
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાજવડ ગામે મંગળવારના સાંજના સમયે જુના મહુડા ના ઝાડમાં અચાનક આગ લાગી હોવાનું જાણવા મળે છે. અફરા-તફરીનું માહોલ સર્જાયો હતો. ઘટના વાજવડ નેશનલ હાઇવે ફાટક નજીક બારી પાસે થી કોઠાર તરફ જતાં માર્ગ પર બનતાં જાગૃત સ્થાનિકો તરત સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ઝાડનાં અંદરના ભાગે પોલાણ ભાગમાં આગ એટલી જલદી ફેલાઈ હતી . સમગ્ર ઝાડ ધૂમાડાંમાં ઢંકાઈ ગયું હતું. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધૂંધળો વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નજીકના ઘરોમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝાડ ઉપર પાણી નાખી આગ ઓલવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
અજાણી કારણોસર ભડકી ગયેલી આ આગની જાણ વન વિભાગના અધિકારી અંકિતભાઈ પટેલને કરવામાં આવી હતી. સ્થાનિક લોકલ લોકો આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયત્ન કર્યા હતા.વૃક્ષ મુખ્ય માર્ગ પાસે હોવાથી વધુ નુકસાન ન થાય તે દૃષ્ટિએ તુરંત કાર્યવાહી કરવામાં આવી.

સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ ઘટનાએ વનવિભાગની સૂચેતતા અને સ્થાનિક લોકોની સતર્કતાની નોંધણી કરાવી છે. આગ કઈ રીતે લાગી તેની ચોક્કસ માહિતી હજુ મળી શકી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે કુદરતી તાપમાનમાં વધારાની અસર કે કોઈ બેદરકાર રીતે ફેંકાયેલી જ્વલનશીલ વસ્તુ તેના માટે જવાબદાર હોઈ શકે છે.
વન વિભાગે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આગ લાગવાની ઘટના ફરી ન બને તે માટે સહકાર્ય પ્રણાલીઓ સુસજ્જ બનાવવાની દિશામાં પગલાં લેનાર છે. ગામના લોકો પણ આવી ઘટનાઓ સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.