
ગયા અંકમાં આપણે જોયું કે મહેલ જેવાં આલિશાન બંગલોમાં રહેવાવાળી શ્રીદેવી અચાનકથી આઉટ હાઉસમાં રહેવા આવી ગઈ, અને કોઈના બહુ મોટા ષડયંત્રનો ભાગ બન્યા હોય એવો તેને આભાસ પણ થયો. તેના પ્રતિ શ્રીકાંતનું મૃત્યુ એ કોઈ એકસીડન્ટ નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલું મર્ડર પણ હોઈ શકે છે! હોય શકે શું?; તેને તો હવે પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે થઈ ગયો હતો. કારણકે સુરેખાએ જે રીતે તેના પતિને પણ અંધારામાં રાખી અને તેના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી એ જાણ્યા પછી હવે અત્યાર સુધી વિધાતાને વિચિત્રતા સમજી આ બધું સ્વીકારી લેવાની અણી પર ઊભેલી શ્રીદેવી આત્મવિશ્વાસને પટોરી અને પોલીસ સ્ટેશનની જાય છે.

ત્યાં આગળ કમ્પ્લેન કરાવે છે કેસરી ઓપન કરાવી અને જાણીતા ડિટેક્ટિવ સુધીર દત્ત નું સરનામું લઈ તેની ઓફિસે પહોંચે છે, અને તેની ચેમ્બરનું ડોર ખોલતાં જ બંને જણા એકબીજા લેતું એમ આશ્ચર્ય સૂચક ઉદગાર સાથે ભેગા થાય છે, આ અંકમાં આપણે જોઈએ કે શ્રીદેવી ની શંકાને સુધીર દત્તનું સમર્થન મળે છે કે નહીં, અને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થનું આ કાવતરું છે કે આખરે આ આખી રમતમાં કોણ સૂત્રધાર છે, એનો પતો આપણને મળે છે કે નહીં એ જાણવા વાંચો આગળ…
Ad..

શ્રીદેવી સુધીર દત્ત રિવોલ્વીંગ ચેરની સામે રખાયેલી ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને બંને એકબીજાને લગભગ દસ વર્ષે મળતા હતા સુધીર દત્ત શ્રીદેવીની ખાસ સહેલી મોનિકાનો કઝિન બ્રધર હતો, અને એક વેકેશનમાં બધા ફ્રેન્ડ જ્યારે ટ્રેકિંગ કેમ્પમાં ગયાં હતાં ત્યારે સુધીરદત પણ આવ્યા હતાં અને ત્યારે બંને વચ્ચે એક સરખા વિચારોને કારણે મિત્રતા થઈ ગઈ હતી. હજી એ લોકો પોતાની મિત્રતા વિશે આગળ કંઈ ગંભીર વિચારે એ પહેલાં જ શ્રીદેવી ના પિતાએ શ્રીકાંત સાથે તેનું વેવિશાળ અને લગ્ન કરી નાખ્યું હતું. સુધીર દત્ત અન મેરીડ હતા અને હમણાં જ આ શહેરમાં આવ્યા હતાં. એમણે શ્રીદેવીના લગ્ન બાદ એ ક્યાં છે? એ જાણવાની પણ કોશિશ કરી નહોતી કરી, કારણ કે એ હવે અનીતિ અને પાપ કહેવાય એવું તે સમજતા હતાં. એમણે કહ્યું કે મેં છાપામાં શ્રીકાંતના એક્સિડન્ટના ન્યુઝ વાંચ્યા હતાં, અને હવે હું પણ તને મળવા વિચારતો હતો, એટલે કે સિમ્પથી બતાવી ને તારી સાથે રિલેશન વધારવા એવો કોઈ આશય નહોતો, પરંતુ એક વખતની મારી બેસ્ટ ફ્રેન્ડ ના દુઃખમાં સહભાગી થવાનો એક વિચાર આવ્યો હતો. પરંતુ એમ કઈ રીતે હું તારી સામે પ્રસ્તુત થાવ એ વિચારે હું મૂંઝાયેલો હતો. પરંતુ આજે હવે જ્યારે તું સામેથી આવી છે, ત્યારે હું આ કેસને બરાબર સ્ટડી કરીશ અને જો તારા પતિનું મર્ડર થયું હશે, તો હું ચોક્કસ તને આરોપી સુધી પહોંચવામાં મદદ કરીશ!


શ્રીદેવી એ કહ્યું કે હું કેટલું કેટલું તૈયાર કરીને આવી હતી. પરંતુ હવે મારે એ બધું કંઈ કહેવાની જરૂર રહેતી નથી, એવું માનું છું. એટલે મુખ્યત્વે તો ફી બાબતેની ચોખવટ કરી લઉં કે અત્યારે મારે નામે કોઈ રૂપિયા છે નહીં, તો સુધીર દત્ત એ આંખના ઇશારાથી એને કહ્યું કે ચૂપ!! એ વાત આપણા વચ્ચે આવવી જ ન જોઈએ! શ્રીદેવીએ કહ્યું કે બીજી એક વાત કે હું વારંવાર તને મળવા આવીશ તો એ લોકો નાં મનમાં શંકા આવી જશે. એટલે જે કંઈ વાતચીત હશે તે આપણે ફોન દ્વારા અથવા મેસેજથી વાત કરીશું, જેથી કરીને એ લોકો સતર્ક ન થઈ જાય! પ્યુન આવીને બે કોફી મગ મૂકી ગયો, બંને જણા કોફીના ચાહક હતા અને એ વાત સુધીર દત્ત જાણતા હતાં,

ઉપરાંત શ્રીદેવી કોફી સુગર વગર લેતી હતી, અને એ પણ એકદમ ડાર્ક સ્ટ્રોંગ એટલે એનાં ટેસ્ટની કોફી જોઈ શ્રીદેવી એ કહ્યું વાહ તને હજી યાદ છે! જવાબમાં એણે એક મોહક સ્મિત વેરતાં કહ્યું જીંદગીભર તારી માટે કોફી બનાવવા તૈયાર હતો, એ તું ભૂલી ગઈ કે શું? શ્રીદેવી એ ઉઠતા ઉઠતા કહ્યું કે તો આ ડીલ ડન ! અને તું મને મારા મૃત પતિની પ્રોપર્ટી પાછી અપાવીશ અને એનાં હત્યારા સુધી પહોચાડીશ! સુધીર દત્ત એ કહ્યું એકદમ ડન! તારાં જીવનનું કોઈ પણ પ્રકારનું અંધારું દૂર કરવા હું હર હંમેશ હાજર છું! શ્રીદેવી એ કહ્યું ઓકે! તો હું હવે નીકળું છું! આમ કરી એ બહાર નીકળી અને રોડ પર આવી આજુબાજુ જોઈ લીધું કે કોઈ ઓળખીતું છે તો નહીં ને! નહીં તો એ પાછાં સુરેખા ને ચાડી ખાય ! પણ કોઈ હતું નહી, એટલે એણે ઓટો રીક્ષા કરી અને ઘરે આવી, એણે જોયું તો શ્રીપાલ સુરેખા કે સિદ્ધાર્થ કોઈ હજુ આવ્યું નહોતું! સુરેખા અને સિદ્ધાર્થ તો સાથે ગયા હતા, પણ આ શ્રીપાલ ક્યાં ગયો! થોડીવાર એની ગયા વિશેની શક્યતા વિચારી પછી થયું કે જ્યાં ગયો હોય ત્યાં મારે શું! અને પછી તરત જ બોલી કે હવે એનો ટાર્ગેટ શ્રીપાલ જ હશે! કારણ કે મને જેમ ખબર પડી એમ એક બંગલામાં સાથે રહેતા હોય ત્યારે આવડી મોટી સચ્ચાઈ, કેટલો સમય છુપી રહે! એટલે જેવી એને ખબર પડશે એટલે એને મારવા વિશે વિચારશે! અને એને બિચારા શ્રીપાલ પર અનુકંપા આવી, એને થયું હું સુધીર દત્ત ને કહીશ કે એનાં રક્ષણની જવાબદારી સ્વીકારી લે, અને એની પર કોઈ જાતનો વાર ન થાય એનું ખાસ ધ્યાન રાખે! એણે વિચાર્યું કે અત્યારે ફોન કરવો નથી કદાચ ને સુરેખા આઉટ હાઉસમાં ડોકિયું મારે તો એના કરતાં પછી ફોન કરીશ, આમ વિચારી તે કિચનમાં આવી આજે તે ખુશ હતી કારણ કે હવે સુધીર નો તેને સાથ મળી ગયો હતો, અને હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. અચાનક શ્રીદેવીને સ્મરણ થયું કે રામુકાકાની ઉંમર વધી ગઈ હોવાથી આઉટ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા એટલે અહીં તો હવે દરેક વસ્તુ બહુ સાચવીને કરવી પડશે, કારણ કે બધું જ ફૂટેજ સુરેખા રોજ ચેક કરશે! અચાનક એને એક વિચાર આવ્યો કે કેમેરા તોડી નાખું તો ! પણ એમ કહી કારણ તો હોવું જોઈએ ને સુરેખા જોવે અને બ્લેક આઉટ દેખાય એટલે તરત જ સમજી જાય! હજી એ કંઈ વિચારે એ પહેલા જ સામેની ભીંત પર એક ગરોળી જોઈ અને તેને કારણે મળી ગયું શ્રીદેવીને ગરોળીથી ખૂબ જ બીક લાગતી હતી, એ વાત સુરેખા જાણતી હતી એટલે ગરોળીને મારવામાં કેમેરા પર વાગી ગયું એવું એ કહી શકે! અને એણે કેમેરા પર લાકડી મારી સીસીટીવી કેમેરાનો કાચ તોડી નાખ્યો હવે નવો નખાવે નહીં ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નહોતું, અને સુરેખા વગર કારણે એમ ફૂટેજ પણ કદાચ ચેક ન કરે, તો એમ પણ થોડો ટાઈમ મળી જાય! આમ તો એને તો સીસીટીવી કેમેરા છે એ જ ખબર નહોતી.
શ્રીદેવી ફોન કરે એ પહેલાં જ સુધીર દત્તનો ફોન આવ્યો અને એણે શ્રીદેવીને જે ખબર આપ્યા એ સાંભળીને શ્રીદેવીનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. સુધીર દત્ત એ કહ્યું કે સુરેખા મર્ડર કરાવી શકે એમ છે કે શ્રીપાલ એની વિશે મેં તપાસ કરાવી તો શ્રીપાલ તો એનાં ભાઈ શ્રીકાંતને આદર્શ માનતો હતો, એટલે એ તો આવું કરે જ નહીં ! પછી સુરેખા વિશે તપાસ કરાવી તો જે જાણવા મળ્યું છે એ મુજબ સુરેખાનું મૂળ નામ સ્વીટી છે, અને એ એક જાણીતી કોલગર્લ રહી ચૂકી હતી, એની મા સુરૈયા બદનામ ગલીની રહેવાસી છે, અને એ બધાં એ આટલી મોટી પ્રોપર્ટી મેળવવા માટે એક કાવત્રું રચ્યું, અને એનાં એક ભાગ રૂપે શ્રીપાલ સાથે લગ્ન કરવામાં આવ્યાં હોય એવું બની શકે! અને સિદ્ધાર્થ બહાદૂરનો ભાણેજ છે, અને એ જ સુરેખા ઉર્ફે સ્વીટી નો બોયફ્રેન્ડ છે. ઓહ આટલો ખતરનાક પ્લાન અને એ પણ સાઉન્ડ પ્રુફ કોઈ ને કાનો કાન ખબર પણ ન પડી! આ તો એ રાત્રે મને દવાની જરૂર પડી એટલે હું શ્રીપાલને જગાડવા ગઈ, અને થોડી ઘણી સચ્ચાઈ મને ખબર પડી! પછી ખૂન ભરી માંગ પીકચર પરથી મર્ડર જેવી શંકા ગઈ, પણ આટલું બધું તો ધાર્યું જ નહોતું! આગળ હવે શું શું ખતરનાક જાણવા મળશે! અને એમાં શ્રીદેવી ને ન્યાય મળશે! કે પછી એને પણ એ લોકો માર્ગનો કાટો સમજી કાઢી નાખશે! પણ ના હવે તો શ્રીદેવી એકલી ક્યાં છે! હવે તો સુધીર દત્ત એની સાથે છે! પણ શું થશે હવે આગળ! તમને શું લાગે છે! સુધીર દત્ત પોતાના પ્રેમ માટે થઈને શું કરશે એ બધું જાણવા હજી થોડું થોભો….. મને લાગે છે કે સુરેખા અને સિદ્ધાર્થ નો કંઈક બીજો પ્લાન પણ હોઈ શકે! જેમ કે બંને એ નવું નામ, અને નવું આઈડી, બનાવી રુપિયા લઈને ફોરેન ફરાર થઈ જાય!
.