
(ફાઈલ ફોટો)
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોને શાળાના સ્થળે રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના કારણે એક કિલોમીટર કરતાં દૂરના અંતરથી અપડાઉન કરતા શિક્ષકોને નીતિ નિયમ મુજબ ટ્રાવેલિંગ એલાઉનસની આપવાનું થાય છે.

કપરાડા તાલુકામાં ફરજબજાતા પ્રાથમિક શિક્ષકો દ્વારા સરકારના ધારાધોરણ મૂજબ પોતાની સહી અને આચાર્યનું પ્રમાણપત્ર કેન્દ્ર શિક્ષકનો પ્રમાણપત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સહી સિક્કા સાથે ટ્રાન્સપોર્ટ એલાઉન્સની દરખાસ્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલવાની હોય છે.

વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોએ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ટ્રાવેલિંગ એલાઉન્સ મેળવવા માટે માર્ચ મહિનામાં તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ મારફત જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂરી અર્થે ફાઇલ મોકલાવવામાં હતી.

જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ ફાઈલો કવેરી કાઢીને જિલ્લા કક્ષાએ અંદાજીત ત્રણ મહિના જેટલો સમય જિલ્લાની ઓફીસમાં પાડી રાખી પરત તાલુકામાં મોકલી આપવામાં આવેલ હતી.જે ફાઈલ તાલુકા કક્ષાએથી બીટ નિરીક્ષકો દ્વારા ફેર ચકાસણી કરી પ્રમાણપત્ર આપી જિલ્લા કક્ષાએ ફરીથી તમામ દરખાસ્ત થયેલી રજૂ કરવામાં આવી હતી.
શિક્ષકોના ટ્રાવેલિંગ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કુંભકર્ણોની નિંદ્રામાં સુઈ રહ્યો છે. જ્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વારંવાર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વલસાડ ડાંગના સાંસદ ડૉ. કે.સી. પટેલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રૂબરૂ તેમાં ટેલીફોનિક વારંવાર રજૂઆત કરતું રહ્યું છે છતાં પણ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ ટ્રાવેલિંગ એલાઉન્સની ફાઈલો બાબતે કેમ યોગ્ય કામગીરીમાં રસ નથી ? આંખ આડા કાન કરી રહ્યા છે. છેલ્લા નવ મહિનાથી ટ્રાવેલિંગ એલાઉન્સ મેળવવા માટે એક શિક્ષક હોય એક શિક્ષકે આશરે 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ કરી એફિડેવિટ કરી તમામ સાધનિક પુરાવો સાથે દરખાસ્ત થયેલ રજૂ કરવામાં આવેલ છે જેનો વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવેલ નથી.વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું જ છે પરંતુ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વારંવાર તાલુકા કક્ષાએ જિલ્લા મહાસંઘના હોદ્દેદારોની રજૂઆત પણ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવગણી રહ્યા છે.
છેલ્લા નવ નવ માસથી ટ્રાવેલિંગ એલાઉન્સ બાબતે જિલ્લા કક્ષાએથી અધિકારીઓ પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોઈપણ અધિકારી પદાધિકારી કે સંગઠનને દાદા આપતા નથી એ માટે શું શિક્ષકોએ ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ?

વિદેશ સમાચાર

💥 જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ-શો
➡️ 200થી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયા
➡️ વિકસિત ભારત-આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે : મુખ્યમંત્રીશ્રી
➡️ જાપાનના ઉદ્યોગ-રોકાણકારોને વાઇબ્રન્ટ-2024માં જોડાવવા નિમંત્રણ
➡️ સુઝુકી મોટર્સ-જેટ્રો-આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલના વરિષ્ઠ પ્રતિનિધિઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રશંસા કરી
#gujarat #vibrant #gujaratinformation #BhupendraPatel CMO Gujarat