https://youtu.be/n4kbjqoRIPE?si=kSa5Eoo46MJX7l7z
દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે આદિવાસીઓનો સમાવેશ કરી કંપની પોતાના એજન્ટ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી લોકોની પાસેથી કરોડો ઉઘરાણી કરી ગયા.
https://youtu.be/rmHxKRaSAf4?si=glyLJTlmir7zBAsD
વલસાડ જિલ્લામાં જેમાં માતૃભૂમિ ગૃપ, સહારા ગૃપ,સમૃદ્ધ જીવન, એસએસીબી, ટાયકોન, મોરગૃપ, ટ્વીનકલ, દિવ્યજ્યોત ગૃપ અને ક્લકામ ગૃપ ઓફ કંપનીઝ દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ કંપનીઓના સંચાલકો વિરૂદ્ધ વલસાડ જિલ્લામાં ગુના પણ દાખલ થયા છે. આ કંપનીમાં ફસાયેલા નાણાં હજુ સુધી અરજદારોને પરત થઇ નથી.
https://youtu.be/N3ge9fhChg8?si=2UlrYYn9F-Pl2zBV
બીજી તરફ અનેક કંપનીઓ ફરીથી સક્રિય થઇ ગઇ છે. તેમને અટકાવવી જરૂરી બની છે. અગાઉ પણ સીએમડી જેવી કંપનીઓ સામે પગલાં ભરવા જિલ્લા પોલીસને અનેક અરજીઓ થઇ હતી.

ધરમપુરમાં ખારવેલ ગામે ચાલતી ઇગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્રા. લિ. નામની કંપની ચેઇન સ્કીમ થકી 33782 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતુ. આ કંપનીએ 5.74 કરોડની વસૂલાત કરી મોપેડ અને મોબાઇલ આપવાની વાત કરી હતી. જેમાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.

આવી જ રીતે કપરાડામાં ઉચા વ્યાજની લાલચ આપી રોકાણ કરવાની લાલચ આપનારી ડ્રીમ 900 અને ફિનો પેમેન્ટ બેંક નામના વોટ્સેપ ગૃપમાં ચાલતી સ્કીમના સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો
વલસાડની ભોળી જનતા સાથે કૌભાંડ કરનારી અનેક કંપનીઓ હોવાનું બહાર આવ્યું હતુ.
લાલચ આપી રોકાણ કરાવતા હોય છે.બોગસ ફાયનાન્સ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી ફાયનાન્સ કંપનીઓ ખાસ કરીને શહેરી નહી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.જેમાં મોટે ભાગે મધ્યમ વર્ગીય આદિવાસીઓનો સમાવેશ થાય છે. કંપની પોતાના એજન્ટ પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી રોકાણ કરાવે છે, જેમાં રોકાણકારો સાથે એજન્ટ પણ ફસાઇ જતા હોય છે.એજન્ટ પોતાના મોટું કમિશન લઈને લોકોની સાથે છેતરપીંડી કરતા હોય છે એવા એજન્ટ ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એ જરૂરી છે.ત્યારે આવી કંપની સામે સરકાર રોક લગાવે એ જરૂરી બન્યું છે.
નોંધ : વીડિયો સોસીયલ મીડિયા ના છે. સમભાવ સંદેશ દ્વારા જનહિત માટે છે. એમાં કોઈ પણ પ્રકારની જવાબદારી નથી.