1. News
  2. News
  3. પારડી તાલુકાના ચીવલ ગામના ગૌધારા નિધિ લિમિટેડ કંપનીના સીએમડી અશ્વિન પટેલ હાલ ગાયબ

પારડી તાલુકાના ચીવલ ગામના ગૌધારા નિધિ લિમિટેડ કંપનીના સીએમડી અશ્વિન પટેલ હાલ ગાયબ

Share

Share This Post

or copy the link

  • ગૌધારા નિધિ લિમિટેડ કંપનીએ 12 ટકા ઉંચા વ્યાજની લાલાચ આપી એજન્ટો થકી કોડોનું રોકાણ કરાવ્યું
  • આર્થિક ગુનાખોરો માટે દક્ષિણ ગુજરાતની ધરતી ‘સ્વર્ગ’ સમાન છે. જેનું ap સેન્ટર નાનાપોઢા છે.
  • એક દાયકામાં અનેક ફાયનાન્સ કંપનીઓએ હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું
  • વલસાડમાં ગૌધારા નિધિ નામની કંપની સામે ફરિયાદ, આવી અન્ય કંપનીઓ સામે પણ તાજેતરમાં ફરિયાદ થાય એવા સંકેત
  • કંપની બનાવનાર સીએમડી અશ્વિન પટેલ
  • હાલ ગાયબ થઇ ગયો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. જેને લઇ વલસાડના લોકો વધુ એક કંપનીની છેતરામણીનો ભોગ બન્યા છે.
  • આવી કંપનીઓ ફાયનાન્સ કંપનીઓ સામે પોલીસે વલસાડ જિલ્લા પોલીસ યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવે તો પોલીસ સકંજો કસવામાં એ સમયની માંગ ઉઠી છે.

વલસાડ જિલ્લામાં આદિવાસી ક્ષેત્રમાં આર્થિક છેતરપિંડી કરનારા ગુનેગારો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન બન્યો છે.ગુજરાત છેલ્લા એક દાયકામાં મોખરાનું સ્થાન બન્યું છે.

કપરાડા ધરમપુર પારડી વલસાડ વાપી ઉમરગામમાં
ચાલતી અનેક ફાયનાન્સ કંપનીઓ દ્વારા અહીંની ભોળી જનતાને લોભામણી લાલચ આપી
કરોડોની ઠગાઇ કરી છે.

અનેક ફાયનાન્સ કંપનીઓ સામે પોલીસે ગુના તો દાખલ કર્યા છે.પરંતુ તેમની પાસેથી લોકોના પૈસા હજુ સુધી રિકવર થઇ શક્યા નથી. ત્યારે આવી જ વધુ
એક ગૌધારા નિધિ લિમિટેડ કંપની દ્વારા લોકોનું
કરોડોનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું બહાર આવ્યું છે.

જેની પોલીસ ફરિયાદ થઇ હતી, પરંતુ પોલીસે આ
કેસમાં ગુનો દાખલ કર્યો નથી.
વલસાડના અબ્રામાં વિસ્તારમાં ચાલતી ગૌધારા
નિધિ લિમિટેડ કંપનીએ પણ 12 ટકા ઉંચા વ્યાજ
આપવાની લોભામણી જાહેરાત આપી એજન્ટો થકી
ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તેમના રોકાણ બાદ પાકતી મુદતે તેમણે રોકાણકારોને તેમની રકમ પરત નહીં કરતાં આખો મામલો બહાર આવ્યો છે. આ રકમ પરત નહીં કરી કંપનીનો પ્રણેતા ઓફિસને તાળુ મારી પોબારા ભણી ગયો છે. જોકે, આ કંપનીના સંચાલકો વલસાડ જિલ્લાના જ હોવાનું ચિંચાઇ ગામના રાધાબેન પટેલ, સંતોષભાઇ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ કંપની પારડીના ચિવલ ગામના અશ્વિન રમણભાઇ પટેલ, ઉમરગામ તાલુકાના અરછારી ગામના મુકેશ વસંતભાઇ ધોડીએ કંપની ખોલી હતી. જેમાં અન્ય સંચાલક તરીકે વાપીના
જીતેશ વસંતભાઇ પટેલ, દાનહના રતિલાલ દાજીભાઇ પટેલ અને આમધાના સંદીપ પ્રવિણભાઇ પટેલ સામેલ હતી. કંપની બનાવનાર સીએમડી અશ્વિન પટેલ
હાલ ગાયબ થઇ ગયો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. જેને લઇ વલસાડના લોકો વધુ એક કંપનીની છેતરામણીનો ભોગ બન્યા છે.

ખાનગી ફાયનાન્સ કંપનીમાં સામે લડત આપવી મુશ્કેલ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં છેલ્લા એક દાયકામાં ઉંચા વ્યાજની લાલચ આપી ગ્રામ્ય
વિસ્તારની ભોળી જનતા સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. ખાનગી રાહે ઉભી થયેલી અનેક ફાઈનાન્સ કંપનીઓ દ્વારા આ વિસ્તારમાં વિવિધ લોભામણી સ્કીમોની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરી છે.

વલસાડ જિલ્લામાં જેમાં માતૃભૂમિ ગૃપ, સહારા ગૃપ,
સમૃદ્ધ જીવન, એસએસીબી,ટાયકોન, મોરગૃપ, ટ્વીનકલ, દિવ્યજ્યોત ગૃપ અને ક્લકામ ગૃપ ઓફ કંપનીઝ દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી
છે. આ કંપનીઓના સંચાલકો વિરૂદ્ધ વલસાડ જિલ્લામાં ગુના પણ દાખલ થયા છે. આ કંપનીમાં ફસાયેલા નાણાં હજુ સુધી અરજદારોને પરત થઇ
શક્યા નથી. બીજી તરફ અનેક કંપનીઓ ફરીથી સક્રિય થઇ ગઇ છે. તેમને અટકાવવી જરૂરી બની
છે. આવી કંપનીઓ પર વલસાડ જિલ્લા પોલીસ સકંજો કસવામાં નબળી પડી રહી હોવાનું જોવા મળ્યું છે. અગાઉ પણ સીએમડી જેવી કંપનીઓ સામે પગલાં ભરવા જિલ્લા પોલીસને અનેક અરજીઓથઇ હતી.

તાજેતરમાં પોલીસે જાતે બે કંપનીઓ વિરૂદ્ધ
ગુનો દાખલ કર્યો હતો ઘરમપુર અને કપરાડામાં ચેઇન સ્કીમ થકી ચાલતી કંપનીઓ સરકારના નિયમો વિરૂદ્ધ ચાલતી હોવાનું જિલ્લા પોલીસને ધ્યાને આવતા તેમણે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. ધરમપુરમાં
ખારવેલ ગામે ચાલતી ઇગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્રા. લિ. નામની કંપની ચેઇન સ્કીમ થકી 33782 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતુ. આ કંપનીએ 5.74 કરોડની વસૂલાત કરી મોપેડ અને મોબાઇલ આપવાની વાત
કરી હતી. જેમાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.આવી જ રીતે કપરાડામાં ઉચા વ્યાજની લાલચ આપી રોકાણ કરવાની લાલચ આપનારી ડ્રીમ 900 અને ફિનો પેમેન્ટ બેંક નામના વોટ્સેપ ગૃપમાં ચાલતી સ્કીમના સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો,સાંઇકૃપા બચતગત નિધિ નામની કંપનીબપણ ચાલુ થઇ હતી.

વલસાડની ભોળી જનતા સાથે કીભાંડ કરનારી અનેક કંપનીઓ બાદ સાંઇકૃપા બચતગત નિધિ નામની પણ એક કંપની ચાલુ થઇ હોવાનું બહાર આવ્યું હતુ. આ કંપનીમાં પણ લોભામણી સ્કીમ અપાઇ રહી હતી. આ કંપની કલકામના સંચાલકો સુનિલ વાંદ્રે દ્વારા ચાલુ કરાઇ હોવાની કલકામના એજન્ટો દ્વારા મળી હતી. સાંઇકૃપા બચતગત નિધિ નામની કંપનીએ હાઇવે નં. 48 પર એક હંગામી ઓફિસ પણ ખોલી હતી. જોકે, હાલ આ કંપનીનું વલસાડમાં પોતાનું કામ આટોપી
લીધું છે. તાજેતરમાં આ કંપનીમાં પણ ભોગ બનેલા વલસાડ પોલીસ સમક્ષ આવે એવું જાણવા મળ્યું છે. આ કંપનીએ સુરત જિલ્લા સુધી પોતાનો પથારો પાથર્યો હતો. તેઓ કલકામમાં ભોગ બનેલાઓને
લાલચ આપી રોકાણ કરાવતા હતા. ત્યારે આ કંપની અંગે પણ પોલીસ તપાસ કરે એ જરૂરી બન્યું છે.

બોગસ ફાયનાન્સ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી ફાયનાન્સ કંપનીઓ ખાસ કરીને શહેરી નહી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.જેમાં મોટે ભાગે મધ્યમ વર્ગીય આદિવાસીઓનો સમાવેશ થાય છે. કંપની પોતાના એજન્ટ પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી
રોકાણ કરાવે છે, જેમાં રોકાણકારો સાથે એજન્ટ પણ ફસાઇ જતા હોય છે.એજન્ટ પોતાના મોટું કમિશન લઈને લોકોની સાથે છેતરપીંડી કરતા હોય છે એવા એજન્ટ ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એ જરૂરી છે.ત્યારે આવી કંપની સામે સરકાર રોક લગાવે એ જરૂરી બન્યું છે.

પારડી તાલુકાના ચીવલ ગામના ગૌધારા નિધિ લિમિટેડ કંપનીના સીએમડી અશ્વિન પટેલ હાલ ગાયબ
Comment

Your email address will not be published. Required fields are marked *