1. News
  2. valsad
  3. વલસાડ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ માર્ચે ફરી કમોસમી વરસાદની આગાહી

વલસાડ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ માર્ચે ફરી કમોસમી વરસાદની આગાહી

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ માર્ચે ફરી કમોસમી વરસાદની આગાહી ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવા અને રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તે માટે પગલા લેવા સૂચન કરાયુંહવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી તા.૧૪ માર્ચ ૨૦૨૩ થી તા.૧૫ માર્ચ ૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે અન્વયે આ બે દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં સંભવિત વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો, ખેતરમાં કાપણી કરેલી હોય અને ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ હિતાવહ છે.

ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો. શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કપરાડા તાલુકાના અંબેટી ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

વલસાડ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ માર્ચે ફરી કમોસમી વરસાદની આગાહી
Comment

Your email address will not be published. Required fields are marked *