
રાજપીપળામાં કાલાઘોડાથી કલેકટર કચેરી સુધી જંગલ જમીન ખેડવા મુદ્દે 10 હજારથી વધુ આદિવાસીઓએ 3 કિલોમીટર લાંબી જંગી રેલી કાઢી તંત્રને રજુઆત કરી હતી.
આજે રાજપીપલા ખાતે વન અધિકાર માટે આદિવાસીઓએ જંગી રેલી કાઢી હતી. આ રેલીમાં નર્મદા જિલ્લાના 10 હજાર કરતા વધુ આદિવાસીઓ જોડાયા હતા. જે રેલી રાજપીપલાના કાળાઘોડાથી નીકળી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ જે આદિવાસીઓની જંગલની જમીન છે તેના માટેનો હતો. જંગલની જમીન પોતાના નામે કરવા માટેનો અધિકાર આ લોકોને મળ્યો નથી. જે મળવો જોઈએ અને જંગલ જમીન બાબતે ગીર ફાઉન્ડેશને મંજુર કરેલ નિયમો કરતા ઓછી જમીન આપવામાં આવે છે.
એવું આદિવસીઓનું કહેવું છે જેમાં સેટેલાઇટ ઇમેજમાં પણ આ જમીનો દેખાતી નથી તે પણ દેખાય તેવી માંગ કરી છે સાથે એક જ કટિયામાં વધારે નામો છે તેમાં હકદાર બનાવે અને સામુહિક દાવા કરવામાં આવ્યા છે. વર્ષ 2005 પેહલાના ખેડાણને મજૂર કરવામાં આવે જેવા અનેક મુદ્દાને લઈ રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આજે આટલા વર્ષો બાદ પણ સરકાર આદિવસીઓના જંગલ જમીનના મુખ્ય મુદ્દાઓ હલ કરી શકી નથી. આદિવાસીઓએ ચીમકી પણ ઉચારી છે કે, જો વહેલી તકે આ જમીનના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજપીપળામાં જંગલની જમીન મુદ્દે આદિવાસીઓએ 3 કિ.મી. લાંબી જંગી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું