વડીલો, બાળકો,બહેનો, યુવાનોએ 2દિવસ ચાલેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો
પારડી શહેરની સૌથી મોટી અને નંબર એક ગણાતી સોસાયટી સાંઈ સંગ્રીલા સોસાયટીમાં વર્ષ દરમ્યાન દરેક ઉત્સવ,તહેવાર, પ્રસંગો ધામધૂમ સાથે આનંદ ઉત્સાહથી ઉજવે છે.
અનોખી ઉજવણી: થર્ટી ફસ્ટ પૂર્વે પારડીમાં ક્રિકેટ રમતો ઉત્સાહ
પારડી શહેરની પ્રખ્યાત સાંઈ સંગ્રીલા સોસાયટીમાં યોજાયેલ ક્રિકે ટૂર્નામેન્ટે અહીંના રહેવાસીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. 12થી 68 વર્ષની વયના 72 રમતવીરોના ઉત્સાહ સાથે આયોજિત આ ક્રિકેટ ટૂર્નામેન્ટે સમગ્ર શહેરમાં અનોખી ઉદારહરણ પુરું પાડ્યું છે.
ઉત્સવ અને એકતાનો દ્રષ્ટાંત
સાંઈ સંગ્રીલા સોસાયટી વર્ષના દરેક તહેવાર અને પ્રસંગને ઉજવવા માટે જાણીતી છે. ગત વર્ષે શરૂઆત કરેલી સાંઈ સંગ્રીલા પ્રીમિયર લેગ (SSPL) નાઈટ બોક્ષ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આ વર્ષ બીજું સત્ર હતું, જે આ વર્ષે વધુ ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે યોજાયું.
આયોજન
આ વર્ષે SSPL સીઝન-2 માં 12થી 68 વર્ષની વયના 72 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. 8 ખેલાડીઓની 9 ટીમો બનાવી ઓર્ગેનાઈઝ કરાયેલી આ ટૂર્નામેન્ટમાં 6-6 ઓવરના આકર્ષક મેચો રમાડવામાં આવ્યા. આ સમગ્ર આયોજન બે દિવસ ચાલ્યું હતું અને તમામ વર્ગના લોકોએ ભાગ લઈને આનંદ અને ઉત્સાહ સાથે મેચો માણી હતી.
વિજેતા ટીમ અને રમતવીરો
વિજેતા: ધર્મેશભાઈ મોદીની ટીમ મોદી ટાઇટન ટૂર્નામેન્ટની વિજેતા બની હતી.
રનર્સ અપ: નિકુંજભાઈ હડીયાની હડિયા હિકર ટીમે બીજા ક્રમ હાંસલ કર્યો.
વ્યક્તિગત પુરસ્કાર:
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: શિવાંગ કનેરિયા
બેસ્ટ બેસ્ટમેન: શિવાંગ કનેરિયા
બેસ્ટ બોલર: વૈભવ દિપાણી
બેસ્ટ ફીલ્ડર: ધર્મેશ મોદી
ટ્રોફી અને સમ્માન
ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ 9 ટીમના માલિકોને ટ્રોફી અને સન્માન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સંસ્થાના પ્રમુખ અશોક પ્રજાપતિ, સેક્રેટરી અંકિત દેસાઈ અને કમિટીના અન્ય સભ્યો હિમાંશુભાઈ દેસાઈ, બ્રિજેશ પટેલ, મનોજ પટેલ, અતુલ કનેરિયા અને દિપેશ દેસાઈ સહિત તમામ આયોજકોએ શ્રેષ્ઠ સંકલન અને આયોજન કર્યું.
સામૂહિક ઉત્સાહ
આ ટૂર્નામેન્ટ માત્ર રમતનું મંચ ન રહી, પરંતુ સમુદાયમાં એકતાના મજબૂત સંબંધો બંધાયા. વડીલો, બાળકો, યુવાનાઓ અને મહિલાઓએ એકસાથે ક્રિકેટની મજામાં ભાગ લીધો, જે આ કાર્યક્રમને ખાસ બનાવે છે.
આવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી પારડી શહેરમાં ખેલ અને મનોરંજનનો મહિમા વધે છે અને આટલું જ નહીં, પણ નવો ઉત્સવ ઉજવવાની પ્રેરણા મળે છે.