
લોકસભાની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રથમ પાંચ વિધાનસભામાં આવેલી વિવિધ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોમાં જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યા બાદ ફરીથી દરેક વિધાનસભામાં દરેક ગામના સરપંચોને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી કપરાડા વિધાનસભામાં આવતા વિવિધ ગામોમાં સરપંચો સાથે જન સંપર્ક કાર્યક્રમનું આયોજન ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું.


જે અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ની સાથે સવારે 9 વાગ્યાથી ચિવલ, પાટી ,અરનાલા, ધગડમાળ દેહલી ,લખમાંપોર, નેવરી, પંચલાઈ, નિમખલ, આસમા વરઈ સોનવાડા રાબડી સામરપાડા ગોઇમાં, બરઈ, રોહિણા, તરમલિયા ખેરલાવ અને અંબાચ ખાતે જનસંપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોનું સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે.


સાંસદના ઉમેદવાર ધવલ પટેલે જણાવ્યું કે નરેન્દ્ર ભાઈ મોદીને સામાન્યમાં સામાન્ય જનતાને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓનું નિર્માણ કર્યું છે અને આ યોજનાનો લાભ આજે તમામ લોકોને મળી રહ્યો છે ત્યારે આવનારી ચૂંટણીમાં લોકોએ નરેન્દ્રભાઈ મોદીને વોટ કરવાના છે તેમણે કહ્યું કે અનેક પાર્ટીના લોકો એવા છે કે જે લોકોને ખોટી ખોટી વાતો કરી નહીં ગુમરાહ કરી રહ્યા છે ત્યારે આવા લોકોથી ચેતી ને રહેવું આજે વહેલી સવારથી જ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં આવતા વિવિધ ગામોમાં સાંસદના ઉમેદવાર તેમજ ધારાસભ્યના નેતૃત્વમાં વિવિધ ગામોમાં સરપંચો ના નિવાસ્થાને જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો