Home Blog Page 72

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને પહોંચ્યા, પ્રેમીયુગલોને ભગાડ્યાં

0

વિરોધ:

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને પહોંચ્યા, પ્રેમીયુગલોને ભગાડ્યાં

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આજના દિવસે દર વર્ષની માફક બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો. પાટનગર ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને પહોંચી પ્રેમીયુગલોને ભગાડ્યાં હતાં.
કાર્યકર્તાઓએ યુગલોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવા સૂચના આપી
બજરંગદળના કાર્યકર્તાઓ ગાંધીનગરના બગીચામાં ફરી વળ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો હાથમાં દંડા લઇને ખેસ પહેરીને બાગમાં અચાનક ત્રાટક્યા હતા. તેમણે પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સૂચના આપી યુગલોને જવા દીધાં હતાં. આ સિવાય પણ બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં અનેક જગ્યાઓ પર જઇને યુગલોને ભગાડી રહ્યા છે.

ભારતમાં દર વર્ષે આ દિવસનો વિરોધ થતો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જૂથો દ્વારા તર્ક-વિતર્કો સાથે વેલેન્ટાઈન ડે ન ઊજવવા અપીલ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એનિમલ વેલ્ફેર બોર્ડે 14 ફેબ્રુઆરીને ગાય હગ ડે તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. પરંતુ હંગામા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

Ad..

પૂર્વ IPSની બદનામી કરનાર સુરતના બે પત્રકાર સહિત પાંચની ધરપકડ, ભાજપનો નેતા મુખ્ય સૂત્રધાર

0

  • સુરતના બે પત્રકારે આ કાવતરામાં સામેલ
  • ભાજપના નેતા, સુરતના બે પત્રકાર સહિત પાંચ લોકો આ ષડયંત્રમાં સામે હોવાનું જાણવા મળ્યું છે
  • સ્થાનિક પત્રકાર સાથે ભાજપના નેતાએ મળીને મહિલા પર દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી, IPS પાસે પૈસા પડાવવા માટે આ કાવતરૂં ઘડયું હોવાનું જાણવા મળ્યું છે.
  • પત્રકારે એફિડેટિવ વાયરલ કરવાની અને એફિડેટિવને ન્યૂઝ પેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.
  • પૂર્વ IPS પાસેથી 8 કરોડ જેટલી મોટી રકમ પડાવવા માટે બે પત્રકાર અને ભાજપના એક નેતા દ્વારા આ કાવતરૂં ઘડવામાં આવ્યું હતું.

અમદાવાદ: ગુજરાતમાં પૂર્વ IPSને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાયરલ કરી ફસાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS દ્વારા નિવૃત IPSને ખોટી રીતે બદનામ કરવા અને ફસાવવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના નેતા, સુરતના બે પત્રકાર સહિત પાંચ લોકો આ ષડયંત્રમાં સામે હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક પત્રકાર સાથે ભાજપના નેતાએ મળીને મહિલા પર દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી, IPS પાસે પૈસા પડાવવા માટે આ કાવતરૂં ઘડયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં એક નિવૃત IPSને ખોટી રીત ફસાવી બદનામ કરવા માટે ભાજપના નેતાનું નામ સામે આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ મામલે પ્રાથમિક જાણકારી અનુસાર નિવૃત IPS પાસેથી પૈસા કઢાવવા માટે સ્થાનિક બે પત્રકાર અને ભાજપના નેતાએ મળીને મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટું સોગંદનામું કરાવ્યું હતું,. જેમાં પત્રકારે એફિડેટિવ વાયરલ કરવાની અને એફિડેટિવને ન્યૂઝ પેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. ન્યૂઝ મીડિયામાં આવી જાય પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવા કાવતરું ઘડ્યું હતું.
પૂર્વ IPSને બ્લેકમેલ કરી 8 કરોડ પડાવવાનું કાવતરૂં રચાયું હતું
પૂર્વ IPS પાસેથી 8 કરોડ જેટલી મોટી રકમ પડાવવા માટે બે પત્રકાર અને ભાજપના એક નેતા દ્વારા આ કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની પીડિત મહિલાને બરજબરીથી લાવી અને તેમના નામે પોલીસ અધિકારીએ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાનું એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી. આ એફિડેટિવમાં ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારીઓ પાસેથી પૈસા પડાવવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. જેમાં બે પત્રકાર સુરતના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ વિરુદ્ધ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
ATS અધિકારી સુનિલ જોષીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે જે મહિલાએ પૂર્વ IPS સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેનું નિવેદન લેવામાં આવ્યું છે. મહિલા પહેલા જી કે પ્રજાપતિ ઉર્ફે જી કે દાદા નામના વ્યકિતના સંપર્કમાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે આ ફરિયાદનો આરોપી ઈસ્માઈલ મલેક એક દિવસ ચાંદખેડા કાલિકા મંદિર પાસે આવેલા સંગાથ બંગલોના બંગલા નંબર 13 અને 14માં લઈ ગયો હતો. જ્યાં બંગલામાં એક 45 વર્ષની ઉંમરનો માણસ હતો અને અમદાવાદનો મોટો પોલીસ અધિકારી હોવાનો ઓળખાણ આપી હતી. તેમજ આ બંગલો સાહેબનો છે, તેમ કહ્યું હતું. તેના ભાઈને છોડાવવા માટે તે વ્યક્તિએ તેની મરજી વિરુદ્ધ બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જી.કે. પ્રજાપતિએ ફરિયાદમાં આ બાબત લખાવવાની ના પાડી હતી.
જી કે પ્રજાપતિએ સુરતના એક વ્યકતિ હરેશ જાદવ સાથે મહિલાની ઓળખાણ કરાવી હતી અને મહિલાની હાજરીમાં જે તેણે અમદાવાદના આ મોટા IPS અધિકારીના નામે રૂપિયા 8 કરોડ તોડ કરવાની વાત કરી હતી. જો તે આ કામમાં તેઓની મદદ કરે તો મને પણ મદદ મળી શકે તેમ વિચારી મહિલા આ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યાર આઇપીએસ અધિકારીએ બંગલામાં તેની સાથે દુષ્કર્મ કર્યું હોવા અંગેની મહિલાના નામની એફિડેવિટ તૈયાર કરાવી હતી અને તેમાં પોલીસ અધિકારીએ બે વખત બળાત્કાર કર્યો હોવાની વિગતો કરી હતી અને અધિકારીનું નામ પણ લખાવ્યું હતું. ત્યાર બાદ કોઈ કારણોસર અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટું કામ કર્યું નથી તેવું એ કહેતા 28 જાન્યુઆરી 2023ના રોજ એફિડેવિટમાં સુધારો કરીને બીજા અધિકારીનું નામ નક્કી કરીને સહીઓ કરાવી લીધી હતી.
30 જાન્યૂઆરીનો રોજ મહિલાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ અધિકારીનું નામ આપવા જી કે પ્રજાપતિએ મહિલા પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ મહિલાની જાણ બહાર તેઓએ નવા એફિડેટિવ પર નવા ફકરાં અને અધિકારીનું નામ ઉમેરી મહિલાની સહી કરાવી લીધી હતી. 8 કરોડ પડાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
સુરતના બે પત્રકારે આ કાવતરામાં સામેલ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જી કે પ્રજાપતિ, હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ એફિડેવિટમાં જે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેમજ અધિકારી પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું અને જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદવે પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની સાથે સાંઠગાઠ કરીને ન્યૂઝ મીડિયામાં આ પ્રસારિત કરીને પૈસા પડાવવાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જે મામલે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી.

0

અમદાવાદ : સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

ના ઉમ્ર કી સીમા હો.. ઘરડાઓ દારા વેલેન્ટાઈન દિવસની ઉજવણી

ઘરથી તરછોડાયેલ વડીલો, સીનીયર સીટીઝન દાદા કે દાદી પ્રી વેલેન્ટાઈન પર્વને મનાવે એ વાત જ કંઈક અલગ હોય. અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વૃધો દ્વારા ઉત્સાહ અને સ્મિત રેલાવતી ઉજવણી જોવા મળી.

પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરતો દિવસ એટલે વેલેન્ટાઈન દિવસ. જ્યાં માત્ર પ્રેમીઓ જ નહીં એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવે છે પરંતુ અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી.

ઘરડા ઘરમાં ઘરના સભ્યોથી તરછોડાયેલ પોતાના વૃદ્ધ જીવનની સફર માણતા દાદા દાદી માટે વેલેન્ટાઈન દિવસને માનવી અનોખી રીતે તેમના મો પર સ્મિત રેલાવવા રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મન મૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમ અભિવ્યક્તિઓની ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે જ્યાં પ્રેમ હોય ત્યાં ઉમર ન હોય અને ઘરડા ઘરમાં પોતાના બાકી જીવનના દિવસો વિતાવતા આ વડીલો પણ એક સ્મિત ઉત્સાહ અને અભિવ્યક્તિના હકદાર છે ભલે સમાજ, પોતાના વહાલાઓ તેમને તરછોડી દે પરંતુ તેમનો જુસ્સો, પ્રેમ, સહકાર માર્ગદર્શન હંમેશા જ્વલંત જ રહેતું હોય છે

પોતાની લાગણીઓને રજૂ કરી આજના યુવાઓને સાચા પ્રેમની પરિભાષા શીખવાડી જાય છે. ખરેખર આવા સમયમાં એકબીજા સાથે રહી જીવનના સથવારે રહેતા વૃધ્ધો અને આવા વડીલોના ચહેરાઓ પર સ્મિત ફેલાવના કાર્ય કરનાર જ એકબીજાના સાચા વેલેન્ટાઈન છે.

Ad…

આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની

0

  • ગુજરાતના ભરુચ જિલ્લાને દ્રષ્ટિ વસાવાએ વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ
  • એક આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની

૯ મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવતી ભરૂચ જિલ્લાના થવા ગામની દ્રષ્ટિ વસાવા

વર્ષ ૨૦૨૬માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં દેશ તરફથી પ્રતિનિધિત્વ કરશે નેત્રંગની આઈસ ગર્લ

ગુજરાત રાજ્યમાંથી ૮ વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા

“અડગ મનના મુસાફરને હીમાયલ પણ નડતો નથી” આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવા.
આમ જોઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વણાકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી, પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીત ની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમ- જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે.
ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા.તેણીની આવનારા વર્ષ ૨૦૨૬માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે.

આ સફળ યાત્રાના મુખ્ય પ્રણેતા તો આઇસ ગર્લના માતા – પિતા
ઓછું શિક્ષણ અને સંકુચિત માનસિકતા ધરાવતા વિસ્તારમાં હકારાત્મક અભિગમથી નાનકડી દ્રષ્ટિને કરિયર તરીકે રાજ્યમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ રમાતી રમતને કારકિર્દી તરીકે માન્યતા આપી તેમજ રમતમાં મહારથ હાંસલ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા પોતાની દિકરીની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો.
પોતાના માતા પિતાના વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવીને આજે તેનું પરિણામ આ રમતમાં પોતાના કાંડાનું કૌવત્ત બતાવીને ૯ મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત ૯મી “આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩”નું ગુલમર્ગ કાશ્મીર ખાતે ૨ થી ૪ ફેબ્રઆરી યોજાઈ હતી. જેમાં ભારતના કુલ ૧૮ રાજ્યએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાત રાજ્યથી ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં ૧ ગોલ્ડ , ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં ૧ સિલ્વર, ૨ બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી.
આ ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩માંગુજરાત રાજ્યમાંથી ૮ વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે.
-:પોતાના અનુભવનો આપ્યો લાભ સમાજના દિકરા-દિકરીઓને:-
પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા તથા ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્માએ પુરી ટીમ તૈયાર કરી કુલ-૨૦ ખેલાડીની ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવતા ગુજરાત તરફથી ભાગ લીધો હતો પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે કાશ્મીરનું તાપમાન ૭ ડિગ્રી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ ખૂબ સારૂ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ વસાવા અને સેકેટરી શ્રી રંજનબેન વસાવા તરફથી શુભેચ્છા પાઠવી હતી.

ખેલાડીઓ નામની યાદી
જુનિયર ગર્લ:-૧) હિવા પ્રજાપતિ (૨) હેત્વી બલર(૩) રવિના પ્રસાદ (૪) વનશ્રી દેસાઈ

જુનિયર બોય:-૧) મંતવ્ય ચલોડિયા (૨) પ્રિયદર્શી તિવારી (૩) પ્રિન્સ પટેલ
(૪) પ્રિયદર્શન તિવારી

સિનિયર ગર્લ(૧) સીમરન અગ્રવાલ (૨) અંકિતા વારલેકર (૩) દ્રષ્ટિ વસાવા(૪) ઈસા વર્મા
(૫) ઇવા પટેલ
સિનિયર બોય:-૧) વિકાસ વર્મા (૨) પ્રવીણ શર્મા (૩) મિહિર પટેલ (૪) નિખિલ શર્મા (૫) પૃથ્વી ભોંયે(૬) ધર્મેશ વાર્લેકર (૭) વિષ્ણુ કેજરીવાલ

જાણો આઈસ સ્ટોક રમત વિશે
આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લીધો હતો. આ રમતમાં બે થ્રો વચ્ચે અંતર 30 મીટર જેટલું અંતર હોઈ છે. અને આઈસ સ્ટોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોઈ છે. વિભાગ પ્રમાણે અપડેટ્સ આ રમતમા પણ હોઇ છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ગુજરાત અર્ધ લશ્કર સંગઠનની સયુંકત મિટિંગ નું આયોજન પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતા યોજવામાં આવી

0

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની સયુંકત મિટિંગ નું આયોજન પરવત ગામે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની અધ્યક્ષતા મા થઈ જેમાં તુલસીભાઈ ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી જયંતીભાઈ સંગઠન મંત્રી અર્ધ લશ્કર સંગઠન બાબુભાઈ અરવલ્લી જિલ્લા પ્રમુખ ધુલજીભાઇ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પ્રભારી દિલીપભાઈ વિજયનગર તાલુકા પ્રમુખ ડામોર હિંમતલાલ સાબરકાંઠા જિલ્લાના ઉપ પ્રમુખ ઇન્દુબેન સાબરકાંઠા જિલ્લાના મહિલા પ્રમુખ કનૈયાલાલ વિજયનગર તાલુકા પ્રભારી વિનોદભાઈ ભિલોડા તાલુકાના પ્રમુખ રમેશભાઈ અરવલ્લી જિલ્લા ઉપ પ્રમુખ તેમજ આશરે ૩૦૦ થી પણ વધુ નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા હતા .
મિટિંગ નો મુખ્ય ઉદ્દેશ કે અર્ધ લશ્કર ને હજુ સુધી સૈનિક તરીકે નું સન્માન મળેલ નથી માટે અર્ધ લશ્કર ના ન્યાય માટે સેના જેવા સન્માન માટે જે પણ ગુજરાત પ્રદેશ ની ટીમ રણનીતિ નક્કી કરે તે મુજબ રાજ્ય અને દેશ માં કાર્યક્રમ કરવામાં આવશે જેમાં દરેક સંગઠન ના સદસ્યો એ હાજરી આપવાની છે અને જ્યાં સુધી હક સન્માન સુવિધા ના મળે ત્યાં સુધી જંપી ને બેસી રહેશું નહિ તેવી પ્રતિજ્ઞા પણ સહુ એ લીધી .

દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન

Ad….

૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું, રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા નો આરંભ

0

  • ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ
  • ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું, રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા નો આરંભ
  • તિસ્કરીના રુદ્રાક્ષ શિવલિંગ સાથે શ્રી બટુકભાઈ વ્યાસ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે
  • નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ

તા.૧૨ થી ૧૮ ફેબ્રુ દરમીયાન મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પ પણ યોજાશે

ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત આજે રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી.શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે જેમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે જેનો આજે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.આ અવસરે ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે જણાવ્યું કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૩૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે ૩૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગ ના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું.શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો અને સમિતિ ભેગા મળીને આ ભવ્ય આયોજન કર્યું છે. આ અવસરે ઉપ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, મહેન્દ્ર ચૌધરી, તા.પ.પ્રમુખ રમિલબેન ગાવીત, ગણેશ બિરારી, માજી ધારાસભ્ય હીરાભાઈ, માજી પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, દિપક રાજાણી, નીલેશ રાંચ, નરેન્દ્ર ઠક્કર તથા તીસ્કરી (તલાટ)ના નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.Ad….મહાશિવરાત્રી ઉત્સવના પ્રસંગો· ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ રોજ સવારે૮.૦૦ કલાકે· શિવકથા રોજ બપોરે ૨.૩૦ થી ૫.૩૦ કલાક દરમીયાન પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસનાં સાનિધ્યમાં.· વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ મહાઆરતી રોજ સાંજે ૬.૦૦ કલાકે· મહાપ્રસાદ / ભોજન / ભંડારોઃ રોજ રાત્રે ૭.૦૦ કલાકે· સમુહ લગ્ન તા.૧૬ ફેબ્રુ. ગુરુવાર શિવ વિવાહનાં દિને સાંજે ૫.૩૦ કલાકે· મહાશિવરાત્રી રાત્રિ પૂજાઃ તા ૧૮ ફેબ્રુ. રાત્રે ૯.૦૦ કલાકે· વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેક સમયઃ સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ કલાક દરમીયાનAd…

સેલવાસમાં માતાને બચાવવા ગયેલી દીકરીની હત્યા:ચપ્પુના 15થી વધુ ઘા મારતા યુવતી ઘટનાસ્થળે જ ઢળી પડી હત્યાનો અંજામ

0

  • સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીના સેલવાસમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. માતા સાથે ઝઘડો કરી રહેલા શખ્સને દીકરીએ ટપારતા આરોપીએ ચપ્પુના ઉપરાછાપરી 15 જેટલા ઘા મારી દેતા યુવતી ઘટનાસ્થળે જ ઢળી પડી હતી.
  • હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
  • પોલીસે નાકાબંધી કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
  • આરોપીને મૃતકની માતા સાથે આડાસંબંધ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેના કારણે જ આરોપી ઝઘડો કરવા માટે ઘર પર આવ્યો હતો અને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
  • લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ માતાને બચાવવા રૂમનું તાળું મારી દેનારી પુત્રીને પ્રેમીએ ચાકુના 15થી વધુ ઘા મારી હત્યા કરી

સેલવાસમાં પોલીસનો ડર સમાપ્ત થઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. અહીં ધોળા દિવસે પ્રેમિકાને મારવા આવેલ પ્રેમીએ દરવાજાનું લોક ખોલવાની ના પાડતા સાવકી દીકરીને ચપ્પુના ઘા કરી હત્યા કરી નાશી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સાવકી દીકરીને ચપ્પુના ઘા કરી હત્યા કરી શનિવારે સેલવાસ પદ્માવતી સોસાયટીની બાજુમાં આવેલા પાલિકાના માજી પ્રમુખ કમલેશ પટેલની ચાલમાં રહેતી શીલા મિથુન મંડલ મૂળ નિવાસી નરોલીના લગ્ન નગવાસ ગામમાં સંજય સીંગ રાજપૂત નામના વ્યક્તિ સાથે થયા હતા.બંનેના 3 બાળકો પણ છે. સંજય સાથે ઘરેલું વિવાદ થતા સંજયે એને છોડી મૂકી હતી. ત્યાર બાદ શીલાનો પ્રેમ સંબંધ મૂળ આસામના રહીશ મિથુન મંડલ જે સીપીએફ નામની સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એની સાથે 6-7 વર્ષથી ચાલી રહ્યો હતો.

ઉપરાછાપરી ઘા કરી અંકીતાની હત્યા કરી છેલ્લા કેટલાક સમયથી શીલા અને મિથુન વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેને લઈ શીલાની મોટી દીકરી અંકિતા સંજય રાજપૂત (17-18) વર્ષ ટ્યુશન જતી વખતે ઘરના દરવાજાને બહારથી તાળું મારી જતી હતી. શનિવારે સવારે લગભગ 10-30 વાગ્યાના સુમારે મિથુન શીલાને મળવા આવ્યો હતો ત્યારે ઘરે તાળું જોતા એ તાળું તોડવા માડ્યો હતો. મિથુન વારંવાર ચાલીમાં આવતો હોય રહીશો એને ઓળખાતા હતા, જેથી એને જણાવ્યું કે, શીલા ઘરમાં છે, બહારથી તાળું માર્યું છે. એજ સમયે શીલાની દીકરી અંકિતા ઘરે આવતા મિથુનનો એની સાથે પણ ઝઘડો થયો હતો જેમાં મીથુને ઉશ્કેરાઇ જઇ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા કરી અંકીતાની હત્યા કરી ઘટના સ્થળેથી નાશી ગયો હતો.જોકે, તે સીસીટીવીમાં કેદ થયો હતો.

બે દિવસ અગાઉ પોલીસમાં આરોપી વિરૂધ્ધ અરજી આપી હતી
આરોપી અને મૃતક અંકિતા રાજપૂતની માતા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી લીવ ઇન રીલેશનમાં હતા. જોકે, આરોપી દારૂ પીવાની ટેવ હોવાથી વારેઘડીએ ઝઘડો કરતો હતો અને મૃતકની માતા સાથે ગેરવર્તન કરતો હતો. આ અંગે મૃતકની માતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આરોપી મિથુન મંડલ સામે અરજી પણ આપી હતી. જોકે, પોલીસે અરજી બાદ કોઇ કાર્યવાહી ન કરતા આખરે માતાને બચાવવાના પ્રયાસમાં 18 વર્ષીય અંકિતાએ જીવ ગુમાવ્યો હતો.

શિલાને મારવા ભાડાના ગુંડાઓ પણ બોલવ્યા હતા
મિથુન મંડલ અને શીલા પતિ પત્નીના જેમ રહેતા અને ઘરનો તમામ ખર્ચ મિથુન ઉઠાવતો હતો. શીલાને મંગલસૂત્ર- દાગીના પણ બનાવી આપ્યા હતાં. શીલા પર શંકા જતા એ ઝગડો કરતો હતો. શીલાને મારવા કેટલાક ભાડાના ગુંડ્ડા પણ બોલાવ્યા હતા.

હત્યા કરી નહેર પર જઇને બેસેલો હતો
શીલાના પ્રેમી મિથુન મંડલે ધોળા દિવસે પ્રેમીકાની દીકરીની હત્યા કરી ભાગી ગયા બાદ સાયલી નજીક નહેર કિનારે જઇને બેઠો હતો.જે અંગે સ્થાનિકોને જાણ થતા તેમની મદદથી પોલીસે આરોપી મિથુનને પકડી પાડ્યો હતો.

પેટ અને છાતીના ભાગે ઘા કર્યા હતા
લગ્નેત્તર સંબંધનો કેવો કરૂણ અંજામ આવતો હોય છે એનો દાખલો આજે સેલવાસમાં જોવા મળ્યો હતો. માતાના લગ્નેત્તર સંબંધના પ્રેમીથી બચાવવા માટે 18 વર્ષની પુત્રીએ રૂમને તાળું મારીને જતી રહી હતી. જ્યારે આરોપી પ્રેમી મિથુન મંડલ રૂમ ઊપર ઝઘડો કરવા અને પ્રેમિકા માતાની હત્યાના ઇરાદે આવ્યો હતો. જોકે, અગાઉથી જ પુત્રી અંકિતા તેની માતા સાથે અજુગતું થવાનો ખ્યાલ આવી જતા માતાને રૂમમાં રાખીને બહારથી તાળું મારી દીધું હતું. આરોપીએ રૂમનું તાળું ખોલવા કહેતા મૃતક અંકિતાએ ના પાડી દીધી હતી. જેને લઇને આરોપીએ અંકિતાના પેટ અને છાતીના ભાગે 15થી વધુ ધા મારીને મોતને ધાટ ઉતારી દીધી હતી.

Ad..

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

0

સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષે “દે ઘુમાકે-૨૦૨૩” આંતરશાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ ચુનીભાઈ ગજેરાના હસ્તે તારીખ ૦૧-૦૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાની ૨૪ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એક સપ્તાહથી અવિરત ચાલતી પ્રતિયોગિતા દરમિયાન જાદી રાણા હાઈસ્કૂલ ઘીમાડીયા, બી.એસ.પટેલ પ્રાયમરી સ્કૂલ બીલીમોરા, શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ નાની દમણ, તેમજ સર્વોદય હાઈસ્કૂલ, સેગવીની ટીમો સેમિફાઇનલમાં આવી હતી. કુલ 18 નોક આઉટ મેચના અંતે સેમી ફાઇનલમાં સ્થાન મેળવેલ ઉપરોક્ત શાળાઓની ટીમ વચ્ચે આજરોજ ફાઇનલ પ્રતિયોગિતામાં ટીમ સ્પિરિટ અને ટીમવર્કનું આબેહૂબ પ્રદર્શન જોવા મળ્યું હતું.
તા. ૮ ફેબ્રુઆરીના રોજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે થયેલ ફાઇનલ પ્રતિયોગિતા શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્યમ શાળા અને સર્વોદય હાઈસ્કૂલ ,સેગવીની ટીમો વચ્ચે રમાઇ હતી જેમાં સર્વોદય હાઈસ્કૂલ વિજેતા બની હતી. વિજેતાઓને લક્ષ્મી વિદ્યાપીઠના શ્રી આર. એન. ગોહિલ, ડો. બાસવરાજ પાટીલ, ડો. ગંગાધર હુંગર અને શ્રી અમ્રત પટેલના હસ્તે ટ્રોફી તેમજ પુરષ્કારની રકમ રૂ ૨૫૦૦૦ તેમજ શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ દમણની રનર ટીમને ટ્રોફી તેમજ પુરષ્કાર રૂ. ૧૦૦૦૦ એનાયત કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત, પ્રતિયોગિતા અંતર્ગત સર્વોદય હાઈસ્કૂલના ખેલાડી નિખિલ નાયકાને ૪ વિકેટ ૩૭ રન કરેલ હોય મેન ઓફ ઘી મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝ તેમજ કુલ ૧૧ વિકેટ માટે બેસ્ટ બોલર અને શ્રી માછી મહાજન સ્કૂલના વાડવેકર ધીર ને કુલ ૧૦૯ રન માટે બેસ્ટ બેટ્સમેન જાહેર કરી સ્મૃતિ ચિહનથી નવાજવામાં આવેલ હતા.

આંતર શાળા “દે ઘુમાકે – ૨૦૨૩” ક્રિકેટ સ્પર્ધાના સફળ આયોજન બદલ ડાયરેક્ટર શ્રીએ આયોજક પ્રોફ. શ્રી પરીક્ષિત પટેલ હેડ મિકેનિકેલ બ્રાન્ચ, સહ આયોજક કેવિન ભંડારી તેમજ સ્ટાફ પરિવાર, વોલ્યૂન્ટીઅર વિધાર્થીઓ, પ્રતિયોગિતામાં આવેલ શાળાના કો-ઓર્ડીનેટર શિક્ષકોનો, સ્પર્ધક ટીમોનો આભાર વ્યક્ત કરી વિજેતા ટીમને અને દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા તેમજ તેઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સુંદર પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી.

Ad..

શિક્ષક સંઘના અધિવેશન માટે શિક્ષકો સોસિયલ મિડીયામાં આક્રોશ શિક્ષકો પાસેથી રૂપિયા ઉઘરાણા કરી કરોડ રૂપિયા ભેગા કરી સંઘ શું કરવા માંગે છે ?

0

  • શિક્ષકો શિક્ષણ વિભાગ સામે પણ આંગળી ચીંધી રહ્યા કે કોઈ સંગઠનના અધિવેશન માટે આવો પત્ર શામાટે કરવો જોઈએ ?
  • ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 10 ફેબ્રુઆરી 2023 ના રોજ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયમકને આદેશ કરેલ છે .

શિક્ષક સંઘના અધિવેશન માટે વિદ્યાસહાયક દિઠ રૂપિયા 500/- અને રેગ્યુલર શિક્ષકો દીઠ 1000/- રૂપિયા પગારમાંથી કાપીને જમા કરવા માટેની કાર્યવાહી કરવા જણાવેલ એના આધારે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કરતા શિક્ષકો
સોસિયલ મિડીયામાં આક્રોશ કરતા જણાવી રહ્યા છે કે શિક્ષકોના કોઈ કામ કરવા નથી શિક્ષકો બદલી માટે છેલ્લા એક વર્ષથી તલસી રહ્યા છે,શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે 40 ડીગ્રી તાપમાનમાં આંદોલન કર્યા છતાં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ વર્ષ 2005 પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરાવી શક્યા નથી અને શિક્ષકો પાસેથી 1000/-રૂપિયા ઉઘરાણા કરી દશ કરોડ રૂપિયા ભેગા કરી સંઘ શું કરવા માંગે છે? હજુ તો સંઘના હોદેદારો શિક્ષકોના ખર્ચે કમ્બોડીયા દેશનો પ્રવાસ કરી આવ્યા ત્યાં વળી આ બીજું ભૂત જાગ્યું.શિક્ષકો શિક્ષણ વિભાગ સામે પણ આંગળી ચીંધી રહ્યા કે કોઈ સંગઠનના અધિવેશન માટે આવો પત્ર શા માટે કરવો જોઈએ? વગેરે બાબતો સાંમે શિક્ષકો સોસિયલ મીડિયામાં આકોશ વ્યક્ત કરી રહ્યા છે ગણગણાટ અને ચણભણાટ કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા માં

તાલુકા થી લઇ રાજ્ય સુધી આ જ કામ કરે છે ઉઘરાણી નું .ઉઘરાણી ના કરે તો ઊંઘ નથી આવતી આ ……
આ વખતે આ લોકો સામે લડી j લેવાનું છે
કેમ્પ નથી કરાવી શકતા
Ops નથી અપાવી શકતા
Nps ma સુધારો નથી કરાવી શકતા
એકમ કસોટી નથી ઘટાડી શકતા
બાકી બિલો સમય સર મળતા નથી

તો રૂપિયા શેના એમને જલસા કરવા

હું ગુજરાત નો …………

સંગઠન નો આવો મોટો પ્રમુખ એવું બતાવવા રૂપિયા આપવાના આપડે

2 લાખ શિક્ષકો ના રૂપિયા કેટલા થયા …..
એના કરતાં આપડે ભીખાભાઈ સારા જ્યારે કોઈ પ્રશ્ન હોય તો સીધી વાત તો કરી શકીએ આતો સરખો જવાબ પણ નથી આપતા …. તાડ જેવડા મોટા એટલે . ..

વિરોધ કરો આપડે તો નથી જ આપવાના પણ કોઈ ને આપવા પણ નથી દેવાના…

Ad..

રામાયણ કાળ સાથે સબંધ ધરાવતું દક્ષિણ ગુજરાતનું પૌરાણિક યાત્રાધામ ઉનાઈ

0

દિવ્યેશ પટેલ વાંસદા

રામાયણ કાળ સાથે સબંધ ધરાવતું દક્ષિણ ગુજરાતનું પૌરાણિક યાત્રાધામ ઉનાઈ

ઉનાઈ ગામ નવસારી જિલ્લામાં ખુબ જ ખ્યાતિ પામ્યું છે જેનું એક કારણ આદિવાસી સમાજના લોકપ્રિય નેતા તેમજ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉનાઈના વતની છે. અનંતભાઈ પટેલ આદિવાસી સમાજ માટે સરકાર સામે અનેકવાર અવાજ ઉઠાવવા, વિરોધ પ્રદર્શન કરવા તેમજ ધારણા પ્રદર્શનો કરવા માટે જાણીતા છે. જેના કારણે ઉનાઈ ગામ પણ ન્યુઝ પેપરોમાં તેમજ મીડિયામાં છવાઈલુ રહે છે.

એક એવું પૌરાણિક યાત્રાધામ જ્યાં માતા સીતાના રૂપમાં ઉનાઈ માતાજી જે ઉષ્ણઅંબાજી તરીકે પણ ઓળખાય છે જે બિરાજમાન છે એવું દક્ષિણ ગુજરાતમાં આવેલ એકમાત્ર પવિત્ર યાત્રાધામ એટલે વાંસદા તાલુકાનું ઉનાઈ.

વાંસદા તાલુકાનું નાનકડું ગામ અને દક્ષિણ ગુજરાતનું પવિત્ર અને પૌરાણિક યાત્રાધામ ઉનાઈ જ્યાં માં સીતાના રૂપમાં ઉનાઈ માતાજી બિરાજમાન છે. ઉનાઈ ગામનું નામ પડવા પાછળની દંતકથા પ્રમાણે વનવાસ દરમિયાન પ્રભુ રામજી પોતાના ભાઈ લક્ષ્મણ અને માતા સીતા આ સ્થળ પર આવ્યા ત્યારે માતા સીતાએ સ્નાન કરવાની ઈચ્છા પ્રગટ કરી જેથી પ્રભુ રામે પૃથ્વીના પેટાળમાં તીર મારતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણીના ઝરા વહેવા લાગ્યા, જેમાં માતા સીતાએ સ્નાન કરી અને ત્યારબાદ હું નાહી એવા શબ્દનો ઉચ્ચારણ કરતા આ સ્થળનું નામ હું નાહી પડ્યું હતું, જેનું કાળક્રમે અપભ્રંશ થતા આ સ્થળ ઉનાઈ તરીકે પ્રસિદ્ધ થયું. આ સ્થળે માતા સીતાની સ્થાપના થઇ બાદમાં ઉનાઈ માતાજી તરીકે ઓળખાયા જેમને ઉષ્ણઅંબાજી પણ કહેવામાં આવે છે. અહીં આવેલા ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવાથી કૃષ્ઠ રોગો (ચામડીના રોગો ) દૂર થવાની લોકમાન્યતા છે. પવિત્ર યાત્રાધામ ઉનાઈ સ્થાનિક આદિવાસીઓનું મોટું અસ્થાનું પ્રતીક છે.
ઉનાઈ અને ખંભાલિયા ગામ ત્રણ જિલ્લાઓની સરહદે આવેલું ગામ છે, જે તાપી, સુરત અને ડાંગ જિલ્લાને અડીને આવેલું નવસારી જિલ્લાનું છેલ્લું ગામ છે. ઉનાઈ અને ખંભાલિયા ગામમાં અનેક ધર્મ- જાતિના લોકો વસવાટ કરે છે જેમાં ધોડિયા, ગામીત, કૂકણા, ઢીમ્મર, મરાઠી, મારવાડી, દેવીપૂજક, ભાવસાર, કાઠીયાવાડી, મુસ્લિમ ધર્મના લોકો રહે છે. જેમાં પરપ્રાંતીય લોકો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ઉનાઈ અને ખંભાલિયા ગામ મળી લગભગ દસ હજાર જેટલી વસ્તી ધરાવે છે. જેમાં ગામમાં બે ગ્રામ પંચાયતો આવેલી છે જે ઉનાઈ ગ્રામપંચાયત અને ખંભાલિયા ગ્રામ પંચાયત છે. આ ગામની ખાસિયત એ છે કે, ગામના મેઈન બજારના આગળ ભાગે ઉનાઈ અને પાછલા ભાગે ખંભાલિયાની હદ લાગે છે અહીં આરોગ્ય અને રોડ રસ્તા અને પાણીની ખૂબ સરસ વ્યવસ્થા છે. ઉનાઈ- ખંભાલિયા ગામો મકરસંક્રાતિના ભવ્ય મેળાને લઈ ખૂબ પ્રચલિત છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે.

હાલમાં ઉનાઈ- ખંભાલિયા ગામમાં યુવાન સરપંચો ચૂંટાઈ આવતા આ વર્ષે મેળાનું ભવ્ય આયોજન કરી ગ્રામપંચાયતને સારી એવી આવક કરી ગામના વિકાસના કાર્યને આગળ ધપાવવાનું કામ કરવામાં આવ્યુ હતું . ઉનાઈ ગામના ક્રિકેટ રમતા યુવાનો માટે ઉનાઈ ખાતે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલ છે. ઉનાઈ- ખંભાલિયાની પ્રજા એકતા અને ભાઈચારા સાથે અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે. ઉનાઈની આજુબાજુ અનેક દેવસ્થાનો આવેલા છે. જેમાં અંબિકેશ્વર મહાદેવ, ગુસ્માઇમાડી મંદિર, ગાયત્રીમંદિર, તોરણીયા ડુંગર, અજમલ ગઢ જેવા મંદિરો આવેલા છે. ઉનાઈ ગામના ચરવી ફળિયામાં મોટી સંખ્યામાં ઈસાઈ સમુદાઈ પણ વસવાટ કરે છે. તેમજ ચરવી ફળિયામાં કેથલિક ચર્ચ પણ આવ્યું છે જેમાં દર રવિવારે પ્રાર્થનનાનું આયોજન થાય છે.

  • ઉનાઈ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતી ઐતિહાસિક વણઝારી વાવ આવેલી છે, જે વર્ષો પહેલા મંદિર પર આવતા શ્રદ્ધાળુઓને ઠંડુ પીવાનું પાણી મળી રહે એ આશયથી બનવવામાં આવી હતી. આ વાવની ખાસિયત છે મંદિરમાં આવેલા ગરમ પાણીના કુંડને કારણે મંદિરની આસપાસ ગરમ પાણી નીકળતું હોય છે પરંતુ વણઝારાઓ દ્વારા બનાવેલી વાવમાં ઠંડુ પાણી નીકળ્યું હતું. જેથી વાવનું મહત્વ ખૂબ વધી ગયું હતું વાવના દર્શન કરવા અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

ઉનાઈ ગામમાં પવિત્ર યાત્રાધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ છે જેથી અહીં આવતા શ્રધ્ધાળુઓને અગવડતા ન પડે એવા તમામ પ્રયાસો અમે કરી રહ્યા છે તેમજ મેળામાં પણ આ વર્ષે સુંદર આયોજન કરી બાર લાખ જેવી રકમની ઉનાઈ ગ્રામપંચાયને આવક થવા પામી છે જે ગામમાં વિકાસના કામોમાં વાપરી ગ્રામજનો માટે સુખ સગવડ સારી મળી રહે એવા અનેક પ્રયાસો કરવામાં આવશે.

ધવલભાઈ જે. ઢીમ્મર ડેપ્યુટી સરપંચ ઉનાઈ

Ad..