1. News
  2. વલસાડ
  3. કપરાડા તાલુકામાં તમામ સરકારી પ્રાથમિક શાળામાં ધો.1 અને ધો-2નાં શિક્ષકોની તાલીમ યોજાઈ.

કપરાડા તાલુકામાં તમામ સરકારી પ્રાથમિક શાળામાં ધો.1 અને ધો-2નાં શિક્ષકોની તાલીમ યોજાઈ.

Share

Share This Post

or copy the link

કપરાડા તાલુકામાં ધો- 1 અને 2 માટે નવીન અધ્યયન અધ્યાપન સામગ્રી – અન્ય શૈક્ષણિક સામગ્રીનાં ઉપયોગ અંગેની માર્ગદર્શન માટેની તાલીમ યોજવામાં આવી.

જેમાં કપરાડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં ધો-1 અને 2. ભણાવતાં શિક્ષકો જોડાયા હતા.
એન.સી.એફ, એસસીએફ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ધો- 1 અને 2 માટેનું વિવિધ પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય સમગ્ર શિક્ષા, ગાંધીનગર મારફતે શાળાઓને મળેલું હતું. જેમાં સામગ્રીનો ઉપયોગ ઘો,1 અને 2 ની અધ્યયન પ્રક્રિયા, પેડાગોજી અને વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં અસરકારકતા જેવી બાબતો અંગે સમગ્ર શિક્ષા વલસાડનાં માર્ગદર્શન હેઠળ કપરાડ તાલુકામાં કપરાડા ખાતે ચાર વગોં, સુથારપાડા, દિક્ષલ,પાનસ અને મોટાપોઢા કરસન ફળિયા પ્રા. શાળામાં અનુક્રમે એક એક વર્ગ એમ કુલ 8 વર્ગોમાં ધોરણ 1,2ભણાવતા શિક્ષકો અને તમામ સીઆરસી કોર્ડીંનેટરએ તાલીમ લીધી હતી. સમગ્ર તાલીમનું સંચાલન કપરાડા BRC co.શ્રી સંજયભાઈ મકવાણાએ કર્યું હતું.

Ad.

કપરાડા તાલુકામાં તમામ સરકારી પ્રાથમિક શાળામાં ધો.1 અને ધો-2નાં શિક્ષકોની તાલીમ યોજાઈ.
Comment

Your email address will not be published. Required fields are marked *