
શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી: વલસાડમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં 9 પૈકી 7 ખંડમાં બિન હરીફ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં ખંડ 7ની સામાન્ય ચૂંટણીમાં વલસાડ જિલ્લાના મતદાન મથકમાં નોંધાયેલા 157 મતદારો પૈકી 137 મતદારોએ મતદાન કર્યું જેમાં 85 મહિલાઓ અને 52 પુરુષ મતદારોએ મતદાન કર્યું છે.
વલસાડ જિલ્લામાં 87.26% મતદાન ખંડ 7માં
નોંધાયું હતું. જ્યારે ખંડ 8માં નોંધાયેલા 129 મતદારો પૈકી 8 મહિલાઓ અને 82 પુરુષ મતદારોએ મતદાન કરી કુલ 69.67% મતદાન નોંધાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પણ શાળા સંચાલક ખંડમાં મતદાન કરી માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે બોર્ડની ચાલી રહેલી સામાન્ય ચૂંટણી અંગે માહિતી આપી હતી. બોર્ડની સામાન્ય ચૂંટણીમાં પરીક્ષા સમિતિ સહિત અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને સ્થાન મળે છે. આ જન પ્રતિનિધિઓ રાજ્યમાં આવેલી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષકોના પ્રશ્નો અને પરીક્ષામાં ધ્યાને લેવા જેવી બાબતો બોર્ડ સમક્ષ રજુ કરવાનું
મહત્વનું કામ કરે છે. જેથી સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સમિતિના સભ્યોની ચૂંટણીનું વિશેષ મહત્વ રહ્યું છે. આ સામાન્ય ચૂંટણી બેલેટ પેપર ઉપર યોજવામાં આવે છે. સમગ્ર રાજયમાં યોજાનારી બોર્ડના પ્રતિનિધિની સામાન્ય ચૂંટણી બાદ આગામી 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
Ad.







