
ગયાં અંકમાં આપને જોયું કે દુબઈ જતી સુરેખાને મૂકીને પાછાં ફરતાં સિદ્ધાર્થને સાર્થકના કિડનેપિંગ માટે એરેસ્ટ કરી લીધો. સુધીર દત્ત એક ઉંચા દરજ્જાનો જાસૂસ સાબિત થતો જતો હતો, તેની દરેકે દરેક પર સરખી નજર રહેતી હતી. શહેરથી દૂર અંતરિયાળ વિસ્તારમાં પોતાની બહેનને ત્યાં રહેતી શ્રીદેવી અને સાર્થક ને કઈ કઈ મુશ્કેલી પડશે? અને તેનું નિવારણ પણ તે અહીં બેઠા કરતો હતો. તો શ્રીપાલને એરેસ્ટ કરાવી સુરેખા ને પણ બરાબરની ફસાવી! હવે દુબઈ પોલીસના સંકજા માંથી સુરેખા પોતાની જાતને કઈ રીતે બહાર કાઢશે! અને સાર્થક લીગલી એનો દત્તક પુત્ર હોવાથી પોલીસ એને વિશે પણ એની પૂછતાછ કરશે. એની સાથે રહેતા સિદ્ધાર્થ પર એના કિડનેપિંગ નો ચાર્જ મૂકી, તેને જેલ ભેગો કરી, અને કેસીનો અંતર્ગત ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પણ કાનૂની સેલ લગાવવાની તેની ચાલ કામયાબ થતી દેખાતી હતી. હવે સિદ્ધાર્થને તેનો વકીલ છોડાવી શકશે કે કેમ? શ્રીદેવી સુખવંત ની નજરથી ક્યાં સુધી બચી શકશે? અને નાનકડો એવો સાર્થક આ પરિસ્થિતિમાં મોટી મમ્મી સાથે ત્યાં સુધી ટક્કર ઝીલશે! સુધીર દત્તની બહેન પાર્વતી અને તેનો પ્રેમી બંને સુખવંતની નજરથી ક્યાં સુધી બચી શકશે? શું ફરીવાર શ્રીદેવી હવેલી માંથી બહાર નીકળશે? સિક્યુરિટી ગાર્ડ સિદ્ધાર્થને કઈ રીતે અને કેવી કેવી ખબર આપતો હશે, અથવા તો સુધીર દત્ત, સુરેખા કે સિદ્ધાર્થના રૂમમાં માઇક્રોફોન મશીન સેટ કર્યું હશે! કે તેની હર એક ચાલથી એ વાકેફ થઈ જાય છે, અને એ લોકો કોઈ ચાલ ચાલે એ પહેલા જ સુધીર દત્ત એને ચારો ખાના ચિત્ત કરી દે છે. એટલે કે શ્રીદેવી બાબત કઈ વિચારવા કે એ તરફ લક્ષ્ય સેવવા દેતો નથી! આખરે ક્યાં સુધી શ્રીદેવી અને સાર્થક આમ નિરાશ્રિતની જેમ અહીંથી અહીં ભટકતા રહેશે! શ્રીકાંત અને તેના પિતા આ બંને કેટલા રહસ્યોને મનમાં લઈને જ આ દુનિયામાંથી સીધાવી ગયાં એ તો હવે રહસ્ય ખુલે ત્યારે જ ખબર પડે!: પણ હવે સુધીર દત્તની આગલી ચાલી શું હશે? અને સુરેખા દુબઈ પોલીસને પોતાના નિર્દોષ હોવાના શું પુરાવા આપશે! તેમજ સિદ્ધાર્થ નો વકીલ સિદ્ધાર્થને છોડાવવા માટે કઈ કલમની મદદ લેશે! આ બધું જ જાણવા માટે વાંચો આગળ…
સુરેખા અને સિદ્ધાર્થે બંને જણાયે ચર્ચા કરી અને અંતે નક્કી કર્યું કે સિદ્ધાર્થ અહીં રાખવાં રહેશે તેમ જ કેસીનો પણ હેન્ડલિંગ કરશે જ્યારે સુરેખા દુબઈ જઈને દુબઈ પોલીસ ને પોતાના બે ગુનાહીના પુરાવા આપી શ્રીપાલને છોડાવીને લાવશે. પ્લાન મુજબ સુરેખા ને મૂકીને સિદ્ધાર્થ એરપોર્ટથી બહાર નીકળતો હતો ત્યાં જ સુધી દત્ત ના કહેવાથી સાર્થકના કિડનેપિંગ નો ચાર્જ સિદ્ધાર્થ પર લગાવી તેને એરેસ્ટ કરવામાં આવે છે સિદ્ધાર્થ એકદમ ગભરાઈ જાય છે કારણ કે આવી કોઈ શક્યતા એમણે વિચારી નહોતી એ તરત જ પોતાના વકીલને ફોન કરે છે પરંતુ નાનકડા એવા પાંચ વર્ષના બાળકનાં કિડનેપિં નો ચાર્જ હોવાથી એમ આસાનીથી બેલ મળશે નહીં એવું વકીલ સ્પષ્ટપણે કહી દે છે.
સુધીર દત્ત પોતાની ઓફિસમાં બેઠા બેઠા વિચારે છે કે એક પ્રેમ અને એક પૈસા બે માનવીને જિંદગીભર નચાવે છે! પોતે શ્રીદેવીના પ્રેમને કારણે તેને બચાવવા માટે આમથી તેમ કેટલું કરે છે અને સિદ્ધાર્થ મેં સુરેખા પૈસા માટે થઈને કેવા કેવા ષડયંત્રો રચે છે! સુધી દત્ત ને વિચાર આવે છે કે શ્રીદેવી તો એનો સંત છે પરંતુ શું શ્રીકાંત પણ એટલું જ નિખાલસ અને નિર્દોષ હતો કે આ બધા ષડયંત્રનો ભાગીદાર હતો! અને સુરેખા એ તેને માર્ગમાંથી હટાવી બધા જ રૂપિયા ઝૂંટવી લેવા ઉડાવી દીધો હોય! એવું પણ બને! સુધીર દત્ત હજી એક ચાલ રમવા માંગતો હતો તે સુરેખા અને સિદ્ધાર્થ વચ્ચે ફૂટ પડાવી એની જોડી તોડવા માંગતો હતો કારણ કે અંતે તો સુરેખા નું બળ સિદ્ધાર્થ હતો, એટલે જો એ તેનો સાથ છોડી દે તો સુરેખા આપોઆપ સરન્ડર થઈ જાય! એણે કંઈક વિચારી અને ફોન લગાડ્યો અને જેલમાં મુલાકાતિઓનો સમય હોય એ સમયે પોતાની મુલાકાત સિદ્ધાર્થ સાથે ગોઠવી દીધી ત્યાંના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ કહ્યું કે સાંજના ચારથી પાંચ વચ્ચે મુલાકાતઓ આરોપીને મળી શકે છે!’સિદ્ધાર્થના વકીલને એ કઈ પ્રકારના કાગડો તૈયાર કર્યા છે એ વિશે પણ જાણવું જરૂરી હતું અને એમાં સિદ્ધાર્થ ન છૂટી શકે એવું પણ કંઈક કરવું પડશે તો જ સિદ્ધાર્થ પર પ્રેશર વધારી શકાય! એમણે તેના વકીલને ફોન કર્યો અને કહ્યું કે તમે જે આરોપીને છોડાવવા માગો છો એ સિદ્ધાર્થ અત્યારે દુબઈ પોલીસની નજરમાં છે અને ઇન્ટરનેશનલ સ્મગલિંગ કરતા તે અને તેની સાથી સુરેખા હાથો હાથના ઝડપાઈ ગયા છે જો તમે આ કેસ લડશો તો દુબઈ પોલીસની નજરમાં તમે પણ આવી જશો અને આપણી પોલીસ પણ તમને છોડશે નહીં આ ઉપરાંત એક પાંચ વર્ષના બાળકની જિંદગી સાથે ખીલવાડ કરનારને બચાવવો એ માત્ર કાનૂની અપરાધ જ નથી, પણ સામાજિક અપરાધ પણ છે! અને ભારતિય સમાજની નજરમાં આ વાત આવશે એટલે એ જીવતાં નહીં મુકે! આ બધું વિચારીને જ કેસ લડજો, અથવા બેલ નાં પેપર તૈયાર કરાવજો, આમ ચેતવણી આપી ફોન મુકી દીધો. સિદ્ધાર્થના વકીલ પર સુધી દત્ત ના કહેવાની અસર થઈ અને એણે મનોમન નક્કી કર્યું કે થોડા રૂપિયા માટે થઈને સામાજિક આબરૂ નો પ્રશ્ન ઉભો થાય એવું કંઈ કરવું નથી એટલે તે સાંજે અથવા બીજે દિવસે સવારે સિદ્ધાર્થને ઘસીને ના પાડી દેશે!
ઘડિયાળ 3:30 નો સમય બતાવતી હતી એટલે સુધી પોતાની ચેમ્બરને લોક કરી સિદ્ધાર્થને જે પોલીસ સ્ટેશનને કસ્ટડી રૂમમાં રાખ્યું હતું ત્યાં જવા માટે ટેક્સી કરી, 15 મિનિટમાં પોલીસ સ્ટેશનને પહોંચી ગયાં. ક્યાંના ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી પોતાની આઇડેન્ટી બતાવી અને સિદ્ધાર્થ ને મળવા માટે પોતે જ નામ લખાવ્યું છે તેમ જણાવ્યું! એમણે ઇન્સ્પેક્ટરને જ પૂછી લીધું ઇન્સ્પેક્ટર એની બેલ થઈ શકે એમ છે કે કેમ! ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ વકીલો કાનુની દાવ પેજમાં ખેલાડી હોય છે અને કોઈને કોઈ રસ્તો કાઢી એ સિદ્ધાર્થને છોડાવશે ખરા પરંતુ સિદ્ધાર્થ છૂટવા માટે રાજી નહીં થાય, કારણ કે બહાર કરતા જેલમાં એ વધુ સુરક્ષિત રહી શકશે! જો એકવાર સમાજની કોઈ સામાજિક સંસ્થા ને જાણ થઈ ગઈ કે સિદ્ધાર્થ સાર્થક નાં કીડનેપ માટે જવાબદાર છે, તો સામાજિક સંસ્થાઓ એનાં ઘર આગળ હલ્લો બોલાવશે અને નારા બાજી કરશે! ઉપરથી મીડિયા તેને પ્રશ્ન પૂછીને થકવી દેશે! સુધીર દત્ત મનોમન ખુશ થતો હતો કે તીર બરાબર નિશાન પર લાગ્યું છે, મુલાકાત માટે નો સમય થતાં એ સિદ્ધાર્થ ને મળવા પહોંચી ગયો.
સિદ્ધાર્થ આવતાં સુધીર એ કહ્યું હાય! આઈ એમ સુધીર દત્ત! સિદ્ધાર્થ એ તેનું નામ સાંભળ્યું હતું, અને સોશ્યલ મીડિયા પર એનાં ફોલોવર્સ દ્વારા મુકાતા ફોટો ને ગુનેગાર ને પકડતા ખતરનાક વિડિયો જોયાં હતાં,પણ રુબરુ પહેલીવાર જોયો! સિદ્ધાર્થે સુધીર દત્ત ને તરત જ પૂછ્યું કે મને મળવા આવવાનું કારણ? સિધ્ધાર્થે પણ ટૂંકમાં જ કહ્યું મદદ કરવા માટે! એણે કહ્યું એમ!! એમ કરી જોરથી હસ્યો, મદદ અને એ પણ મને? દુશ્મની નિભાવવામાં તમે બહુ એક્કો છો! એટલે મારી મદદ તો કોઈ કાળે કરો નહીં. તો હવે સાચે સાચું કારણ જણાવી દો, સુધીર દતે કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે. પરંતુ મારી માટે તું દુશ્મન નથી સુરેખા દુશ્મન છે, અને તું નાહકનો એ ચક્રવ્યૂમાં ફસાઈને એટલો બધો હેરાન થાય છે. કાલે ઊઠીને દુબઈ પોલીસ તને પણ પકડી જશે તો? એ લોકોની જેલ આપણી જેટલી સારી નથી! ત્યાં આગળ સજાનો મતલબ પનીસમેન્ટ થાય છે અને આપણે ત્યાં સજાનો મતલબ સમાજથી કાપીને રાખવા એટલો જ થાય છે અથવા તો આરામ પણ કહી શકો! આ બધું વિચારતા મને થયું કે હું તને એક મદદનો ચાન્સ આપું! કારણ કે ખરેખર તું એનો સંપ છે એટલે કે ગુનેગાર નથી માત્ર ગુનેગારનો ગુન્હામાં સાથે દેવા વાળો છે, અને તોય આ રીતે હેરાન પરેશાન થાય છે! અને એ પણ ચંદ રુપિયા પૈસા માટે? તુ જુવાન છે રૂપિયા તો તું બીજી રીતે પણ કમાઈ શકે છે આમ ગુનો કરીને રૂપિયા શું કામ કમાવા જોઈએ! અને તે છતાં તને રૂપિયાનું આટલું આકર્ષણ હોય તો, શ્રીદેવીની મિલકતમાંથી અમુક ભાગ હું તને અપાવીશ. જેનાથી તું ઈમાનદારીનો કોઈ ધંધો શરૂ કરી ઈજ્જતથી જીવી શકે છે! આમ ક્યાં સુધી પોલીસ ની આંખમાં કોઈ ધૂળ નાખી શકે છે! એકને એક દિવસ તો ખરાબ અંજામ આવીને જ રહેશે! એટલે કહું છું હજી વિચારી જો! જો તું મારી વાત માને તો હું તને સરકારી ગવાહ બનાવી તારી સુરક્ષા માટે પણ કંઈક કરી શકું! આમ કહી સુધીર દત્ત ત્યાંથી નીકળી ગયાં, અને એણે પાછળ ફરીને જોયું તો સિદ્ધાર્થ પોતાની સુરક્ષા વિશે વિચારતો હોય એવું લાગ્યું! અને એને થયું વાહ ચાલો આ તીર પણ નિશાના પર લાગ્યું!
સુધીર દત્તની ગાડી રોડ પર ચાલી રહી હતી, અને એનાં મનમાં થયું કે સુરેખા નું દુબઈમાં કેવું થયું છે એ તો જાણવાનું તો રહી જ ગયું! અને એણે ઘડિયાળમાં જોયું એને થયું હજી તો ત્યાં સાંજ પણ નહીં પડી હોય! આમ કરી એક સુમસામ રોડથી સહેજ નીચે ઉતરી એણે ગાડી રોકી દીધી અને જોઈ લીધું કે કોઈ પીછો કરનાર તો નથી ને! એણે સિક્યુરિટી ગાર્ડ બહાદૂર ને ફોન લગાડ્યો! સુરેખા સાથે દુબઈમાં શું થાય છે એની જાણકારી મેળવવા એણે બહાદૂર નંબર 2 ને નકલી આઈ ડી પર દુબઈ મોકલ્યો હતો! બહાદુર નંબર 2 બધી રીતે બરોબર હતો પણ શરાબ અને સુંદરી બંને એની વિકનેસ હતી! હવે દુબઈ તો આ બંને માટે પ્રખ્યાત હતું! એટલે એને એની ચિંતા હતી, પણ એણે બહાદૂર નંબર 2 ને બરાબર ની ધમકી આપી હતી કે જો મને ખબર પડી કે તે શરાબને હાથ અડકાડ્યો છે તો આજીવન કારાવાસની સજા કરાવીશ એટલું યાદ રાખજે! તું ત્યાં એક ખૂબ અગત્યનું કામ કરવા જાય છે! એણે બહાદૂર ને કહ્યું તું હંમેશા મને પુછે છે ને કે પડદા પાછળની છબીમાં કોણ છે? તો એમ સમજી લે કે એનું મર્ડર કરનાર ને પકડવા માટે તું જાય છે, દોસ્ત શરાબ પીવા માટે આખી જીંદગી મળશે પણ આ મોકો આપણને મળશે નહીં! બહાદુર નંબર 2 પર એને ભરોસો હતો, સુધીર દત્ત એ એને ફોન લગાડ્યો ટ્રીન ટ્રીન ટ્રીન એમ કરીને પાંચ વાર આખી રીંગ ટોન પૂરી થઈ ગઈ પણ ફોન ઉપાડ્યો નહીં! સુધીર દત્ત ને થયું કે શું થયું હશે….
શ્રીદેવી સુખવંતની બેરહમીથી પરેશાન પાર્વતી વિશે જેમ જેમ વિચારતી ગઈ, એમ એમ એને પાર્વતી પર ખૂબ દયા આવતી હતી! આમ જુવો તો આ ઈલાકાની બધી સ્ત્રીઓ લગભગ આમ જ જીવતી હશે એવો ખોફ હતો સુખવંતનો! અહીં આવનારી કોઈ સ્ત્રી ની ઈજ્જત લૂંટાતી હતી પણ પોલીસ એનું કંઈ કરી શક્તી નહીં અને કોઈ પુરુષ પણ અવાજ ઉઠાવવા તૈયાર નહોતું! શ્રીદેવી ન્હાઈ ને પોતાનાં લાંબા ને કાળાં વાળ કોરા કરતી હતી, અને સામેના દૂરના મુખ્ય માર્ગથી એક બગી આવતી હતી, અને એમાં બેઠેલ પુરુષ ની નજર દૂરથી હવેલી ના પાછળના ભાગે પડતા વરંડામાં ઊભેલી એ સ્ત્રી પર પડી અને એને થયું આ પાર્વતી નથી! તો પછી આટલી સુંદર સ્ત્રી કોણ છે? અને એ પણ હવેલીમાં? એ વાત થી બે ખબર શ્રીદેવી આજે મૂડમાં હતી, અને ગીત ગણગણતી હતી, અને નીચેનાં માળે પીંજરામાં રહેલી મેના કોણ છે? કોણ છે? કોણ છે? કરવા લાગી અને પાર્વતી ગભરાઈને પાછળની તરફ દોડી અને બરાબર એ જ સમયે પેલી બગી ત્યાં આવીને ઉભી રહી અને પાર્વતી સીડી ચડતી હતી ત્યાં એ જ પત્થર થઈને ઊભી રહી ગઈ…..
ઓહ સુધીર દત્ત ની એક એક ચાલ પર આફરીન થઈ જવાય એવી છે! પણ બે જગ્યાએ તે કેમ પહોંચી વળશે? બગીમાં કોણ હતું શું સુખવંત હશે! અને તેની નજર શ્રીદેવી પર પડી હશે? તૈ શું શ્રીદેવી પોતાની ઈજ્જત બચાવી શકશે? અને બહાદુર નંબર 2 એ સુધીર દત્તનો ફોન કેમ નહીં ઉપાડ્યો હોય? શું એણે શરાબ એટલે પોતાની નબળાઈ પાસે નમતું જોખ્યું કે પછી દુબઈ પોલીસ કે સુરેખાનાં કબજામાં હશે? અને સિદ્ધાર્થ તથા તેનો વકીલ બંને શું સુધીર દત્તના જાસાં માં આવી જશે?? આ બધું જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે……
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)