1. News
  2. धर्मदर्शन
  3. કેનેડાના બેરી શહેરમાં સત્યનારાયણ મહાપૂજા યોજાઈ: – “સત્યનારાયણ પૂજા સનાતન ધર્મની બુનિયાદ છે” પ્રફુલભાઈ શુક્લ

કેનેડાના બેરી શહેરમાં સત્યનારાયણ મહાપૂજા યોજાઈ: – “સત્યનારાયણ પૂજા સનાતન ધર્મની બુનિયાદ છે” પ્રફુલભાઈ શુક્લ

Share

Share This Post

or copy the link

કેનેડા દેશના બેરી (Barrie) શહેરમાં વલ્લભનગર સમૂહ ખેતીના જયસુખભાઈ પરસાણાના નિવાસે આ ધાર્મિક પ્રસંગ આયોજિત થયો હતો, જેમાં ભાવેશભાઈ જોશી (અમદાવાદ) ના આચાર્યપદે શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી.

સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું સુંદર ઉદાહરણ આપતો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પૂજામાં બીજેશભાઈ અને તેમના પત્ની સ્મિતાબેન પરસાણાએ પૂજન-અર્ચન કર્યું હતું. સમગ્ર કુટુંબની સામૂહિક ઉપસ્થિતિ અને શ્રદ્ધા સાથે યોજાયેલી આ મહાપૂજામાં શીતલ કૃષ્ણ શુક્લ, રસીલાબેન, ખુશીબેન અને રૂચીબેનએ પણ સહભાગી બની ભગવાન સત્યનારાયણના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે ઉપસ્થિત રહેલા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે પોતાના ભાવવિભોર વક્તવ્યમાં જણાવ્યું હતું કે “સત્યનારાયણની કથા સનાતન ધર્મની મૂળભૂત તત્વ છે. સત્યનારાયણ ભગવાન એટલે સત્યનું પ્રતિક છે. આજના યુગમાં જ્યારે સત્ય ઓગળી રહ્યું છે ત્યારે આ કથા મનુષ્યને આધ્યાત્મિક માર્ગે લાવતી છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતો હિન્દુ હોય, એ માટે સત્યનારાયણ પૂજા શ્રદ્ધા અને મનોકામના પૂર્ણ થવાની કાંઈક વિશિષ્ટ રીત છે. આ પૂજાનું મહત્વ માત્ર વૈવિધ્યપૂર્ણ વિધિ સુધી મર્યાદિત નથી, પણ એ જીવનમાં સદાચાર, સહાનુભૂતિ અને ભક્તિની ભાવનાને પોસી છે.”

આ શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ભક્તિસંગીત, કથા અને આરતી દ્વારા સમગ્ર પરિસર ધર્મમય બની ગયો હતો. ઉપસ્થિત ભક્તોએ પૂજાના અંતે પ્રસાદની વ્યવસ્થા કરી શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં યજમાન પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

પ્રસંગના અંતે સૌએ એકસુરે ઉચ્ચાર્યું –

“સત્યનારાયણ ભગવાનની જય !”

આ રીતે કેનેડાના માટી પર પણ ભારતની સંસ્કૃતિની સુગંધ અને સનાતન ધર્મનો ઝંકાર અનુભવાઈ રહ્યો છે.

કેનેડાના બેરી શહેરમાં સત્યનારાયણ મહાપૂજા યોજાઈ: – “સત્યનારાયણ પૂજા સનાતન ધર્મની બુનિયાદ છે” પ્રફુલભાઈ શુક્લ
Comment

Your email address will not be published. Required fields are marked *