
- શિક્ષક સંઘની કારોબારીમાં HTAT મુખ્ય શિક્ષકો માટેના નિયમોને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
- ગુરુપૂર્ણિમાનાં દિવસે HTAT ઉમેદવારોને મોટી ભેટ આપશે. એટલે કે ૨૧ જુલાઈએ નિયમોની જાહેરાત થઈ શકે છે.
- શિક્ષકોની જૂની પેન્શન યોજના’નો સંપૂર્ણ અમલ કરવાની માંગ, HTAT નિયમો માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મુજબ દરખાસ્ત પસાર કરવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી
આજે શિક્ષક સંઘની કારોબારીની મહત્વની બેઠક મળી
હતી. શિક્ષણ મંત્રીની હાજરીમાં મળેલી આ બેઠકમાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમો અને ટ્રાન્સફર કેમ્પની સ્થાપના અંગેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગુરુપૂર્ણિમાનાં દિવસે HTAT ઉમેદવારોને મોટી
ભેટ આપશે. એટલે કે ૨૧ જુલાઈએ નિયમોની જાહેરાત થઈ શકે છે.
શિક્ષક સંઘની કારોબારીમાં HTAT મુખ્ય શિક્ષકો
માટેના નિયમોને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગુરુપૂર્ણિના એટલે કે ૨૧મી જુલાઈએ HTAT ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૨૧ જુલાઈએ, HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો
૧૨ વર્ષ પછી HTAT ના તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે. તમને જણાવી દઈએ કે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના’નો સંપૂર્ણ અમલ કરવાની માંગ, HTAT નિયમો માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મુજબ દરખાસ્ત
પસાર કરવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં
આવી હતી.કારોબારીની બેઠકમાં ૨૦૦૫ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના’માં સમાવવા, જૂના શિક્ષકોની ભરતી અને બદલીનો લાભ આપવા, પ્રસૂતિ રજાની ગણતરી સતત કરવા, શારીરિક શિક્ષણ શિક્ષકોને સમાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. ૬ થી ૮ સુધીનો સમાવેશ, પ્રાથમિક શાળાઓમાં PE, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષ-
કોની ભરતી તેમજ CRC/BRC ના પરિવહન ભથ્થામાં
વધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Ad







