
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત વોક ટુ ગેધસં શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નાનીવહીયાળ, તા. ધરમપુરમાં માર્ચ-2025માં લેવાયેલ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ પ્રસન્નજનક રહ્યું છે. કુલ 109 વિધાર્થીઓમાંથી 83 વિધાર્થીઓ પરીક્ષા પાસ થયા છે, જેથી શાળાનું કુલ પરિણામ 76.14% નોંધાયું છે.
શાળામાંથી પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર તમામ ત્રણ વિધાર્થીઓ દીકરીઓ છે, જે શાળાનું ગૌરવ વધારતું એક નોંધપાત્ર ઘટના છે:
1. ગાંવિત સ્વાતિબેન હરેશભાઈ – 600 માંથી 516 ગુણ (86%) પ્રાપ્ત કરીને A2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમ.1. વળવી જયવંતિબેન ભગુભાઈ – 508 ગુણ (84.66%) સાથે A2 ગ્રેડ મેળવ્યો અને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો.3. નાયક રાગીનીબેન કમલેશભાઈ – 473 ગુણ (78.83%) સાથે B1 ગ્રેડ મેળવી ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલ તથા જી. પંચાયત સભ્યએ તમામ વિધાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. વિધાર્થીઓને મફતમાં નોટબુક અને પેપર પ્રેક્ટિસ માટે ફુલસ્કેપ આપનાર મુંબઇસ્થિત ‘અનેરી જ્યોતિ ટ્રસ્ટ’ના દાતા શ્રી મનિષભાઈ દોશીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
મંડળના પ્રમુખશ્રી સુધાબેન દેસાઈ, મંત્રી શ્રી દત્તેશભાઈ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ તથા વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે પણ શાળા પરિવાર અને સફળ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.