Home Blog Page 73

રાજકોટની જાનકી મોટા લોકોને હનીટ્રેપમાં ફસાવતી પછી મોટી રકમ પડાવતી, 5 પકડાયા

0

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા માથાભારે, બુટલેગર, વ્યાજના ધંધાર્થી અને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવતી યુવતી સહિત પાંચની પાસા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરતા પોલીસે પાંચેયના પાસાના વોરન્ટની બજવણી કરી અલગ અલગ જેલ હવાલે કર્યા છે.

Ad..


ચુનારાવાડ વિસ્તારમાં રહેતી જાનકી કનક પ્રજાપતિ નામની 26 વર્ષની યુવતીએ રંગીન મિજાજીઓને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવવાના ચાર જેટલા ગુનામાં પકડાતા તેની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવી છે. જ્યારે તેના સાગરીત રૈયાધાર વિસ્તારમાં રહેતા જીતુદાન ઉર્ફે ભુરો બાણીદાન ગઢવી સામે હનીટ્રેપ સહિત પાંચ ગુના નોંધાતા તેના પાસાના વોરન્ટની બજવણી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કરી વડોદરા જેલહવાલે કરાયો છે.
બાબરીયા કોલોની પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ સામે મારામારી અને દારુના 16જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ અટકાયત કરી ભક્તિનગર પોલીસે સુરત જેલ હવાલે કર્યો છે. આનંદનગર કવાર્ટરમાં રહેતા તેના ભાઇ રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ નામના શખ્સ સામે હત્યા, લૂંટઅને દારુના 36 જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કર્યો છે. અને રણછોડનગરના અકિબ ઉર્ફે હક્કો રફીક મેતર નામના શખ્સ સામે તાજેતરમાં જ વ્યાજની પઠાણી ઉઘરાણી અને મારામારીના ગુના નૌંઘતા તેની પાસા હેટળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરા.યો છે.

Ad..

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

0

  • વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
  • શાળા અને કોલેજો પાસે તમાકુ અને ડ્રગ્સ બાબતે ઓચિંતુ ચેકિંગ કરવા માટે આદેશ

વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા સ્ટીયરીંગ કમિટીની બેઠક જિલ્લા કલેકટર -વ- કમિટીના ચેરમેન ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં ધુમ્રપાન નિષેધ નિયમભંગ માટે કાર્યવાહીની ચર્ચા થઈ હતી.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આ બેઠકમાં જિલ્લામાં આવેલી સ્કૂલ-કોલેજોની આસપાસના વિસ્તારોમાં માત્ર તમાકુ જ નહીં પણ ડ્રગ્સ બાબતે પણ ઓચિંતું ચેકિંગ હાથ ધરવા માટે આદેશ કર્યા હતા. જેમાં આરોગ્ય વિભાગની સાથે સમાજ સુરક્ષા વિભાગ અને મામલતદાર કચેરીની ટીમ ચેકિંગમાં જોડાશે એમ જણાવ્યું હતું. ખાસ કરીને વાપી તાલુકા પર વિશેષ ભાર આપ્યો હતો.
બેઠકમાં જિલ્લા એપિડેમિક ઓફિસર ડો.મનોજ પટેલે બેઠકમાં જણાવ્યું કે, ધ્રુમપાન તેમજ તમાકુ નિષેધ અંગે સ્કૂલોમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૦ સ્કૂલોના લક્ષ્યાંક સામે જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ૩૮ સ્કૂલ કવર કરી લેવાઈ છે. જેમાં કુલ ૪૩૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કાર્યરત તમાકુ નિવારણ કેન્દ્રમાં પણ એપ્રિલ ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૯૬૯ દર્દીઓનું કાઉન્સેલિંગ કરાયું હતું. આ સિવાય ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ભીલાડ આઈટીઆઈમાં તમાકુ નિષેધ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી કચેરીઓ અને શાળા કોલેજોના પ્રવેશ દ્વાર પાસે તમાકુ મુક્ત ભવન, અને આ શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થાના ૧૦૦ વારના ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટો વેચવીએ દંડનીય ગુનો છે એવા બોર્ડ અને બેનર પણ લગાવવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. COTPA-( The Cigarettes and Other Tobacco Product Act 2003 ભારતીય સંસદે તા. ૧૮ મે ૨૦૦૩ના રોજ પસાર કર્યા બાદ તા. ૧ મે ૨૦૦૪થી અમલમાં આવ્યો હતો. આ ધારો તમાકુની તમામ બનાવટોને લાગુ પડે છે. જેના ભંગ બદલ દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તમાકુ નિયંત્રણ ભંગ બદલ વર્ષ ૨૦૨૨ -૨૩ સુધીમાં વલસાડ જિલ્લામાં ૧૬૩ કેસ કરી રૂ. ૩૦૧૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ડો. મનોજ પટેલે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, કવોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલ, તાલીમ ટીમના સિનિયમ મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્ય કુમાર અને ક્ષયરોગ વિભાગના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Ad..

વલસાડ જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવશે.

0

લગ્ન વિષયક તકરારનાં કેસો, કૌટુબિંક તકરારનાં કેસો, ભરણ પોષણનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસ, મજુર કાયદાને લગતા કેસ, ગ્રાહક સુરક્ષાને લગતાં કેસો, દિવાની દાવા જેમાં ભાડા, બેન્ક અને વિજળી બીલ તેમજ બેન્કો અને ફાયનાન્સ કંપનીઓનાં પ્રિલીટીગેશન કેસો તથા ટ્રાફીક ચલણ નાં વસુલાતનાં કેસો વિગેરેનાં સમાધાન લાયક કેસ લેવામાં આવશે.

નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય છે. સુપ્રિમકોર્ટ સંચાલીત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજયની હાઈકોર્ટ સંચાલીત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવતી હોય છે આ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ આગામી તા. ૧૧-૦૨-૨૦૨૩નાં રોજ ચેરમેનશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.એ.પટેલ નાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવશે.
આ લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારનાં કેસો, કૌટુબિંક તકરારનાં કેસો, ભરણ પોષણનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસ, મજુર કાયદાને લગતા કેસ, ગ્રાહક સુરક્ષાને લગતાં કેસો, દિવાની દાવા જેમાં ભાડા, બેન્ક અને વિજળી બીલ તેમજ બેન્કો અને ફાયનાન્સ કંપનીઓનાં પ્રિલીટીગેશન કેસો તથા ટ્રાફીક ચલણ નાં વસુલાતનાં કેસો વિગેરેનાં સમાધાન લાયક કેસ લેવામાં આવશે. જે પક્ષકારો લોકઅદાલતમાં કેસ મુકવા માંગતા હોય તેઓએ વકીલ મારફત અથવા સીધો કોર્ટનો સંપર્ક કરી લોકઅદાલતમાં કેસ મુકવાની કાર્યવાહી કરી શકે છે. જેથી ચેરમેનશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.એ.પટેલ દ્વારા તમામ પક્ષકારોને સદર લોક અદાલતમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે એમ વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ શ્રી એસ.એચ.બામરોટીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Ad..

ઈન્સ્ટાગ્રામ પર પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને ૧૮૧ અભયમે બચાવી

0

દમણમાં રહેતા અન્ય રાજ્યના યુવકે યુવતીના નામે તેના મિત્રો પાસેથી પૈસાપણ પડાવ્યા હતા
સીએ બનવા માંગતી યુવતીનું જીવન અંધકારમય બને તેમ હોય પરિવારે અભયમની મદદ લીધી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નજીકના ગામમાંથી ભારતીબેન શાહ (નામ બદલ્યું છે)એ પોતાની ૧૯ વર્ષીય દીકરી દિવ્યા (નામ બદલ્યું છે) ને કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર પ્રેમજાળમાં ફસાવી એની સાથે જવા જીદ કરતા ૧૮૧ અભયમને કોલ કરી મદદ માંગી હતી. કોલ મળતા જ ૧૮૧ અભયમની ટીમ ભારતીબેને જણાવેલા સરનામે પહોંચી હતી. જ્યાં અરજદાર ભારતીબેનના જણાવ્યા અનુસાર, તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારના છે અને સંતાનમાં એક જ દીકરી છે. જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

Ad…

છ મહિના અગાઉ તેની ઈન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રએ બે મહિના બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જેની જાણ માતાપિતાને થતા દીકરી દિવ્યાને પૂછપરછ કરતા જણાવ્યું કે, યુવક રાકેશ ( નામ બદલ્યું છે) બીજા કોઈ રાજ્યમાંથી કામ ધંધા અર્થે ઘણા સમયથી દમણમાં એકલો રહે છે તથા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તેણે દિવ્યાના નામે તેના મિત્ર પાસેથી પણ ૫ થી ૧૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. તેથી તેમણે દીકરીને આવા યુવકની જાળમાં ન ફસાય તે માટે સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ દિવ્યા માની ન હતી. દિવ્યાએ પરિવારની વાત નહીં માનતા તેમણે રાકેશને મુલાકાત માટે બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો. દિવ્યાએ યુવક સાથે જ જતી રહેવાની જીદ કરતા તેનું જીવન અંધકારમય ન બને તે માટે દીકરીને સમજાવવા ભારતીબેને ૧૮૧ અભયમની મદદ લીધી હતી.

Ad..

અભયમની ટીમે આ બાબતે દિવ્યાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તે કેવી રીતે રાકેશના સંપર્કમાં આવી તેમજ પોતે સીએ થવા માંગે છે તેમ જણાવ્યું હતું. ટીમ દ્વારા તેનું તેના શૈક્ષણિક કારકિર્દી અંગે કાઉન્સેલિંગ કરી દિવ્યા સારો અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી મેળવી સારા હોદ્દા પર નોકરી મેળવે તે માટે તેને પ્રોત્સાહિત કરી હતી તેમજ અજાણી તથા અવિશ્વાસુ વ્યક્તિની વાતોમાં ફસાઈને પોતાની જિંદગી ખરાબ ન થાય સાથે માતા-પિતાના સ્વપ્નો પણ ન તૂટે તે માટે ૧૮૧ અભયમની ટીમે સમજાવતા દિવ્યાને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી તે રાકેશ સાથે કોઈ પણ જાતનો વ્યવહાર રાખશે નહીં તેમ જણાવ્યું હતું. તેથી માતા-પિતાએ હાશકારો લઈ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

0

  • વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
  • પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી

Ad..

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા સંચારી રોગચાળા અટકાયતની ત્રિમાસિક બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તા. ૪ ફેબ્રુઆરીના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળા અંગે ચર્ચા તેમજ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં છેલ્લા ૩ માસ નવેમ્બર ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જિલ્લામાં ડાયેરીયા (ઝાડા)ના ૧૮૯૦, મરડાના ૩૦૪, તાવના ૨૩૮૬ અને ટાઈફોઈડના ૪૫ કેસ નોંધાયાની ચર્ચા થઈ હતી. આ સિવાય લેપ્ટોસ્પાયરોસિસના વર્ષ ૨૦૧૩માં ૫૯ કેસ અને ૬ મરણ હતા જેની સામે વર્ષ ૨૦૨૨માં માત્ર ૨ કેસ અને ૦ મરણ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા લેપ્ટોને અટકાવવા માટે કરાયેલી કામગીરીની નોંધ લેવાઈ હતી. આ સિવાય રક્તપિતના કેસમાં ધરખમ ઘટાડો થઈ છેલ્લા ૫ વર્ષમાં ૯૯૬થી ઘટીને ૧૮૬ થતા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા રક્તપિત કચેરીની કામગીરીની નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. સિઝનલ ફલુના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં ૩૧ કેસ હતા જેની સામે ૨૦૨૨માં માત્ર ૧૨ કેસ સામે આવ્યા હતા. ચાલુ વર્ષ ૨૦૨૩માં કોરોનાના માત્ર ૨ કેસ હોવાની ચર્ચા થઈ હતી. એક સમયે વર્ષ ૨૦૧૩માં મલેરિયાના ૪૫૪૭ કેસ જિલ્લામાં નોંધાયા હતા જેની સામે વર્ષ ૨૦૨૨માં માત્ર ૮ જ કેસ જોવા મળ્યા હતા. ડેંગ્યુના કેસ વર્ષ ૨૦૧૩માં ૯૮ નોંધાયા હતા જે વર્ષ ૨૦૨૨માં ૨૨ થયા છે. જિલ્લામાં ૪૫૯ ગામમાં પાણીના સ્ત્રોતનું કલોરિનેશન કરવામાં આવ્યું હોવાની માહિતી જિલ્લા આરોગ્ય ખાતાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, કવોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલ, તાલીમ ટીમના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્ય કુમાર અને ક્ષયરોગ વિભાગના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

વાપી છેલ્લા ૨ દાયકાથી ઔદ્યોગિકની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિનું સાક્ષી બન્યું છેઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

0

  • વાપીમાં રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે સાકાર થયેલા આર.કે.દેસાઈ ગ્રૃપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું
  • બે દિવસ પહેલા રજૂ કરાયેલા અમૃત બજેટમાં સૌથી વધુ પ્રાથમિકતા ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે યુવાનોને અપાઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી
  • વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરી રિસર્ચ અને ઈનોવેશન ઉપર વિશેષ ભાર મુક્યો
  • મુખ્યમંત્રીશ્રીના ત્વરિત પ્રજાહિતના નિર્ણયોને કારણે નાગરિકોને મળતી સુવિધામાં વધારો થયોઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ


“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવું છે. આદરણીય નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ હોઈ કે નવી પ્રોત્સાહક નીતિ હોઈ, આખા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા છે. વાપી છેલ્લા 2 દાયકાથી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણની ક્રાંતિનું સાક્ષી બન્યું છે.” એમ વાપી કોપરલી રોડ પર સ્થિત રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ.4.50 કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સેવાના ભેખધારી રમણભાઈ દેસાઈની જન્મજયંતિએ કોલેજ પરિવારને અભિનંદન આપું છું. અહીં વડાપ્રધાનશ્રીના કાર્યમંત્ર સાથે આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આ સંસ્થા સંકલ્પકારી છે. બે દિવસ પહેલા જ નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ભારત સરકારના અમૃતકાળનું પહેલું બજેટ રજૂ કરાયું છે. જેને દેશભરમાં અમૃત બજેટ તરીકે વધાવી લેવાયું છે. જેમાં સૌથી મહત્વની પ્રાથમિકતા યુવા શક્તિને અપાઈ છે. ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે યુવા શક્તિને વધુ શિક્ષિત અને તાલીમબદ્ધ કરવા જોગવાઈ કરાઈ છે. યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. નેશનલ એપ્રેન્ટીશિપ પ્રમોશન સ્કીમ હેઠળ દેશના 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડનો લાભ આપવા જઇ રહ્યા છે. ઓન જોબ તાલીમ પણ અપાશે.

નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપના કારણે વલસાડ, દાહોદ, બનાસકાંઠા, રાજપીપળા અને ગોધરા સહિત વનબંધુ વિસ્તારોમાં મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હોવાનું જણાવી વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદિજાતિ સમયુદાયના સંતાનો આજે ભણી ગણીને ડોકટર, એન્જિનિયર અને પાઈલોટ બની રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને નવ ભારતના નિર્માતા કહ્યા છે. તેમના વિકાસ માટે નવું શું શું કરી શકાય તે માટે નવા પ્રકલ્પો લાવવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે. છેલ્લા ૩ વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાત પ્રથમ હરોળમાં છે. ગુજરાતના સ્ટાર્ટઅપનું અનુકરણ અન્ય રાજ્યો પણ કરી રહ્યા છે.

Ad..

યુવા શક્તિના વિકાસ અને સરકારની યોજનાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુ પ્રકાશ પાડતાા જણાવ્યું કે, આદરણીય મોદીજીએ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવા માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી છે. પરંપરાગત શિક્ષણની સાથે સાથે રિસર્ચ અને ઈનોવેશન પર ભાર મુકયો છે. ઇનોવેશન પોલીસી 2.0ના અમલથી ગુજરાતના અનેક યુવાનો ઇનોવેશન અને સ્ટાર્ટઅપ તરફ વળ્યા છે. ગુજરાતમાં 1200થી વધુ પેટર્ન ફાઇલ થઈ છે અને 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય કે અન્ય યોજના હોય રાજ્યના હજારો યુવાનોને આર્થિક સહાય આપી યુવાનોને આગળ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી પગલાઓથી ગુજરાતે વિકાસનો જે રાજમાર્ગ રચ્યો છે તેના પર તેજ ગતિએ આગળ વધવા માટે હું અને મારી ટીમ હર હંમેશ કાર્યરત છે. તેમના નેતૃત્વમાં આઝાદીના અમૃતપર્વમાં દેશને નવ સંકલ્પથી ઉર્જાવાન બનાવ્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાતથી શિક્ષિત ભારતની નેમ સાકાર કરી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનની જ્યોત સદા પ્રચલિત રાખીએ એવું મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દેશભરમાં બેનમૂન વિકાસ થઈ રહ્યો છે. વાપીના નાગરિકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થયો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રજાહિત માટેના નિર્ણયો ત્વરિત લેવાઈ રહ્યા છે. એમના સકારાત્મક અભિગમના કારણે વાપીનો વિકાસ થઈ રહ્યો છે. રૂ. ૩૦ કરોડના ખર્ચે ગટર બની રહી છે જેથી વાપી પાલિકા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાશે નહી. વાપીમાં જ મામલતદાર ઓફિસની બાજુમાં સબ ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ બની રહી છે. ધરમપુર, પારડી અને ઉમરગામમાં અન્ડર કેબલિંગનું કામ ચાલી રહ્યું છે. જેથી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે. પારડીના ઉમરસાડીમાં ફ્લોટીંગ જેટ્ટી બની રહી છે. સામાન્ય લોકોના જીવનમાં સુધાર આવે તે માટે મુખ્યમંત્રીશ્રી સદૈવ તત્પર રહે છે. વાપીમાં ૫૦ વર્ષ પહેલા આત્મનિર્ભરતાનો પાયો પદ્મભૂષણથી સન્માનિત યુપીએલના ચેરમેન રજ્જુભાઈ શ્રોફે નાંખ્યો હતો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર દાસ મધુમિતા, વર્ષ 2022માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ભંડારી પલક, વર્ષ 2021માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર રુચિ માયત્રા અને સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડો. જ્યંતિલાલ બી.બારીશને એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદ્મભૂષણશ્રી અને યુપીએલના ચેરમેનશ્રી રજ્જુભાઈ શ્રોફનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, સંસ્થાના પ્રેરણાસ્ત્રોત કાંતાબેન રમણભાઈ દેસાઈ, કમલભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, યુપીએલના વાઇસ ચેરમેન સાન્દ્રાબેન શ્રોફ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, વાપી વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ એરિયા બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલ, ક્રેડાઈના વાપીના અને મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એલ.એન.ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આર. કે.દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન મિલનભાઈ દેસાઈએ કર્યું હતું. સંસ્થાનો પરિચય આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો.પ્રીતિબેન ચૌહાણે આપ્યો હતો. જ્યારે આભારવિધિ વાપી ગ્રીન એન્વાયરો લિ.ના ડાયરેક્ટર યોગેશભાઈ કાબરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીઆઈએના ખજાનચી હેમાંગભાઈ નાયકે કર્યું હતું.

Ad..

મુખ્યમંત્રીશ્રીએ વલસાાડમાં લગ્નપ્રસંગમાં પણ હાજરી આપી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન યુપીએલ કંપનીની લેબોરેટરીની મુલાકાત લીધી હતી. આર.કે.દેસાઈ કોલેજના નવા ભવનના લોકાર્પણ બાદ આજે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી વાપી સ્થિત તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. બાદમાં વલસાડના વશીયર ખાતે શાંતિવનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે…

  • દક્ષિણ ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસીઓના ઘેરૈયા નૃત્ય સાથે ઉર્જાવાન મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું.
  • તા. 3 ફેબ્રુઆરી 2022ના રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવનનું ખાતમૂહૂર્ત કરાયું હતું અને તા.3 ફેબ્રુઆરી 2023ના રોજ કનુભાઈની ઉપસ્થિતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.
  • મુખ્યમંત્રીશ્રીએ નવા ભવનના વર્ગોની પણ મુલાકાત લીધી હતી.
  • આર.કે.દેસાઈ કોલેજની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરાયું હતું.
  • વર્ષ 2002માં સ્થાપના થયેલી આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ કેમ્પસમાં વિવિધ 7 કોલેજો ચાલી રહી છે. જેમાં હાલમાં 2000 વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યા છે હવે આ નવા ભવનના લોકાર્પણથી વધુ 1500 વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે.
  • નવા ભવનમાં બી.કોમ, બીબીએ અને એમ.કોમના કુલ 15 વર્ગો ચાલશે.
  • નવા ભવનમાં સુવિધાયુક્ત અદ્યતન કલાસરૂમોની સાથે પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફરૂમ અને સ્ટ્રોંગરૂમની સુવિધા ઉપલબ્ધ છે

Ad…

આયુષ મેળો: સાઈધામ સુખાલા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન મફત સારવાર કેમ્પ

0

વલસાડ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજીત આયુષ મેળો અને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ
ગામ સુખાલા, તા.કપરાડા ખાતે તા. ૦૯,૦૨,૨૦૨૩ ને ગુરૂવાર સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૩.૦૦ કલાક
સ્થળઃસાઈધામ (ગાર્ડન), સુખાલા, તા. કપરાડા, જિ. વલસાડ યોજવામાં આવશે.

સચીવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજીત આયુષ મેળો અને
નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ ગામ સુખાલા, તા.કપરાડા ખાતે ગ્રામજનોના આરોગ્યની જાળવણી માટે આયુષ પ્રણાલીનાં સિધ્ધાંતોનું પ્રચાર થાય તે હેતુ સબંધિત આયુષ મેળાનું આયોજન થઇ રહ્યું છે. તો તેવા આરોગ્યલક્ષી
કાર્યક્રમમાં પોતાના સ્વાસ્થ્ય સબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અવશ્ય ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

Ad…

આ કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી પધ્ધતિથી દરેક પ્રકારના રોગોના નિદાન તેમજ સારવાર અને દવા વિતરણબકરવામાં આવશે.રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.રોગ પ્રતિરોગધક આર્સેનિક આલ્બમ-૩૦ દવાનું વિત્તરણ કરવામાં આવશે.
• ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને હોમીયોપેથીક આરોગ્ય પેયના ટીપા પીવડાવવામાં આવશે.
દરેક પ્રકારના દુઃખાવા માટે આયુર્વેદની ચિકિત્સા પધ્ધતિ-મર્મ ચિકિત્સા-અગ્નિકર્મ ચિકિત્સા પધ્ધતિથી સારવાર.સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ તથા સાંધાના વા માટે અકસીર હોમીયોપેથી દવાઓનો લાભ લો.પેટના રોગો, શ્વાસની તકલીફ, માનસીક રોગો, મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, થાઇરોઇડ, મસાની તકલીફ, પથરી સબંધિત રોગોમાં અકસીર.
વૃધ્ધાવસ્થા જન્ય વિકારો સબંધિત દવાઓ.આ ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા, હોમીયોપેથી ચાર્ટ તથા આયુર્વેદ વાનગીઓનું આહાર પ્રદર્શન.પંચકર્મ, અગ્નિકર્મ તથા પ્રકૃતિ પરીક્ષણ ની ચિકિત્સા અને આ ઉપરાંત ઘણી બધી રત્નકણિકાઓનો લાભાલાભ.
યોગ ચાર્ટ પ્રદર્શન દ્વારા યોગ અને પ્રાણાયામ સબંધિત માર્ગદર્શન.

સદરહું કેમ્પમાં આયુર્વેદ તથા હોમીયાપેથી નિષ્ણાંતો સેવા આપશે. કેમ્પ બાદ સારવાર ચાલુ રાખવા માટે તમારી નજીકનાં સરકારી કે જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ/હોમિયોપથી દવાખાનામાં જવું. આયુર્વેદ આપણા દેશની સંશોધન પામેલી,ખૂબ અસરકારક અને ઓછી આડઅસર વાળી સારવાર પધ્ધતિ છે. જે અમૃત સ્વરૂપ છે. તેને આદર સાથે અપનાવીએ.

Ad…..

આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારતી ગાંધીનગર સેશન્સ કોર્ટ, પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા આદેશ

0

આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારતી ગાંધીનગર સેશન્સ કોર્ટ

આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તો કોર્ટે પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરાયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સમગ્ર કેસમાં 55 ફરિયાદીના અને 13 બચાવપક્ષના મળી કુલ 68 સાક્ષીઓને તપાસ્યા હતા.

ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાનું આસારામના વકીલ જણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આસારામ અત્યારે જોધપુર જેલમાં બંધ છે. સુરતની 2 યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો છે. આસારામ સહિત અન્ય 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કેટલાક આરોપીઓની સુરતની આવવાની રાહ જોવાઈ રહી હતી. આથી ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

છેલ્લા 9 વર્ષથી ચાલતા આ દુષ્કર્ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે તેમનો ચુકાદો આપતા આસારામને દોષી જાહેર કર્યા છે. આ ગુનામાં આસારામને શું સજા થશે તે અંગે વકીલોની દલીલો બાદ આવતીકાલે સજા જાહેર કરવામાં આવી શકે છે. આસારામના વકીલના જણાવ્યા મુજબ ચુકાદો હાથમાં આવ્ચા બાદ તેમની હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

શું હતો ઘટનાક્રમ ?

  • 2013માં સુરતની 2 યુવતીઓએ આસારામ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ
  • જોધપુર કેસની ઘટના બાદ પીડિતાએ હિંમત બતાવી નોંધાવ્યો કેસ
  • પીડિતાએ આસારામ તેમજ નારાયણ સાઇ સામે લગાવ્યા હતા આક્ષેપ
  • દુષ્કર્મની ઘટના અમદાવાદમાં ઘટી હતી, જ્યારે ફરિયાદ સુરતમાં નોંધાઇ
  • આસારામ, તેની પુત્રી, પત્ની અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવાયા
  • કેસની સુનાવણી દરમિયાન આસારામને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયો
  • શરૂઆતનાં સમયમાં કલેક્ટર ઓફિસમાં આસારામની પ્રથમ જુબાની લેવાઈ
  • રિમાન્ડ માટે આસારામને જોધપુરથી ટ્રાન્સફર વોરંન્ટનાં આધારે ગુજરાત લવાયો
  • પોલીસે આસારામને રિમાન્ડ પર લઈ પુછપરછ કરી
  • 2014માં આસારામ પર દુષ્કર્મ કેસમાં ચાર્જશિટ દાખલ કરાઈ
  • 2016માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ રજુ કરાઈ
  • 55 ફરિયાદીના અને 13 બચાવપક્ષના મળી કુલ 68 સાક્ષીઓને તપાસ્યા
  • સમગ્ર કેસની ટ્રાયલ પૂર્ણ થતા કેસનો આવશે ચુકાદો

છેલ્લાં 10 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

0

હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે.

હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં અદાણીએ હિંડનબર્ગને શોર્ટ સેલર ગણાવી. અદાણીના નિવેદન મુજબ અદાણી પોર્ટફોલિયો અને અદાણી ગ્રુપ વૈશ્વિક અર્થતંત્રને અનુરૂપ અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી શેરોમાં શોર્ટ પોઝિશન રાખવાથી શેરોમાં મંદીની આશંકા છે. 24 જાન્યુઆરીનો રિપોર્ટ પ્રકાશિત થયા પછી અદામી શેરો ઘટાડાતરફી છે, જેથી હિંડનબર્ગે મોટા પાયે નાણાંથી અદાણીના શેરોમાં વેચવાલી કરી છે. અદાણી ગ્રુપે ખૂબ જવાબદારીપૂર્વક આપેલા જવાબમાં કહ્યું છે કે અદાણી ગ્રૂપનો પ્રતિભાવ હિંડનબર્ગના ખોટા હેતુઓ અને મોડસ ઓપરેન્ડી સામે પણ પ્રશ્નો ઉભા કરે છે, જેણે ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને સહેલાઈથી બાયપાસ કર્યું છે. અદાણી ગ્રુપના વિગતવાર પ્રતિસાદમાં તેના ગવર્નન્સ ધોરણો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ પ્રથાઓ, પારદર્શક આચરણ, નાણાકીય અને ઓપરેશનલ કામગીરી અને શ્રેષ્ઠતા આવરી લેવામાં આવી હતી.

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોની કિંમત પર નફો કરવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તે હિતોના સંઘર્ષથી ભરપૂર હેરાફેરી દસ્તાવેજ છે અને તેનો હેતુ ખોટો નફો બુક કરવા માટે સિક્યોરિટીઝમાં ખોટા બજાર બનાવવાનો છે, જે સ્પષ્ટપણે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડી બનાવે છે.

હિંડેનબર્ગ દ્વારા પૂછવામાં આવેલા 88 પ્રશ્નોમાંથી, 68 અદાણી જૂથની કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં સમયાંતરે મેમોરેન્ડમ, નાણાકીય નિવેદનો અને સ્ટોક એક્સ્ચેન્જ ડિસ્ક્લોઝર ઓફર કરતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 પ્રશ્નોમાંથી, 16 જાહેર શેરધારકો અને તેમની સંપત્તિના સ્ત્રોતો સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ચાર માત્ર પાયાવિહોણા આક્ષેપો છે.
અદાણીના FPOમાં વિદેશી કંપનીએ અધધધ રોકાણ, કહ્યું; અદાણી પર મજબૂત વિકાસની અપાર સંભાવના

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO ધૂમ મચાવી રહ્યો છે. અદાણીની કંપનીના FPOમાં UAEની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી.. IHCએ સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. IHC અબુધાબીમાં આવેલી ખૂબ જાણીતી કંપની છે. સ્થાનિક સ્તરે તે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.

IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.

અદાણી એન્ટરપ્રાઈઝના 20 હજાર કરોડ રૂપિયાનો FPO 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ FPO માટે 3112-3276 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ

0

અદાણી એન્ટરપ્રાઈઝિસનીના એફપીઓમાં આઈએચસી એ જે રૂપિયા લગાવ્યા છે તે અદાણી ગ્રુપની કંપનીઓમાં પ્રથમ રોકાણ નથી. ગત વર્ષે આઈએચસી એ અદાણી ગ્રીનની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 200 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટમાં લિસ્ટેડ છે.

અદાણી એન્ટરપ્રાઈઝિસનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) શુક્રવારે 27 જાન્યુઆરીએ ઓપન થયો છે. આ એફપીઓમાં યુએઈની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ પણ રૂપિયા લગાવ્યા છે. ICHએ જાહેરાત કરી છે કે તેણે અદાણી એન્ટરપ્રાઈઝિશના એફપીઓમાં પોતાની સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. આઈએચસી એ આ ઈશ્યુમાં 40 કરોડ ડોલર (3261.29 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આઈએચસી યુએઈની રાજધાની અબુધાબીમાં સ્થિત છે અને તે ત્યાંની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.

આઈએચસીના સીઈઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝિસમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.

Ad..

ગૌતમ અદાણી સમૂહે હિંડનબર્ગના રિપોર્ટને ભારત વિરૂદ્ધ ષડયંત્રના ભાગરૂપે કરાયેલો હુમલો ગણાવ્યો

અદાણી જૂથનું કહેવું છે કે દેવાનો માત્ર 40 % સુધી ભારતીય બેંક પાસેથી લીધા છે. બાકીની લોન વિદેશમાંથી લીધી છે. ખુદ અદાણી કહી ચૂક્યા છે કે વિદેશી બરાબર કસીને લોન આપે છે. જો ચૂકવવાની ક્ષમતા ન હોત તો લોન ન મળી હોત

SBIએ કહ્યું કે અદાણી જૂથને લોન નિયમ કાયદા અનુસાર જ મળી છે. તેમની પાસે લોનના બદલામાં પર્યાપ્ત સંપત્તિ ગિરવે મૂકેલી છે.

અદાણી ગ્રુપ કોઈ હવામાં ધંધો નથી કરી રહ્યું. તેની પાસે પોર્ટ, એરપોર્ટ, પાવર કંપની, કોલસાની ખાણ, રસ્તા, સિમેન્ટ ફેક્ટરીઓ છે. ફોર્ચ્યુન એવી બ્રાન્ડ છે જે ખાદ્યતેલથી લઈને લોટ અને કઠોળ સુધીની દરેક વસ્તુનું વેચાણ કરે છે. તેમનું વાર્ષિક વેચાણ બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે. લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો નફો. આ આંકડો માર્ચ 2022 સુધીનો છે, તેમાં સિમેન્ટ કંપનીઓ સામેલ નથી.

અદાણી જૂથે 413 પાનાનો જવાબ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ઠેરવાયા છે.અદાણી જૂથે એમ પણ કહ્યું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.

હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અમીરોની યાદીમાં અદાણી ચોથા નંબરથી સરકીને સાતમા ક્રમે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની કુલ સંપત્તિ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે 27 જાન્યુઆરીએ ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.

હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણી ગ્રુપનો જવાબ

1. રિપોર્ટ ભારતના વિકાસ અને અપેક્ષાઓ પર હુમલો કરે છે.
અદાણી ગ્રૂપે જવાબમાં લખ્યું છે કે આ રિપોર્ટ કોઈ ચોક્કસ કંપની પર પાયાવિહોણો હુમલો નથી, પરંતુ ભારત પર આયોજિત હુમલો છે.
આ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર હુમલો છે. આ ભારતના વિકાસની કહાની અને અપેક્ષાઓ પર હુમલો છે.

2. અધકચરી હકીકતો પર આધારિત રિપોર્ટ
અદાણી જૂથે કહ્યું કે આ રિપોર્ટ ખોટી માહિતી અને અધકચરા તથ્યોને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા છે. આ રિપોર્ટનો એક જ હેતુ છે – ખોટા આક્ષેપો કરીને સિક્યોરિટીઝ માર્કેટમાં સ્થાન ઉભું કરવું.જેથી અસંખ્ય રોકાણકારોને નુકસાન પહોંચે અને શોર્ટ સેલર હિંડનબર્ગને મોટા નાણાકીય લાભો ઉઠાવી શકે.

3. હિંડનબર્ગે બરઈરાદાનો પુરાવો આપ્યો
અદાણી જૂથે તેના જવાબમાં હિંડનબર્ગની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગ્રુપે કહ્યું કે જ્યારે અદાણી ગ્રુપનો આઈપીઓ લોન્ચ થવાનો છે.હિંડનબર્ગે દેશના સૌથી મોટા IPO પહેલા આવો અહેવાલ જારી કરીને પોતાના ખરાબ ઈરાદાનો પુરાવો આપ્યો છે.

4. અહેવાલ સ્વતંત્ર કે ન્યાયી નથી
અદાણી ગ્રુપે કહ્યું કે હિંડનબર્ગે આ રિપોર્ટ લોકોના કલ્યાણ માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે જાહેર કર્યો છે.
તેને જારી કરવામાં હિંડનબર્ગે સિક્યોરિટીઝ અને ફોરેન એક્સચેન્જ કાયદાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ રિપોર્ટ ન તો સ્વતંત્ર છે, ન તો નિષ્પક્ષ છે, ન તો તેનું યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું છે.