Home Blog Page 8

પારડી તાલુકાના ચીવલ ગામના ગૌધારા નિધિ લિમિટેડ કંપનીના સીએમડી અશ્વિન પટેલ હાલ ગાયબ

0

  • ગૌધારા નિધિ લિમિટેડ કંપનીએ 12 ટકા ઉંચા વ્યાજની લાલાચ આપી એજન્ટો થકી કોડોનું રોકાણ કરાવ્યું
  • આર્થિક ગુનાખોરો માટે દક્ષિણ ગુજરાતની ધરતી ‘સ્વર્ગ’ સમાન છે. જેનું ap સેન્ટર નાનાપોઢા છે.
  • એક દાયકામાં અનેક ફાયનાન્સ કંપનીઓએ હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું
  • વલસાડમાં ગૌધારા નિધિ નામની કંપની સામે ફરિયાદ, આવી અન્ય કંપનીઓ સામે પણ તાજેતરમાં ફરિયાદ થાય એવા સંકેત
  • કંપની બનાવનાર સીએમડી અશ્વિન પટેલ
  • હાલ ગાયબ થઇ ગયો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. જેને લઇ વલસાડના લોકો વધુ એક કંપનીની છેતરામણીનો ભોગ બન્યા છે.
  • આવી કંપનીઓ ફાયનાન્સ કંપનીઓ સામે પોલીસે વલસાડ જિલ્લા પોલીસ યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવે તો પોલીસ સકંજો કસવામાં એ સમયની માંગ ઉઠી છે.

વલસાડ જિલ્લામાં આદિવાસી ક્ષેત્રમાં આર્થિક છેતરપિંડી કરનારા ગુનેગારો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન બન્યો છે.ગુજરાત છેલ્લા એક દાયકામાં મોખરાનું સ્થાન બન્યું છે.

કપરાડા ધરમપુર પારડીવલસાડ વાપી ઉમરગામમાં
ચાલતી અનેક ફાયનાન્સ કંપનીઓ દ્વારા અહીંની ભોળી જનતાને લોભામણી લાલચ આપી
કરોડોની ઠગાઇ કરી છે.

અનેક ફાયનાન્સ કંપનીઓ સામે પોલીસે ગુના તો દાખલ કર્યા છે.પરંતુ તેમની પાસેથી લોકોના પૈસા હજુ સુધી રિકવર થઇ શક્યા નથી. ત્યારે આવી જ વધુ
એક ગૌધારા નિધિ લિમિટેડ કંપની દ્વારા લોકોનું
કરોડોનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું બહાર આવ્યું છે.

જેની પોલીસ ફરિયાદ થઇ હતી, પરંતુ પોલીસે આ
કેસમાં ગુનો દાખલ કર્યો નથી.
વલસાડના અબ્રામાં વિસ્તારમાં ચાલતી ગૌધારા
નિધિ લિમિટેડ કંપનીએ પણ 12 ટકા ઉંચા વ્યાજ
આપવાની લોભામણી જાહેરાત આપી એજન્ટો થકી
ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તેમના રોકાણ બાદ પાકતી મુદતે તેમણે રોકાણકારોને તેમની રકમ પરત નહીં કરતાં આખો મામલો બહાર આવ્યો છે. આ રકમ પરત નહીં કરી કંપનીનો પ્રણેતા ઓફિસને તાળુ મારી પોબારા ભણી ગયો છે. જોકે, આ કંપનીના સંચાલકો વલસાડ જિલ્લાના જ હોવાનું ચિંચાઇ ગામના રાધાબેન પટેલ, સંતોષભાઇ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ કંપની પારડીના ચિવલ ગામના અશ્વિન રમણભાઇ પટેલ, ઉમરગામ તાલુકાના અરછારી ગામના મુકેશ વસંતભાઇ ધોડીએ કંપની ખોલી હતી. જેમાં અન્ય સંચાલક તરીકે વાપીના
જીતેશ વસંતભાઇ પટેલ, દાનહના રતિલાલ દાજીભાઇ પટેલ અને આમધાના સંદીપ પ્રવિણભાઇ પટેલ સામેલ હતી. કંપની બનાવનાર સીએમડી અશ્વિન પટેલ
હાલ ગાયબ થઇ ગયો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. જેને લઇ વલસાડના લોકો વધુ એક કંપનીની છેતરામણીનો ભોગ બન્યા છે.

ખાનગી ફાયનાન્સ કંપનીમાં સામે લડત આપવી મુશ્કેલ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં છેલ્લા એક દાયકામાં ઉંચા વ્યાજની લાલચ આપી ગ્રામ્ય
વિસ્તારની ભોળી જનતા સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. ખાનગી રાહે ઉભી થયેલી અનેક ફાઈનાન્સ કંપનીઓ દ્વારા આ વિસ્તારમાં વિવિધ લોભામણી સ્કીમોની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરી છે.

વલસાડ જિલ્લામાં જેમાં માતૃભૂમિ ગૃપ, સહારા ગૃપ,
સમૃદ્ધ જીવન, એસએસીબી,ટાયકોન, મોરગૃપ, ટ્વીનકલ, દિવ્યજ્યોત ગૃપ અને ક્લકામ ગૃપ ઓફ કંપનીઝ દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી
છે. આ કંપનીઓના સંચાલકો વિરૂદ્ધ વલસાડ જિલ્લામાં ગુના પણ દાખલ થયા છે. આ કંપનીમાં ફસાયેલા નાણાં હજુ સુધી અરજદારોને પરત થઇ
શક્યા નથી. બીજી તરફ અનેક કંપનીઓ ફરીથી સક્રિય થઇ ગઇ છે. તેમને અટકાવવી જરૂરી બની
છે. આવી કંપનીઓ પર વલસાડ જિલ્લા પોલીસ સકંજો કસવામાં નબળી પડી રહી હોવાનું જોવા મળ્યું છે. અગાઉ પણ સીએમડી જેવી કંપનીઓ સામે પગલાં ભરવા જિલ્લા પોલીસને અનેક અરજીઓથઇ હતી.

તાજેતરમાં પોલીસે જાતે બે કંપનીઓ વિરૂદ્ધ
ગુનો દાખલ કર્યો હતો ઘરમપુર અને કપરાડામાં ચેઇન સ્કીમ થકી ચાલતી કંપનીઓ સરકારના નિયમો વિરૂદ્ધ ચાલતી હોવાનું જિલ્લા પોલીસને ધ્યાને આવતા તેમણે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. ધરમપુરમાં
ખારવેલ ગામે ચાલતી ઇગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્રા. લિ. નામની કંપની ચેઇન સ્કીમ થકી 33782 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતુ. આ કંપનીએ 5.74 કરોડની વસૂલાત કરી મોપેડ અને મોબાઇલ આપવાની વાત
કરી હતી. જેમાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.આવી જ રીતે કપરાડામાં ઉચા વ્યાજની લાલચ આપી રોકાણ કરવાની લાલચ આપનારી ડ્રીમ 900 અને ફિનો પેમેન્ટ બેંક નામના વોટ્સેપ ગૃપમાં ચાલતી સ્કીમના સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો,સાંઇકૃપા બચતગત નિધિ નામની કંપનીબપણ ચાલુ થઇ હતી.

વલસાડની ભોળી જનતા સાથે કીભાંડ કરનારી અનેક કંપનીઓ બાદ સાંઇકૃપા બચતગત નિધિ નામની પણ એક કંપની ચાલુ થઇ હોવાનું બહાર આવ્યું હતુ. આ કંપનીમાં પણ લોભામણી સ્કીમ અપાઇ રહી હતી. આ કંપની કલકામના સંચાલકો સુનિલ વાંદ્રે દ્વારા ચાલુ કરાઇ હોવાની કલકામના એજન્ટો દ્વારા મળી હતી. સાંઇકૃપા બચતગત નિધિ નામની કંપનીએ હાઇવે નં. 48 પર એક હંગામી ઓફિસ પણ ખોલી હતી. જોકે, હાલ આ કંપનીનું વલસાડમાં પોતાનું કામ આટોપી
લીધું છે. તાજેતરમાં આ કંપનીમાં પણ ભોગ બનેલા વલસાડ પોલીસ સમક્ષ આવે એવું જાણવા મળ્યું છે. આ કંપનીએ સુરત જિલ્લા સુધી પોતાનો પથારો પાથર્યો હતો. તેઓ કલકામમાં ભોગ બનેલાઓને
લાલચ આપી રોકાણ કરાવતા હતા. ત્યારે આ કંપની અંગે પણ પોલીસ તપાસ કરે એ જરૂરી બન્યું છે.

બોગસ ફાયનાન્સ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી ફાયનાન્સ કંપનીઓ ખાસ કરીને શહેરી નહી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.જેમાં મોટે ભાગે મધ્યમ વર્ગીય આદિવાસીઓનો સમાવેશ થાય છે. કંપની પોતાના એજન્ટ પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી
રોકાણ કરાવે છે, જેમાં રોકાણકારો સાથે એજન્ટ પણ ફસાઇ જતા હોય છે.એજન્ટ પોતાના મોટું કમિશન લઈને લોકોની સાથે છેતરપીંડી કરતા હોય છે એવા એજન્ટ ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એ જરૂરી છે.ત્યારે આવી કંપની સામે સરકાર રોક લગાવે એ જરૂરી બન્યું છે.

સંત હરિદાસજી મહારાજે હરિદ્વારથી કન્યાકુમારી સુધીની 3200 કિલોમીટર લાંબી કઠિન પદયાત્રા કરી

0

હરિદ્વારમાં 4 કરોડ વાલરામ ચાલીસાના પાઠની અપીલ કરી

દેશના 9 રાજ્યના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે કચ્છી સંત પગે ચાલ્યા છતાં ક્યાંય વિઘ્ન આવ્યું નથી
હરીદાસજી મહારાજ 3200 કિ.મી.ની પદયાત્રા કરી કન્યાકુમારી પહોંચ્યા હરિદ્વારથી કન્યાકમારીની ઇતિહાસ નોંધ લે તેવી પઘ્યાત્રા કચ્છી સંત હરિદાસજી મહારાજે હરિદ્વારથી કન્યાકુમારી સુધીની 3200 કિલોમીટર લાંબી કઠિન પદયાત્રા શરૂ કરી હતી.જે
217માં દિવસે સંપન્ન થઇ હતી.

18મી ફેબ્રુઆરીએ મુંબઈના વાસી ફાર્મ ખાતે સાંજે 5 થી 10 દરમ્યાન સંધ્યાપાઠ વગેરેના કાર્યક્રમમાં મહારાજશ્રી ભાગ લઇ હરિભક્તોને આશીર્વચન આપશે

કન્યાકુમારી ખાતે માતાજીના દર્શન કરી મહારાજે વિશ્વકલ્યાણની કામના કરી હતી.કોઈ પણ જાતના
વિઘ્ન વગર પદયાત્રા પૂર્ણ કરી હતી.

મહારાજે જણાવ્યું કે, હજારો ભાવિકોએ આ યાત્રાની કામના કરી હતી. ખાસ કરીને બહેનોએ તો ખૂબ જ પ્રાર્થના કરી હતી જેના ફળ સ્વરૂપે 217 દિવસમાં પગે
ચાલીને ગંતવ્યસ્થાને પહોંચ્યા છીએ.9 રાજ્યના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે પગે ચાલ્યા છતાં ક્યાંય કોઈ વિઘ્ન આવ્યું નથી.

અયોધ્યામાં ભગવાન રામને પોતાનું નવું ઘર મળ્યું અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ, આ દિવસોમાં એક સત્કાર્ય માટે પોતે નીકળ્યા હોવાથી તેનો આનંદ બેવડો હતો.
પદયાત્રા દરમ્યાન દરેક પ્રાંતના વચ્ચે આવતા વિસામા વખતે સહકાર મળ્યો, આશરો મળ્યો અને વ્યવસ્થા પણ થતી આવી અને સૌના કરતાં યાત્રા થોડી વહેલી પૂર્ણ થઈ છે.તેમણે હરિદ્વારમાં 4 કરોડ વાલરામ ચાલીસાના પાઠની અપીલ કરી હતી.

હરિદ્વારથી કન્યાકુમારી પદ યાત્રા દરમ્યાન કનૈયાલાલ
કટારિયા, ખીમજીભાઈ ભદ્રા, જિજ્ઞેશ ટાંક, ગિરીશ ગોરી, નીલેશ ભાનુશાલી સાથે રહ્યા હતા. અંતિમ પડાવમાં કચ્છી આશ્રમ હરિદ્વારના ટ્રસ્ટી તુલસીભાઈ દામા, મેહુલ પટેલ સાથે રહ્યા હતા.

હરિદ્વારથી કન્યાકુમારીની ઇતિહાસ નોંધ લે તેવી પઘ્યાત્રા
પદયાત્રાના સાક્ષી રહેલા ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે જણાવ્યું કે, ઓધવરામજી મહારાજ અને
વાલરામજી મહારાજની કૃપાથી આ યાત્રા પહોંચી છે તેનો સૌને આનંદ છે. આ પ્રસંગ ઐતિહાસિક અને
ઇતિહાસ નોંધ લે તેવો છે.કઠિન પદયાત્રા મહારાજે સરળતાથી પૂર્ણ કરી છે તે એક પરમ શક્તિને આભારી છે.

18 ફેબ્રુઆરીએ વાસીમાં આશીર્વચન આપશે
દરમ્યાન 18મી ફેબ્રુઆરીએ મુંબઈના વાસી ફાર્મ ખાતે સાંજે 5 થી 10 દરમ્યાન સંધ્યાપાઠ વગેરેના કાર્યક્રમમાં મહારાજશ્રી ભાગ લઇ હરિભક્તોને આશીર્વચન આપવાના છે.

Ad..

નાનીવહીયાળ હાઈસ્કૂલ ના સીનિયર ક્લાર્ક 63 મી વાર રક્તદાન કરતા સન્માન કરવામા આવ્યુ

0

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકની નાનીવહીયાળ હાઈસ્કૂલ ના સીનિયર ક્લાર્ક 63 મી વાર રક્તદાન કરતા સન્માન કરવામા આવ્યુ
સમસ્ત ગાંવિત કુળ પરીવાર દ્વારા જોગવેલ તાલુકા કપરાડા મુકામે રક્તદાન કેમ્પ નુ આયોજન કરેલ હતુ
જેમા વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ.તા.ધરમપુર ના સીનિયર ક્લાર્ક પ્રફુલભાઈ નટુભાઈ આહીરે કુલ -63 મી વખત રક્તદાન કરી સમાજ ને રક્તદાન મહાદાન નો સંદેશો આપ્યો હતો જે બદલ સમસ્ત ગાંવિત કુળ પરીવાર ના મંત્રી શ્રી દેવચંદભાઈ ગાવિત નિવૃત શિક્ષક દ્વારા શાળામા આવી પ્રફુલભાઈ આહીરનુ સન્માનપત્ર. ગીફટ.અને શાલ થી સન્માન કર્યુ હતુ
શાળાના આચાર્ય શૈલેશકુમાર આર પટેલ અને શાળા પરિવારે સમસ્ત ગાંવિત કુળ પરીવાર નો આભાર વ્યક્ત કરી સીનિયર ક્લાર્ક ને અભિનંદન પાઠવ્યા હતા.

કપરાડા તાલુકાની ૩ પ્રા.શાળાઓમાં માતૃ-પિતૃપૂજનનો કાર્યક્રમ યોજાયા બાદ વિવાદમાં સજામાં શિક્ષકોની સર્વિસ બુકમાં નોંધ કરવી પડશે

0

( ફાઇલ ફોટો )

દુષ્કર્મના આરોપી આશારામનો ફોટો મૂકી પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો

કપરાડા તાલુકાની ૩ પ્રા.શાળાઓમાં 32 શિક્ષકોમાં 2 શિક્ષકોની જોહુકમી કારણે શાળામાં માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.30 જેટલા નિર્દોષ શિક્ષકો વિવાદમાં આવ્યા.

” કહેવત મુજબ પાડાના વાંકે પખાલી ને ડામ “

આશારામના ફોટો સાથે પૂજન કરાવનાર 32
શિક્ષકોએ સર્વિસ બુકમાં નોંધ કરવી પડશે

( ફાઇલ ફોટો )

વલસાડ જિ.પં. દ્વારા સંચાલિત કપરાડા તાલુકાની 3 શાળાઓમાં એક વર્ષ પહેલા દુષ્કર્મના આરોપી આશારામનો ફોટો મૂકી પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ કાર્યક્રમ યોજાયો પૂજનનો હતો.જેનો વીડિયો વાયરલ થયા બાદ હાલ વિભાગે શિક્ષણ કપરાડા તાલુકાની 3 શાળાના મુખ્ય શિક્ષકો અને અન્ય શિક્ષકો સહિત 32 સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા રાજ્ય શિક્ષણ વિભાગને શિક્ષણાધિકારીએ રજૂઆત કરી પ્રાથમિક હતી.તાજેતરમાં રાજ્ય શિક્ષણ વિભાગે કપરાડાની નાનાપોંઢા, મોટાપોંઢા અને બાલચોંડી શાળાના કુલ 32
ગંભીર બેદરકારી બદલ ઠપકો આપી સર્વિસ બુકમાં નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષકોની મોટાપોંઢા કપરાડા તાલુકાની નાનાપોંઢા,અને બાલચોંડી પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરી 2023 ડેએ વેલેન્ટાઈન અને આસારામ નારાયણ સાઈનો ફોટો મૂકી માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો હતો. માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીનાભાગરૂપે વિદ્યાર્થીઓના માતા પિતાને શાળામાં કર્યું
રહેવા ફરમાન આશારામનો ફોટો લગાવી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

શાળાના આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. આસારામ બાપુનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી.હતી.વાલી હાજર હતું.કાર્યક્રમમાં જે બાબતોનો ફોટો અને વીડિયો 8 માસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ ઘટનાની જાણ વલસાડ જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ઘટનાની જાણ થતાં કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કપરાડા તાલુકાના નાનાપોંઢા, મોટાપોંઢા અને બાલચોંડી પ્રાથમિક શાળાના કુલ 32 શિક્ષકો અને SMCના સભ્યો, કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન નોંધીને તપાસ કમિટી દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અહેવાલ રાજ્ય શિક્ષણ
વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાના કુલ 32 શિક્ષકોને ઠપકો આપી તેમની સર્વિસબુકમાં સજાની નોંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી ગુજરાત તુરી બારોટ સમાજનું ગૌરવ વધારતા અંજનાબેન પરમાર

0

CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી ગુજરાત તુરી બારોટ સમાજનું ગૌરવ વધારતા અંજનાબેન પરમાર

પાટણ, સંજીવ રાજપૂત: પાટણ ખાતે વર્ષો સુધી તલાટી તરીકે ફરજ બજાવી ચૂકેલા દિવંગત શ્રી દલસુખભાઈ રામાભાઇ બારોટના દિકરી શ્રીમતી અંજનાબેન પરમાર એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી અંજનાબેન પરમાર હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગૌશાણા ખાતે આવેલ ગૌશાણા પ્રાથમિક શાળા મા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ” નારી શક્તિ ગુજરાત ” ના અધ્યક્ષ તરીકે તુરી બારોટ સમાજ સહિતની મહિલાઓના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.

કપરાડા તાલુકાના જોગવેલ ગામે સમસ્ત ગાંવિત કુળ પરિવાર 17 મું ભવ્ય સ્નેહ સંમેલન  યોજાયું

0

જોગવેલ ગામે સમસ્ત ગાંવિત કુળ પરિવાર 17 મું ભવ્ય સ્નેહ સંમેલન ડો.હિતેન્દ્ર ગાંવિત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

https://youtu.be/R0MafjACgbA?si=F9zMu_z9wGsyUDv0આદિવાસી સમાજના વાજિંત્રના સથવારે મહેમાનો અને કુળજનોમાં અનેરા ઉત્સાહ સાથે આવકારવા માં આવ્યા હતા. સ્નેહ સંમેલનમાં અનેરુ વાતાવરણ જોવા મળ્યુ. સભારંભની શરુઆત દીપ પ્રાગટ્ય ડો.હિતેશભાઈ ગાંવિત ,અરવિંદભાઈ ગાંવિત, ધીરુભાઈ ગાંવિત, મણિલાલ ગાંવિત, રઘુભાઈ ગાંવિત, દેવચંદ ગાંવિત, લાલુભાઈ ગાંવિત અને કુળ અગ્રણીઓ કરવામાં આવ્યું હતું. કુળમાં મૃત્યુ પામ્યા હોય તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સ્નેહ સંમેલનમાં સમસ્ત ગાંવિત કુળના પ્રમુખ ધીરુભાઈ ગાંવિતે જણાવ્યું કે સમાજ ઉપયોગી કરેલા અને કરવાના કાર્યનો ચિતાર આપી સહુને શાબ્દિક પરિચય આપ્યો. હતો.સમાજના વિકાસ માટે અમુક ચોક્કસ પ્રકારના સુધારો કરવાની જરૂર છે. સમાજમાં દરેક વ્યક્તિ એ આગળ આવી કામ કરવા અનુરોધ કર્યો હતો.https://youtu.be/nBFE-XATD_M?si=aUXpPzO4-OLJSR3wઅરવિંદભાઈ ગાંવિત જણાવ્યું કે આદિવાસી સમાજમાં આપણી સંસ્કૃતિ જાળવણી રાખવા જોઈએ એ માટે યુવાનો માર્ગદર્શન આપ્યું હતું.જ્યેન્દ્ર ગાંવિત જણાવ્યું કે સમસ્ત ગાંવિત કુળ દ્વારા રક્તદાન કેમ યોજી અન્ય સંઘઠનને દિશા આપી છે. આદિવાસી ક્ષેત્રમાં જ્યારે પણ લોહીની જરૂરિયાત પડે ત્યારે મુશ્કેલીઓ પડે છે. ગાંવિત કુળ પરિવારના યુવાનો દ્વારા રક્તદાન કરી સમાજમાં પ્રસનીય કાર્ય કર્યું છે.સ્નેહ સંમેલનમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે પરિવારમાં સુખી થવું હોયતો માં બાપ ને સાથે રાખો આપણી પ્રગતિ થશે.બાળકોને સારું શિક્ષણ આપો માતાઓને વિનંતી કરી કોઈપણ પરિસ્થિતિમાં બાળકોને ભણાવવા માટેની કાળજી લેવામાં આવે.ધારાસભ્ય વ્યારા મોહનભાઈ કોંકણી (ગાંવિત ) જણાવ્યું કે સ્નેહ સંમેલન થી અનેક લોકો સાથે મુલાકાત પરિચિત થઈ શકતા હોય છે. સમાજમાં લોકો અનેક રીતે આગળ આવે સમાજ ઉપયોગ બને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્નેહ સંમેલન આયોજન કરવામાં આવ્યું જે કામગીરીને બિરદાવ્યું હતું..આ તબકકે રક્તદાતઓને પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડીને સન્નમાન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તારલાઓનું સન્નમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આદિવાસી સમાજની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.દેવો અને કુળ દેવીઓ જાણકારી આપતા કાર્યક્રમમાં કૃતિઓ રજુ કરવામાં આવી હતી.ધરમપુર, કપરાડા, સંઘ પ્રદેશ સેલવાસ તેમજ પેંઢ મહારાષ્ટ્ર રાજ્ય માંથી મોટી સંખ્યામાં ગાંવિત બંધુઓ સહ પરિવાર હાજર રહ્યા હતા. આવતા વર્ષે
પેંઢ મહારાષ્ટ્ર ગાંવિત કુળ નું સ્નેહ સંમેલન યોજવા માટે આગેવાનો દ્વારા શ્રીફળ આપવામાં આવ્યું હતું.જોગવેલ ગામે યોજવામાં આવેલ ગાંવિત કુળ નું સ્નેહ સંમેલન અરવિંદભાઈ ગાંવિત,અને ગ્રામજનોએ ખૂબજ ભારે જહેમત ઉઠાવી સમગ્ર સંમેલનને સફળ બનાવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણેશ ભાઈ ગાંવિત દ્વારા કરવામાં આવ્યું હતું.

કપરાડા તાલુકા કક્ષાનો આવાસ ઈ-લોકાર્પણ કાર્યક્રમ “આવાસ ઇ-લોકાર્પણ-૨૦૨૪”

0

કપરાડા તાલુકા કક્ષાનો આવાસ ઈ-લોકાર્પણ કાર્યક્રમ “આવાસ ઇ-લોકાર્પણ-૨૦૨૪”

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વલસાડના પાંચ વિધાનસભા ક્ષેત્રોના ૪૯૩૨ આવાસોનું ઈ-લોકાર્પણ

રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

કપરાડા તાલુકાના આવાસોના ઈ-લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમ માન. પ્રધાનમંત્રીશ્રી ની અને માન. મુખ્યમંત્રીશ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતી માં એન.આર. રાઉત સાર્વજનિક હાઈસ્કુલ નાનાપોંઢા ખાતે યોજવામાં આવ્યો.

પૂર્વમંત્રીશ્રી અને ધારાસભ્ય કપરાડા વિધાનસભા મત વિસ્તાર જીતુભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.

કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની અમલીકૃત પી.એમ.એ. વાય (ગ્રામિણ) યોજના P.M. જનમન આવાસ, આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ૩૨૭ ગામોમાં ૪૯૩૨ જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દેશના ગરીબ પરિવારના લોકોની ચિંતા કરી છે એટલે ગરીબ પરિવાર ને ઘર ઘર આવાસ યોજના પોહચી છે. આદિમ જૂથના લોકો પાસે જમીન નથી રહેવા માટે પૂરતી જમીન નથી એવા લોકોની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી છે અને જે ગરીબ લોકો કાચા ઘરમાં રહેતા હતા ચોમાસા દરમ્યાન પાણી ઘરમાં ઘૂસી જાય ઘરમાં ભેજ આવી જતી જનાવર ઘરમાં આવી જતા ભારે વરસાદના કારણે સાપરામાંથી પાણી ટપકી ને ઘરમાં પાણી આવી જતું હતું એવા ગરીબ પરિવાર ને આજે આવાસ મળતાં ગરીબ લોકો આનંદ માં જીવી રહ્યા છે.નલ સે જલ જેવી યોજનાઓથી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જે બાકી હજી બાકી છે. સમસ્યાઓ રહેવા પામી છે તેનો ઉકેલ સતત પ્રયત્નશીલ છે.
કપરાડા તાલુકામાં ફાળવેલા આવાસ અને તેની રકમ આ પ્રમાણે છે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016-17 માં આવાસની સંખ્યા 142 સહાય 169 લાખ વર્ષ 2017-18 માં આવાસની સંખ્યા 162 સહાય 194 લાખ વર્ષ 2019-20 આવાસની સંખ્યા 552 સહાય 662 લાખ વર્ષ 2020-21 આવાસની સંખ્યા 631 સહાય 725 લાખ વર્ષ 2021-22 આવાસની સંખ્યા 179 સહાય 199 લાખ વર્ષ 2022-23 આવાસની સંખ્યા 2324 સહાય 2623 લાખ અને પ્રધામંત્રી જનમન આદિમ જૂથ આવાસ યોજના વર્ષ. 2023-24 માં આવાસ ની સંખ્યા 1952 સહાય 944 લાખ પ્રથમ હપ્તો ચૂકવેલ છે.કુલ પાંચ વર્ષમાં 5942 લાભાર્થીઓને કુલ રૂ. 5516 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કપરાડા તાલુકામાં લોકો ને આવાસ મળ્યા છે તેની માહિતી ધારાસભ્ય જીતુભાઇ એ જણાવી હતી

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથાઓ અને પ્રતિભાવો રજૂ કરી પ્રધાનમંત્રીશ્રી અને સરકારનો આભાર માન્યો હતો.

આવાસ યોજના અને આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચુઅલ લોકાર્પણ અને ખાતમુહુર્ત અને શોર્ટ ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું જેમના આવાસ પૂર્ણ થયા હતા તે લોકો ને ચાવી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ઉપસ્થિત વલસાડ જિલ્લાના પુરવઠા અધિકારી કાજલબેન, કપરાડા તાલુકાના પ્રમુખ હીરાબેન માહલા, નાનાપોંઢા એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો, તેમજ પદાધિકારીઓ સરપંચો થતા આવાસ યોજનાના લાભાર્થીઓ અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મામલતદાર કપરાડા દિલિપભાઇ આર.શાહઆભારવિધિ કરી હતી. કાજલબેન વી. ગામિત જિલ્લા પુરવઠા અધિકારી, હિરેનભાઇ જે.બારોટ તાલુકા વિકાસ
અધિકારી તાલુકા પંચાયત કપરાડા,રીટાબેન પટેલ સી.ડી.પી.ઓ કપરાડા, મહેશભાઇ આર.પટેલ ટી.એચ.ઓ કપરાડા , સુનિલભાઇ જે.ગાંવિત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કપરાડા, ધનેશભાઇ સી.માહલા તાલુકા નાયબ
મામલદાર કપરાડા ,કુ. પ્રિતીબેન જે.પટેલ નાયબ મામલદાર કપરાડા અને કર્મચારીઓ એ
કપરાડા તાલુકા કક્ષાનો આવાસ ઈ-લોકાર્પણ કાર્યક્રમ “ ભારે જહેમત સફળ બનાવ્યો હતો.

ખાનગી શાળાઓમાં ફી બાકી ધરાવતા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે DEOને રજૂઆત કરી

0

યુથ કોંગ્રેસની રજૂઆત વલસાડ ખાનગી શાળાઓમાં ફી બાકી ધરાવતા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે DEOને રજૂઆત કરવામાં આવી.

વલસાડ જિલ્લાની કેટલીક ખાનગી શાળાના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી બાકી હોય તે મુદ્દે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ ન આપવાની ફરિયાદો ઉઠી રહી છે. સાથે અન્ય
ધોરણના વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકીઓ શાળા સંચાલકો દ્વારા આપવામાં આવી રહી હોવાની ધમકીઓ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના આગ્રણીઓ વલસાડ DEOને લેખિત આવેદન પત્ર પાઠવી ફી મુદ્દે વિદ્યારતબીઓને અને વાલીઓને કનડગત કરતી શાળાઓના સંચાલકો સને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

વલસાડ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓના
સંચાલકો દ્વારા શાળાની ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને SSCકે HSCની હોલ ટીકીટ અટકાવવા આવી છે. તો કેટલીક શાળાઓમાં અન્ય ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી શાળાની ફી વસુલ કરવા માટે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને શાળા સંચાલકો દ્વારા ફી વસુલવાના મુદ્દે કનડગત કરવામાં આવી રહ્યા હોવાની રાવ સાથે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણીઓએ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદન પત્ર પાઠવી વિદ્યાર્થીઓને અને વાલીઓને ફી મુદ્દે કનડગત કરતી શાળાઓના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.

સાથે FRCની કમિટીમાં વાલી મંડળના સભ્યોનો
સમાવેશ કરવાની માંગ કરી છે.તેમજ ખાનગી
શાળાઓને FRCના નિયમ મુજબ ફી ઉઘરાવવા
સૂચના આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે
FRCના નિયમ કરતા વલસાડ જિલ્લાની ઘણી ખાનગી શાળાઓ દ્વારા ફી વધુ ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપ લગાવવવામાં આવ્યા છે. વલસાડ DEOને જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણીઓએ રજુઆત કરી હતી.જો ખાનગી શાળાઓ ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માંગે આંદોલન કરવાની અગ્રણીઓએ ચીમકી આપી હતી.

માસ્તરીયો જીવ હોવાને કારણે એક દિવસ મેં વિચાર્યુકે આવું કયા સુધી ચાલશે! ઋષિત મસરાણી

0

આ દીકરાનું નામ રુદ્ર છે,પરિવારમા મમ્મી એક નાનીબહેન અને વ્રૂધ નાનીમા રહે છે. રુદ્રના પપ્પા તેમના પરિવારને તરછોડીને કોઈ બીજી સ્ત્રી સાથે ક્યાંક ચાલ્યા ગયા છે.રુદ્રના મમ્મી અને નાનીમા. તેઓ ગામમા કચરો વીણીને પોતાની પરિવારનું પેટયુ ભરે છે.

અમે ઘણા દિવસોથી રુદ્રની વસાહતમા ખાવાનું આપવા જઈ રહીયા છે એટલે રુદ્ર મને ‘મામા’ અને પૂર્વજોને મામી કહે છે.હવેતો ત્યાંના તમામ ભુલકાઓના અમે મામા અને મામી બની ગયા છે.

માસ્તરીયો જીવ હોવાને કારણે એક દિવસ મેં વિચાર્યુકે આવું કયા સુધી ચાલશે! રુદ્રની નાની,મમ્મી અને તેઓની વસાહતમા રહેતા તેઓ જેવા કેટલાંયનું જીવનતો આમ જ બરબાદ થઈ ગયુ. મેં નિશ્ચય કર્યો કે હું આ નાનકડા ભુલકાઓનુ જીવન બરબાદ નહિ થવા દઈશ. વસાહતમા અમે ત્યાં તપાસ કરતા જાણ્યું કે રુદ્ર જેવા ત્યાં બાવીસ જેટલાં બાળકો છે જેવો ક્યારેય સ્કૂલમા ગયા જ નથી.શરૂઆતમા તેવોને સ્કૂલમા પ્રવેશ આપવાનું નક્કી કર્યુ પરંતુ અમારા માટે સૌથી મોટી અડચણ એ હતીકે આ તમામ બાળકો અને તેના કોઈપણ પરિવારના સભ્યો પાસે સરકારી દસ્તાવેજો નથી એટલે કોઈપણ સ્કૂલમા પ્રવેશ અપાતો નથી. હવે…! ! !

પૂર્વજા તો આ વાત જાણી નિરાશ થઈને રડવા લાગી અને મને કહ્યું ” ઋષિત હવે શું થશે??” મેં કહ્યું, “મેં હું ના,તારો ઋષિત માસ્ટર ઓફ એજ્યુકેશન છે,ચાલ બેસીજા એકટીવા પર.અને સ્ટેશનરીની દુકાન માથી એક બ્લેકબોર્ડ, ચોક અને પૂરી બાવીસ પાટી અને સ્લેટ ખરીદી.અને અમે શરૂ કરી દીધી અમારી “મસ્તી કી પાઠશાલા”

ઋષિત મસરાણી

#pahelsevayodhha
#pahelcharitabletrust
#ngo
#dharampur
#gujarat
#india
#mother
#republivday
#trending
#nonprofit
#socialwork
#tribalindia
#ngo
#india
#valsad
#ram
#Ayodhya #smile #children #smile #mastikipathshala #rushitmasrani #repost

નાનાપોઢા થી કપરાડા ના કુંભઘાટ સુધીમાં અનેક લોકોના મોત વાહનોનું નુકસાન વહીવટી તંત્રની લાપરવાહી : બી. એન. જોશી

0

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે નાનાપોઢા થી કપરાડા સુધીમાં 3 મોટા ઘાટ આવે છે. કુંભઘાટ , માંડવા અને જોગવેલ દરોજના અકસ્માત થતા કાયમી ટ્રાફિક સમસ્યાઓ હોય એની પોલીસ, આર ટી ઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહી થકી રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે.

(કુંભઘાટ અકસ્માત અને બગડેલા 12 થી 24 કલાક વાહનો રોડ હોય છે.)

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર છે. દેશના અને રાષ્ટ્ના વિકાસ માટે વાહન વ્યવહાર ખૂબજ જરૂરી છે. સાથે ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો હોવાથી પ્રતિરોજ ભારે અને નાનામોટા વાહનોની અવરજવર થાય છે. નેશનલ હાઇવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અનેક પ્રકારની ક્ષતિઓ કેમ ? દરોજના અકસ્માત થતા હોય છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.વાહનો અને માલનું નુકસાન એ રાષ્ટ્રીય માટે નુકસાનકારક છે.

ઉલ્લેખનીય છેકે શું અધિકારીઓ ફક્ત ડીગ્રી લઈને આવ્યા હોય છે. 15 થી 20 વર્ષ થી ખાડા પડે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી.કોન્ટ્રાક્ટરો પર કોના આશીર્વાદ છે.

દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી આખું વર્ષ ખાડા પડે છે.વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા માર્ગ નવીનીકરણ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. દર વર્ષે ચોમાસુ આવે એટલે ખાડા પડી જાય છે. જવાબદારી કોની ?

નેશનલ હાઈવે પર જે પણ કામ કરવમાં આવે છે. કામના ગેરન્ટી પિરિયડ હોઈ છે કે નથી જે પણ કામમાં ગુણવત્તા વગર કરવામાં આવે છે એની સામે બ્લેક લિસ્ટ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પ્રજાનાં ટેક્સ કરોડો રૂપિયા વેડફાય જતાં હોય છે.

કોન્ટ્રાકટર જે કામ ગેરેન્ટી પિરિયડ હોઈ પણ કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે. કપરાડા ના કુંભઘાટ ગંભીર અકસ્માત અટકાવવા માટે અને દર વર્ષે ચોમાસુ માં પડતા ખાડા માટે હમણાં સુધીમાં કરોડની ગ્રાન્ટ ખર્ચો થઈ ગયો છે. આમજનતા હવે મૂક પ્રેક્ષક બની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.