
ધરમપુર તાલુકાના નાનીવહીયાળની વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વલસાડ ડાંગ ના સાંસદ સભ્ય ધવલભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિ.પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે કમ્પ્યુટર લેબ અને સર્વ સ્માર્ટ બોર્ડ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.

વલસાડ ડાંગ ના સાંસદ સભ્ય ધવલભાઇ પટેલે જણાવ્યું કે કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ નો ઉપયોગ કરી ભણતર આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી ઉત્તરોતર પ્રગતિ સાથે દેશ પ્રેમી બનવા સૂચન કરવામાં આવ્યું હતુ. શાળાને જે કઈ ખુટતી સુવિધાઓ હોય તે પુર્ણ કરવાની ખાતરી આપી હતી.

વલસાડ જિ.પંચાયત શિક્ષણ અને કારોબારી સમિતિ સભ્ય વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળના પ્રિન્સીપાલ શૈલેશકુમાર આર.પટેલ ના પ્રયત્નો થકી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડના સહયોગ થી શાળાને ગુજરાત સરકારની આઇ સી ટી યોજના હેઠળ ફળવાયેલ કમ્પ્યુટર નંગ -15ની કમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફળવાયેલ સ્માર્ટ બોર્ડ નં-8 ના કુલ આઠ સ્માર્ટ ક્લાસનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં સરપંચ વિનોદભાઈ પઢેર, શાળા મંડળના પ્રતિનિધિ દિપકભાઇ ભટ્ટ વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ વાલી મંડળના સભ્યો જુગલભાઈ ,મંગુભાઇ પટેલ શિક્ષક મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.