
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે ?
1 કરોડ પરિવાર ના ઘરે લાગશે સોલર પેનલ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…
આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે તેના માટે જરૂરી દસ્તાવેજો શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? આ બધી વસ્તુ જાણવા માટે તમે આ લેખને અંત સુધી વાંચજો.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે ?
પીએમ સૂર્યોદય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે જેમાં દેશના કુલ 1 કરોડ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર ના ઘરની છત ઉપર સોલાર લગાવવામાં આવશે જેની મદદથી તે પરિવારના વીજળીના બિલમાં ઘટાડો અને વીજળી પૂરતી માત્રા માં મળી રહે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
યોજના..
યોજના નું નામ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર
યોજના ક્યારે શરૂ કરવામાં આવી બ22 જાન્યુઆરી 2024 લાભાર્થી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર મળવાપાત્ર સહાય ઘર ની છત પર સોલર આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.
યોજના માટે કોણ લાભ લઈ શકે…
આ યોજના માટે અરજી કરવા માટે, કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે.અરજદારો ભારતના વતની હોવા જોઈએ,
અરજદાર પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
ઉપરોક્ત તમામ યોગ્યતાઓને પૂર્ણ કરીને, તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ના ફાયદા માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારના ઘરોની છત ઉપર સોલાર લગાવવામાં આવશે.વીજળીના બિલમાં બચત થશે 24 કલાક વીજળી મળી રહેશે.
પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ સરકાર દ્વારા સબસીડી પણ મળશે 25 વર્ષ સુધી સોનાર પેનલ માટે તમારે મેન્ટેનન્સ ની જરૂર પડતી નથી.
જરૂરી ડોક્યુમેંટ્સ
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.ઘર વેરા રસીદ
આધાર કાર્ડ
વીજળી બિલ
કૅન્સલ ચેક
રેશન કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
ઇમેઇલ id – મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે 30 દિવસ ની અંદર સબસીડી ની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરશે.
Ad.








