1. News
  2. 2024 લોકસભા
  3. વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્ય સન્માન

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્ય સન્માન

Share

Share This Post

or copy the link

ઉમરગામ ભાજપા સંગઠન દ્વારા નવનિર્વાચિત વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ તેમજ એમની ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ જિલ્લા સંગઠન મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને તાલુકા ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંગઠનના આગેવાનો તેમજ કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા સૌપ્રથમ ઉમરગામ તાલુકાના તમામ મતદાતાઓ તેમજકાર્યકર્તાઓનો જંગી મતોથી ચૂંટી લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને કેન્દ્ર સરકારને સંબંધિત તમામ સમસ્યાઓને વાચા આપવાની બાહેંધરી આપી હતી.આજના સન્માન કાર્યક્રમમાં ઉંમરગામ તાલુકાની વિવિધ સમાજના સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામ પંચાયતનો સરપંચશ્રીઓ, ભાજપા સંગઠનનાઆ હોદેદારો આ ઉપરાંત ડોક્ટર એસોસિએશનના અગ્રણીઓ,-ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ સરીગામ (ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહી સાંસદ શ્રી ધવલભાઈ પટેલને પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવી સન્માન કરી – આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, ઉમરગામ તાલુ કા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, સરીગામના રાજકીય આગેવાન મનીષભાઈ રાય,ઉંમરગામ શહેર પ્રમુખ સંજયભાઈ જોષી,જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતિ દાંડેકર. જશુમતીબેન મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઈ પટેલ, નરેશકુમાર પરમાર, શ્રી સમીરભાઈ કંસારા, મનોજભાઈ ઝા, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લલિતાબેન દુમાડા, ઉંમરગામ નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ રાય, પ્રદેશ આમંત્રિત સભ્ય મણિલાલભાઈ પટેલ, સરપંચ સંઘ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ “ નાયક, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિસ્ત્રી, અને શ્રી જીગ્નેશભાઈ મરોલીકર હાજરી જોવા મળી હતી.

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્ય સન્માન
Comment

Your email address will not be published. Required fields are marked *