
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા નિર્મિત રૂપિયા 784.67 ( લાખના ખર્ચ )66 કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા.


આ અવસરે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોનો ઝડપી વિકાસ થયો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં માર્ગો, શિક્ષણ, સિંચાઈ અને વીજળી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નોંધપાત્ર કામ થયું છે. તેમણે ઉમેર્યું કે, નવા સબસ્ટેશનની સ્થાપનાથી ખેડૂતો અને ઉદ્યોગોને વધુ અને ગુણવત્તાસભર વીજળી મળશે, રોજગારીની તકો વધશે અને સમગ્ર વિસ્તારનો વિકાસ વધુ વેગમાં થશે. સ્માર્ટ મીટર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આગામી સમયમાં વીજ બિલની પારદર્શકતા અને ચોકસાઈમાં વધારો થશે, જેથી વપરાશકર્તાઓને અનેક લાભ મળશે.
કાર્યક્રમ દરમિયાન મંત્રી દેસાઈએ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના પ્રયાસોની સરાહના કરી. તેમણે જાહેરાત કરી કે અંભેટી આશ્રમ થી મોટાપોઢા બ્રીજ માટે 2.50 કરોડ અને ગોયમા અંભેટી બ્રીજ માટે 15 કરોડની મંજૂરી મળી ગઈ છે.

સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર સક્રિય રીતે છેવાડાના લોકોના જીવનમાનમાં સુધારો લાવવા માટે વિવિધ વિકાસાત્મક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેમણે જણાવ્યું કે, ઉંમરગામથી અંબાજી સુધી ગુજરાતમાં અનેક સબસ્ટેશન ઉભાં કરવામાં આવ્યા છે. જે સ્થળોએ દસકાઓ સુધી વીજળીનું અસ્તિત્વ નહોતું, ત્યાં આજે વીજળી પહોંચાડી છે. ધવલભાઈ પટેલે વિકસિત ભારતના સપનામાં વલસાડ અને કપરાડાના વિકાસ માટે તમામ તંત્ર સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, હાલમાં કપરાડા તાલુકામાં કુલ 8 સબસ્ટેશનો કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 4 સબસ્ટેશનો માટે કામગીરી ચાલે છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, 2001માં નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી દરમિયાન ડાંગ જ્યોતિ ગ્રામ યોજના હેઠળ 24 કલાક સતત વીજળી આપવા અભૂતપૂર્વ પ્રયાસ શરૂ થયો હતો, જેના પરિણામે આજે ગુજરાતના દરેક ખૂણામાં સતત વીજળી મળી રહી છે. ખેડૂત પરિવારો માટે ખાસ કરીને પીએમ સૂર્યદોય યોજના અંતર્ગત દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થઈ રહી છે, જેનાથી ખેતીની કામગીરીમાં સરળતા આવી છે. તેમણે જણાવ્યું કે, કપરાડામાં નાનાપોઢા, કપરાડા અને સુથારપાડામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ કાર્યરત છે, જે લોકોની વીજળી સંબંધિત મુશ્કેલીઓને ઝડપી ઉકેલી રહી છે. નવા સબસ્ટેશન થકી ગ્રામ્ય વિસ્તારોમાં નોનસ્ટોપ વીજ પુરવઠો સક્ષમ બનશે અને વિકાસ થશે

લોકાર્પણ સમારોહમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ,વડોદરાના મુખ્ય ઇજનેર કે.બી.
રાઠોડ, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર પી.એન.
પટેલ, કાર્યપાલક ઇજનેર જે.એલ. ચૌધરી, કપરાડાના મામલતદાર અંબેલાલ ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ ગાવિત, જિલ્લા પંચાયત સદસ્ય કેતનભાઈ પટેલ,કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા,ગામના અગ્રણી ભાણભાઈ પટેલ અન્ય અધિકારીઓ અને અંભેટીના સરપંચ યોગેશભાઇ પટેલ અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સબસ્ટેશનની સ્થાપનાથી અંભેટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે. ખેતી, નાના ઉદ્યોગો અને દૈનિક જીવનમાં વીજળીના વિક્ષેપ વિના સેવાઓ ઉપલબ્ધ થવાથી સ્થાનિક લોકોના જીવનસ્તર ઉપર સકારાત્મક અસર પડશે. સમગ્ર વિસ્તારોમાં વીજળીના ઝડપી વિકાસને કારણે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે પણ સુધારાને વેગ મળશે.
- સબસ્ટેશન ખાતે સ્થાપિત નવા ફીડરોની સંખ્યા ૫ (પાંચ) તથા
- > ૧૧ કે.વી. નવોદય જે.જી.વાય. લિકલાઇન (જે.જી.વાય.)
- > ૧૧ કે.વી. રાઇવાડી જે.જી.વાય. લિંકલાઇન (જે.જી.વાય.)
- ૧૧ કે.વી. સાદડવેરી એ.જી. લિક લાઇન (એ.જી.)
- > ન્યુ ફીડર ૧૧ કે.વી. ન્યુ પાવરગ્રીડ (ઇન્ડસ્ટ્રીયલ)
- > ૧૧ કે.વી. સાઇમંદિર એ.જી. (એ.જી.)
- લાભાર્થી ગામો: અંભેટી, સુખાલા, ધોધડકુવા, કાકડકોપર વિગેરે.
- નવા સ્થાપિત સબસ્ટેશનથી હયાત વીજગ્રાહકોને થનાર લાભા-લાભોની અંદાજીત સંખ્યા: ૩૪૪
-
નવા સ્થાપિત સબસ્ટેશનથી થનાર વિશેષ લાભો:
- સંબધીત વિસ્તારોને પૂરતા દબાણથી વીજળી મળી શકશે.
- ફીડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે.
- ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વીજળી આપી શકાશે.
- આ વિસ્તારમાં નવા વીજ જોડાણ આપી શકાશે.
- આ સબસ્ટેશનની આજુબાજુના ૮ કિ.મી. વિસ્તારમાં આવેલા ૪ ગામોનાં ખેતીવાડી, રહે
- ઔધોગીક એવા અંદાજે ૩૪૪૫ વીજગ્રાહકોને એટલે કે ૧૩,૭૮૦ થી વધુ લોકોને સતત
સભર વીજળી પૂરી પાડી શકાશે.