
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન-૨૦૨૪ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં બાલવાટિકામાં કુલ-૫૦૯૭, ધોરણ-૧ માં કુલ-૧૫૨, ધોરણ-૯ માં કુલ-૫૦૨૬ અને ધોરણ-૧૧ માં કુલ-૪૦૯૩ મળી જિલ્લાના કુલ ૧૪,૩૬૭ ભુલકાઓ, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
અહીં જિલ્લા પંચાયત હસ્તકની કુલ ૩૭૭ પ્રાથમિક શાળાઓમાં કુલ ૪૧ હજાર ૬૩૧ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમને ૧ હજાર ૫૩૭ શિક્ષકો અક્ષરજ્ઞાન આપી રહ્યા છે. ડાંગ જિલ્લાની કુલ ૧૧૦ પ્રાથમિક શાળાઓને ‘સ્કૂલ ઓફ એક્સિલન્સ’ હેઠળ તૈયાર કરવામાં આવી છે.
જિલ્લાની શાળાઓનો ગુણોત્સવ-૨.૦ ના પરિણામમાં પણ સારો દેખાવ જોવા મળ્યો છે. વર્ષ-૨૦૨૨-૨૩ માં A+ Grade માં ૧ શાળા, A Grade માં ૨૦, B Grade માં ૩૨૩, C Grade માં ૩૪, અને D Grade માં શૂન્ય પ્રાથમિક શાળાઓ રહેવા પામી હતી. જે ડાંગ જિલ્લાની શાળાઓમાં આવેલો ગુણાત્મક સુધારો સૂચવે છે.
ડાંગ જિલ્લામાં સરકારશ્રી દ્વારા કે.જી.બી.વી. (કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય) માં ૩ તાલુકાઓમાં ડ્રોપ આઉટ, સિંગલ પેરેન્ટ, અને અનાથ મળી ધો.૬ થી ૧૨ માં કુલ ૪૦૦ બાળાઓ નિવાસી રહી અભ્યાસ કરી રહી છે.
તો જિલ્લા પંચાયત સંચાલિત ૧૧ કુમાર છાત્રાલયોમાં કુલ ૬૯૦ કુમારો, અને ૩ કન્યા છાત્રાલયોમાં કુલ ૧પ૦ કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
વર્ષ-૨૦૨૪-૨૫ માં ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ આંતર્ગત જે ગામનો સ્ત્રી સાક્ષરતા દર ૫૦ % કરતાં નીચો હોય તેવા ગામની શાળાઓમાં છેલ્લા ૪ વર્ષમાં ધોરણ ૧ માં દાખલ થયેલ કુલ ૧૨૪૮ દીકરીઓને રૂ.૨૦૦૦/- લેખે કુલ રૂપિયા- ૨૪ લાખ ૯૬ હજારના વિદ્યાલક્ષ્મી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. જે દીકરીઓ ધોરણ ૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરશે ત્યારે તેમને વ્યાજ સહિત ચુકવવામાં આવશે. જિલ્લાના વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા કચેરી અંતર્ગત શાળાથી દુર અંતરે રહેતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો વર્ષ ૨૦૦૨-૦૩ માં ૧૪.૦૫બ% હતો. જે વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘટીને ૨.૦૪ % ટકા થયો છે. જે ડાંગ જિલ્લાની શાળાઓમાં ગુણાત્મક સુધારો સૂચવે છે.
માધ્યમિક શિક્ષણની વાત કરીએ તો, ડાંગ જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ૩૦, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ૧૮, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની ૧૪, અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ૬ મળી કુલ ૬૮ શાળાઓ કાર્યરત છે. જે શાળાઓમાં કુલ ૧૨ હજાર ૬૪૭ બાળકો અભ્યાસ કરે છે. સાથે કુલ ૪ સરકારી આશ્રમ શાળાઓમાં ૪૮૦ બાળકો રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરે છે. તેમજ કુલ ૪ સરકારી કુમાર છાત્રાલયો ખાતે ૩૫૦ વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા મેળવી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.
જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ધરાવતી સરકારી શાળાઓ-૩, ગ્રાંટેડ શાળાઓ-૩, સમાજ કલ્યાણ હસ્તકની એકલવ્ય-૩, ખાનગી શાળા-૧, CBSE બોર્ડ ધરાવતી-૧ મળી કુલ-૧૧ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓ કાર્યરત છે.
શાળાઓના મકાન અને ભૌતિક સુવિધાઓની વિગતો જોઈએ તો, ડાંગ જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ચીચીનાગાવઠા રૂ.૨૦૭.૬૯ લાખ, ભવાનદગડ રૂ.૨૦૭.૬૯ લાખ, લવચાલી રૂ.૨૦૭.૬૯ લાખ, હનવતચોંડ રૂ.૨૦૭.૬૯ લાખ, સાજુપાડા રૂ.૨૦૭.૬૯ લાખ, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા- વઘઈ રૂ.૧૩૫૬.૮૩ લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાન બાંધકામની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. જેનો લાભ જિલ્લાના આદિજાતિના વિદ્યાર્થીઓને મળનાર છે. તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા-ચીકારના રૂ.૨૭૮.૦૦ લાખના ખર્ચે નવા મકાન બાંધકામની કામગીરી, સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવી છે. જેનો લાભ જિલ્લાના આદિજાતિના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
નવનિર્મિત છાત્રાલયના મકાનની વિગત જોઈએ તો સરકારી માધ્યમિક શાળા-બોરખલ સંલગ્ન સરકારી કુમાર છાત્રાલયનું રૂ.૬.૪૩ કરોડ (છ કરોડ ત્રેતાલીશ લાખ) ના ખર્ચે મકાન બાંધકામની કામગીરી સને.૨૦૨૨-૨૩ માં પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓના રહેઠાણ માટેની મંજુરી મેળવી, સને ૨૦૨૩-૨૪ ના વર્ષના જાન્યુઆરી-૨૦૨૪ માસથી આદિવાસી બાળકોને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
બોર્ડના પરિણામની વિગતો તરફ નજર કરીએ તો, (૧) સને.૨૦૨૨-૨૩ ના વર્ષનું SSC બોર્ડના રાજ્યના 64.92 % ના પરિણામ સામે ડાંગ જિલ્લાએ 66.92 % પરિણામ હાસલ કર્યું છે. જયારે HSC સામાન્ય પ્રવાહ બોર્ડના 73.27 % ના પરિણામ સામે ડાંગ જિલ્લાનું 82.13 % પરિણામ હાસલ કરાયું છે. HSC વિજ્ઞાન પ્રવાહ બોર્ડના 65.58 % ના પરિણામ સામે ડાંગ જિલ્લાનું 58.54 % પરિણામ રહેવા પામ્યું છે.
તેજ રીતે (૨) સને ૨૦૨૩-૨૪ ના વર્ષનું SSC બોર્ડના 82.56 % ના પરિણામ સામે ડાંગ જિલ્લાનું 85.85 % પરિણામ, જયારે HSC સામાન્ય પ્રવાહ બોર્ડના 95.11 % ના પરિણામ સામે જિલ્લાનું 91.93 % પરિણામ હાસલ કરાયું છે. HSC વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડના 82.30 % ના પરિણામ સામે, જિલ્લાનું 91.10 % પરિણામ હાસલ કરાયું છે. આમ, સને ૨૦૨૨-૨૩ ની સરખામણીએ, સને ૨૦૨૩-૨૪ ના વર્ષનું જીલ્લાના SSC, HSC પરિણામોમાં નોધપાત્ર સુધારો થયો છે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS) હેઠળ સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં કુલ ૨૭ લાભાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળે તે માટે વિદ્યાર્થીઓના વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને વર્ષના રૂ.૧૨,૦૦૦/- પ્રમાણે ૪ વર્ષના કુલ રૂ. ૪૮,૦૦૦/- નો લાભ મળવાપાત્ર થાય છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ નો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કર્યેથી, અને પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને કુલ ૫૦,૦૦૦/- સુધીની સહાયનો લાભ મળવાપાત્ર છે. જે મુજબ સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં ડાંગ જિલ્લાની કુલ ૬ હજાર ૨૮૭ દીકરીઓને સંભવિત લાભ મળનાર છે. તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ ૧૧ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કર્યેથી, અને પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને કુલ ૨૫,૦૦૦/- સુધીની સહાય લાભ મળવાપાત્ર છે. જે મુજબ સને.૨૦૨૪-૨૫ ના વર્ષમાં ડાંગ જિલ્લાની કુલ ૭૩૦ વિદ્યાર્થીનીઓને સંભવિત લાભ મળનાર છે.
–
CMO Gujarat