1. News
  2. धर्मदर्शन
  3. ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના માત્ર વ્યક્તિગત સુખ શાંતિ નહીં, પરંતુ સમગ્ર સમાજને એકતા, શક્તિ અને ઉમંગ આપે છે. : પ્રફુલભાઈ શુકલ

ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના માત્ર વ્યક્તિગત સુખ શાંતિ નહીં, પરંતુ સમગ્ર સમાજને એકતા, શક્તિ અને ઉમંગ આપે છે. : પ્રફુલભાઈ શુકલ

Share

Share This Post

or copy the link

પ્રાચીન કાળથી આપણું ભારત દેશ દેવી ઉપાસના માટે પ્રસિદ્ધ છે. માતા દુર્ગા, અંબિકા, ભવાની – આવા અનેક નામોથી માતાજીની ભક્તિ કરવામાં આવે છે. નવરાત્રી હોય કે અન્ય કોઈ પાવન પ્રસંગ, ભક્તો હંમેશાં મા અંબાને યાદ કરીને પોતાની ભક્તિ અર્પણ કરે છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે જીવનમાં વિવાદ, ભય, પ્રવાસ કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે માતા ભવાની જ મનુષ્યને શક્તિ આપે છે. “विवादे विषादे प्रमादे प्रवासे… गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी” – આ શ્લોકમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે માતા જ જીવનના દરેક સંકટમાંથી મુક્તિ આપનારી છે.

મા ભવાની ઉપાસનાથી મનુષ્યના જીવનમાં ધૈર્ય, શક્તિ અને શાંતિનો વિકાસ થાય છે. માતા સિંહ અથવા વાઘ પર આરુઢ થઈને ભક્તોના દુઃખો હરવા માટે સદા તૈયાર રહે છે. અનેક હાથોમાં અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરવાનું સંદેશ એ છે કે મા અંબા પોતાના ભક્તોના રક્ષણ માટે હંમેશાં જાગૃત છે.

આજના વ્યસ્ત જીવનમાં પણ આપણે માતાની આરાધના દ્વારા અંતરાત્માને શક્તિ આપી શકીએ છીએ. પ્રભાતે ઉઠીને માતા ભવાનીનું સ્મરણ કરીએ તો આખો દિવસ સકારાત્મક ઉર્જા સાથે પસાર થાય છે. ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના માત્ર વ્યક્તિગત સુખ શાંતિ નહીં, પરંતુ સમગ્ર સમાજને એકતા, શક્તિ અને ઉમંગ આપે છે.

તેથી દરેક ભક્તનો સંદેશ એક જ છે –
“જય ભવાની…જય અંબે” 🙏

🌺 Good Morning – Have a Divine Day

ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના માત્ર વ્યક્તિગત સુખ શાંતિ નહીં, પરંતુ સમગ્ર સમાજને એકતા, શક્તિ અને ઉમંગ આપે છે. : પ્રફુલભાઈ શુકલ
Comment

Your email address will not be published. Required fields are marked *