વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો .
ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં માં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપ ના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું .આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, ધારાસભ્યો જીતુભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર, સાંસદ કે.સી.પટેલ અગ્રણીઓની સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે 2019 માં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર સાડા ત્રણ લાખ મતોની લીડ થી વિજય થયા હતા .
જોકે આ વખતે ભાજપે આ બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડ થી જીતવાનું લક્ષ રાખી અને તે મુજબ પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સીઆર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારોને સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી. અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો.