
વલસાડ જિલ્લામાં ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે પારડી ચીવલ નેશનલ હાઇવે 848 પર નેવરી ગામે અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતા પારડી પોલીસની ટીમ પી.આઈ. ગઢવી ઘટના સ્થળે પહોંચી ગયા. મૃતકોના પરિવાર પણ મળી આવ્યા હતા.અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પારડીના હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષા અને આઇસર ટેમ્પો ધટના સ્થળ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોને જણાવ્યા મુજબ એક પિકઅપ પણ હોવાનું જણાવ્યું હતુ.આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા નેવરી ગામની 2 મહિલાઓ ના મૃત્યુ નિપજયા હતા.1 મહિલા નું ઘર પાસે બીજી પણ એજ ગામની છે એક જ ગામની 2 મહિલા અકસ્માતમાં મોત થવાની ગામમાં શોક લાગણી પ્રસરી છે.એક વિદ્યાર્થી મૃત્યુ પામનાર એ કપરાડા તાલુકાના બારપૂડા ગામના વતની છે.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.