1. News
  2. valsad
  3. કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯.૦૦ લાખના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯.૦૦ લાખના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું

featured
Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લા કપરાડા વિધાનસભા વિસ્તાર ના વાપીના કોપરલી, કવાલ, દેગામ, મોટીતંબાડી,ચીભડકચ્છ,લવાછા,નાનીતંબાડીનામુખ્યત્વે ઉપયોગી રોડનું પૂર્વ મંત્રી – ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી હસ્તે ખાત્ મૂર્હ્ત કરવામાં આવ્યું છે.

જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે રોડના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનશે, ગ્રામજનો માટે આરોગ્ય, શિક્ષણ અને રોજગાર માટેની સુવિધાઓમાં વધારો થશે. સ્થાનિક ઉદ્યોગો વેપારીઓ માટે માર્ગ સુવિધાઓનો લાભ મળશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોપરલી વચલા ફળિયા પંડોર કોપરલી રોડ ૧.૯૦કિ.મી.૨.૭૦ રેસફસિંગ કોપરલી આહિર ફળિય રોડ કિમી ૦.૭૦ રૂપિયા ૨૮ લાખ, રેસફસિંગ કોપરલી ઓફ કોપરલી ઝરકા ફળિય થી વકાછ ધડિયાવાડ રોડ ૨કિમી ૭૦ લાખ રેસફસિંગ કોપરલી ઝરકા ફળિયા (પારસી ફળિયાથી ધોડિયાવાડ) રોડ૧ કિમી ૪૫ લાખ કુલ ૪૧૩.૦૦ લાખ કવાલ વાપી નાનાપોંઢા મેઇન રોડ પર વાયડનીંગ એન્ડ સ્ટેન્ધનિંગ કવાલ એપ્રોચ રોડ ૨.૩૦ કિમી ૩૬૦લાખ, દેગામ કણબી વાડ રેસફસિંગ દેગામ રેડ ફળિયા રોડ ૧.૧૦ કિમી ૪૨ લાખ દેગામ ઝરપણીય ફળિય રોડ ૧.૨૦કિમી ૪૫ લાખ ,રેસફસિંગ મોટી તંબાડી પટેલ ફળિયા રોડ ૦.૫૦ કિમી ૨૦ લાખ, રેસફસિંગ મોટી તંબાડી કોળીવાડ ફળિયા રોડ મોટી તંબાડી ચમાર ફળિયા રોડ ૦.૫૫ કિમી ૨૦ લાખ, ચીભડકચ્છ રેસફસિંગ હટવાડા ફળિયથી ભરવાડ ફળિયા રોડ ૧.૫૦ કિમી ૭૦ લાખ,લવાછા પિપરીયા મેઇન રોડથી અંબિકા પાર્ક થઈ રામેશ્વર મંદિરને જોડો રસ્તો ૧.૫૦ કિમી ૧૫૦ લાખ હરિયાણા હોટલ કરમખલ મેડી ફળિયા રોડ ૧કિમી ૨૮ લાખ, નાની તંબાડી મોટી તંબાડી મેઇન રેસફસિંગ નાની તંબાડી ઝાડી ફળિયા રોડ ૧.૬૦ કિમિ ૬૪ લાખ,
નાની તંબાડી કોલીવાડથી તાડ ફળિયા રોડ૧.૧૦કીમી ૪૫ લાખ, રોડ પરરસફર્મિંગ ઓફ નાની તંબાડી ભાતડા ફળિય રોડ ૧. ૮૫ કિમી ૭૦લાખ એકંદરે કુલ ૨૦.૯૫ કિમી ૧૩૮૯.૦૦ લાખ રૂપિયાના ખર્ચે થનાર રોડથી લોકોની સુવિધાઓ મળશે.

રોડનું ખાતમુહૂર્તમાં અલ્પેશભાઈ પટેલ મહામંત્રી વાપી તાલુકા ભાજપ , સુરેશભાઈ બી. પટેલ પ્રમુખ વાપી તાલુકા ભાજપ, જયેશભાઈ પટેલ મહામંત્રી વાપી વલસાડ જિલ્લા કારોબારી અઘ્યક્ષ મિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત વાપી પ્રમુખ મનોજભાઈ પટેલ તાલુકા ભાજપ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯.૦૦ લાખના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું
Comment

Your email address will not be published. Required fields are marked *