
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકની નાનીવહીયાળ હાઈસ્કૂલ ના સીનિયર ક્લાર્ક 63 મી વાર રક્તદાન કરતા સન્માન કરવામા આવ્યુ
સમસ્ત ગાંવિત કુળ પરીવાર દ્વારા જોગવેલ તાલુકા કપરાડા મુકામે રક્તદાન કેમ્પ નુ આયોજન કરેલ હતુ
જેમા વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ.તા.ધરમપુર ના સીનિયર ક્લાર્ક પ્રફુલભાઈ નટુભાઈ આહીરે કુલ -63 મી વખત રક્તદાન કરી સમાજ ને રક્તદાન મહાદાન નો સંદેશો આપ્યો હતો જે બદલ સમસ્ત ગાંવિત કુળ પરીવાર ના મંત્રી શ્રી દેવચંદભાઈ ગાવિત નિવૃત શિક્ષક દ્વારા શાળામા આવી પ્રફુલભાઈ આહીરનુ સન્માનપત્ર. ગીફટ.અને શાલ થી સન્માન કર્યુ હતુ
શાળાના આચાર્ય શૈલેશકુમાર આર પટેલ અને શાળા પરિવારે સમસ્ત ગાંવિત કુળ પરીવાર નો આભાર વ્યક્ત કરી સીનિયર ક્લાર્ક ને અભિનંદન પાઠવ્યા હતા.