1. News
  2. કપરાડા
  3. કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?

કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?

Share

Share This Post

or copy the link

(અક્ષય નો ફાઈલ ફોટો)

વલસાડના વહીવટી તંત્ર સામે માનવતા અંગે પ્રશ્નચિહ્ન ઉભો થયો છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામમાં હૃદયદ્રાવક ઘટના સર્જાઈ છે. ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષનો અક્ષયભાઈ ધર્મેશભાઈ નાયક અચાનક બિમાર પડતાં વહેલી સવારે તેને પહેલા નાનાપોઢા નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ડૉક્ટરોએ સવારે 6 વાગ્યે મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાના બાદ સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. બાળકના મૃત્યુ બાદ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી ન કરતાં 12 કલાક સુધી પરિવાર રઝળતો રહ્યો.

પિતા અને પરિવારજનોના આક્ષેપો

પિતા ધર્મેશભાઈએ આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે, “મારું બાળક મારી આંખ સામે ગુમાયું, અમે તાત્કાલિક ફરિયાદ કરવા સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પર ગયા, પણ ત્યાંથી જણાવાયું કે ઘટના ધોધડકુવા ગામ છે એટલે નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ લેવી પડશે.”

ફરિયાદ માટે નાનાપોઢા પહોંચેલા પિતા ધર્મેશભાઈને ત્યાં પણ બપોર સુધી કાર્યવાહી માટે રાહ જોવી પડી. આખરે બપોરે 2.30 વાગ્યે નાનાપોઢા પોલીસ સ્ટેશનના જમાદાર શાંતિલાલ વલસાડ પહોંચી પીએમની કામગીરી શરૂ કરી.

સવાલો ઊભા થયા: મરી રહેલી વ્યવસ્થા કે લાગણીશૂન્ય તંત્ર?

મોત સિવિલ હોસ્પિટલમાં થયું હોવા છતાં, ફરિયાદ કપરાડાના નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં જ જરૂરી ગણાતી હોવાનું કહેવાયું. પરંતુ આ દરમિયાન બાળકના મૃતદેહ સાથે પરિવાર આખા 12 કલાક સુધી મરણ જેવી સ્થિતિમાં ઊભા રહ્યા.
સવાલ એ છે કે:

જયારે બાળકનું મૃત્યુ વલસાડ સિવિલમાં થયું હોય, ત્યાં પોલીસ શું તત્કાલ ફરિયાદ ન લઈ શકતી?

શું કાયદાના નામે માનવતા મરી પરવારી
જમાદારનો જવાબ – નિયમ મુજબ કામગીરી

જમાદાર શાંતિલાલે જણાવ્યું હતું કે, “હવે નિયમ પ્રમાણે મૃત્યુ જ્યાં થયું હોય તે વિસ્તારમાંથી ફરિયાદ લેવી પડે છે. અમે કાર્યવાહીમાં વિલંબ નથી કર્યો, પણ પ્રક્રિયાઓ હતી.”

પરંતુ સ્થાનિક ગ્રામજનો અને સમાજસેવી યુવાનોનો આક્ષેપ છે કે તંત્રની આ પ્રક્રિયાની મધ્યે એક પિતા અને બાળકના મૃત્યુનો અગ્નિ પરીક્ષા થયો છે.

અંતિમવિધિ સમયે ગામમાં શોક..

જ્યારે સાંજના લગભગ 6 વાગ્યે પીએમ પછી બાળકનો મૃતદેહ 8.25 સાંજે ઘેર લવાયો, ત્યારે સમગ્ર ધોધડકુવા ગામ શોકમય બની ગયું. ગામના વડીલો અને ગ્રામજનો અને સગા સંબંઘીઓ ઉમટી પડ્યા. આખું ગામ એક બાળકના મોત વિદાયથી વ્યથિત થયું હતું.

જિલ્લા તંત્ર સામે નારાજગી, તપાસની માંગ

ઘટનાને લઈ હવે જિલ્લા તંત્ર સામે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે અને કપરાડા, નાનાપોઢા અને વલસાડ તંત્રની સંકલનહીનતાને લઇને ગંભીર તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો

આ દુઃખદ ઘટનામાં, સુખાલા પ્રાથમિક શાળાના 13 વર્ષીય અક્ષયભાઇનું નિધન માત્ર એક વ્યક્તિ ની દુઃખદ ઘટના નથી, પરંતુ સમાજ અને શિક્ષકના અભાવ ને પણ પ્રગટ કરે છે. સ્કુલમાં અભ્યાસ કરતું બાળક બીમાર પડતાં, પરિવાર ઉપર અણધાર્યા આવી પડેલી વિપત્તિ પરિવાર ની મદદ માટે કોઈ પણ શિક્ષક આગળ આવ્યો નહીં, જે શિક્ષણ જગત નાં સંસ્કારો અને માનવતાનો અભાવને દર્શાવે છે. શિક્ષકોને માત્ર શિક્ષણ સુધી સીમિત રાખવું એ આપત્તિપૂર્ણ છે, કારણ કે તેઓ સમાજને માર્ગદર્શન પુરૂ પાડે છે. અને દયા ના અભાવ માટે જવાબદાર છે. જ્યારે બાળકોની આરોગ્ય અને સુખ-શાંતિ માટે શિક્ષકોનો સહયોગ મળવો જોઈએ, ત્યારે એ સમય આવી ગયો છે કે શિક્ષક માત્ર પાઠ્ય પુસ્તકના ગુરુ ન બનીને, સમાજ માટે સકારાત્મક મૂલ્યો અને મદદના દૃષ્ટિકોણમાંથી આગળ આવે. આ રીતે, એક સાચો શિક્ષક તેમના વિદ્યા સાથે માનવતા અને સંસ્કારનો પણ પ્રચાર કરે.

બાળકના મોત પર વહીવટી તંત્રની બેદરકારી : માનવતા સામે સવાલ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામમાં 13 વર્ષીય વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થયું. ધોરણ 8માં ભણતો આ નાબાલગ બાળક વહેલી સવારે અચાનક બીમાર પડ્યા બાદ મૃત્યુ પામ્યો હતો. બાળકનું મૃત્યુ કુદરતી હતું કે અન્ય કોઈ કારણસર, તે પછીની તપાસનો વિષય છે. પરંતુ પ્રશ્ન એ છે કે, વલસાડ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ 12 કલાક સુધી રઝળતો રહ્યો – એ એક કલંકજનક તથ્ય છે.

આ ઘટના વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની લાપરવાહી તથા અસંવેદનશીલતા દર્શાવે છે. જ્યારે કોઈ બાળકનું મૃત્યુ થાય, ત્યારે સંબંધિત તંત્રોએ તત્કાલ રીતે કાર્યવાહી કરવી જોઈએ. બાળકના માતા-પિતાની હચમચી ગયેલી સ્થિતિમાં તેમને સહારો આપવો, યોગ્ય માર્ગદર્શન આપવું અને પીએમ (પોસ્ટમોર્ટમ) જેવી પ્રક્રિયા તાત્કાલિક કરવી – એ તેમના અધિકાર છે. 12 કલાક સુધી પીએમ ન થવું એ ગંભીર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે.

બાળકનું મૃત્યુ કુદરતી છે કે નહિ એ નક્કી કરવાનો સમય પછીનો છે. પ્રથમ કદમ રૂપે તંત્રની ફરજ બને છે કે આવા સમયે માનવતા દર્શાવે, સહાનુભૂતિ રાખે અને વહેલી તકે નિર્દોષ આત્માને અંતિમ સંસ્કાર માટે પરત આપે.

આ ઘટનામાં વહીવટ તંત્ર અને હોસ્પિટલ તંત્ર બંને માનવતા અને જવાબદારીની કસોટી પર નિષ્ફળ ગયા છે. આવી ઘટનાઓ પુનઃ ન બને તે માટે તંત્રએ કડક પગલા લેવા જોઈએ અને પ્રત્યેક જીવને મહત્વ આપવાની પ્રવૃત્તિ વિકસાવવી જોઈએ.

કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?
Comment

Your email address will not be published. Required fields are marked *