Home Blog Page 6

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્નમાન કરવામાં આવ્યુ

0

ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શિક્ષકોનું સન્નમાન

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહ પ્રાથમિક શાળા નાનકપાડા માંડામાં યોજવામાં આવ્યો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહ, રોટરી કલબ વાપી પ્રમુખ કૃષિત રાજેશભાઈ શાહ, રોટરી ક્લબ સરીગામ અને ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેર આશિતભાઈ આરેકર, રોટરી કલબ વાપી લીટરસી ચેર લક્ષ્મણભાઇ પુરોહિત, વાપી રાજેશભાઈ શાહ,ઉદ્યોગપતિ દમણ અનિલભાઈ માલવીયા, અને દમણ હરીશભાઈ પટેલ કરવામાં આવ્યું હતું.(વલસાડ જિલ્લામાં એકમાત્ર શિક્ષક આદિવાસી ક્ષેત્રમાં કામ કરી નામના મેળવી)ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપ્યુ હતું. પોલિયો હાલમાં સંપૂર્ણ પણે નાબૂદ થયો છે. ઉમરગામના તાલુકાના શિક્ષકોની કામગીરી બિરદાવી હતી.સ્વાગત પ્રવચનમાં નિલેશભાઈ પટેલે જણાવ્યું કે નાનકપાડાની પ્રાથમિક શાળામાં 2000 માં 42 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આજે 480 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ દાતાના સહયોગથી કરવામાં આવી છે. દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહમાં પ્રાથમિક શાળા નાનકપાડા માંડાની સ્કૂલ નિલેશભાઈ પટેલ પ્રા.શાળા માલખેત નીતિનભાઈ પટેલપ્રા. શાળા ચીખલવાડા વિજયકુમાર જાનીપ્રા. શાળા કરમોડા હિરેનભાઈ પટેલપ્રા. શાળા નગામ મમતાબેન પટેલ નું ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાથના, સ્વાગત ગીત, હનુમાનજી ચાલીસા વિશેષ આદિવાસી નૃત્ય પ્રકૃતિ પૂજન બાળકો દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી .સી આર સી કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ અને મોટી સંખ્યામાં અગ્રણી ઉપસ્થિત રહયા હતા.
આભર વિધિ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ કાર્યક્રમ સંચાલન મુક્તિબેન પટેલે કર્યુ હતું કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.Ad.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી

0

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ
માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ
ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. જેથી રાજ્યની
તમામ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો,
વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા ધોરણ 10ના
તમામ ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવી.
આવી રીતે કરો ડાઉનલોડ
માર્ચ-2024ની જાહેર પરીક્ષા તા.11/03/2024થી
શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ)
તા.29/04/2024થી બોર્ડની વેબસાઇટ
ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org
પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી.
દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલટિકિટ ડાઉનલોડ કર્યા પછી શું કરવું?
પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના માર્ચ
2024 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/
માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે
નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી,
પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી
તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા
(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે)
કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. તેની સાથે
પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 10ની સૂચના (નં.
1 થી 13) પ્રવેશપત્ર (હોલટિકિટ)ના પાછળના ભાગે
પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે
ફરજિયાત આપવાની રહેશે.

કોઈ વિસંગતતા જણાય તો અહીયા કરો સંપર્ક
પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં
આવેલા વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા
સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની
તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં
જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા
જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની
માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.

ધ્યાનમાં લેવા જેવું
માર્ચ 2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલા છે. જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર (Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર (Assessment Order)ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે. નિમણૂકપત્રનીનકલ (શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.

જાણો બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન…
ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
(જીએસઈબી)ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે, તે
માટેનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15
લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગયા
વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ
પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી
રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી
રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી
રિપીટર છે.

ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર
યોજાશે ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે.

જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી
ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15
સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981
કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506
કેન્દ્ર પર અને 1 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર
યોજાશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે
બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.

અમદાવાદમાં 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધોરણ 10માં 1,04,666,
ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર અને રિપીટર મળીને
15,908 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 58,584
વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિવિધ વિદ્યાર્થીઓની વિસ્તૃત
આંકડાકીય વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં
આવી છે.

Ad..

ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન નવીનીકરણ ખૂલ્લું મૂકાયું

0

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧. પ૦ કરોડના ખર્ચે નવીનીકરણ ગાંધીનગર ખાતે સેક્ટર ૧૨ માં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧,૪૯,૩૧,૯૪૭ ના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે.

આ ભવન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો માટે ખુલ્લું મુક્યું હતું.
બાબાસાહેબ આંબેડકર ભવન જિલ્લાની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બને અને સમાજના નબળા વર્ગના માણસો માટે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. આંબેડકર ભવન બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. હાલમાં કુલ- ૨૫ જિલ્‍લાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર ભવનોના બાંધકામ કરવામાં આવ્યા છે.

આ ભવનનું કુલ-૩૦૦૦ ચો.મી જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૮૪ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વાતાનુકુલીન ઓડીટોરીયમ હોલ, ૨૫ વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો સમિતિખંડ, લાયબ્રેરી, સમિતિખંડ મુલાકાતી ખંડ મ્યુઝિયમ રૂમ, ગ્રીનરૂમ, તેમજ કાર્યાલય તેમજ આગળના ભાગમાં બગીચો બનાવવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર હિતેશભાઇ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ તેમજ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Ad..

વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા.

0

અચાનકજ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતા પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટ્રેસ છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.

મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટની સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર બનવાની તક સ્વીકારી લીધી. છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના સુરતના રિપોર્ટર તરીકે કાર્યરત હતા.

સોમવારે રાત્રે અચાનક જ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. જેની સાથે મીનીટો પહેલા વાત થઈ એ પત્રકાર અચાનક જ છોડી જતા મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ ગઈ.આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતું પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટેસ છે તેની ચર્ચાઓ શરૂથઈ છે.

મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટનીનાં પરિવારમાં તેમના એક ભાઈ છે. થોડા સમય પહેલા જ તેમના પિતા નૈષધભાઈનું અવસાન થયું હતું. આનંદ પટણીના સંતાનો વરિષ્ઠ બે અને લક્ષ પૈકી મોટો દીકરો હાલ અમદાવાદમાં કોલેજ કરી રહ્યો છે. જ્યારે નાનો દીકરો હાલ પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે.

પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે. નહીં કે હું સૌથી પહેલો એવી રીતે ઘટનાઓનું કવરેજ કરીને નામના મેળવી છે.

વાપીને કર્મભૂમિ બનાવ્યા બાદ આનંદભાઈએ નેશનલ ચેનલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ જોઈએ એવી મજા નહીં આવતા તેમણે પત્રકારત્વને બીજો વિકલ્પ રાખી સાથે કેટલાક ધંધા શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેમાં પણ જાજી ફાવટ નહીં આવતા તેમણે સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર
બનવાની તક સ્વીકારી લીધી.છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના રિપોર્ટર તરીકે
સુરતના કાર્યરત હતા.આનંદ પટનીના અચાનક અવસાનથી આઘાત અનુભવનારા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

ત્યાં પત્રકારોની દશા અને દિશા અંગેની ચર્ચાઓ શરૂ
થઈ હતી. જે સ્થિતિમાં આનંદભાઈ એમના સ્વજનોને
અચાનક છોડી ગયા છે.તેમની સાથે આવી ઘટના ઘટી
જાય તો સ્વજનોનું શું થાય એ ચિંતામાં ઘણા પત્રકારો સરી પડ્યાં હતાં. જીવનના આગળના વર્ષોમાં કેવી રીતે
પ્લાનિંગ કરવું તે બાબતની ચર્ચા કરતાં થઈ ગયા હતા.
ચેનલોની ગળાકાપ સ્પર્ધામાં સતત આવતું માનસિક તાણ કેવી રીતે હળવું કરવું તે અંગેના રસ્તાઓ શોધતા થઈ ગયા હતા.આનંદ પટણીના આઘાતજનક સમાચારથી દક્ષિણ ગુજરાતના પત્રકારો ચિંતામાં સરી પડ્યા છે. અને ચિંતા કરવી જ જોઈએ કારણકે આજની જે પરિસ્થિતિ છે, એમાં પત્રકારો સતત દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ન્યુઝ ચૂકી જવાનાં ડરને કારણે સતત દબાણમાં રહેવું પડે છે. ચેનલના પત્રકારોએ પણ ન્યુઝ કવરેજ કરવા જવું પડ્યું હોય છે. આ બધું કર્યા પછી જ્યારે કોઈ મહત્વના ચૂકી જવાય એટલે કે બીજી ચેનલોમાં ન્યુઝ ટેલિકાસ્ટ થઈ જાય અને પોતાની ચેનલમાં એ રહી જાય ત્યારે ઉપરીઓનો ઠપકો તો સાંભળવા જ પડે છે. અને સતત ઉપરી દ્વારા બેસ્ટ કરવા માટે દબાણ વધતું જ જાય છે. ઘણી વખત પત્રકારોને પર્ફોર્મન્સના આધારે
ચેનલોમાંથી છુટા કરવામાં આવશે એવો ડર પણ સતત
સતાવતો રહે છે. ૨૪ કલાક પણ ઓછા પડતા હોય તેમ સતત દોડતા રહેવાને કારણે શરીરની કાળજી લેવાતી નથી.આવી સ્થિતિમાં રિપોર્ટરએ માનસિક તાણ ઓછો કરવા માટે કોઈકને કોઈક રસ્તો કાઢવા જ પડશે અન્યથા ક્યારે શું થઈ શકે એ કશું જ નિશ્ચિત નથી.

હાલના સમયે સૌ ને અગ્રેસર રહેવું છે અને રહેવું પણ જોઈએ. પરંતુ ઘટનાઓમાં એક્સક્લુઝિવ અને હું સૌથી પહેલૉની પડો જણમાં પડ્યા વિના, સૌની સાથે સંબંધો ગાઢ કરી ઘટનાઓ મેળવી શકાય છે.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માલિકો પણ મહત્તમ જાહેરાતો ઉપર આધાર રાખે છે કારણકે સંસ્થાનો આખું તંત્ર જ સંસ્થાની જાહેરાતની આવક ઉપર ચાલતું હોય છે. અને જાહેરાતો ત્યારે જ મળે જ્યારે જે તે ચેનલ કે અખબારોની લોકપ્રિયતા સૌથી ટોચ પર હોય. પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે.અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે.

આપણે સ્થાનિક પત્રકારો સાથે મિત્રતાના સંબંધો રાખી આપણો હળવો કરી શકીએ છીએ.સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નાહકની દોડધામ ઓછી કરી શકીએ છીએ. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે. તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે.

પેટાચૂંટણી નું કવરેજ કરવા માટે કપરાડામાં કુદરરતી સૌંદર્ય ની ભરમાર વચ્ચે ફોટોગ્રાફી કરવા માટે અદભુત ફોટોગ્રાફી કરાઈ…..હતી…

(ફાઇલ ફોટાઓ)

લોકસભા 2024: વલસાડ સીટના ઉમેદવારો ભાજપની કવાયતમાં ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાયા જેમાં યોગેશ પટેલ (યોગી ) ડો.હેમંત પટેલ નવા ચહેરા લોકચર્ચા..

0

વલસાડમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપની
કવાયત, ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાયા હતા. જે નવ દાવેદારો પૈકી ડો.હેમંત પટેલ, યોગેશ પટેલ (યોગી) નો સમાવેશ થયો.

આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમદેવારો નક્કી કરવા માટે ભાજપે ગૂપચૂપ અને સાદગીભરી કવાયત શરૂ કરી દીધી છે. હાલમાં ઉમેદવાર નક્કી કરવા અંદરખાને કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં
ચહલપહલ જોવ મળી રહી છે.

વલસાડ જિલ્લામાં અચાનક પ્રદેશ નિરીક્ષકો
વલસાડ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો
કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં વર્તમાન સાંસદ સહિત 9 જેટલા દાવેદારો સામે આવ્યા હતા.આ તબક્કે ડાવેદરોના ટેકેદારોના કોઈ મોટો જથ્થો દેખાયો ન હતો.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ત્રણ પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રદેશ નિરીક્ષકો સરદવા, લલિત ઇપશાન સોની આવ્યા હતા.જેમની સમક્ષ વર્તમાન સાંસદ ડો.કે.સી.પટેલ, કપરાડાના ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઇ ચૌધરી,ધરમપુર અને તાલુકાના સામાજિક કાર્યકર અને સેવાભાવી તબીબ ડો.હેમંત પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, લોકસભાના ભાજપના સંયોજક ગણેશ બિરારી, ઘરમપુરના જિ.ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુરના તબીબ વલસાડના ડો.ડી.સી.પટેલ, તા.પં. પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ અને વલસાડ તાલુકાના બીનવાડાના રક્તદાન પ્રવૃત્તિના કાર્યકર ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન,9 હજાર ડોનર ઉભા કર્યા, વલસાડના રક્તવીરને ગ્લોબલ હ્યુમેનિટી ચેન્જમેકર એવોર્ડ મેળવનાર યોગેશ પટેલે દાવેદારી નોંધાવી હતી.આ તબક્કે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

દરેક દાવેદારોને સાંભળી પ્રદેશ નિરીક્ષકોએ હાથ ધરેલી ખુબ જ સાદગીભરી સેન્સ પ્રક્રિયામાં કોઇ ટેકેદારો કે દેખાડો જેવો કશું માહોલ જોવા મળ્યો ન હતો.દાવેદારોને કેબિનમાં નિરીક્ષકો સમક્ષ વન ટુ વન
એન્ટ્રી આપવામાં આવી હતી.જ્યાં તેમને રૂબરૂ સાંભળી સેન્સ લેવામાં આવ્યા હતા.મર્યાદિત પ્રમાણમાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.

પારડી તાલુકામાં હળપતિ સમાજના ક્રિકેટ પ્રેમી યુવાઓ માટે ટુકવાડા ગામે હળપતિ પ્રિમયર લિગ-પ યોજવામાં આવી.

0

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં હળપતિ સમાજ ના ક્રિકેટ પ્રેમી યુવાઓ માટે પારડી તાલુકાના ટુકવાડા ગામ મૂકામે હળપતિ પ્રિમયર લિગ-પારડી તાલુકો 2024-HPL Season 3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાંઈ મેગાપન સ્પોર્ટ્સ લાઈફ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ બે દિવસ સુધી રમાડવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટમાં સમગ્ર પારડી તાલુકાના જુદા જુદા 54 જેટલા ગામો માંથી હળપતિ સમાજ ના યુવાનોએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટ નું ઉદઘાટન પારડી તાલુકા પંચાયત ના શાસક પક્ષ નેતા સંગીતાબેન પ્રવિણભાઈ હળપતિ (તા.પ.સભ્યશ્રી કોલક) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં પ્રેરક ઉપસ્થિત મહેમાન તરીકે ગૌરવભાઈ પંડયા અને વિશેષ ઉપસ્થિત મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોર્ચા ના મંત્રી ભુપેન્દ્રભાઈ આર. રાઠોડ. સુરત થી ખાસ પધાર્યા હતા. દિનેશભાઈ બી.પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષભાઈ વશી,પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ વશી તેમજ પારડી તાલુકા હળપતિ સમાજ ના પ્રમુખ કપિલકુમાર કાંતિભાઈ હળપતિ- કિલ્લા- પારડી, રમણભાઈ રાઠોડ-સાંઈ પેટ્રોલિયમ ગુંદલાવ, તા.વલસાડ. ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ ને વિશેષ સહકાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મિલનભાઈ આર. દેસાઈ દ્વારા પુરો પાડવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટ ની ઉપવિજેતા ટીમ મહાલક્ષ્મી ઈલેવન- ધર્મેશભાઈ હળપતિ, કિલ્લા-પારડી ની ટીમ બની હતી. ઉપ વિજેતા ટીમ ને રનર્સ અપ ટ્રોફી મેહુલભાઈ વશી અને સુકેતુ દેસાઈ-તીઘરા દ્વારા અર્પણ કરવામાં આવી હતી.વિજેતા ટીમ તરીકે કૃનાલ ઈલેવન-નવીનભાઈ હળપતિ, સોનવાડા, તા.પારડી એ સફળતા પ્રાપ્ત કરી હતી. વિજેતા ટીમ ને ફાઈનલ ટ્રોફી સુરત થી પધારેલા ભુપેન્દ્રભાઈ રાઠોડ સાહેબ તેમજ રમણભાઈ રાઠોડ, સાંઈ પેટ્રોલિયમ ગુંદલાવ, વલસાડ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
જીતેશભાઈ હળપતિ (તીઘરા-પારડી તાલુકા કોંગ્રેસ મંત્રી),મિલનભાઈ હળપતિ (ડે.સરપંચ ટુકવાડા-પારડી તાલુકા ભાજપ યુવા મોરચા મંત્રી) હેમંતભાઈ હળપતિ (ડે. સરપંચશ્રી તીઘરા), દેવેન્દ્રભાઈ હળપતિ (યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી પારડી વિધાનસભા),અક્ષયભાઈ હળપતિ (ઉદવાડા ગામ),વિનોદભાઈ હળપતિ (ઉમરસાડી, દેસાઈવાડ), ગણેશભાઈ હળપતિ (ટુકવાડા),નરેશભાઈ હળપતિ (સોનવાડા), હળપતિ સમાજ સંગઠન ના નિતેશભાઈ હળપતિ (સંગઠન મંત્રીશ્રી-કિલ્લા-પારડી),દિનેશભાઈ હળપતિ (ખજાનચીશ્રી-કિલ્લા-પારડી) દ્વારા કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ નું યુવાધન એકત્રિત થાય અને સમાજ ઉપયોગી કાર્ય માં સહકાર આપી સમાજ ઉત્થાન ના કાર્યો માં ગતિશીલ બની સમાજ ને પ્રગતિ ના પથ ઉપર દિનપ્રતિદિન વધારે એવો રહ્યો હતો.

કપરાડા તાલુકાના સુખાલા ગામે અર્જુન સરનાયક કુળ પરિવાર  ભવ્ય સ્નેહ સંમેલન ઉત્તમભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં  આવ્યુ હતુ.

0

સુખાલા ગામે અર્જુન સરનાયક કુળ પરિવાર ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે અર્જુન સરનાયક કુળ પરિવાર ભવ્ય સ્નેહ સંમેલન ઉત્તમભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યુ હતુ.અર્જુન સરનાયક કુળ પરિવારના ભવ્ય સ્નેહ સંમેલન સભારંભની શરુઆત દીપ પ્રાગટ્ય ઉપસ્થિત સમાજના અગ્રણીઓ ભણાભાઈ પટેલ ,જે. ડી. પટેલ, મોહનભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ઉત્તમભાઈ પટેલ (ગોડથલ), નગીનભાઈ પટેલ ( રોહિણા ) સતિષભાઈ પટેલ (પરવાસા ) અને કુળ અગ્રણીઓ કરવામાં આવ્યું હતું. અર્જુન સરનાયક કુળ પરિવારમાં મૃત્યુ પામ્યા હોય તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જનની હોસ્પિટલ ધરમપુર ડૉ. ચદ્રકાંત પટેલે જણાવ્યું કે કુળ સંમેલનમાં ઉપસ્થિત થવાનો સમય અને સંજોગ મળ્યો હું આપ સૌનું ખુબ ખુબ આભાર માનું છું. આજના જમાનામાં દરેક લોકો પોત પોતાના કામમાં કામ ધંધામાં રોજગારમાં વ્યસ્ત થઈ ગયેલા હોય છે અને તેવા સમયે આપણે આટલા બધા મોટી સંખ્યામાં સૌ હાજર ખૂબ જ આનંદની વાત છે. સંજોગ અનુસાર બધા પોત પોતાનું કામ કરતા હોય પણ આવો જ્યારે એવા પ્રસંગે આપણે એકબીજાને મળીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય કે આપણે એક જ કુળ પરિવારના એક જ ભાઈઓ બહેનો બધા છીએ અને એકજ દિલથી આપણે બધા એક જ લોહીથી જોડાયેલા એવી લાગણી થાય છે. અત્યારે જમાનો એટલો ટેકનોલોજીનો છે.અને ટેકનોલોજી સાથે ચાલુ પડે અને અત્યારે ખાસ કરીને મારે બાળકોને માટે કેવું છે કે અત્યારે જે જમાનો ચાલે છે તે બધો પ્રાયોરિટી બેઝ ચાલે છે.આજના જમાના બાળકથી માંડીને મોટા સુધીના લોકો એ સમય નક્કી કરવું જોઈએ કઈ પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવો છે એ આપણે દરેકે પોતે નક્કી કરવાનું હોય ભગવાનને તો આપણને સમય આપી દીધો છે જીવન આપી દીધું છે આ જીવનમાં તારે જે કરવું હોય તે કર બધી છૂટ આપી દીધી છે પણ આપણે પોતે દરેક માણસે પોતે નક્કી કરવાનું કે આપણે જિંદગીમાં શું કરવું છે કેટલો સમય શેના માટે ફાળવવો છે તે લોકો થોડું વિચારીને નક્કી કરે બાળકો સમય પોતે નક્કી કરી શકતા નથી એમનું એટલોબવિકાસ થયેલો ના હોય દુનિયાદારી જોઈ ન હોય એટલે તો એ તો પોત પોતાની રીતે સમય વેડફી નાખે એટલે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ.એકબીજા સાથે હળી મળીને રહીશું તો પછી કંઈક આપણું અસ્તિત્વનું રહેશે .અર્જુન સરનાયક કુળ પરિવાર ભવ્ય સ્નેહ સંમેલનમાં અગ્રણીઓ ભણાભાઈ પટેલ, જે.ડી.પટેલ, મોહનભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ઉત્તમભાઈ પટેલ,યોગેશભાઈ પટેલ, ગુલાબબાઇ પટેલ અને રામચંદ્ર પટેલ દ્વારા સમાજમાં શિક્ષણ કુરિવાજો, સંઘઠન અને પરિવાર માટે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવા બાબતે વિશેષ મહત્વ ચર્ચાઓ કરવામાં આવી હતી.અર્જુન સરનાયક કુળ પરિવારના નિવૃત્ત કર્મચારીઓનું શાલ ઓઢાડીને સન્નમાન કરવામાં
આવ્યુ હતુ.અર્જુન સરનાયક કુળ પરિવારની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત સાથે કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.ધરમપુર,પારડી,ચીખલી માંથી મોટી સંખ્યામાં અગ્રણી ઓ ઉપસ્થિત રહયા હતા.અર્જુન સરનાયક કુળ પરિવારના પ્રમુખ તરીકે
જે ડી પટેલની વરણી કરવામાં આવી હતી. ચાલુ પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારા નવા પ્રમુખને શાલ ઓઢાડીને સન્નમાન કરવામાં આવ્યુ.સુખાલા ગામે યોજવામાં આવેલ અર્જુન સરનાયક કુળ પરિવાર સ્નેહ સંમેલન જયસુખભાઈ પટેલ (જે ડી પટેલ )નું પરિવાર અને ગ્રામજનોએ ખૂબજ ભારે જહેમત ઉઠાવી સમગ્ર સંમેલનને સફળ બનાવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ પટેલે કર્યું હતું.

ચારણવાડાની દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની

0

આદિવાસી સમાજનું ગૌરવ ચારણવાડા ગામની પુત્રી વૈશાલીબેન જંબુભાઈ પટેલ કે, જેઓએ સરકારી
વિનયન અને વાણિજય કોલેજ વાંસદામાં અભ્યાસ કર્યો અનેએ જ કોલેજમાં પ્રોફેસર બન્યા.

કોઈપણ કોચિંગ વિના જાતે હેઠળ મહેનત કરીને જીસેટ, નેટ, જીપીએસસી વર્ગ-૨ ની પરીક્ષા પાસ કરી સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદામાં ભુતપૂર્વ વિદ્યાર્થીની આજે પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યાં છે.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામની દીકરી પટેલ વૈશાલીબેન જંબુભાઈએ ગુજરાત સરકાર દ્વારા લેવાતી ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસી)ની પરીક્ષા પ્રથમ પ્રયતે ઉત્તીર્ણ કરી,જે કોલેજમાં અભ્યાસ કરેલ તે જ માતૃ સંસ્થાની અંદર સંસ્કૃત વિષયના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ – ૨ તરીકે નિમણૂંક મળતા સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. તેમની કારકિર્દીની શરૂઆત ચારણવાડા પ્રાથમિક શાળાથી શરૂ થઈ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા તેમજ સ્નાતક સરકારી વિનયન અને વાણિજય કોલેજ વાંસદા અને ત્યાર પછીનું શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનમાં રહી અનુસ્નાતક,એમ.ફિલ,તેમજ એન.એફ. એસ.ટી ફેલોશીપ મેળવી હાલ ભવનનાં પ્રોફેસર આર. એન. કથાડનાં માર્ગદર્શન પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ છે. કોઈપણ કોચિંગ વિના જાતે હેઠળ મહેનત કરીને જીસેટ, નેટ, જીપીએસસી વર્ગ-૨ ની પરીક્ષા પાસ કરી સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદામાં ભુતપૂર્વ વિદ્યાર્થીની આજે પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યાં છે.આ સિદ્ધિથી માતા-પિતા, ગુરુજનો, મિત્રો, કુટુંબીજનો, શાળા, કોલેજ તથા સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.

Ad.

ચાવશાળા પ્રા. શાળા સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ ખેલમહાકુંભ માં ભાગ લેશે

0

તારીખ 23-2-24 ને શુક્રવાર ના રોજ નારગોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2.O માં એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાની ચાવશાળા પ્રા. શાળા ની વિદ્યાર્થિની માયા રમણ ભાઈ સવરા એ લાંબી કુદ માં પ્રથમ તેમજ ચક્ર ફેંક માં કરિશ્મા મગનભાઈ ચૌધરી એ દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે,

આ બંને ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા અને કપરાડા તાલુકાનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્ય હિરલબેન પટેલ એ શાળાની વિદ્યાર્થીનીઓ અને કોચ શર્મિલા બેન ને અભિનંદન પાઠવ્યા હતા..

ઉલ્લેખનીય છેકે ચાવશાળા પ્રા. શાળા સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ ખેલમહાકુંભ માં ભાગ લેશે.

Ad.

2024 લોકસભાની ચૂંટણી 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

0

લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ 2024ની લોકસભા ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

ચૂંટણી પંચ 13 માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તમિલનાડુની મુલાકાતે છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે. રાજ્યનો પ્રવાસ 13 માર્ચ પહેલા પૂર્ણ થવાનો છે.

અધિકારીઓએ જણાવ્યું કે સીઈઓએ સમસ્યાના વિસ્તારો, ઈવીએમની હિલચાલ, સુરક્ષા દળોની તેમની જરૂરિયાત, સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચ આ વર્ષે ચૂંટણીના સુચારુ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અને ભડકાઉ સામગ્રીને દૂર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને જો કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે, તો કમિશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ્સને બ્લોક કરવા જેવી કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

લોકસભા ચૂંટણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ચૂંટણી પંચ મે પહેલા યોજાનારી લોકસભાની ચૂંટણીના મુક્ત અને ન્યાયી સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. તે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પરની ખોટી માહિતીને ફ્લેગ કરવા અને દૂર કરવા માટે ECIની અંદર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક વિભાગ પણ બનાવી શકે છે.

Ad