Home Blog

હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી હતી કે આ સિઝનની ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. તે દિવસ દરમિયાન અને રાત્રે પણ ખૂબ જ ગરમ હોય છે.

0

આ વખતે ફેબ્રુઆરીમાં જ હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી હતી કે આ સિઝનની ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. તે દિવસ દરમિયાન અને રાત્રે પણ ખૂબ જ ગરમ હોય છે. આકરી ગરમીની બીજી આડ અસરની વાત કરીએ તો આ વખતે વીજળીનું ભારણ પણ અણધાર્યું વધી ગયું છે. આવી સ્થિતિમાં વીજ કાપે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણા લોકો કહે છે કે પહેલા તેઓ રાત્રે કોઈક રીતે સૂઈ જતા હતા પરંતુ રાત્રે ગરમી ઊંઘના ચક્રને બગાડે છે.

IMD અનુસાર ગયા શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાનનો પારો 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ હતું. આજે રવિવારે પણ વાતાવરણ આકરું રહેશે. આનો અર્થ એ થયો કે આજે પણ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં હીટ વેવથી લઈને ગંભીર હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

સૌથી ગરમ શહેરોની યાદી

હિમાચલ પ્રદેશ, જમ્મુ ડિવિઝન, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં રાત્રિનું હવામાન ગરમ રહેવાની શક્યતા છે.

હકીકતમાં, છેલ્લા ત્રણ મહિનાથી લગભગ આખું ભારત ભઠ્ઠીની જેમ સળગી રહ્યું છે. ચોમાસાના આગમનને કારણે કેરળ અને પૂર્વોત્તરમાં વાતાવરણ કંઈક અંશે અનુકૂળ બન્યું છે. મહારાષ્ટ્રમાં પણ રાહત છે અને રાજસ્થાનમાં પ્રિ-મોન્સૂન વરસાદે લોકોને મોટો ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં અન્ય રાજ્યોના લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Ad..

મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગો, ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ચોમાસા આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. તે જ સમયે, એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિલોમીટરની વચ્ચે હાજર છે. બિહારના મધ્ય ભાગોમાં વધુ એક ચક્રવાતી પરિભ્રમણ છે.

‘સ્કાયમેટ વેધર’ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન, સિક્કિમ, આસામ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. તટવર્તી કર્ણાટક, કેરળ, ઉત્તરપૂર્વ ભારત, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો. લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થયો હતો.

રવિવાર, 16 જૂનના રોજ, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, આસામ અને તેલંગાણાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. લક્ષદ્વીપ, આંધ્ર પ્રદેશ, પૂર્વોત્તર ભારત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોસ્ટલ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓડિશા, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ પડી શકે છે.

27 થી 28 જૂન દરમિયાન દિલ્હીમાં ચોમાસું આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જો ચાર-પાંચ દિવસ પહેલા પ્રી-મોન્સુન વરસાદ શરૂ થાય તો દિલ્હીના લોકોને નિર્ધારિત સમય કરતા થોડો વહેલા બચાવી શકાય છે.

Ad…

17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે.

0

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે.

16જૂન ક્યાં ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ

17જૂન ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

Ad.

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.

પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.

Ad..

આપણા યુવાનો કે સંસ્કૃતિથી અંજાયેલા હોય, બહુ સ્વાભાવિક રીતે આપણા દેશમાં પણ આ દિવસે ફાધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે.

0

✍️ફાલ્ગુની વસાવડા

જુન મહિનાના ત્રીજા રવિવારે પશ્ચિમ સંસ્કૃતિમાં ફાધર્સ ડે મનાવવાની પ્રથા છે, અને હાલ આપણા યુવાનો કે સંસ્કૃતિથી અંજાયેલા હોય, બહુ સ્વાભાવિક રીતે આપણા દેશમાં પણ આ દિવસે ફાધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. બાળકના જન્મથી તેની તમામ જરૂરિયાતો પૂરી કરનાર અને છતાં પણ તેને એ વિશે જીંદગીભર કંઈ ન કહેનાર એટલે પિતા, પપ્પા, કે ડેડી! આજના યુવાનો તો હજી પણ પોતાના મોજશોખમાં રૂપિયા વાપરે છે, અને તેમનું જીવન જીવતાં જોવા મળે છે, અથવા તો મોજશોખમાં જીવવું હોય માટે બે પાંચ વરસ પછી સંતાન કરે છે, પણ પહેલાંનો યુગ એવો નહોતો, અને પિતા પોતાના સંતાનો માટે જ પોતાની આવકના રૂપિયા વાપરતાં, અને બચાવતા એ પણ પોતાના સંતાનના ભવિષ્ય માટે જ બચાવતા, એ સમયના મારી જેવડા કોઈ પણ ને એનાં પિતા કે પપ્પા વિશે પુછો તો એ નીચે મુજબ કહે, પહેલા તો એ એટલાં આત્મ વિશ્વાસથી ભરેલા હોય કે ધાણી ફૂટે તેમ વિનમ્રતાથી ફટાફટ જવાબ આપે કારણ કે વાણીનો વિનિમય પણ પપ્પા પાસેથી જ શીખ છે.

પપ્પા આજે પણ હ્રદયની એકદમ નજીક, એ મારાં પપ્પા છે, એનો સદાય સૌથી વધુ ગર્વ કરી શકાય એવું પાત્ર. મારાથી સો ગણાં વધુ વિનમ્ર અને સદ્ આચરણ ધરાવનાર.હું ગુજરાતીમાં જેટલું આલંકારિક લખું છું, એનાથી પણ સુંદર ઈંગ્લીશમાં લખનારા હતાં કારણકે અંગ્રેજોના સમયમાં તેમનો જન્મ હતો. આઝાદીની ચળવળ આંખે જોઈ હતી,અને એ માટેના આંદોલનની સભા સરઘસનો હિસ્સો પણ બન્યા હતા. સગાં સંબંધી અમારો હુન્નર જોઈ એમ કહે, મોરના ઈંડા ચીતરવાના ન હોય,અને અન્ય સંબંધી વોરા સાહેબનાં દીકરી પછી શું કહેવાનું હોય.

સૌ કોઈ માટે એટલી જ મમતા,અને કાયમ હાથ દેવા માટે જ લંબાયેલો એ વાતે ખરેખર પ્રાઉડ અનુભવ્યું. અમારી માટે પપ્પા જેવું બનવું એ જ કાયમ જીવન લક્ષ્ય , અને છતાંય એ તત્વ હજુ ક્ષિતિજે. સદા આસપાસ ભમતું તું ઈશ્વર તત્વ, આજે પણ ખાલીપા ને ભરનારુ તત્વ. સમયે એમની ન જાણે કંઈ કેટલીય પરીક્ષા લીધી પણ હંમેશા પ્રથમ ગુણાંક એ ઉતીર્ણ થનારાં.

પપ્પા મારા હ્રદય આકાશમાં ચમકતો અમર સિતારો અને દૂર દૂર સુધી પ્રકાશ પડઘમથી રાહ ચીંધનારા. શું કહું સકલ અસ્તિત્વનો આધાર, અને એ આધાર પર જન્મો કુરબાન કરવાની સદા તીવ્ર ઝંખના રહી, પણ એ કંઈ પણ સેવા લીધાં વગર સ્વાભિમાનથી ચાલ્યા ગયા.બસ આવી જ હોય છે એ સમયના પિતા કે પપ્પા ની કહાની, એટલે તો કહેવાય છે કે માતા પિતા બન્યા વગર એમની ઉત્કૃષ્ટ ભાવના સમજાતી નથી.

પપ્પા.. પપ્પા.. પપ્પા. તમને અને ઈશ્વર બંને માંથી પસંદ કરવાના હોય તો હું તમને જ કરું, કારણ કે તમે તો મારા જીવન આધાર છો! તમારા ચરિત્ર માંથી જ અમે શીખ સંસ્કાર ગ્રહણ કરીને આત્મ વિશ્વાસ મેળવ્યો છે, તમે જ અમારા દેહને ટટ્ટાર રાખો છો, અરે એમ કહો કે જીવન સ્તંભ છો! ડર કે ભય નામના શબ્દ ને પણ કોસો દૂર રાખનાર અને છતાં આવી પડેલી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેતા શીખવે,અને સત્યનાં આચરણથી નીડરતા આવે છે, માટે એવું જ આચરણ કરવું જે ડરપોક ન બનાવે! વીતેલા વર્ષો યાદ કરું તો અછતમાં છત કરનારા અને કેટકેટલા લાડ બાપરે!! આજે તો એ બધું યાદ આવે છે, અને પેલું ફ્રોક લેવાની જીદ કરી હતી, ત્યારે તમે હતાં તો પુરી થઈ, પણ હવે મેં જીદ કરવાનું છોડી દીધું,કારણ તમે નથી કોણ પૂરી કરશે? પપ્પા પપ્પા પપ્પા…

Ad.

વલસાડ સાંસદ ધવલ પટેલ એક્શન મોડમાં સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરી

0

વલસાડ/ડાંગ લોકસભા બેઠકના નવનિયુકત સાંસદ સભ્ય ધવલભાઈ પટેલે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળ ની રચના કરવામાં આવી છે, એન.ડી.એ. ના તમામ સાંસદ સભ્યો પોતપોતાના મતવિસ્તારમાં કાર્યરત થઈ ગયા છે, ત્યારે વલસાડ/ડાંગ લોકસભા બેઠક ના નવનિયુક્ત સાંસદ સભ્ય ધવલભાઈ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ દાખલ દર્દીઓ ને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતો મેળવી ફરજ પરના હાજર તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા

આ તબક્કે વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ આઈ.ટી.ઇન્ચાર્જ ધ્રુવીન પટેલ, અમીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Ad…

કેન્દ્રીય જળ શક્તિ વિભાગ ના કેબિનેટ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલજી સુરત ખાતે આવતા એમનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

0

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારી ના સાંસદ સભ્ય સી.આર.પાટીલજી ની દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે,કેન્દ્રીય મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત સુરત ખાતે આવતા એમનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Ad..

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગ ના સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શીલપેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી આદરણીય સી.આર.પાટીલજી ને પુષ્પગુછ આપી શુભકામનાઓ પાઠવી હતી*

દિવ્યેશ કૈલાશનાથ પાંડે
મીડીયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ

કુવૈત અગ્નિકાંડમાં કેટલાક મૃતકોની ઓળખ થઈ ગઈ છે. પરંતુ હજુ કેટલાક મૃતદેહો એવા છે જેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડશે.

0

કુવૈત અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થઈ ચૂક્યા છે. કુવૈતના મંગફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ચાર વાગે બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ આગની લપેટો એટલી ભયંકર હતી કે તેણે ભારે જાનહાનિ નોતરી. કુવૈત અગ્નિકાંડના મૃતકોમાં 40થી 42 જેટલા ભારતીયો છે. અન્ય લોકોમાં પાકિસ્તાની અને નેપાળી નાગરિકો હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે મૃતકોમાં સૌથી વધુ કેરળથી હતા.

આ ઈમારતને NBTC ગ્રુપે ભાડે લીધી હતી અને તેનો ઉપયોગ કામદારોના રહેવા માટે કરાતો હતો. છ માળની ઈમારતમાં 196 લોકો રહેતા હતા જે ક્ષમતા કરતા ઘણા વધુ હતા અને જ્યારે આગ લાગી તો તેઓ તેમાં ફસાઈ ગયા હતા.

મોદી સરકારે પોતાના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધનને કુવૈત મોકલ્યા છે. કુવૈત અગ્નિકાંડમાં કેટલાક મૃતકોની ઓળખ થઈ ગઈ છે. પરંતુ હજુ કેટલાક મૃતદેહો એવા છે જેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી જેટલા લોકોની ઓળખ થઈ છે તેમની યાદી પણ સામે આવી છે. યાદીમાં આ લોકો સામેલ છે.

કેરળ
1. આકાશ એસ નાયર (23 વર્ષ), પંડાલમથી હતા જેઓ 6 વર્ષથી કુવૈત હતા.
2. અમરુદ્દીન શમીર (33 વર્ષ), કોલ્લમ પોયાપલ્લી, કુવૈતમાં ડ્રાઈવર હતા.
3. સ્ટેફિન અબ્રાહમ સબૂ (29 વર્ષ), કોટ્ટાયમ, એન્જિનિયર
4. કેઆર રંજીત (34), 10 વર્ષથી કુવૈતમાં હતા અને સ્ટોર કિપર હતા.
5. કેલુ પોનમલેરી (55), કાસરગોડ, પ્રોડક્શન એન્જિનિયર, બે પુત્રો પણ છે.
6. પી વી મુરલીધરન, 30 વર્ષથી કુવૈતમાં હતા, સીનિયર સુપરવાઈઝર
7. સાજન જ્યોર્જ, કેમિકલ એન્જિનિયર
8. લુકોસ (48), છેલ્લા 18 વર્ષથી કુવૈતમાં
9. સજૂ વર્ગીસ (56), કોન્નીના રહીશ
10. થોમસ ઓમન, તિરુવલા
11. વિશ્વાસ કૃષ્ણન, કન્નૂર
12. નૂહ, મલ્લપુરમ
13. એમ પી ભહુલાયાન, મલ્લપુરમ
14. શ્રીહરિ પ્રદીપ, કોટ્ટાયમ
15. મૈથ્યુ જ્યોર્જ

અન્ય ભારતીયો

1. થોમસ જોસેફ
2. પ્રવીણ માધવ
3. ભૂનાથ રિચર્જ રોય આનંદ
4. અનિલ ગીરી
5. મોહમ્મદ શરીફ
6. દ્વારકાધીશ પટનાયક
7. વિશ્વાસ કૃષ્ણન
8. અરુણ બાબુ
9. રેમોન્ડ
10, જીસસ લોપેઝ
11. ડેની બેબી કરુણાકરણ

અત્રે જણાવવાનું કે પોતાના લોકોની શોધમા લાગેલા ભારતીયો માટે ઈન્ડિયન એમ્બેસીએ એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે +965-65505246. ભારતીય દૂતાવાસના જણાવ્યાં મુજ તમામ સંબંધિત લોકોને લેટેસ્ટ જાણકારી માટે આ હેલ્પલાઈન સાથે જોડાવવાની ભલામણ કરવામાં આવે છે. દૂતાવાસ દરેક શક્ય મદદ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે તે જરૂરી કાર્યવાહી માટે કુવૈત લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ, ફાયર સેવા અને સ્વાસ્થ્ય વિભાગના સંપર્કમાં છે.
Ad…..

300 કરોડની સંપત્તિ : પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

0

  • પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિટ એન્ડ રનની આડમાં વૃદ્ધની જાણીજોઈને હત્યા કરવામાં આવી હતી.
  • સમગ્ર મામલો 300 કરોડની સંપત્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

નાગપુર જિલ્લામાં ગયા મહિને હિટ એન્ડ રન કેસમાં 82 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. હવે આ મામલે એક નવો એંગલ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિટ એન્ડ રનની આડમાં વૃદ્ધની જાણીજોઈને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો 300 કરોડની સંપત્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

સસરાની હત્યાની આરોપી પુત્રવધૂ ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ અર્ચના મનીષ પુટ્ટેવાર છે. તેણે તેના સસરા પુરુષોત્તમ પુટ્ટેવાર (82)ની હત્યા કરવાની સોપારી સાર્થક બાગડે નામના ડ્રાઇવરને આપી હતી. ડ્રાઇવરને હત્યાની સોપારી પેટે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે. અર્ચના પુટ્ટેવાર 3 વર્ષથી ગઢચિરોલીના ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. અર્ચનાનો પતિ મનીષ વ્યવસાયે ડોક્ટર છે. અર્ચનાની સાસુ શકુંતલાને ઓપરેશનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તારીખ 22 મે 2024ના રોજ નાગપુરના અજની વિસ્તારમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર તેમની પત્નીને મળીને હોસ્પિટલમાંથી નીકળી રહ્યા હતા ત્યારે એક કારે તેમને કચડી નાખ્યા હતા. શરૂઆતમાં આ મામલો હિટ એન્ડ રનનો હતો, પરંતુ જ્યારે નાગપુર પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખૂની કાવતરાના પડ એક પછી એક ખુલતા ગયાં.

પોલીસને જાણકારી મળી હતી કે પુરુષોત્તમ પુટ્ટેવારના મૃત્યુ પાછળ 300 કરોડ રૂપિયાની સંપત્તિનું કનેક્શન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં પુત્રવધૂ અર્ચના પુટ્ટેવાર શંકાના દાયરામાં આવી હતી. મિલકત પચાવી પાડવા માટે તેણે સસરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કાવતરામાં તેના ભાઈ પ્રશાંત અને પીએમ પાયલે મદદ કરી હતી.

Ad.

વલસાડ રેન્જ ફોરેસ્ટે વર્ષોથી બંધ ટ્રેક્ટરનો નિયમિત ડીઝલ ખર્ચ પાડી કૌભાંડ આચર્યુ

0

લસાડ ઉત્તર વનવિભાગના અધિકારી વિરુદ્ધની અરજી ઉપર હજુ તપાસ પૂર્ણ થઈ નથી અને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે.

વલસાડ રેન્જમા વર્ષોથી બંધ હાલતમાં પડેલું અને તદ્દન બિનઉપયોગી ટ્રેક્ટર કાગળ ઉપર દોડી રહ્યું છે. એટલે કે, કબાડી જેવા બંધ, મૃતપ્રાય ટ્રેક્ટર ઉપર વલસાડ રેન્જ ફોરેસ્ટ દ્વારા નિયમિત ડીઝલ ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકારની આંખમાં ધૂળ નાખી એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર ડીઝલ ખર્ચ બતાવી રીતસર સરકારી નાણાંની લૂંટ ચલાવતાં હોવાનું સામે આવ્યું છે.

તીથલ બીચ ઉપર પાર્કિંગ એરિયામાં વર્ષોથી બંધ હાલતમાં પડી રહેલા ટ્રેક્ટરને કાગળ ઉપર હરતું ફરતું બતાવી જે કૌભાંડ આચરવામાં આવ્યું તે ખૂબ ચોંકાવનારું પણ છે. નીચેના ફકરામાં વાંચો ભંગાર હાલતમાં ટ્રેક્ટર ઉપર કોણ કેવી રીતે કરી રહ્યું બેનામી કમાણી

વલસાડ શહેરમાં વનવિભાગના ઉત્તર અને દક્ષિણ ડીવીઝન છે તે પૈકી ઉત્તર વનવિભાગની વલસાડ રેન્જમાં પૂર્વે ક્યારેય કોઈએ ના કર્યું હોય તેવું કૌભાંડ થયું હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

વલસાડ રેન્જમાં આવતા તીથલ બીચ નજીકના એરિયામાં કૌભાંડનો જન્મ થયો હતો અને ત્યાંથી જ બેનામી આવક ઉભી કરી રહ્યા હતા તેના જવાબદારો. તીથલ બીચ ઉપર ઉત્તર વનવિભાગના પાર્કિંગ એરિયામાં પાછલાં ઘણાં વર્ષોથી એક ટ્રેક્ટર અને તેની સાથેનું ટેન્કર પડી રહેલું છે.

આ બંધ ટ્રેક્ટર ઉપર ઉત્તર વનવિભાગની વલસાડ રેન્જ મારફતે મોટાપાયે અને નિયમિત ડીઝલ ખર્ચ પાડવામાં આવી રહ્યો છે. જે ટ્રેક્ટર વર્ષોથી ભંગાર જેવી હાલતમાં છે તેમ છતાં તેને કાગળ ઉપર ઉપયોગમાં બતાવી સરકારમાં ડીઝલ ખર્ચના બીલો આપી નાણાં ખેંચવામાં આવી રહ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમને સંપૂર્ણ જાણ કે, ટ્રેક્ટર બંધ અને મૃતપ્રાય છતાં પેટ્રોલપંપ પાસેથી ગેરકાયદેસર ડીઝલના બીલો ઉધારવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વલસાડ રેન્જના આરએફઓ વાઘેલાને પૂછતાં જણાવ્યું કે, કુલ 3 વાહનો ચાલુ હાલતમાં અને ડીઝલ ખર્ચ પડતો હોવાનો સ્વિકાર કર્યો તેમાં સદર ટ્રેક્ટરને પણ ગણાવ્યું હતુ. હવે આ ટ્રેક્ટર વર્ષોથી બંધ હાલતમાં અને સંપૂર્ણ બિનઉપયોગી હોવા છતાં કેવી રીતે અને કોના કહેવાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ડીસીએફ કચેરીના જવાબદારો ડીઝલ ખર્ચ પાડતાં રહ્યા? વાત આટલી નથી, તીથલ બીચ ઉપરના સ્ટોલ સંચાલકો, વેપારીઓ, પ્રવાસીઓ, સીસીટીવી કેમેરા, પાર્કિંગ સ્ટાફ સહિતનાની નજર સમક્ષ આ ટ્રેક્ટર બંધ પડેલું છે તો આરએફઓ નિયમિત રીતે ડીઝલ ખર્ચ મંજૂર કરી ડીસીએફ કચેરી પાસે મંજૂરી અર્થે મોકલતાં રહ્યા. આટલુ જ નહિ, આરએફઓ પ્રદિપ વાઘેલાએ આ ટ્રેક્ટરને ઉપયોગમાં અને ડીઝલ ખર્ચમાં ગણાવ્યું તો સામે મહિલા ફોરેસ્ટરે કહ્યું કે, મારી એક વર્ષની ફરજથી સતત આ ટ્રેક્ટર તીથલ બીચ ઉપર બંધ હાલતમાં છે. આવી સ્થિતિમાં આ ટ્રેક્ટરનો ડીઝલ ખર્ચ શું સરકારી નાણાંની એકબીજાનાં મેળાપીપણામાં લૂંટ કેમ ના કહેવાય? બીજા ન્યૂઝ રિપોર્ટમાં બંધ ટ્રેક્ટર ઉપર વધુ એક સૌથી મોટો ચકચારી ઘટસ્ફોટ જાણીશું.

સંકલન : અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે રસ્તા પર ઉતરવું પડશે. – શરદ પવાર

0

શરદ પવારે બુધવારે (12 જૂન) પુણેમાં ખેડૂતો સાથે વાત કરી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ આ સરકારને પાંચ-છ મહિનામાં બદલી નાખીશુ. શરદ પવારે ખેડૂતોના મુદ્દે કહ્યું કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે રસ્તા પર ઉતરવું પડશે. ઘણા એવા મુદ્દા છે જે એક દિવસમાં ઉકેલાશે નહીં.

અમને થોડી ગ્રાન્ટ મળવી જોઈએ. થોડા દિવસો પહેલા મેં સિંચાઈ વિભાગ સાથે વાત કરી હતી. પરંતુ હું જાણું છું કે વસ્તુઓ તરત જ નહીં થાય. મને 5-6 મહિના આપો, મારે આ સરકાર બદલવી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શરદ પવારની પાર્ટીનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ખેડૂતોના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવશે.

એબીપી માઝાના અહેવાલ મુજબ, ઈન્દ્રપુરના ખેડૂતોએ શરદ પવારને અહીંના ધારાસભ્ય બદલવાની અપીલ કરી, તો જ તેમના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે.

શરદ પવારે ખેડૂતોને કહ્યું, મેં દેશના કૃષિ ક્ષેત્ર માટે દસ વર્ષ કામ કર્યું. આ સમયગાળા દરમિયાન લોન માફી આપવામાં આવી. તેમણે કહ્યું કે આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અમે આ સરકારને કોઈપણ રીતે બદલીશું.

આ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા શરદ પવારે પણ વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ પરિણામોનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું, હું તમને રાજ્યની બાગડોર સોંપીશ. રાજ્યની સત્તા આપણા લોકોના હાથમાં આવશે અને આ શક્તિનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે કરવામાં આવશે.

ભત્રીજા અજીત પવાર પર ભારે પડ્યા કાકા શરદ પવાર

નરેન્દ્ર મોદીની નવી સરકાર રવિવારે (9 જૂન) શપથ લીધા થછે આ દરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની NCPને મોદી કેબિનેટ(Narendra Modi 3.0 Cabinet)માં સ્થાન ન મળ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી ત્યારે NCPમાંથી કોઈ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી ચીફ અજિત પવાર નવી કેન્દ્ર સરકારમાં સામેલ થવા માટે કોઈ કોલ ન મળવાથી નારાજ છે.

Ad..

10 લાખ વિદ્યાર્થિનીને ‘નમો સરસ્વતી, નમો લક્ષ્મી’નો 27 જૂને પ્રથમ હપ્તો શરૂ

0

  • છાત્રાઓમાં સાયન્સ પ્રત્યે રુચિ વધારવા માટે બે ખાસ યોજના
  • 10 લાખ વિદ્યાર્થિનીને ‘નમો સરસ્વતી,નમો લક્ષ્મી’નો 27 જૂને પ્રથમ હપ્તો શરૂ
  • રાજ્ય સરકારની નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનું રજિસ્ટ્રેશન આગામી 27 મેને
  • સોમવારથી શરૂ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત રાજ્યની 10 લાખવિદ્યાર્થિની સાથે ધો.11 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ
કરતી 2.50 લાખ વિદ્યાર્થિનીને આગામી 27 જૂને પહેલા હપ્તાની રૂ. 85 કરોડની ચૂકવણી કરાશે.

જોકે, આ જ દિવસે પ્રવેશોત્સવનું પણ આયોજન કરાશે. જે માહિતી શિક્ષણ સચિવે જિલ્લા શિક્ષણાધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી જણાવી હતી. તથા તેનું તાકિદે રજિસ્ટ્રેશન પણ કરાવવા સૂચના આપી હતી.

નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાની પોર્ટલ પણ બનાવાઈ છે.

આ છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના
વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ધોરણ-12 સુધીનું શિક્ષણ ખૂબ જ સારી રીતે ભણી શકે તે માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો
સરસ્વતી’ યોજનાજાહેરાત ગુજરાત સરકાર તરફથી કરાઈ હતી. ‘નમો લક્ષ્મી’યોજના અંતર્ગત ધો.9 થી 12માં અભ્યાસ કરતી 10 લાખ વિદ્યાર્થિનીઓને
અભ્યાસના ચાર વર્ષમાં રૂ. 50 હજારની સહાય ચૂકવવાની જોગવાઈ કરાવામાં આવી છે. ધો.9થી 10માં રૂ. 10-10 હજાર અને ધો.11થી 12માં રૂ. 15-15 હજારની સહાય ચૂકવાશે. એવી જ રીતે નમો સ રસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ જીએસઇબી અને સીબીએસઇની સ્કુલોના વિદ્યાર્થીઓને ધો. 11 માટે રૂ. 10 હજાર અને ધો.12 માટે રૂ. 15 હજાર સહાય ચૂકવાશે.
આ ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે
વિદ્યાર્થિની-વિદ્યાર્થીનું આધાર કાર્ડ
માતાનું આધાર કાર્ડ
માતાની બેંક પાસબુક ચેકબુકની નકલ
વિદ્યાર્થીનું બર્થ સર્ટિફિકેટ કે એલસી
આવકનો દાખલો
વાર્ષિક આવક રૂ. 6 લાખની મર્યાદા માતા કે પિતાનો મોબાઇલ નંબર

Ad..