
પાલઘરથી ભુસાવળ માટે નવી ગુડ સ્ટેન્ડ રેલવે લાઇન નાખવા વચ્ચે આવતા પાંચ ગામોના સરપંચ સાથે શરૂઆતની કામગીરીના સર્વે અંગેની જાણકારી આપવા બેઠક ગોઠવવામાં આવી.
પાલઘર- વ્યારા ગુડસ ટ્રેન પ્રોજેકટના વિરોધ બાદ બેઠકમાં કોઈ પરિણામ નહીં પારડીમાં ડીએફસીસીઆઇએલના ઉચ્ચ અધિકારીની હાજરીમાં સરપંચોએ અનેક પ્રશ્નો રજૂ કર્યાં હતા.મહારાષ્ટ્રના પાલઘર અને ભૂંસાવલ વચ્ચે રેલવે કોરિડોરની લાઇન પસાર છે.એલાયમેન્ટ માટે પ્રથમ સર્વેની થનાર કામગીરી હાથ ધરનાર છે.મંગળવારે પારડીના કોરિડોરમાં પ્રભાવિત થનારા અંદાજે 5 જેટલા ગામોના સરપંચો અને આગેવાનો સાથે DFCCILના અધિકારીઓ સાથે પારડી તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. સરપંચો અને આવતા અગ્રણીઓ દ્વારા પૂછવામાં તમામ પ્રશ્નોમાં DFCCILના અધિકારીઓ જરૂરી અને સંતોષકારક માહિતી આપી શક્યા ન હતા.જેને લઈને સ્થાનિક અગ્રણીઓએ સર્વે કરવાની કોઈ મંજૂરી આપી ન હોવાનું અગ્રણીઓએ જણાવ્યુ
હતું.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘરથી ભૂંસાવલ સુધી DFCCILની રેલવે લાઇન માટે છેલ્લા થોડા સમયથી સ૨વેની કામગીરી ચાલી રહી છે.રેલવે વિભાગ દ્વારા પ્રાયમરી એલાયમેન્ટ સર્વેની કામગીરી હાથ ધરનાર છે.પારડી તાલુકાના વાઘછીપા સહિતના 5 ગામોમાંથી રેલવે લાઇન પસારથનાર છે. જેને લઈને એલાયમેન્ટ માટે પ્રાઇમરી સર્વેની કામગીરી હાથ રેલવે વિભાગ દ્વારા હાથ ધરનાર છે. મંગળવારે પારડી” તાલુકાના મામલતદાર અને TDOના અધ્યક્ષ સ્થાને પારડી તાલુકા પંચાયતના સભા ખંડમાં સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓ અને DFCCIL સર્વેના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પારડી તાલુકાના 5 અસરગ્રસ્ત ગામોના લોકો DFCCILના સર્વે દરમ્યાન સ્થાનિક લોકો કર્મચારીઓની મદદ કરે તે માટે બેઠકનું આયોજન કરવામાં ગામમાં આવ્યું હતું. જે બાબતે ગામના સરપંચો અને અગ્રણીઓને સ્થાનિક લોકોને DFCCILના સર્વે બાબતે જાણ કેટલાક જરૂરી પ્રશ્નો પૂછતાં DFCCILના અધિકારીઓ અગ્રણીઓને સંતોષ કાક જવાબ આપી શક્યા ન હતા.જેથી પારડી તાલુકાના સર્વેની આગ્રણીઓએ કામગીરીને કોઈ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું હતું.
આમ વલસાડજિલ્લામાં ડીએફસીસીના પ્રોજેકટ માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ સરવે માટે બેઠકો બોલાવી રહ્યાં છે.
1800 કિમી લબાઈ ધરાવતો રેલવે પ્રોજેક્ટ:
DFCCL ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ: ડેડી કેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ દ્વારા મહારાષ્ટ્રના પાલઘરથી ભુસાવળ સુધી વિશિષ્ટ રેલવે લાઈન નાખી ગુડસ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ માટે વિશેષ નવી લાઈન નાખવાનું પ્રપોઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત DFCCL દ્વારા વલસાડ જિલ્લાના ગામોમાંથી આ લાઈન પસાર થતી હોવાથી એલાઈમેન્ટ સર્વે .