1. News
  2. #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #PMOIndia #NarendraModi #cmogujarat #BhupendraPatel #AwasYojana #PMAwasYojana #Banaskantha
  3. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એમાં સૌથી વધુ ખુશખુશાલ ધરમપુરવાસીઓ જ હશે.

આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એમાં સૌથી વધુ ખુશખુશાલ ધરમપુરવાસીઓ જ હશે.

Share

Share This Post

or copy the link

By : Pratik kotak Dhrampur

નરેન્દ્ર મોદી યુવા અવસ્થામાં 1983 થી 1986, લગભગ ત્રણ વર્ષ ધરમપુર અને એની બાજુમાં આવેલા સિદુમ્બર ગામમાં રહ્યા, જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો અને સાથે સાથે રાષ્ટ્રિયતાના રંગે રંગાયેલી આર એસ એસની શાખાઓ દ્વારા નવી ભારતીય જનતા પાર્ટીને બેઠી કરવામાં, કાર્યકરોમાં આદર્શોનું સિંચન કરવામાં બૌદ્ધિક વર્ગો ચલાવવા માંડ્યા, એક રીતે શાખા દ્વારા જ પાર્ટીનું પરોક્ષ રીતે નિયંત્રણ અને સંચાલન થતું, યોગાનુયોગ નરેન્દ્ર મોદી પણ એ અરસામાં ધરમપુરમાં જ રહેતા, અને નિયમિત શાખમાં હાજરી આપી દરેકને સંસ્કાર સિંચન કરતા, સિદુમ્બરથી રોજ સાયકલ ઉપર ધરમપુર આવી અહીંના મંદિર પરિસરમાં બેસી બૌદ્ધિક પણ સાંભળતા, બૌદ્ધિક આપતા અને શાખાના વર્ગો લેતા.

1983ના વર્ષમાં નીચે બેસી બૌદ્ધિક સાંભળતા નરેન્દ્ર મોદી 2024માં ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે એમને કદાચ શરુવાતના દિવસોનું ધરમપુર અચૂક યાદ આવશે, 40-45 વર્ષ પહેલાં શરૂ કરેલા સંઘર્ષગાથાઅને સંસ્કાર સિંચનની આ તસ્વીર જોશે તો જરરૂથી ગૌરવ અનુભવશે .. પરંતુ આ તસ્વીર નવા કાર્યકર્તાઓ માટે ઘણું બધું કહી જાય છે .. મોદી બનવા થનગનતા તમામ ફોટોજેનિક અને સરકારી કાર્યક્રમોમાં દેખાતા કહેવાતા નેતાઓ આ તસ્વીર અને એની પાછળની સંઘર્ષગાથા અને પીડા નહીં સમજી શકે ..

હા, મોદીને સમજવા બીજા મોદીની આજે જરૂર છે .. પરંતુ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એમાં સૌથી વધુ ખુશખુશાલ ધરમપુરવાસીઓ જ હશે…..

Ad.

આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એમાં સૌથી વધુ ખુશખુશાલ ધરમપુરવાસીઓ જ હશે.
Comment

Your email address will not be published. Required fields are marked *