
ખેરગામ ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લના નિવાસસ્થાન ‘જગદંબા ધામ’ પર દક્ષિણ ગુજરાત શિહોર સંપ્રદાય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે શીતલ કૃષ્ણ શુક્લ (કેનેડા)ના સીમંત પ્રસંગે વિશાળ ધર્મિક અને સામાજિક મેળાવડો સર્જાયો હતો. સમારોહની અધ્યક્ષતા વિશ્વવિખ્યાત કથાકાર પ.પૂ. શરદભાઈ વ્યાસે કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન અને આયોજન શુક્લ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત, નવસારી, બિલીમોરા, વાંસદા, ધરમપુર, વાપી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતથી પ્રમુખ નાનુભાઈ જોશી, રસિકભાઈ જાની, જયસુખભાઈ જોશી, સુરેશભાઈ મેહતા, કે.સી. દવે, કથાકાર દેવુભાઈ જોશી, કથાકાર મેહુલભાઈ જાની, ભાસ્કરભાઈ દવે, આશિષભાઈ વ્યાસ, અનંતરાય જાની, નિલેશભાઈ વાળંગર, દિનેશભાઈ જાની, અનિલભાઈ જાની, મહેશભાઈ જાની, મહેશભાઈ બાબુલાલ દવે, હરેશ જાની, ગુણવંત વિપ્ર, નરેશભાઈ રામાનંદી, રામશંકર દવે, ડો. ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈ, ભીખાભાઈ જોશી, મુકેશભાઈ જાની, કીર્તિભાઈ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્તરે ખંડુભાઈ જોશી, પંકજભાઈ જોશી, યોગેશભાઈ જોશી, હિતેશભાઈ જોશી, અંકુરભાઈ શુક્લ, અનિલભાઈ જોશી, દર્શનભાઈ જોશી, ઋષિકુમાર જોશી અને કુશ જોશી સહિતના યુવાનો દ્વારા મેહમાનોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય શરદ દાદા તથા પરિવારના વડીલ ઈશ્વરદાદાએ આશીર્વાદ વચન આપીને સમાજને એકતા, ભક્તિ અને સંસ્કારના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના સફળ સંચાલન માટે મયુર દવે, ચેતન જાની, બિપીનભાઈ રાજ્યગુરુ, બિપીનભાઈ પટેલ અને પ્રતીક પટેલે સુવ્યવસ્થા સંભાળી હતી. આભારવિધિ વેદાંત શુક્લે કરી હતી, જ્યારે જાનકીબેન દવે, બંસરીબેન જાની અને આસ્થા દવે સહિત બહેનો દ્વારા ઉપસ્થિત સ્ત્રીશક્તિનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે “નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ” ના ગુંજારવ સાથે ધર્મમય વાતાવરણ સર્જાયું હતું. બાદમાં સૌ ભૂદેવો અને ઉપસ્થિત મહેમાનોને બ્રહ્મભોજનનો લાભ અપાવવામાં આવ્યો હતો.
આ રીતે ખેરગામમાં યોજાયેલો બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારોહ ભક્તિ, સ્નેહ અને એકતાની ભાવનાથી ભરપૂર બની સૌ માટે સ્મરણિય બની રહ્યો.