતી ત્યાં જ, સુધીર એ કહ્યું કે સાર્થક સુરેખાનું બાળક નથી, તેમ જ સુરેખા એ માત્ર રૂપિયા માટે શ્રીપાલ સાથે લગ્ન કર્યા નથી. કોઈ અદાવત ને કારણે તે આ બંગલોમાં આવી છે. શ્રીદેવી સુધીર દત્ત સામે આશ્ચર્યથી જોઈ રહી? અને તેણે કહ્યું કે હજી તો મેં કંઈ કહ્યું જ નથી, ત્યાં મારા પ્રશ્નોના જવાબ!! એવું કઈ રીતે? સુધીર હસવા લાગ્યો અને તેને કહ્યું કે તારી નજરમાં ભલે હું કંઈ નથી. પરંતુ હું પેશા થી એટલે કે વ્યવસાયથી એક ડિટેક્ટિવ છું, અને મારે બધી જ બાજુએ નજર દોડાવી પડે, તો જ કંઈક હાથ લાગે! બદનામ ગલીમાં મારા બાતમીદારે મને એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે, અને એ સમાચાર મુજબ શ્રીકાંત દર મહિને એને ₹50,000 આપતો હતો, અને આ વાત સાચી પણ છે, મેં ઓફિસમાં તપાસ પણ કરાવી લીધી છે. પછી હજી વધુ ઊંડી ખબર મેળવવા માટે એ બદનામ ગલીની જ રહેવાસી એવી એક સલમા નામની યુવતીને ફોડી લીધી છે, જે મને બધી જ બાતમી આપે છે! શ્રીદેવીનું આશ્ચાર્ય હજી શમ્યુ ન્હોતું, ત્યાં એણે એક એવી સચ્ચાઈ એની સામે રાખી કે, જે સાંભળવી કદાચ શ્રીદેવી માટે વધુ આઘાતજનક હતું. શ્રીકાંત માટે તો એ હજી પણ કંઈક ન ઈચ્છવા છતાં વિચારી શકે કે જુવાન હતો, અને ક્યાંક પગ લપસી ગયો હોય, પરંતુ આ વાત તો એના ગળે ઉતરે એમ જ નહોતી! પણ સુધીર દત્ત એ બધી જ વાત એવિડન્સ સાથે રજૂ કરી હતી એટલે માનવું પણ પડે એવું હતું.

એવું તો સુધીર દત્ત એ શું કહ્યું, કે શ્રીદેવી આટલી બધી ચોકી ગઈ? અને સુરેખા રોજ સાંજે 5 થી 9 /10 સુધી ક્યાં જાય છે? સાર્થક એનો પુત્ર નથી તો કોનો પુત્ર છે? અને રૂપિયા 50,000 જેવી મોટી રકમ શ્રીકાંત શું કામ બદનામ ગલીમાં કોઈને મોકલતો હતો? અને સૌથી વધુ આશ્ચર્યજનક તો બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ કેમ બુરખો આપ્યો! અને એમ એની પાસે બુરખો રાખવા નું કારણ! ઉપરથી જે જે શંકા હતી,અને સુધીર દત્ત સાથે મોકળા મને વાત કરવા આવી હતી,એ બધી વાત તો એણે જ કહી દીધી!: આશ્ચર્ય પર આશ્ચર્ય! શ્રીદેવી ને તો થાય જ! પણ હવે તો હું ય મુંઝાઈ છું,કે ક્યાં અને કેવો વણાંક આવશે! પણ કંઈ નહીં! સુધીર દત્ત આજે પણ શ્રીદેવીને ખૂબ ચાહે છે, એટલે એ એકોએક વિશે તપાસ કરશે જ, અને એને જરુરથી ન્યાય મળશે! આ બધાં જ સવાલોના જવાબ જાણવા માટે હજી થોડું થોભો! વધુ આવતા અંકે!…

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

કપરાડા માં બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

0

આજ રોજ તારીખ 11/03/2024 ના દિવસે બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ નુ આયોજન એન્કર બાય પેનાસોનીક અને બીસલ્ડ બાયફ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ નો હેતુ મહિલા સશ્ક્તિકરણ અને આત્મનિર્ભર કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, એન્કર બાય પેનાસોનીક ના આસિસ્ટન્ટ મેનેજર કિરણભાઇ મોરે, થાણે, નીતીનભાઇ સોનાવાલા, આર્ટ્સ વિનયન કોલેજ, કપરાડાના પ્રીન્સીપાલ ડૉ. ડી. એન. દેવરી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા અને અન્ય મહેમાનો કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા.

બીસલ્ડ બાયફ કપરાડાના જીતીનભાઇ સાઠે, બાયફ ટીમના સ્ટાફ અને બાયફ દ્વારા ચાલતા પ્રોજેક્ટ કાર્યવિસ્તારમાંથી સ્વ સહાય જુથના 500 બહેનો હાજર રહી આ દિવસને સફળ બનાવ્યો હતો. વિશ્વ મહિલા દિવસ નીમીતે અલગ-અલગ જુથ દ્વારા વિવિધ સાંસકૃતિક કૃતિઓ ભજવવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુરૂપ મુખ્ય મહેમાનશ્રોઓ દ્વારા બહેનોને ઉત્સાહિત કરવા સંબોધનો કરવામાં આવ્યુ, અને બહેનો દ્વારા પણ સ્વેચ્છાએ પોતાના મંતવ્યો રજુ કરમાં આવ્યા.

મહિલા દિવસ નિમીતે જીતુભાઇ ચૌધરી દ્વારા બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવવાની અને યોજાતી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે બહેનોને મફત મેદાનનું આયોજન કરી આપવાની ખાતરી આપી. સખી સહીયારી ફેડરેશન કપરાડા દ્વારા નારી ભવન બનાવવા માટે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને લેખીતમાં રજુઆત કરવામાં આવી.

Ad…

વિધાતાની વિચિત્રતા!! (ભાગ- ૪)

0

ગયાં અંકમાં આપણે જોયું કે શ્રીદેવી સુધીર દત્ત ને મળવા જાય છે, અને ત્યાંથી વાતચીત કર્યા બાદ પાછી આવે છે, અને હવે થોડેઘણે અંશે નિશ્ચિત પણ થઈ જાય છે કે, એના પતિનું જો મર્ડર થયું હશે, તો એને ચોક્કસ ન્યાય મળશે. આમ તો થયું હશે કે નહીં? એવો હવે સવાલ ઉપસ્થિત થતો નથી, કારણ કે સુરેખાનાં જીવનની ઘણી બધી સચ્ચાઈ સુધીર દત્ત એ શ્રીદેવીને ફોનમાં જણાવી, અને શ્રીપાલ સાથેના તેના લગ્ન પણ એક સમજી વિચારેલી ચાલ હતી. સુરૈયા નામની તેની માતા બદનામ ગલીની રહેવાસી હતી, અને માતાએ કદાચ મજબૂરીમાં આ ધંધો પસંદ કર્યો હતો, પણ સુરેખા એ તો આ દુનિયાનાં પુરુષ સાથે વેર વાળવા આ ધંધો સ્વીકાર્યો હતો. કોઈનાં પાંચ, પંદર હજારમાં હવે તેનું મન ધરાતું નહોતું! એટલે એકસાથે મોટો હાથ મારી અને ક્યાંક કોઈ ઓળખે નહીં એવાં સ્થળે જતાં રહેવું એવો, એણે અને તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ એ પ્લાન કર્યો હતો. આ બધું સાંભળીને શ્રીદેવીને કમકમા આવી ગયાં, કે કોઈ એટલી હદ સુધી કેમ જઈ શકે? અને એ પણ માત્ર રૂપિયા માટે! પણ શું ખરેખર રૂપિયા માટે જ આ બધું થતું હતું, કે કંઈક બીજું પણ કારણ હતું ચાલો જાણીએ આજે….

Ad..

સુધીર દત્તના ફોનથી શ્રીદેવીનું મન વિચલિત થઈ ગયું હતું, અને તે વિચારતી હતી કે આ બધામાં નાનકડો સાર્થક બિચારો … એમાં એનો શું દોષ છે? એમ એની મમતા વારંવાર તેને કહેતી હતી! હજી તે કંઈક વધુ વિચારે એ પહેલાં જ બંગલોમાંથી એક સર્વન્ટ દોડતો આવ્યો, અને કહ્યું દીદી છોટી મેમસાબ બુલા રહી હૈ! નન્હે બાબા કો બુખાર આંયાં હૈ! અને શ્રીદેવી રીતસરની દોડીને બંગલોમાં પહોંચી ગઈ. હકીકતમાં સાર્થક ને શ્રીદેવીના એટલા બધા હેવા હતા કે શ્રીદેવી વગર તે દૂધ પણ પીતો નહોતો, અને જમતો પણ નહોતો! એટલે એને કારણે તેને તાવ આવી ગયો હતો. સતત તે શ્રીદેવી પાસે આવવાની જીદ કરતો હતો, અને સુરેખા તેને રોકતી હતી, કે ખીજાતી હતી, ક્યારેક તો મારી પણ લેતી હતી! પરંતુ આજે તો તાવ એટલો અસહ્ય થઈ ગયો કે, સુરેખાએ ન ઈચ્છવા છતાં શ્રીદેવીનો સહારો લેવો જ પડે એમ હતો! એના દિલમાં તો મમતા નહોતી, પણ રૂપિયા પૈસા માટે પણ સાર્થક નું જીવતાં રહેવું બહુ જરૂરી હતું, એ વાત તેને સિદ્ધાર્થે યાદ દેવડાવી, અને તેણે સર્વન્ટને શ્રીદેવીને બોલાવી લાવવા કહ્યું. પથારીમાં પડેલા સાર્થક ને જોઈને શ્રીદેવીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, તેણે સાર્થક ને ગળે લગાડી લીધો અને અડધો તાવ તો જાણે પોતે લઈ લીધો હોય, તેમ સાર્થકે આંખ ખોલી,અને બોલ્યો મોટી મમ્મી તમે ક્યાં હતાં! મને તમારી વગર જરાય ગમતું નથી! શ્રીદેવીએ સુરેખા સામે વેધક નજરે જોયું અને સાર્થક ને કહ્યું કે એ તો મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, ખૂબ ઉધરસ અને શરદી થઈ ગઈ છે, એટલે તને ચેપલાગી જાય નહીં એ માટે હું નીચે આઉટ હાઉસમાં રહેવા ચાલી ગઈ છું! એટલે તારી મમ્મી તને મારી પાસે નથી આવવા દેતી સમજ્યો! બાકી હું જ તારી વગર ન રહું! પણ હવે મને છોડીને નહીં જતાં! આટલું તો તે માંડ માંડ બોલી શક્યો, એટલી તેને નબળાઈ લાગતી હતી. શ્રીદેવીએ તાત્કાલિક ફ્રુટ જ્યુસ મંગાવ્યું, અને પોતાના હાથેથી સાર્થક ને પાયું. હવે તેને થોડું સારું લાગતું હતું, એણે સાર્થકમાં કપાળે પાણીના પોતા પણ મૂક્યાં, અને તળિયામાં પણ એરંડિયું ઘસ્યું, એટલે તેનો તાવ ઉતરવા લાગ્યો! એ આખી રાત શ્રીદેવી સાર્થકના ઓશીકા પાસે બેઠી રહી, કારણ કે સાર્થકે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. એ મનમાં ને મનમાં વિચારતી હતી કે, કેટલા નિર્દોષ હોય છે બાળકો, એને દુનિયાદારી કે રૂપિયા પૈસાથી કંઈ લેવાદેવા હોતી નથી! એને તો માત્ર પ્રેમ સાથે જ સંબંધ હોય છે. બાકી માતા કેવી જાનવર જેવી છે, અને છતાં એનું બાળક કેટલું લાગણીશીલ છે? જોકે હોય જ ને સાર્થક નો ઉછેર તો શ્રીદેવી પાસે જ થયો હતો! સુરેખા તો માત્ર કહેવા પૂરતી જેની મા હતી. એણે કદી એને પોતાનું દૂધ પણ આવતું નથી કરીને પાયું નથી! પહેલાં બકરીનું, અને પછી ગાયના દૂધ પર શ્રીદેવીએ સાર્થક ને ઉછેર્યો હતો, અને રાત રાત એ જ તેની માટે જાગી પણ હતી. દૂધ આવતું નથી પર શ્રીદેવીને વધુ એક વિચાર આવ્યો કે શું આ બાળક પણ નાટક માટે કોઈ નું લાવવામાં આવ્યું હશે! શું સુરેખા એ પ્રેગ્નન્સી નું પણ નાટક કર્યું હતું? કરી શકે એમ છે! બાપરે આને તો સ્ત્રી કહેવી પણ ગમે તેવી નથી મા તો ક્યાંથી કહેવાય!

AD…

સાર્થક સાવ સુઈ ગયો છે, એની ખાતરી કરવા સુરેખા રૂમમાં આવી, અને એને કહ્યું દીદી આજે સાર્થકની તબિયત સારી નહોતી, એટલે તમને બોલાવ્યાં! એનો મતલબ એ નથી કે તમારે અહીં રહેવાનું છે! એ તો નાનો છે, પણ તમે તો મોટા છો ને! તમને તો ખબર પડવી જ જોઈએ કે, હવે આ બંગલા પર તમારો અધિકાર નથી! શ્રીદેવીએ કહ્યું કે મને મારા અધિકારની પણ જાણ છે, અને મારી ફરજની પણ જાણ છે! અને સૌથી મોટો અધિકાર તો, એટલે કે સાર્થકની કસ્ટડીનો અધિકાર તો હજી આજે પણ મારી પાસે જ છે; એટલું સુરેખા તું પણ સમજી લેજે! શ્રીદેવી ને એને તેના મૂળ નામથી બોલાવવાનું મન થઈ આવ્યું કે, એને કહી દઉં કે તું કોણ છે? તેની મને ખબર પડી ગઈ છે, પણ તરત જ તેણે પોતાની પર કંટ્રોલ કરી લીધો. કારણ કે સુરેખા ઉર્ફે સ્વીટી જો આ વાત જાણી જાય કે, શ્રીદેવી ઘણી બધી સચ્ચાઈ જાણી ચૂકી છે, તો એ એની માટે વધારે ભયંકર પરિણામદાયી બની શકે,અને નાનકડા સાર્થકને એનું પરિણામ ભોગવવું પડે! શ્રીદેવી ધીરેકથી હાથ છોડાવી ને ઊભી થઈ અને જતાં જતાં બોલી, મને ખબર હતી કે તે સાર્થકને માત્ર જવાબ આપ્યો છે,પણ તને એનામાં રસ નથી. પરંતુ શું સાવ તારી મમતા મરી ગઈ છે? તને દેખાતું નથી,કે સાર્થક બોલી પણ શકતો નથી! ચાલો સમજ્યા કે મારી પાસે ન લાવી! પણ ડોક્ટર પાસે તો લઈ જઈ શકી હોત! સુરેખા તને ખરાબ લાગશે પણ, કહેવું તો પડશે! આ રુપિયા અને આ રુપ બંને કાયમી નથી! એટલું યાદ રાખી લેજે! અને તારે કારણે મારું બાળક સહન કરે એવું તો હું થવા નહીં દઉં! એટલે ઉલ્ટી ગીનતી શરૂ કરી દેજે! આમ કહી એ ઝડપથી બહાર નીકળી ગઈ.

AD..

આઉટ હાઉસમાં આવી શ્રીદેવી વિચારતી હતી પોતાનું પણ કોઈ અંગત સ્વજન છે! એ એક માત્ર વિચાર આત્મ વિશ્વાસ વધારવા કાફી છે. કિસ્મત થી એને તો બે કારણ છે, એક સાર્થક, અને બીજું સુધીર! એ ન ઈચ્છવા છતાં અતિતની ગલીમાં ઘુમવા લાગી, જ્યાં એક સમયે સુધીર અને શ્રીદેવી એ પોતાના સુંદર ભવિષ્યની ઈમારત ચણી હતી, કેટલા ખુશ હતાં! પણ બાપુજી એ શ્રીધરરાય ને વચન આપ્યું હતું, એટલે એણે શ્રીકાંત સાથે લગ્ન થયાં. જોકે શ્રીકાંત ખૂબ સારાં સ્વભાવનાં હતાં, અને પોતે પણ નક્કી કર્યું હતું કે પતિ સિવાય કોઈ વિષે વિચારશે નહીં! અને આજ સુધી એણે એ જાણતી પણ નહોતી કે સુધીર ક્યાં છે? પણ વિધીને શું મંજૂર હશે કે, આમ એકાએક એનો ભેટો થયો! સુધીર વિશે વિચારતી હતી તો પહેલાં તો એને થયું કે આ પાપ છે! હું શ્રીકાંતની વિધવા છું! મારાથી પર પુરુષ વિશે વિચારાય નહીં.

AD..

શ્રીદેવી પોતાના માનસમાં ચાલતા આ વિચારોનાં ધમાસાણ યુદ્ધ ને રોકવા ઈશ્વર સ્મરણ કરવા લાગી,એ નવકાર મહામંત્રનો જાપ કરવા લાગી, અને લગભગ એક કલાક થયો, ત્યારે માંડ માંડ તેનું મન શાંત થયું! એણે પોતાના મોબાઈલમાં સેવ કરેલી ફાઈલમાં જોયું કે શ્રીકાંતનાં બીઝનેસ માંથી કંઈક જાણવા મળે તો! શ્રીદેવી જેમ જેમ ફાઈલ તપાસતી ગઈ, એમ એને ધ્યાનમાં આવ્યું કે શ્રીકાંત દર મહિને કોઈને રૂપિયા આપે છે, કોણ હશે એ? શ્રીકાંત એ તો આવી વાત કોઈ વાર કરી નથી! હા ડોનેશન કે ચેરિટી માટે એ વારંવાર રૂપિયા આપતાં હતાં, અને એ તો બંને જણાં સમાજસેવા કરતી સંસ્થાઓમાં સાથે જ દેવા જતાં હતાં. કોઈ વાર લાખ તો કોઈ વાર બે લાખ એમ શક્ય એટલી સમાજની સેવા તેઓ આ રીતે કરતા હતાં! તો પછી આ કોણ હશે જેને શ્રીકાંત એ દર મહિને 50,000 રૂપિયા આપવા પડતાં હતાં શું શ્રીકાંતને પણ કોઈ અફેર હશે કે પછી કોઈ બીજું કારણ હશે? ના ના શ્રીકાંત એવા બિલકુલ નહોતા, એના ચરિત્ર પર એક પણ ડાઘ હતો નહીં, તો રૂપિયા 50,000 જેવી મોટી રકમ કોઈ કોઈને આપે શું કામ? અને એ પણ લગભગ દસ વર્ષથી નિયમિત રૂપે પેલી અથવા બીજી તારીખે મોકલાયા હતાં એણે એમાંથી ડીટેલ મેળવવા કોશિશ કરી કે આ રૂપિયા આખરે કોને જાય છે ? પરંતુ બેંકમાંથી ખાલી ટ્રાન્ઝેક્શન થયાનું જ પ્રુફ મળતું હતું! એણે એકવાર ઓફિસ જઈ અને ત્યાંના સ્ટાફ સાથે વાત કરવા વિચાર્યું. કારણ કે કોઈને કોઈ તો આ વિશે જાણતું જ હશે, એમાં પણ ખાસ કરીને શ્રીકાંતનો ખાસ માણસ કહેવાય એવો શ્રીનિવાસ ચેટરજી જે માત્ર એમ્પ્લોઇડ નહોતો! એ તેનો ખાસ મિત્ર, હમદર્દ, અને હમરાજ પણ હતો. શ્રીકાંત ઘણી વાર કહેતા શ્રીદેવી કદાચ ને હું ન હોઉં! ત્યારે તું સૌથી વધુ ભરોસો શ્રીનિવાસ પર કરી શકે છે. શ્રીનિવાસ મારા જીવનના બધા જ રહસ્યને જાણે છે, અને તને સાચી સલાહ આપશે! આ ઉપરાંત બિઝનેસ સંભાળવામાં પણ મદદ કરશે! એવે સમયે તો શ્રીદેવી મીઠો છણકો કરીને કહેતી કે! એવું અશુભ શુ કામ બોલો છો? મને એવી કોઈ દિવસ જરૂર પડવાની જ નથી. તમારી પહેલા તો આ દુનિયામાંથી હું જવાની છું! પરંતુ વિધાતા ની વિચિત્રતાના કારણે શ્રીદેવી પહેલા જ શ્રીકાંત ચાલ્યા ગયાં, અને કોણ જાણે કેટલાય રહસ્યો એમની સાથે ચાલ્યા ગયાં!! આ મહિને એ વ્યક્તિને 50,000 નહીં મળે તો એનું જીવન ગાડું કેમ ચાલશે, એવો વિચાર પણ શ્રીદેવીને આવ્યો. શું કરું સુધીર દત્તને જ વાત કરું! કેપછી એકવાર શ્રીનિવાસને હું રૂબરૂ મળી આવું!!કારણ કે શ્રીકાંત સાથે જોડાયેલી આ ઘટના સુધીરને કહેવા શ્રીકાંતના કેરેક્ટર પર સવાલ પણ ઉઠે એટલે પોતે જ મનોમન એને મળવા જવાનું નક્કી કર્યું!

AD..

કોણ હશે એ વ્યક્તિ કે જેને શ્રીકાંત દર મહિને 50,000 રૂપિયા જેવી માતબર રકમ આપતો હતો શું એ સ્ત્રી હશે કે પુરુષ? શ્રીદેવીને બાળક ન થતા શ્રીકાંત કોઈ અન્ય સાથે સંબંધ બાંધ્યો હશે શું? એ સ્ત્રીને કોઈ બાળક હશે કે પછી અતીતના હજી કોઈ વધુ ઊંડા રહસ્ય વિશે શ્રીદેવીને જાણવા મળશે! શ્રીકાંતનો મર્ડર કેસ તો સુલજવાનું નામ જ લેતો નથી! અને સુરેખા સિદ્ધાર્થ ઉપરાંત હવે આ બીજું કોણ છે, જેને શ્રીકાંત સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબંધ છે, અને એને કારણે એ તેને દર મહિને 50000 રૂપિયા આપે છે! બાપ રે મારી તો બુદ્ધિ જ ઢેર મારી ગઈ છે! આ તો એક પછી એક પત્તા ઉંધા જ પડતા જાય છે, અને બિચારો ડિટેક્ટિવ સુધીર પણ હવે ક્યાં ચાલવું એ વિશે વિચારતો હશે, ત્યાં તો આ બીજી બાજુ પણ રહસ્યથી ભરેલી દેખાય છે. એટલે કે સુરેખા અને સિદ્ધાર્થની સચ્ચાઈ તો સામે આવી ગઈ, પરંતુ શું શ્રીકાંત પણ દૂધે ધોયેલો ન ન્હોતો?; ના!ના! એવું તો સાવ શ્રીકાંતનું કેરેક્ટર ના જ હોય! એમ શ્રીદેવી પોતાના મનને આશ્વાસન આપે છે. તો શું કોઈ તેને બ્લેકમેઇલ કરતું હશે! આમ આવાં કેટલાય તર્ક એની ચોમેર ઘુમતા હતાં,અને તૈયાર થઈને શ્રીકાંતની ઓફિસે જવાં નીકળે છે!

Ad..

ઓફિસમાં પહોંચીને જુએ છે તો શ્રીકાંતની ચેર પર શ્રીનિવાસ બેઠાં હતાં! અને શ્રીદેવી ને જોતાં જ એને પરસેવો છૂટી વળે છે. શ્રીદેવી વિચારે છે કે શું શ્રીકાંત નું મૃત્યુ એ શ્રીનિવાસ ચેટરજીની કોઈ ચાલ તો નહીં હોયને! શું સુરેખા એ એને રુપિયાની લાલચ આપી પોતાનાં વિશ્વાસમાં લઈ લીધો હશે? ન જાણે આવાં બધાં કેટલાય સવાલોના જવાબ તો હવે ખુદ શ્રીદેવી પણ આપી શકતી નથી. શું શ્રીનિવાસ પણ પહેલેથી જ વિશ્વાસઘાતી હશે? કે પછી સુરેખા એ તેને ફોડ્યો હશે! અને આ બધામાં શું શ્રીપાલ પણ સામેલ છે?, કે પછી એની આંખમાં પણ ધૂળ જોકવામાં આવી છે! અને પેલા પચાસ હજાર રુપિયા દર મહિને કોને મોકલવામાં આવતા! શ્રીદેવી નાં ન ઈચ્છવા છતાં શ્રીકાંત માટે એનું મન વિચારથી બદનામ ગલી તરફ વળ્યુ,અને એને થયું કે શું સુરૈયા સાથે કોઈને સંબંધ હશે? અને સૌથી વધુ અગત્યનું તો શું શ્રીદેવી સાર્થકનું ભવિષ્ય સર્વાઇવ કરી શકશે! આવાં તો કેટલાંય સવાલોના જવાબ જાણવાં માટે હજી થોડું થોભો!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો અનુભવ

0

  • કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો.
  • આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો
  • ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા.જોકે, થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.આથી દિપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે, ત્યારે આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Ad..

ધરમપુરના બીલપુડીમાં આવેલી BRS કોલેજના 5 ઓરડાનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ

0

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલય ખાતે નવનિર્મિત 5 ઓરડાઓનો રાજ્ય મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ શાળા સંચાલકના વરિષ્ઠ ટ્રસ્ટીઓ માધુભાઈ રાઉત, ધર્મેશભાઈ ઓશ્વાલ, અશોકભાઈ ભાનુશાલી વિગેરે તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા બિલપુડી અને ખાતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને જર્જરિત મકાનમાં અભ્યાસ કરવાની ભારે તકલીફ પડતી હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
આંદોલન ઉતર્યા હતા.વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ રાજ્ય સરકારને થતા તાત્કાલિક આદિજાતિ
વિકાસની ગ્રાન્ટ માંથી 50 લાખ રૂપિયા ફાળવવામાં
આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ માટે 5 નાવ ઓરડાઓ નું બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ
પૂર્ણ થતા આજરોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું
હતું.

BRS કૃષિ કોલેજમાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા અને ધરમપુર તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ BRS કૃષિ કોલેજના ટ્રસ્ટી મધુભાઈ રાઉત, BRS કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ ખુલ્લા મુકતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.

કપરાડાના સુથારપાડા ખાતે રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

0

  • નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
  • સામુહિક કેન્દ્રમાં સુવિધાઓ વધવાથી આસપાસના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળશે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • સમગ્ર રાજ્યમાં PM-JANMAN કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી વધુ લાભાર્થીઓને સહાય મળી છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • કપરાડા અને ધરમપુરની ચાર આદિમજૂથ વસાહતોમાં રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ સેન્ટરો બનશે
  • કપરાડા, ધરમપુર અને વાપી તાલુકામાં ૪૧ રસ્તાઓનું કામ ૧૦.૩૨ કરોડના ખર્ચે પુરૂ કરાશે

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડા તાલુકામાં રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત સુથારપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને પુરી સુવિધા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓના રહેઠાણ માટેની સુવિધા મળી રહે તે હેતુથી ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળનું સુવિધાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે. સાથે સાથે મંત્રીશ્રીએ PM- JANMAN કાર્યક્રમ હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના આદિમજૂથ વસાહતોમાં કુલ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ચાર મલ્ટીપર્પઝ સેન્ટરોનું, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના કપરાડા, વાપી અને ધરમપુર તાલુકાના રૂ.૮.૪૬ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ૨૦ રસ્તાઓનું અને મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના કપરાડા અને ધરમપુર તાલુકાના રૂ. ૧૦.૩૨ કરોડના ખર્ચે નવા બનનારા કુલ ૨૧ રસ્તાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

Ad

લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ PM-JANMAN કાર્યક્રમની સફળતા અંગે જણાવતાં કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં PM-JANMAN કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી વધુ લાભાર્થીઓને સહાય મળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું અને દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ કોરોનાકાળ હોય કે બીજી કોઈ પણ સમસ્યાના સમયે લોકોને સહાય માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાતમાં મા આરોગ્ય કાર્ડની શરૂઆત કરી હતી જે હવે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રૂ.૫ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થાય છે. ગુજરાતમાં આ યોજનામાં વધુ ૫ લાખ રૂપિયાની રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે જેથી ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ૧૦ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થશે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રથી સૌને લાભ થશે તેમજ ચોક્કસ ખાતરી છે કે અહીં સુવિધાઓ ઓછી હોવાથી ડિલીવરીની સંખ્યા ઓછી હતી પરંતુ હવે સુવિધાઓમાં વધારો થવાથી આ સંખ્યામાં પણ વધારો આવશે. આરોગ્ય કેન્દ્રમાં વધુ સુવિધાઓ સમયસર મળી રહે તે માટે ઘટતો સ્ટાફ પણ તરત જ મળી જશે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુથારપાડામાં વીજ કંપનીની વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવાથી હવે લોકોએ વીજ બિલ ભરવા દૂર નથી જવું પડતું. PM-RDSS યોજના હેઠળ જૂની વીજ લાઈનોને બદલે નવી લાઈનો અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈનો પણ નાંખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ હાલમાં જ સૂર્યઘર યોજના હેઠળ ભારતના ૧ કરોડ ઘરો ઉપર સોલાર પેનલ મૂકી ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. જેનો આપ સૌએ લાભ લઈ વિનામુલ્યે વીજળી મેળવો એવી અપીલ છે. ગુજરાત સોલાર ઉર્જામાં ૮૨% ઉત્પાદન સાથે દેશમાં પહેલા નંબરે છે અને આ યોજના હેઠળ હજુ ૨૦ લાખ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનું ધ્યેય છે. પ્રધાનમંત્રીશ્રીને આપણા આદિવાસી વિસ્તારો અને આ વિસ્તારોના આદિવાસીઓના પ્રશ્નોની જાણ છે અને તેથી જ આદિમજૂથ યોજનાઓથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આદિવાસીઓ જ્યારે કોઈને મળે ત્યારે રામ રામ કહી સંબોધે છે તો આપણી માતા શબરીનું ધામ પણ અહીં જ છે. આદિમજૂથના કામો કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું અને આ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રનો સૌને લાભ થાય એવી આશા છે.

સાંસદશ્રી કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરી સામુહિક આરોગ્ય કેન્દ્રનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે સ્વાગત પ્રવચન અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ધર્મેશ પટેલે આભારવિધિ કરી હતી.
સુથારપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ મળવાથી આસપાસના ગામના લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રને ગ્રાઉન્ડ ફ્લોરમાં રિશેપ્શન એરિયા, ફાર્મસી રૂમ, ઓપીડી રૂમ- ૫ યુનિટ, ઈમરજન્સી વોર્ડને પ્રીઓપરેશન રૂમ, સોનોગ્રાફી, માઈનોર ઓ.ટી., કોલ્ડ ચેઈન રૂમ, લેબોરેટરી – ૧ યુનિટ, એક્ષ-રે રૂમ, લેબર રૂમ તેમજ પહેલા માળ પર એન.બી.એસ.યુ.(૪ પથારીવાળું), ફીમેલ વોર્ડ(૧૫ બેડ), મેલ વોર્ડ(૧૫ બેડ),ઓપરેશન થિયેટર, નર્સિંગ સ્ટેશન અને શૌચાલયની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

ધરમપુર અને કપરાડા તાલુકાના આદિમજૂથ વસાહતો વડસેત, વાલવેરી – પારસ ફળિયા, ભંડારકચ્છ અને ખામદહાડ નવીનગરી ફળિયા ખાતે પ્રત્યેક ગામદીઠ રૂ.૬૦ લાખના ખર્ચે કુલ ૨.૪૦ કરોડના ખર્ચે ચાર મલ્ટીપર્પઝ સેન્ટરો બનશે. આ સેન્ટરના એક જ મકાનમાં વિવિધ સુવિધાઓ જેવી કે, આંગણવાડી, ANM સેન્ટર(આરોગ્ય સેવાઓ), ક્લાસરૂમ, ઓફિસ, કોમન હોલ, પીવાના પાણીની સુવિધા, સ્ટોર રૂમ અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.૩.૩૨ કરોડના ખર્ચે ૮.૫૦ કીમી લંબાઈના ૮ રસ્તાઓ, ધરમપુર તાલુકામાં રૂ.૪.૦૯ કરોડના ખર્ચે ૧૦.૩૪ કીમી લંબાઈના ૧૦ રસ્તાઓ અને વાપી તાલુકામાં રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૨.૮૦ કીમી લંબાઈના ૨ રસ્તાઓ તેમજ મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.૭.૦૫ કરોડના ખર્ચે ૧૫.૭૦ કીમી લંબાઈના ૧૫ રસ્તાઓ અને ધરમપુર તાલુકામાં રૂ.૩.૨૭ કરોડના ખર્ચે ૮.૧૦ કીમી લંબાઈના ૬ રસ્તાઓને ડામરના પાકા રસ્તા બનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, વિભાગીય આરોગ્ય નિયામક જ્યોતિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે મહેલ જેવાં આલિશાન બંગલોમાં રહેવાવાળી શ્રીદેવી અચાનકથી આઉટ હાઉસમાં રહેવા આવી ગઈ, અને કોઈના બહુ મોટા ષડયંત્રનો ભાગ બન્યા હોય એવો તેને આભાસ પણ થયો. તેના પ્રતિ શ્રીકાંતનું મૃત્યુ એ કોઈ એકસીડન્ટ નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલું મર્ડર પણ હોઈ શકે છે! હોય શકે શું?; તેને તો હવે પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે થઈ ગયો હતો. કારણકે સુરેખાએ જે રીતે તેના પતિને પણ અંધારામાં રાખી અને તેના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી એ જાણ્યા પછી હવે અત્યાર સુધી વિધાતાને વિચિત્રતા સમજી આ બધું સ્વીકારી લેવાની અણી પર ઊભેલી શ્રીદેવી આત્મવિશ્વાસને પટોરી અને પોલીસ સ્ટેશનની જાય છે.

ત્યાં આગળ કમ્પ્લેન કરાવે છે કેસરી ઓપન કરાવી અને જાણીતા ડિટેક્ટિવ સુધીર દત્ત નું સરનામું લઈ તેની ઓફિસે પહોંચે છે, અને તેની ચેમ્બરનું ડોર ખોલતાં જ બંને જણા એકબીજા લેતું એમ આશ્ચર્ય સૂચક ઉદગાર સાથે ભેગા થાય છે, આ અંકમાં આપણે જોઈએ કે શ્રીદેવી ની શંકાને સુધીર દત્તનું સમર્થન મળે છે કે નહીં, અને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થનું આ કાવતરું છે કે આખરે આ આખી રમતમાં કોણ સૂત્રધાર છે, એનો પતો આપણને મળે છે કે નહીં એ જાણવા વાંચો આગળ…

Ad..

શ્રીદેવી સુધીર દત્ત રિવોલ્વીંગ ચેરની સામે રખાયેલી ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને બંને એકબીજાને લગભગ દસ વર્ષે મળતા હતા સુધીર દત્ત શ્રીદેવીની ખાસ સહેલી મોનિકાનો કઝિન બ્રધર હતો, અને એક વેકેશનમાં બધા ફ્રેન્ડ જ્યારે ટ્રેકિંગ કેમ્પમાં ગયાં હતાં ત્યારે સુધીરદત પણ આવ્યા હતાં અને ત્યારે બંને વચ્ચે એક સરખા વિચારોને કારણે મિત્રતા થઈ ગઈ હતી. હજી એ લોકો પોતાની મિત્રતા વિશે આગળ કંઈ ગંભીર વિચારે એ પહેલાં જ શ્રીદેવી ના પિતાએ શ્રીકાંત સાથે તેનું વેવિશાળ અને લગ્ન કરી નાખ્યું હતું. સુધીર દત્ત અન મેરીડ હતા અને હમણાં જ આ શહેરમાં આવ્યા હતાં. એમણે શ્રીદેવીના લગ્ન બાદ એ ક્યાં છે? એ જાણવાની પણ કોશિશ કરી નહોતી કરી, કારણ કે એ હવે અનીતિ અને પાપ કહેવાય એવું તે સમજતા હતાં. એમણે કહ્યું કે મેં છાપામાં શ્રીકાંતના એક્સિડન્ટના ન્યુઝ વાંચ્યા હતાં, અને હવે હું પણ તને મળવા વિચારતો હતો, એટલે કે સિમ્પથી બતાવી ને તારી સાથે રિલેશન વધારવા એવો કોઈ આશય નહોતો, પરંતુ એક વખતની મારી બેસ્ટ ફ્રેન્ડ ના દુઃખમાં સહભાગી થવાનો એક વિચાર આવ્યો હતો. પરંતુ એમ કઈ રીતે હું તારી સામે પ્રસ્તુત થાવ એ વિચારે હું મૂંઝાયેલો હતો. પરંતુ આજે હવે જ્યારે તું સામેથી આવી છે, ત્યારે હું આ કેસને બરાબર સ્ટડી કરીશ અને જો તારા પતિનું મર્ડર થયું હશે, તો હું ચોક્કસ તને આરોપી સુધી પહોંચવામાં મદદ કરીશ!

શ્રીદેવી એ કહ્યું કે હું કેટલું કેટલું તૈયાર કરીને આવી હતી. પરંતુ હવે મારે એ બધું કંઈ કહેવાની જરૂર રહેતી નથી, એવું માનું છું. એટલે મુખ્યત્વે તો ફી બાબતેની ચોખવટ કરી લઉં કે અત્યારે મારે નામે કોઈ રૂપિયા છે નહીં, તો સુધીર દત્ત એ આંખના ઇશારાથી એને કહ્યું કે ચૂપ!! એ વાત આપણા વચ્ચે આવવી જ ન‌ જોઈએ! શ્રીદેવીએ કહ્યું કે બીજી એક વાત કે હું વારંવાર તને મળવા આવીશ તો એ લોકો નાં મનમાં શંકા આવી જશે. એટલે જે કંઈ વાતચીત હશે તે આપણે ફોન દ્વારા અથવા મેસેજથી વાત કરીશું, જેથી કરીને એ લોકો સતર્ક ન થઈ જાય! પ્યુન આવીને બે કોફી મગ મૂકી ગયો, બંને જણા કોફીના ચાહક હતા અને એ વાત સુધીર દત્ત જાણતા હતાં,

ઉપરાંત શ્રીદેવી કોફી સુગર વગર લેતી હતી, અને એ પણ એકદમ ડાર્ક સ્ટ્રોંગ એટલે એનાં ટેસ્ટની કોફી જોઈ શ્રીદેવી એ કહ્યું વાહ તને હજી યાદ છે! જવાબમાં એણે એક મોહક સ્મિત વેરતાં કહ્યું જીંદગીભર તારી માટે કોફી બનાવવા તૈયાર હતો, એ તું ભૂલી ગઈ કે શું? શ્રીદેવી એ ઉઠતા ઉઠતા કહ્યું કે તો આ ડીલ ડન‌ ! અને તું મને મારા મૃત પતિની પ્રોપર્ટી પાછી અપાવીશ અને એનાં હત્યારા સુધી પહોચાડીશ! સુધીર દત્ત એ કહ્યું એકદમ ડન! તારાં જીવનનું કોઈ પણ પ્રકારનું અંધારું દૂર કરવા હું હર હંમેશ હાજર છું! શ્રીદેવી એ કહ્યું ઓકે! તો હું હવે નીકળું છું! આમ કરી એ બહાર નીકળી અને રોડ પર આવી આજુબાજુ જોઈ લીધું કે કોઈ ઓળખીતું છે તો નહીં ને! નહીં તો એ પાછાં સુરેખા ને ચાડી ખાય ! પણ કોઈ હતું નહી, એટલે એણે ઓટો રીક્ષા કરી અને ઘરે આવી, એણે જોયું તો શ્રીપાલ સુરેખા કે સિદ્ધાર્થ કોઈ હજુ આવ્યું નહોતું! સુરેખા અને સિદ્ધાર્થ તો સાથે ગયા હતા, પણ આ શ્રીપાલ ક્યાં ગયો! થોડીવાર એની ગયા વિશેની શક્યતા વિચારી પછી થયું કે જ્યાં ગયો હોય ત્યાં મારે શું! અને પછી તરત જ બોલી કે હવે એનો ટાર્ગેટ શ્રીપાલ જ હશે! કારણ કે મને જેમ ખબર પડી એમ એક બંગલામાં સાથે રહેતા હોય ત્યારે આવડી મોટી સચ્ચાઈ, કેટલો સમય છુપી રહે! એટલે જેવી એને ખબર પડશે એટલે એને મારવા વિશે વિચારશે! અને એને બિચારા શ્રીપાલ પર અનુકંપા આવી, એને થયું હું સુધીર દત્ત ને કહીશ કે એનાં રક્ષણની જવાબદારી સ્વીકારી લે, અને એની પર કોઈ જાતનો વાર ન‌ થાય એનું ખાસ ધ્યાન રાખે! એણે વિચાર્યું કે અત્યારે ફોન કરવો નથી કદાચ ને સુરેખા આઉટ હાઉસમાં ડોકિયું મારે તો એના કરતાં પછી ફોન કરીશ, આમ વિચારી તે કિચનમાં આવી આજે તે ખુશ હતી કારણ કે હવે સુધીર નો તેને સાથ મળી ગયો હતો, અને હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. અચાનક શ્રીદેવીને સ્મરણ થયું કે રામુકાકાની ઉંમર વધી ગઈ હોવાથી આઉટ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા એટલે અહીં તો હવે દરેક વસ્તુ બહુ સાચવીને કરવી પડશે, કારણ કે બધું જ ફૂટેજ સુરેખા રોજ ચેક કરશે! અચાનક એને એક વિચાર આવ્યો કે કેમેરા તોડી નાખું તો ! પણ એમ કહી કારણ તો હોવું જોઈએ ને સુરેખા જોવે અને બ્લેક આઉટ દેખાય એટલે તરત જ સમજી જાય! હજી એ કંઈ વિચારે એ પહેલા જ સામેની ભીંત પર એક ગરોળી જોઈ અને તેને કારણે મળી ગયું શ્રીદેવીને ગરોળીથી ખૂબ જ બીક લાગતી હતી, એ વાત સુરેખા જાણતી હતી એટલે ગરોળીને મારવામાં કેમેરા પર વાગી ગયું એવું એ કહી શકે! અને એણે કેમેરા પર લાકડી મારી સીસીટીવી કેમેરાનો કાચ તોડી નાખ્યો હવે નવો નખાવે નહીં ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નહોતું, અને સુરેખા વગર કારણે એમ ફૂટેજ પણ કદાચ ચેક ન કરે, તો એમ પણ થોડો ટાઈમ મળી જાય! આમ તો એને તો સીસીટીવી કેમેરા છે એ જ ખબર નહોતી.

શ્રીદેવી ફોન કરે એ પહેલાં જ સુધીર દત્તનો ફોન‌ આવ્યો અને એણે શ્રીદેવીને જે ખબર આપ્યા એ સાંભળીને શ્રીદેવીનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. સુધીર દત્ત એ કહ્યું કે સુરેખા મર્ડર કરાવી શકે એમ છે કે શ્રીપાલ એની વિશે મેં તપાસ કરાવી તો શ્રીપાલ તો એનાં ભાઈ શ્રીકાંતને આદર્શ માનતો હતો, એટલે એ તો આવું કરે જ નહીં ! પછી સુરેખા વિશે તપાસ કરાવી તો જે જાણવા મળ્યું છે એ મુજબ સુરેખાનું મૂળ નામ સ્વીટી છે, અને એ એક જાણીતી કોલગર્લ રહી ચૂકી હતી, એની મા સુરૈયા બદનામ ગલીની રહેવાસી છે, અને એ બધાં એ આટલી મોટી પ્રોપર્ટી મેળવવા માટે એક કાવત્રું રચ્યું, અને એનાં એક ભાગ રૂપે શ્રીપાલ સાથે લગ્ન કરવામાં આવ્યાં હોય એવું બની શકે! અને સિદ્ધાર્થ બહાદૂરનો ભાણેજ છે, અને એ જ સુરેખા ઉર્ફે સ્વીટી નો બોયફ્રેન્ડ છે. ઓહ આટલો ખતરનાક પ્લાન અને એ પણ સાઉન્ડ પ્રુફ કોઈ ને કાનો કાન ખબર પણ ન પડી! આ તો એ રાત્રે મને દવાની જરૂર પડી એટલે હું શ્રીપાલને જગાડવા ગઈ, અને થોડી ઘણી સચ્ચાઈ મને ખબર પડી! પછી ખૂન ભરી માંગ પીકચર પરથી મર્ડર જેવી શંકા ગઈ, પણ આટલું બધું તો ધાર્યું જ નહોતું! આગળ હવે શું શું ખતરનાક જાણવા મળશે! અને એમાં શ્રીદેવી ને ન્યાય મળશે! કે પછી એને પણ એ લોકો માર્ગનો કાટો સમજી કાઢી નાખશે! પણ ના હવે તો શ્રીદેવી એકલી ક્યાં છે! હવે તો સુધીર દત્ત એની સાથે છે! પણ શું થશે હવે આગળ! તમને શું લાગે છે! સુધીર દત્ત પોતાના પ્રેમ માટે થઈને શું કરશે એ બધું જાણવા હજી થોડું થોભો….. મને લાગે છે કે સુરેખા અને સિદ્ધાર્થ નો કંઈક બીજો પ્લાન પણ હોઈ શકે! જેમ કે બંને એ નવું નામ, અને નવું આઈડી, બનાવી રુપિયા લઈને ફોરેન ફરાર થઈ જાય!

.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે મહેલ જેવાં આલિશાન બંગલોમાં રહેવાવાળી શ્રીદેવી અચાનકથી આઉટ હાઉસમાં રહેવા આવી ગઈ, અને કોઈના બહુ મોટા ષડયંત્રનો ભાગ બન્યા હોય એવો તેને આભાસ પણ થયો. તેના પ્રતિ શ્રીકાંતનું મૃત્યુ એ કોઈ એકસીડન્ટ નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલું મર્ડર પણ હોઈ શકે છે! હોય શકે શું?; તેને તો હવે પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે થઈ ગયો હતો. કારણકે સુરેખાએ જે રીતે તેના પતિને પણ અંધારામાં રાખી અને તેના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી એ જાણ્યા પછી હવે અત્યાર સુધી વિધાતાને વિચિત્રતા સમજી આ બધું સ્વીકારી લેવાની અણી પર ઊભેલી શ્રીદેવી આત્મવિશ્વાસને પટોરી અને પોલીસ સ્ટેશનની જાય છે ત્યાં આગળ કમ્પ્લેન કરાવે છે કેસરી ઓપન કરાવી અને જાણીતા ડિટેક્ટિવ સુધીર દત્ત નું સરનામું લઈ તેની ઓફિસે પહોંચે છે, અને તેની ચેમ્બરનું ડોર ખોલતાં જ બંને જણા એકબીજા લેતું એમ આશ્ચર્ય સૂચક ઉદગાર સાથે ભેગા થાય છે, આ અંકમાં આપણે જોઈએ કે શ્રીદેવી ની શંકાને સુધીર દત્તનું સમર્થન મળે છે કે નહીં, અને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થનું આ કાવતરું છે કે આખરે આ આખી રમતમાં કોણ સૂત્રધાર છે, એનો પતો આપણને મળે છે કે નહીં એ જાણવા વાંચો આગળ…

શ્રીદેવી સુધીર દત્ત રિવોલ્વીંગ ચેરની સામે રખાયેલી ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને બંને એકબીજાને લગભગ દસ વર્ષે મળતા હતા સુધીર દત્ત શ્રીદેવીની ખાસ સહેલી મોનિકાનો કઝિન બ્રધર હતો, અને એક વેકેશનમાં બધા ફ્રેન્ડ જ્યારે ટ્રેકિંગ કેમ્પમાં ગયાં હતાં ત્યારે સુધીરદત પણ આવ્યા હતાં અને ત્યારે બંને વચ્ચે એક સરખા વિચારોને કારણે મિત્રતા થઈ ગઈ હતી. હજી એ લોકો પોતાની મિત્રતા વિશે આગળ કંઈ ગંભીર વિચારે એ પહેલાં જ શ્રીદેવી ના પિતાએ શ્રીકાંત સાથે તેનું વેવિશાળ અને લગ્ન કરી નાખ્યું હતું. સુધીર દત્ત અન મેરીડ હતા અને હમણાં જ આ શહેરમાં આવ્યા હતાં. એમણે શ્રીદેવીના લગ્ન બાદ એ ક્યાં છે? એ જાણવાની પણ કોશિશ કરી નહોતી કરી, કારણ કે એ હવે અનીતિ અને પાપ કહેવાય એવું તે સમજતા હતાં. એમણે કહ્યું કે મેં છાપામાં શ્રીકાંતના એક્સિડન્ટના ન્યુઝ વાંચ્યા હતાં, અને હવે હું પણ તને મળવા વિચારતો હતો, એટલે કે સિમ્પથી બતાવી ને તારી સાથે રિલેશન વધારવા એવો કોઈ આશય નહોતો, પરંતુ એક વખતની મારી બેસ્ટ ફ્રેન્ડ ના દુઃખમાં સહભાગી થવાનો એક વિચાર આવ્યો હતો. પરંતુ એમ કઈ રીતે હું તારી સામે પ્રસ્તુત થાવ એ વિચારે હું મૂંઝાયેલો હતો. પરંતુ આજે હવે જ્યારે તું સામેથી આવી છે, ત્યારે હું આ કેસને બરાબર સ્ટડી કરીશ અને જો તારા પતિનું મર્ડર થયું હશે, તો હું ચોક્કસ તને આરોપી સુધી પહોંચવામાં મદદ કરીશ! શ્રીદેવી એ કહ્યું કે હું કેટલું કેટલું તૈયાર કરીને આવી હતી. પરંતુ હવે મારે એ બધું કંઈ કહેવાની જરૂર રહેતી નથી, એવું માનું છું. એટલે મુખ્યત્વે તો ફી બાબતેની ચોખવટ કરી લઉં કે અત્યારે મારે નામે કોઈ રૂપિયા છે નહીં, તો સુધીર દત્ત એ આંખના ઇશારાથી એને કહ્યું કે ચૂપ!! એ વાત આપણા વચ્ચે આવવી જ ન‌ જોઈએ! શ્રીદેવીએ કહ્યું કે બીજી એક વાત કે હું વારંવાર તને મળવા આવીશ તો એ લોકો નાં મનમાં શંકા આવી જશે. એટલે જે કંઈ વાતચીત હશે તે આપણે ફોન દ્વારા અથવા મેસેજથી વાત કરીશું, જેથી કરીને એ લોકો સતર્ક ન થઈ જાય! પ્યુન આવીને બે કોફી મગ મૂકી ગયો, બંને જણા કોફીના ચાહક હતા અને એ વાત સુધીર દત્ત જાણતા હતાં, ઉપરાંત શ્રીદેવી કોફી સુગર વગર લેતી હતી, અને એ પણ એકદમ ડાર્ક સ્ટ્રોંગ એટલે એનાં ટેસ્ટની કોફી જોઈ શ્રીદેવી એ કહ્યું વાહ તને હજી યાદ છે! જવાબમાં એણે એક મોહક સ્મિત વેરતાં કહ્યું જીંદગીભર તારી માટે કોફી બનાવવા તૈયાર હતો, એ તું ભૂલી ગઈ કે શું? શ્રીદેવી એ ઉઠતા ઉઠતા કહ્યું કે તો આ ડીલ ડન‌ ! અને તું મને મારા મૃત પતિની પ્રોપર્ટી પાછી અપાવીશ અને એનાં હત્યારા સુધી પહોચાડીશ! સુધીર દત્ત એ કહ્યું એકદમ ડન! તારાં જીવનનું કોઈ પણ પ્રકારનું અંધારું દૂર કરવા હું હર હંમેશ હાજર છું! શ્રીદેવી એ કહ્યું ઓકે! તો હું હવે નીકળું છું! આમ કરી એ બહાર નીકળી અને રોડ પર આવી આજુબાજુ જોઈ લીધું કે કોઈ ઓળખીતું છે તો નહીં ને! નહીં તો એ પાછાં સુરેખા ને ચાડી ખાય ! પણ કોઈ હતું નહી, એટલે એણે ઓટો રીક્ષા કરી અને ઘરે આવી, એણે જોયું તો શ્રીપાલ સુરેખા કે સિદ્ધાર્થ કોઈ હજુ આવ્યું નહોતું! સુરેખા અને સિદ્ધાર્થ તો સાથે ગયા હતા, પણ આ શ્રીપાલ ક્યાં ગયો! થોડીવાર એની ગયા વિશેની શક્યતા વિચારી પછી થયું કે જ્યાં ગયો હોય ત્યાં મારે શું! અને પછી તરત જ બોલી કે હવે એનો ટાર્ગેટ શ્રીપાલ જ હશે! કારણ કે મને જેમ ખબર પડી એમ એક બંગલામાં સાથે રહેતા હોય ત્યારે આવડી મોટી સચ્ચાઈ, કેટલો સમય છુપી રહે! એટલે જેવી એને ખબર પડશે એટલે એને મારવા વિશે વિચારશે! અને એને બિચારા શ્રીપાલ પર અનુકંપા આવી, એને થયું હું સુધીર દત્ત ને કહીશ કે એનાં રક્ષણની જવાબદારી સ્વીકારી લે, અને એની પર કોઈ જાતનો વાર ન‌ થાય એનું ખાસ ધ્યાન રાખે! એણે વિચાર્યું કે અત્યારે ફોન કરવો નથી કદાચ ને સુરેખા આઉટ હાઉસમાં ડોકિયું મારે તો એના કરતાં પછી ફોન કરીશ, આમ વિચારી તે કિચનમાં આવી આજે તે ખુશ હતી કારણ કે હવે સુધીર નો તેને સાથ મળી ગયો હતો, અને હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. અચાનક શ્રીદેવીને સ્મરણ થયું કે રામુકાકાની ઉંમર વધી ગઈ હોવાથી આઉટ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા એટલે અહીં તો હવે દરેક વસ્તુ બહુ સાચવીને કરવી પડશે, કારણ કે બધું જ ફૂટેજ સુરેખા રોજ ચેક કરશે! અચાનક એને એક વિચાર આવ્યો કે કેમેરા તોડી નાખું તો ! પણ એમ કહી કારણ તો હોવું જોઈએ ને સુરેખા જોવે અને બ્લેક આઉટ દેખાય એટલે તરત જ સમજી જાય! હજી એ કંઈ વિચારે એ પહેલા જ સામેની ભીંત પર એક ગરોળી જોઈ અને તેને કારણે મળી ગયું શ્રીદેવીને ગરોળીથી ખૂબ જ બીક લાગતી હતી, એ વાત સુરેખા જાણતી હતી એટલે ગરોળીને મારવામાં કેમેરા પર વાગી ગયું એવું એ કહી શકે! અને એણે કેમેરા પર લાકડી મારી સીસીટીવી કેમેરાનો કાચ તોડી નાખ્યો હવે નવો નખાવે નહીં ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નહોતું, અને સુરેખા વગર કારણે એમ ફૂટેજ પણ કદાચ ચેક ન કરે, તો એમ પણ થોડો ટાઈમ મળી જાય! આમ તો એને તો સીસીટીવી કેમેરા છે એ જ ખબર નહોતી.

શ્રીદેવી ફોન કરે એ પહેલાં જ સુધીર દત્તનો ફોન‌ આવ્યો અને એણે શ્રીદેવીને જે ખબર આપ્યા એ સાંભળીને શ્રીદેવીનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. સુધીર દત્ત એ કહ્યું કે સુરેખા મર્ડર કરાવી શકે એમ છે કે શ્રીપાલ એની વિશે મેં તપાસ કરાવી તો શ્રીપાલ તો એનાં ભાઈ શ્રીકાંતને આદર્શ માનતો હતો, એટલે એ તો આવું કરે જ નહીં ! પછી સુરેખા વિશે તપાસ કરાવી તો જે જાણવા મળ્યું છે એ મુજબ સુરેખાનું મૂળ નામ સ્વીટી છે, અને એ એક જાણીતી કોલગર્લ રહી ચૂકી હતી, એની મા સુરૈયા બદનામ ગલીની રહેવાસી છે, અને એ બધાં એ આટલી મોટી પ્રોપર્ટી મેળવવા માટે એક કાવત્રું રચ્યું, અને એનાં એક ભાગ રૂપે શ્રીપાલ સાથે લગ્ન કરવામાં આવ્યાં હોય એવું બની શકે! અને સિદ્ધાર્થ બહાદૂરનો ભાણેજ છે, અને એ જ સુરેખા ઉર્ફે સ્વીટી નો બોયફ્રેન્ડ છે. ઓહ આટલો ખતરનાક પ્લાન અને એ પણ સાઉન્ડ પ્રુફ કોઈ ને કાનો કાન ખબર પણ ન પડી! આ તો એ રાત્રે મને દવાની જરૂર પડી એટલે હું શ્રીપાલને જગાડવા ગઈ, અને થોડી ઘણી સચ્ચાઈ મને ખબર પડી! પછી ખૂન ભરી માંગ પીકચર પરથી મર્ડર જેવી શંકા ગઈ, પણ આટલું બધું તો ધાર્યું જ નહોતું! આગળ હવે શું શું ખતરનાક જાણવા મળશે! અને એમાં શ્રીદેવી ને ન્યાય મળશે! કે પછી એને પણ એ લોકો માર્ગનો કાટો સમજી કાઢી નાખશે! પણ ના હવે તો શ્રીદેવી એકલી ક્યાં છે! હવે તો સુધીર દત્ત એની સાથે છે! પણ શું થશે હવે આગળ! તમને શું લાગે છે! સુધીર દત્ત પોતાના પ્રેમ માટે થઈને શું કરશે એ બધું જાણવા હજી થોડું થોભો….. મને લાગે છે કે સુરેખા અને સિદ્ધાર્થ નો કંઈક બીજો પ્લાન પણ હોઈ શકે! જેમ કે બંને એ નવું નામ, અને નવું આઈડી, બનાવી રુપિયા લઈને ફોરેન ફરાર થઈ જાય!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

Ad.

પીએમ મોદી 12મી માર્ચે ગુજરાત આવશે, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટનો આરંભ કરાવશે

0

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે. સાબરમતી નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના મહાત્મા ગાંધીએ ઉભા કરેલા આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની મુલાકાતે આવનાર વિશ્વભરના સહેલાણીઓ અને ભારતની આઝાદીની ચળવળ પાછળનો ઇતિહાસ અને મહાત્મા ગાંધીના સંઘર્ષ સાથે તેમના જીવન કવનને જોઈ શકે તેમજ સમજી શકે તે માટે હાઇટેક સુવિધા સાથે સમગ્ર આશ્રમ પરિસરનું રી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના 17મી જૂન 1917માં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીજીએ કરી હતી. જ્યારે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ 10મી મે 1963માં બનાવવામાં આવ્યું હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે તેમણે આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. આશ્રમમાં ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, કે જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતા ભવ્ય કદના આઠ પેઈન્ટિંગ્સ અને 250 કરતાં પણ વધારે તસવીરો સામેલ છે. આ આશ્રમમાં વર્ષે સાત લાખ મુલાકાતી આવે છે જે આંકડો રિડેવલપમેન્ટ પછી 50 થી 70 લાખ સુધી લઇ જવાનો લક્ષ્‍યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રમમાં ગાંધીજી 1917 થી 1930 સુધી રહ્યાં હતા. ગાંધીઆશ્રમના મૂળ સ્થાપિત ચાર્લ્સ કોરિયા હતા.
આશ્રમ પાસે આવેલી ગૌશાળા અને અન્ય જગ્યાએ ખેતરો છે ત્યાં રાણીપ બ્રીજ પાસે નવું બાંધકામ શરૂ કરાશે. આ કામગીરી પાછળ 225 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહત્વની બાબત એવી છે કે આશ્રમ પાસે 1947 પહેલાની જે ઇમારતો છે તેને યથાવત રાખી હેરીટેજ રિસ્ટોરેશન કરાશે.
સાબરમતી આશ્રમ ટ્રસ્ટની પાંચ ઓફિસો છે તેને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઓફિસોમાં હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, સ્કૂલ, પીટીસી સ્કૂલ અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. આશ્રમને ડેવલપ કરવા માટે બિમલ પટેલને કામગીરી સોંપવામાં આવી છે કે જેમણે દિલ્હીના પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇન બનાવી છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ

  • આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડક્લાસ બનાવાશે.
  • 1200 કરોડનો ખર્ચ
  • 5 મ્યુઝિયમ
  • 1 અદ્યતન લાયબ્રેરી
  • આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
  • આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
  • સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
  • આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
  • હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે
  • ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
  • હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
  • હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે
  • Ad..