1. News
  2. News
  3. કપરાડામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે સંપન્ન, 104માંથી 10 કૃતિઓ જિલ્લા કક્ષાએ પસંદ

કપરાડામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે સંપન્ન, 104માંથી 10 કૃતિઓ જિલ્લા કક્ષાએ પસંદ

Share

Share This Post

or copy the link

કપરાડા તાલુકામાં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન–વલસાડ તથા અનુદાનિત જી.પં. શિક્ષણ સમિતિ–વલસાડના સંકલિત આયોજનથી તાલુકા પંચાયત શિક્ષણ શાખા–કપરાડા અને બી.આર.સી. ભવન–કપરાડા દ્વારા તાલુકા કક્ષાનું બાળકો માટેનું વૈજ્ઞાનિક પ્રદર્શન–2025 માંડવા ગામની પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ ખાતે ભવ્ય રીતે યોજાયું હતું.

આ પ્રદર્શનમાં કુલ 104 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી નિર્ણાયક મંડળ દ્વારા 10 ઉત્તમ કૃતિઓની જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ માટે પસંદગી કરવામાં આવી.

સમાપન સમારંભમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ–વલસાડના અધ્યક્ષ અજીતસિંહ એ. ઠાકોર અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના આત્મનિર્ભર ભારત ના વિઝનને સ્પર્શતા જણાવ્યું કે દેશને વિકાસશીલથી વિકસિત તરફ લઈ જવા માટે શિક્ષણક્ષેત્ર સૌથી મોટું યોગદાન આપી રહ્યું છે. તેમણે કપરાડા તાલુકાની શિક્ષણ પ્રવૃત્તિઓને વખાણી જણાવ્યું કે અહીંના શિક્ષકો સતત નવીનતા અને પ્રગતિશીલતા તરફ કાર્યરત છે. સાથે જ શિક્ષકોની કોઈપણ સમસ્યાઓમાં સંઘ હંમેશા મદદરૂપ રહેશે તેવું આશ્વાસન પણ આપ્યું.

કાર્યક્રમ દરમિયાન નિર્ણાયક ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પસંદગી પામેલ 10 કૃતિોને રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે સન્માન પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક પ્રદર્શન જેવી પ્રવૃતિઓ બાળકોમાં સર્જનાત્મકતા, નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવે છે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમને સર્વત્ર પ્રશંસા મળી હતી.

આભાર વિધી બી.આર.સી., કપરાડાના સંજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વાપી હરીશભાઈ પટેલ (હરિશ આર્ટ) ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો પ્રકાશ ભાઈ નિકુલીયા, કેશવભાઇ રોહિત,રામુભાઇ પટેલ, બાબુભાઇ ચૌધરી, બી.આર.સી.–સી.આર.સી.ના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજરી રહી હતી.

કપરાડામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે સંપન્ન, 104માંથી 10 કૃતિઓ જિલ્લા કક્ષાએ પસંદ
Comment

Your email address will not be published. Required fields are marked *