1. News
  2. News
  3. ભલભલાને ચોંકાવી દે તેવી મોડસ ઓપરેન્ડી, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ, સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું

ભલભલાને ચોંકાવી દે તેવી મોડસ ઓપરેન્ડી, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ, સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું

Share

Share This Post

or copy the link

ગઈકાલે ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ. પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા મળ્યા હતા. બાદમાં ઈડીએ ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ખાસ અદાલતમાં તેને રજૂ કર્યા હતા. કોર્ટે ચંદ્રસિંહના 1 જાન્યુઆરીના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

1500 કરોડનું એનએ કૌભાંડની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવવામાં આવતું હતું.

જાણો શું હતી મોડસ ઓપરેન્ડી

સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ખુલાસો થયો છે કે, વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.

વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી

આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.

Ad.

ભલભલાને ચોંકાવી દે તેવી મોડસ ઓપરેન્ડી, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ, સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું
Comment

Your email address will not be published. Required fields are marked *