
પ્રકાશના પાવન પર્વ દિવાળી પર આપ સૌને આનંદ, સમૃદ્ધિ અને સદભાવના ભરેલો સમય પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ. અંધકાર પર પ્રકાશનો વિજય, દુઃખ પર સુખનો વિજય અને અવિશ્વાસ પર આશાનો વિજય — એ જ દિવાળીની સાચી અનુભૂતિ છે.
આ પર્વ આપણને આપણી અંદરના પ્રકાશને પ્રગટ કરવાની પ્રેરણા આપે છે. પ્રેમ, સહકાર અને સૌહાર્દના દીપો પ્રગટાવીએ, જેથી સમાજમાં શાંતિ અને સમરસતા ફેલાય. પરિવારમાં આનંદ, વ્યવસાયમાં વૃદ્ધિ અને જીવનમાં નવી ઊર્જા મળે, એ માટે માં લક્ષ્મી તથા ભગવાન ગણેશજીની અશીર્વાદ રૂપ કૃપા સૌ પર વરસે એવી પ્રાર્થના.
નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ આપના જીવનમાં નવા ઉત્સાહ, નવી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો અનંત પ્રકાશ લાવે તેવી શુભકામનાઓ.
ચાલો, નવી શરૂઆત કરીએ – સકારાત્મક વિચારોથી, સદ્કાર્યોથી અને પ્રેમથી ભરપૂર હૃદયથી.
🌟 દિવાળી મુબારક અને નૂતન વર્ષાભિનંદન! 🌟
આપનો,
સતિષ પટેલ
સમભાવ સંદેશ