
ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ વિકાસના કાર્યો કરી રહી છે.

https://youtu.be/JZ7x5fu5kUI?si=wIjibHMCVcN1ifz6
ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંબાચ, ડુમલાવ, રોહીણા પારડી તાલુકાના અન્ય ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો રોડ માટેનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અંદાજીત 6.55 કરોડના ખર્ચે રોડ નવા બનાવવામાં આવશે. ગ્રામજનો માંગણી હતી. આસપાસ ગામો જેવા કે, બરઇ, ગોયમા, તરમાલિયા,અંભેટી, સુખાલા, જેવા આસપાસના ગામના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે સારા રોડની સુવિધાઓ મળશે,ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સારા રોડ થવાથી માર્કેટમાં અવરજવર ફાયદો થશે.


ગ્રામ્ય વિસ્તારના અંબાચ બાવીસા ફ .થી ઠાકોરભાઈ અને કીકુભાઈના મહોલ્લા નો રોડ.રુ.60લાખ, રઘુજી ફ.જોઈનીગ અંબાચ પાથરપુજા રોડ રુ.65લાખ , ડુમલાવ ભવાનીમાતા મંદિરથી તાડ ફ.નાનચંદ ફ..દેસાઇ ફ. રોડ રૂપિયા 1 કરોડ 30 લાખ, ઉદવાડા રોહીણા રોડથી તરમાલીયા ભગત ફ રોડ રુ.1કરોડ 5 લાખ, રોહીણા દીપમાડ ફ .રોડ રુ.80 લાખ,
રોહીણા.બરઈ,ગોઈમા. સાદડવેરી સુખાલા રોડ રુ.2 કરોડ15 લાખ.મળી કુલ.રુ. 6 કરોડ 55 લાખ ના 16.5 કિલોમીટરના રસ્તા ના ખાતમુહૂર્ત ધારાસભ્ય અને માજીમંત્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઇ પટેલ,ગોઈમા જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર પટેલ,અંબાચ જિ.પંચાયત સભ્ય મિત્તલબેન પટેલ, પારડી તા.પં.કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,ના હસ્તે કરવામા આવ્યા..


ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે, બધાનાં સહકારથી વિકાસના કામો થઈ રહ્યા છે. ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યોની જવાબદારી છે કે પ્રજાને વધારેમાં વધારે સુવિધા કેવી રીતે મળી શકે અને એને કેમ વધારે આપણે લાભ આપી શકે તે કામ આપણે સૌ બધાએ કરવાનું માટે જણાવ્યું હતુ.
રોડ,પાણી,લાઈટ,આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે બાકી રહેલ તમામ કામો ભાજપ ના શાસન મા પૂર્ણ કરવાની ખાત્રી આપી આગામી લોકસભાની ચુટણીમા સૌ એકજુથ થઇ ભાજપ ને મતદાન કરવાની હાકલ કરી હતી.

આ પ્રસંગે જીતેશભાઈ,વિજયભાઇ પટેલ, સંગઠન ઉપાધ્યક્ષ રાજુભાઈ આહીર, દિક્ષાંતભાઈ પટેલ, યુવા મોરચા મહામંત્રી ખેરલાવ સરપંચ મયંકભાઈ પટેલ, ડુમલાવ સરપંચ.પ્રકાશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ચંદુભાઈ પટેલ અંબાચ સરપંચ મનિષાબેન પટેલ,બરઈ સરપંચ અશોકભાઈ ડેપ્યુટી સરપંચ બાબુભાઈપટેલ. ગોઈમા સરપંચ જયોતિબેન મિતેશભાઈ પટેલ, રોહીણા સરપંચ રવિન્દભાઇ પટેલ તમામ ગામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યા મા કાર્યકર્તા ઉપસ્થિત રહી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Ad..





