
ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત માં ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નવી સરકારી કોલેજો અને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા માટે વહીવટી મંજુરી આપી છે,
આ નવી કોલેજની શરૂઆત માટે વિશેષ કામગીરી અને પ્રયત્નો કરનાર વ્યક્તિ એટલે કે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી છે. તેમણે રાજ્ય સરકાર સામે સતત રજૂઆત કરી હતી અને કપરાડા જેવા શિક્ષણથી વંચિત વિસ્તાર માટે વિશિષ્ટ સાયન્સ કોલેજ સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમની કાર્યકુશળતા અને અવિરત પ્રયત્નોને કારણે આ પહેલે હકીકતનો સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે ભાજપમાં જોડાવાની શરતે કપરાડા તાલુકામાં સાયન્સ કોલેજ સ્થાપાવવાની માગણી કરી હતી, જેને હવે આજના દિવસે પૂર્ણતા મળી છે.
આદિજાતિ વિસ્તારના કપરાડા (વલસાડ) ખાતે નવી સરકારી સાયન્સ કોલેજ માટે મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજની મંજૂરી મળતા આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ અને શિક્ષણની તક પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ નવી કોલેજને આ સત્ર થી હાલમાં વિનય અને વાણિજ્ય કોલેજ કપરાડા માં ચાલુ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરવાનું દિશાવંત મજબૂતી દઈ શકે છે.
આ સરકારી સાયન્સ કોલેજની મંજૂરી માટે કપરાડા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીનો મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યો છે. તેમની ગુજરાત સરકારમાં રજુઆત અને કાર્યકુશળતા માટે આ પ્રસ્તાવને અમલમાં લાવવામાં સહાય મળી. “અંતે આ કોલેજને માન્યતા મળવાથી, આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ને મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે.”
ઉલ્લેખનીય છેકે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટેની શરત મૂકી હતી, જેમાં કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓ માટે સાયન્સ કોલેજની સ્થાપના કરવાની માગ કરી હતી. આજે પરિપૂર્ણ થઈ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર અને વિકાસ ના કામો કરી રહી છે.આજ રોજ આ નવી સાયન્સ કોલેજના આયોજનને પરવાનગી અપાઈ છે. આ રીતે, વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજમાં અભ્યાસમાં નવી તક પ્રાપ્ત થશે, અને કપરાડા જેવા આદિજાતિ વિસ્તારમાં ગુણવત્તાવાળા શિક્ષણ માટેની પ્રેરણા વધશે.
આ કોલેજની મંજુરીથી સ્થાનિક જનતા તેમજ વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ ફેલાયો છે. તે શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન માટે એક વ્યાવસાયિક માળખું પ્રદાન કરશે.