- આવાધા ગામે સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ
- પાર્થ ટ્રેડર્સ વાપી
- ગ્રામ પંચાયત આવધા,
- રેઈન્બો વોરિયર્સ ધરમપુર
ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત સાકાર મોક્ષભૂમિનું લોકાર્પણ કાર્યક્રમનું ઉદ્દઘાટન પાર્થિવ મહેતા , આશિષ દેસાઈ, કૃષીત શાહ , પંકજભાઈ દામા તથા સુરેશભાઈ મોકશીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આવધા ગામે ચોમાસા દરમિયાન માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે ખુબ જ મુશ્કેલી પડતી હતી. ગ્રામજનોની ઈચ્છા હતી કે ગામમાં એક અંતિમધામ બને કે જેથી ચોમાસામાં પડતી મુશ્કેલી નિવારી શકાય . આ વાત સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ના ફાઉંડર હિતેનભાઈ ભૂતાને જણાવી અને તેમણે સાકાર મોક્ષભૂમિના નવ નિર્માણ માટે આર્થિક સહયોગની ખાતરી આપી હતી.
સાકાર મોક્ષભૂમિના નવ નિર્માણ માટે ધરમપુર તાલુકાનું હિત જેમને હૈયે વસેલું છે એવા વિરલ દાતાઓ હિતેનભાઇ ભૂતા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી 300000/- ત્રણ લાખ રૂપિયા, પાર્થિવ મહેતા પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી 50000/-, પચાસ હજાર રૂપિયા, ગ્રામ પંચાયત આવધા તરફથી 100000/- એક લાખ રૂપિયા, રેઈન્બો વોરિયર્સ ધરમપુર તરફથી 21000/- એકવીસ હજાર રૂપિયા, સુરેશભાઈ મોકાશી તરફથી 12000/- બાર હજાર રૂપિયા, દેવજી ભાઈ કે વૈજલ તરફથી 1 ગાડી રેતી, જાન્યા ભાઈ ઢાઢર તરફથી 1 ગાડી રેતી ચીમન ભાઈ સુર કાર તરફથી 5000/- પાંચ હજાર રૂપિયા તથા મહોલ્લા ફાળો 51000/- એકાવન હજાર રૂપિયા આર્થિક સહયોગ મળ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે સાકાર મોક્ષભૂમિ માનવ સમાજનું અંતિમધામ હોય આ અંતિમધામનો ખુબજ ઓછો ઉપયોગ થાય , ગામના લોકો સુખમય લાંબુ જીવન જીવે એવી શુભેચ્છા આપી હતી. પાર્થિવ મહેતાએ સાકાર મોક્ષભૂમિની ગામજનો દ્વારા દેખરેખ રાખવાની અપીલ કરી હતી. ચોમાસાના સમય દરમિયાન માનવ મૃતદેહોની અંતિમવિધિ ખુબ જ સારી રીતે થશે એમ જણાવ્યું હતું. તથા અન્ય જરૂરિયાત સમયે સહયોગની ખાતરી આપી હતી. મોક્ષભૂમિનું નિર્માણ કરનાર કારીગરો રસિકભાઈ વડ તથા નીતિનભાઈ ચાવરાનું સન્માન કર્યું હતું
આ પ્રસંગે કૃષિત શાહ સ્ટાર્ટઅપ વાપી ફાઉંડર, આશિષ દેસાઈ ફૂડ સ્ટાર્ટઅપ વાપી,પંકજભાઈ દામા ખજાનચી એન્જિનિયર એસોસિયેશન વાપી, મહેશ ગરાસિયા rto કચેરી વલસાડ, જયંતિભાઈ પટેલ શીતળ છાંયડો લાઇબ્રેરી નગરિયા,જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર ધરમપુર,રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, વિજયભાઈ સરપંચ હનમતમાળ, આનંદભાઈ માજી સરપંચ રાજપુરીજંગલ, ડૉ. વીરેન્દ્ર ગરાસિયા ચિત્રફૂટ એવોર્ડ વિજેતા શિક્ષક,કેતનભાઈ ગરાસિયા પ્રમુખ ધરમપુર તાલુકા શિક્ષક સંઘ, રાજેશભાઈ પ્રચાર મંત્રી વ.જી. પ્રા.શિ સંઘ, ધીરુભાઈ ઉપ પ્રમુખ વાપી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ,જુગલભાઈ સામાજિક કાર્યકર્તા જાન્યાભાઈ ઢાઢર, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ જયનાબેન મોકાશી , સુરેશભાઈ મોકાશી, ચીમનભાઈ સુરકાર , મનીલભાઈ સુરકાર, નરેશભાઈ મોકાશી , નરેશભાઈ સાપટા ગ્રામ પંચાયતના સભ્યો તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગામના આગેવાન સુરેશભાઈ મોકાશી, નરેશભાઈ સાપટા, ગ્રામ પંચાયતના સભ્યો તથા RAINBOW WARRIOR’S DHARAMPUR કો. ઓ શંકરભાઈ પટેલે કર્યું હતું.