1. News
  2. News
  3. વાંચો તમારું 27 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 27 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Share

Share This Post

or copy the link

મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધાના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.

વૃષભ : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. આપના કામનો ઉકેલ આવતા રાહત થાય.

મિથુન : આપના કામમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. ધંધામાં લાભ જણાય.

કર્ક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસ્તા અનુભવાય.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના ધંધામાં આપને સાનુકૂળતા મળી રહે. ખર્ચ જણાય.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના ધંધામાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાતમાં સરળતા રહે.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

મકર : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.

કુંભ : આપને કામકાજમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ખર્ચ-ખરીદી જણાય.

મીન : આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

– અગ્નિદત્ત પદમનાભ

વાંચો તમારું 27 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
Comment

Your email address will not be published. Required fields are marked *