1. News
  2. News
  3. પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર !

પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર !

featured
Share

Share This Post

or copy the link

અગાઉ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયક જગ્યાઓને ચાલુ 13,852 વિદ્યા સહાયક ભરતીમાં સામેલ કરવા અંગે ભલામણ.પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023 માં TET-1અને TET-2 વિદ્યા સહાયક ની પરીક્ષા
લીધી હતી.ત્યારબાદ ધોરણ 1થી5 માં 5000 વિદ્યા સહાયક(ગુ.મા.) સાથે 6 થી 8 માં 7000 વિદ્યા સહાયક (ગુ. મા.) તેમજ 1થી8 અન્ય માધ્યમમાં 1852 એમ કુલ મળીને 13,852 ની ભરતી થવાની છે.

વિદ્યા સહાયક ભરતી-2024 ની ઉમેદવારી અરજી તરીકે 2011 થી 2023 સુધીના તમામ TET પાસ ઉમેદવારો તેમજ ચાલુ વિદ્યા સહાયક નોકરિયાત શિક્ષક પણ પોતાના વતનનો લાભ લેવા માટે NOC કઢાવી સાથે બોન્ડ ભરીને ફરીથી અરજી કરશે જેને લઈને 13,852 જગ્યાઓ સામે અંદાજિત અરજીઓ TET-1=12000 તેમજ TET- 2= 57000 આસપાસ આવેલી છે.આમ,ઓછી જગ્યાઓ સામે વધુ ઉમેદવારો હોવાથી મોટાભાગના ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપન રોડાતું હોય એવું દેખાય રહ્યું છે. જેના પગલે ચાલુ 13,852 વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારો કરવામાં
આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

આમ છતાં, અમો આપને યાદ અપાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ છીએ કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ 22/11/2023 ના રોજ ધોરણ 1થી8 માટે 2750 વિદ્યા સહાયક જગ્યાઓની નાણા વિભાગમાંથી મંજૂરી પણ મળી ગયેલ છે.જોકે આ જગ્યાઓ હજી સુધી ભરવામાં આવી નથી તેથી આ જગ્યાઓને ચાલુ વિદ્યાસહાયક-2024 ની 13,852 જગ્યાઓમાં સામેલ કરી જગ્યા વધારો કરવામાં આવી છે.
સાથે જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે છેલ્લે 2017 માં વિદ્યાસહાયક પરીક્ષા લેવાય હતી ત્યારબાદ છેક 2023 માં વિદ્યાસહાયક લેવામાં આવી જેથી કરીને ઘણા ઉમેદવારો વય મર્યાદાને આરે આવીને ઊભા છે તેમને પણ વય મર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવે એવી આપ શ્રી ને અરજ છે.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવમાં સુધારો: વધુ શિક્ષકોની ઉપલબ્ધિથી, વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શિક્ષણ મળી શકશે અને એક શિક્ષક પરનો ભાર ઓછો થશે, જે શિક્ષણની ગુણવત્તામાં સીધો લાભ લાવશે.
સરકારી નીતિઓ સાથે સુસંગતતા આ કાર્ય સરકારની નીતિઓ અને અગાઉના નિર્ણયો સાથે સુસંગત રહેશે, જે સરકારની
પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
અપેક્ષિત છે કે, આપ અમારો આ વિનમ્ર આવેદનપત્ર સુમેળ સાથે સ્વીકારી, આ બાબતમાં યોગ્ય અને સકારાત્મક પગલાં
લેશો. અમે વિશ્વાસ કરીએ છીએ કે, શિક્ષણ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા રાજ્યના હિતમાં વધુ સુદ્રઢ અને સુપરિવર્તનશીલ
બનાવશે.

Ad..

પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર !
Comment

Your email address will not be published. Required fields are marked *