
ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી નાહીને રવેશમા પોતાના વાળ ઝાપટતી હતી, ત્યાં દૂરનાં માર્ગેથી સામેથી આવતી, એક બગીમાં બેઠેલો પુરુષ એને જોઈ ગયો, અને જોગાનું જોગ એ બગી હવેલી પાસે આવી ત્યારે પણ શ્રીદેવી હજી ત્યાં જ હતી. એણે હવેલીની ઉપરનાં માળની ઓરડીમાં કોણ છે? એની તપાસ કરવા માટે સીડી તરફ આગળ વધવા જતા હતાં, તે દરમિયાન પાર્વતીએ પણ જોયું કે પરિસ્થિતિ હવે પોતાના કંટ્રોલમાં નથી છતાં તે સડસડાટ કરતી દાદરો ચડી! પણ બગીમાંથી ઉતરતા માણસને જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ અને સીડી પર જ પૂતળું બનીને ઉભી રહી ગઈ. આવનાર માણસ શું સુખવંત હશે? અને એ શ્રીદેવી સુધી પહોંચી શકશે કે કેમ? આ ઉપરાંત દુબઈ પોલીસને પોતાની બેગુનાહી નો સબૂત આપવા પહોંચેલી સુરેખા પર ધ્યાન રાખવા માટે અહીંથી એક બાહોશ પોલીસ કોન્સ્ટેબલને સિક્યુરિટી ગાર્ડ તરીકે હાયર કરી તેને ત્યાં આગળ સુધીર દત્તે મોકલ્યો હતો, પરંતુ ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે જ્યારે સુધીર દત્ત એ ફોન કર્યો તો, બહાદુર એ ફોન ઉપાડતો ન હતો! બહાદુર નંબર ટુ ની વાઇન નબળાઈ હતી, તો શું એ સાચે આલ્કોહોલિક ડ્રગ્સનું સેવન કરી ક્યાંક પડ્યો હશે? કે પછી અન્ય કોઈ મહત્વનું કાર્ય કરતો હશે! એટલે ફોન ઉપાડ્યો નહી હોય, કે પછી એને પણ કોઈએ બંદી બનાવી દીધો હશે! સિદ્ધાર્થ તેમજ તેનો વકીલ શું બંને સરકારી ગવાહ બની જશે? સિદ્ધાર્થ પકડાઈ જતાં કેસિનો કોણ હેન્ડલ કરતું હશે! અથવા તો સુધીર દત્ત એની પર સીલ કરાવવા માટે કામિયાબ થશે? આ બધું જાણવા વાંચો આગળ….
AD.


બગી નાં ઉભા રહેવાનો અવાજ આવતાં જ શ્રીદેવી ચોંકી ગઈ હતી, અને તેની નજર નીચે ગઈ, અને બગી માથી ઉતરતા પુરુષને જોઈને એ પણ અંદરની તરફ ભાગી, અને એ ઓરડીને તો બહાર તાળું હતું જ! છતાં અદંરના બાથરૂમમાં પોતાને અને સાર્થક બંધ કરી સેઈફ કરવાની કોશિશ કરી. પાર્વતી ને પરસેવો થઈ ગયો, કારણકે બગી માથી સુખવંત જ નીચે ઉતરી અને સીડી તરફ આવતો હતો! પરંતુ ઈશ્વર ને કદાચ કંઈક બીજું મંજૂર હતું, એટલે બગીની પાછળ જ આ ગ્રામ્ય વિસ્તારમાં ફરતી ફરતી શહેરના જકાતનાકાની પોલીસની જીપ પણ પાછળ આવી, અને એક ખૂંખાર ગુનેગાર સ્મગલીંગ કરતાં ઝડપાયો, એણે સુખવંતને આ બધાં કારોબાર માટે કારણભૂત ગણાવ્યો, એટલે ન છૂટકે અમારે તમને લેવા આવવું પડ્યું! એમ પોલીસ ઇન્સ્પેકટર રવિ સોલંકી એ કહ્યું. ઉપરાંત એમ પણ કહ્યું કે સીટી ઇલાકામાં ઈનચાર્જ બદલાઈ ગયાં, એટલે ઉપરથી આદેશ આવ્યો! એટલે આવવું પડ્યું.જો તમે સહકાર આપશો, તો અમારે તમને હથકડી પહેરાવી ને લઈ જવાં નહીં પડે.
AD…


સુખવંત એ વિચાર્યું કે આ તો ઘરનો મામલો છે, પછી નીપટી જશે! અત્યારે આ મેટર મહત્વની છે. એણે પોલીસ ઇન્સ્પેકટર રવિ સોલંકીને કહ્યું યસ, ચાલો હું તમારી સાથે જ આવું છું! મારે પણ જોવું પડશે એ કોણ આવ્યું છે, આ ઇલાકામાં! જેણે સુખવંતનું નામ લેવાની ગુસ્તાખી કરી. એ વટથી આગળ જ બેસી ગયો, અને એણે એક તીરછી નજર પાર્વતી પર નાખી, જાણે મનોમન કહેતો હોય કે તૈયારી કરી લેજે! હું એક કલાકમાં આવું છું! અને જીપ હાઇ વે તરફ આગળ વધી ગઈ. પાર્વતી જીપ દેખાતી બંધ થઈ, ત્યાં સુધી સ્થિર ઉભી રહી, પછી એને એકાએક કંઈક યુક્તિ સુઝી અને એ ઉપર દોડી ગઈ, એણે ઝટઝટ તાળું ખોલ્યું અને શ્રીદેવી ને વોશરૂમ માંથી બહાર નીકળવા કહ્યું, અને લખીને સમજાવ્યું કે હવે આ જગ્યા એની માટે ખતરનાક બની ગઈ છે! આ વાત મોટા ભાઈ એટલે સુધીર દત્ત ને કહી દો! એટલી વારમાં એક બીજો વિચાર પણ આવ્યો, અને એણે પેલી હાટડી વાળા યુવાન ને ઘરે ત્યાં સુધી શ્રીદેવી અને સાર્થકને રાખી દેવા વિચાર્યું. શ્રીદેવી એ ઇમરજન્સી નંબર પરથી સુધીર દત્ત સાથે વાત કરી, અને કહ્યું કે પાર્વતી દીદીનો પતિ સુખવંત એક વિકૃત માણસ ધરાવતો પુરુષ છે, અને એણે ગામની એક પણ સ્ત્રીને બાકી રાખી નથી, તેમ જ પાર્વતી દીદી સાથે પણ બહુ બિભત્સ વર્તન કર્યું છે. એણે આજે મને રવેશમા જોઈ લીધી છે, માટે હવે હું આ જગ્યાએ સેઈફ નથી! જેમ બને તેમ જલ્દી આવી મને લઈ જાઓ. ગામમાં લગભગ સુખવંતનું કોઈ હિતેચ્છુ નહોતું, કારણ કે એનાં કામ જ એવાં હતાં! અને લગભગ ગામનું એકેય ઘર એવું નહોતું કે જે સુખવંતના સરમુખત્યાર સાશનનો ભોગ ન બન્યું હોય! એટલે એમાંથી કોઈ સુખવંતને કંઈ જણાવે એવી શક્યતા નહિવત્ હતી ! છતાં પાર્વતી શ્રીદેવી અને સાર્થકને ગુપ્ત રીતે સામાન સાથે પેલા અખિલેશ નામના યુવાનને ઘરે લાવી અને રાખી દીધાં. એણે પોતાના હાવભાવથી અખિલેશ ને સમજાવ્યું કે, હવે આ તારી જવાબદારી છે! અને પોતાની કસમ પણ આપી! અખિલેશે પણ પાર્વતીનાં માથા પર હાથ રાખીને કહ્યું કે પોતે પોતાની જાન કુરબાન કરી દેશે! પણ આ બેમાંથી કોઈને એના જીવતા કોઈ અહીંથી લઈ નહીં જઈ શકે, ત્યાં સુધીની બાહેધારી તેણે સ્વીકારી લીધી. છતાં પાર્વતી કોઈ જોતું નથી ને એમ ચેક કરી બહાર નીકળી ગઈ. એણે હવેલીમાં જઈને એનાં નોકરોને લખીને સમજાવ્યું કે એને બાંધી દ્યો, એટલે સાબ આવે ત્યારે બધાએ કહેવાનું કે કોઈ ઉંચા અને કદાવર ચાર પાંચ વ્યક્તિઓ આવી અને ઉપરની ઓરડીમાંથી પેલી સ્ત્રી ને લઈ ગયા! અને મેમસાબ કી ભી એક ન સુની! હમ સબ કો ભી કિતના પીટા દેખો ઐસે ઐસે કરકે કુછ દીખાના! છતાં ચિંતા તો હતી જ કે સુખવંતની આવીને શું પ્રતિક્રિયા હશે? તેમજ મોટા ભાઈ એટલે કે સુધીર દત્તનાં આવ્યાં પહેલા શ્રીદેવી ને પકડી પાડશે તો?
AD..

સુધીર દત્તના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે, અને ટ્રુ કોલર માં એ દુબઈનો નંબર હતો, એ ખબર પડતાં જ સુધીર દત્ત એ ફોન રીસીવ કર્યો, અને સામેથી બહાદુર નંબર 2 નો અવાજ સંભળાયો. એણે કહ્યું સાહબ દુબઈ એરપોર્ટ ઉતરતા જ ફોન ગુમ હો ગયા! પતા નહીં અબ સાયદ ચુરાયા હો, યા તો ગીર ગયાં! કહાં જાના થા? કોન સા કામ કરના થા! સબ કુછ ઉસ ફોનમે થા ! ઔર ઉપરસે આપકા નંબર ભી ઉસ ફોન મેં થા! અબ ક્યા કરું! સોચ કે ઈધર ઉધર ઘુમ રહા થા, તબ એક પુરાના દોસ્ત મિલ ગયા! ઔર દિમાગ પે જોર ડાલ કે આપકા નંબર યાદ કિયા! અબ મેં ક્યાં કરું? સુધીર દત્તને થયું કે આને હવે મારે શું કહેવું? પણ ટ્રેઝડી તો ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે! બની શકે કે ફ્લાઈટમાં જ કોઈ એની પર નજર રાખતું હોય, અને એનો ફોન ચોરી લીધો હોય! અને એવું ન પણ હોય! પણ હવે શું કરવું? એણે કહ્યું કે હું તને તારા દોસ્તના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરું છું, એમાંથી એક નવો ફોન ખરીદી નવું સિમ કાર્ડ લઈ લે. એમાં તારું ફેક આઈડી પણ મોકલું છું, એટલે તને સીમકાર્ડ લેવામાં તકલીફ નહીં થાય. આ ઉપરાંત દુબઈ પોલીસમાં મારો એક મિત્ર છે,પણ જરૂર પડે તો જ એની હેલ્પ લેવાની છે, બાકી એને પણ ખબર પડવી ન જોઈએ!: અત્યારે જ તારા દોસ્ત સાથે દુબઈના એક પોલીસ સ્ટેશનને જઈ અને તારો મોબાઈલ ખોવાઈ ગયાંની એક કમ્પ્લેન નોંધાવી દે, એનાથી આપણી પાસે એક પ્રૂફ રહેશે. એ લોકો તારી પૂછપરછ કરશે કે તું અહીં શું કામ આવ્યો હતો? તો વ્યવસાય કે નોકરી શોધવા આવ્યો છું, એમ કહેજે, બસ એનાથી વધુ કંઈ નહીં! અને હા તારાં દોસ્ત સાથે વાઈન પીવાં નહીં બેસી જતો! એણે કહ્યું સાબ મેરા દોસ્ત વાઇન નહી પીતા, વો એકદમ જેન્ટલમેન હે! સુધીર દત્તે કહ્યું અચ્છા અચ્છા ફિર ભી ઉસે અપના કુછ ભી અભી બતાને કી જરૂરત નહીં હૈ! તું ઉધર ક્યું ગયા હૈ ?ઔર હમે કિસ પે નજર રખની હૈ? વો ઉસે કુછ ભી પતા ચલના નહીં ચાહિયે. બહાદુર નંબર ટુ એ કહ્યું યસ બોસ એમ કરી ફોન કાપી નાખ્યો, અને સુધીર દત્તનાં કહ્યા મુજબ એરપોર્ટ નજીકના એક પોલીસ સ્ટેશનમાં જઈ અને કમ્પ્લેન નોંધાવી દીધી. આ ઉપરાંત સુધીર દત્તે મોકલેલા રૂપિયા માંથી એક નવો ફોન ખરીદ્યો, અને, એમાં નકલી આઈડી પ્રુફ પરથી સીમકાર્ડ પણ નખાવ્યું, અને નવો નંબર સુધીર દત્ત ને આપ્યો. સુધીર દત્ત એ સુરેખા અંદાજે કંઈ હોટેલમાં ઉતરી હશે એ ક્હ્યું, કારણ કે દુબઈ પોલીસ તરફથી જે પોલીસ ઇન્સ્પેકટર ને પોતે આવું કરવા કહ્યું હતું, એ પોલીસ સટેશન ના એરિયામાં આવતી હોટેલમાં જ સુરેખા રહેવાનું પસંદ કરે, એ ગણતરી મુજબ તો એ જ હોટલ હોવી જોઈએ! તેમ છતાં એ એરિયામાં આવતી બધી હોટલોમાં તપાસ કરી લેવાં પણ કહ્યું
Ad..

બહાદુર સુધીર દત્તના બતાવેલા એડ્રેસ પર સુરેખાની તપાસ કરવા પહોંચી ગયો, અને સુધીર દત્તનું અનુમાન કેટલી હદે સાચું પડ્યું છે, એનો નમૂનો પણ મળ્યો, એટલે કે એ હોટલમાં જ સુરેખા ઉતરી હતી. આ ઉપરાંત એણે કહ્યું હતું કે સુરેખા આગળ પોતાનું રૂપ એક અનોખું હથિયાર છે, અને એના દ્વારા તે કામણ કરશે! એટલે રાત્રે કોઈપણ સંજોગોમાં એનો પીછો કરવાનું ચૂકતો નહીં! એ વાત પણ સો એ સો ટકા સાચી પડી. સુરેખા રાતના દસ વાગતા જ પાર્ટીવેર ડ્રેસ પહેરી અને પોતાના રૂપનું પ્રદર્શન કરતી ટેક્સીમાં બહાર નીકળી. દુબઈ પણ રાતની રંગત જમાવી ચૂક્યું હતું, અને ઠેર ઠેર લાઇટિંગ ના નજારા જોવા મળતા હતાં. એની ટેક્સી એક કેસિનો આગળ આવીને ઊભી રહી, અને સિક્યુરિટી ગાર્ડ જાણે એને ઓળખતો હોય, એ રીતે જ સલામ કરી,અને સુરેખા એક કડક અંદાજથી અંદર પ્રવેશી. મધ્યમાં આવેલા મુખ્ય ટેબલ પાસે પહોંચી, અને એસક્યુઝમી ! કહી એ પોતાની સીટ ગ્રહણ કરી. મોટો દાવ લગાડ્યો, ત્યાં રમનારા સૌનું ધ્યાન સુરેખા પર કેન્દ્રિત થયું. સુરેખા લળી લળીને હળવા સ્મિત સાથે સૌનું અભિવાદન કરી રહી હતી. તેમજ જુકી જુકી ને પોતાના અંગ ઉપાંગનું દર્શન કરાવતી હતી, એટલે કેટલાય મુર્ગા તો આમ જ ઘાયલ થઈ ગયાં, અને સુરેખાની ધારણા મુજબ દુબઈ પોલીસનો એ ઇન્સ્પેક્ટર પણ કેસીનોમાં આવ્યો. બહાદુર વિચારતો હતો કે, સુધીર દત્ત અને સુરેખા બંને કેટલાં શાતિર ખેલાડી છે. જોઈએ હવે કોની જીત થાય છે??દુબઈ પોલીસનો ઇન્સ્પેક્ટર અત્યારે વર્ધીમાં આવ્યો ન હતો, એટલે ડ્યુટી ઉપર નહીં હોય. સુરેખાએ તેનું લળીને સ્વાગત કર્યું, અને એક મોટો હાથ માર્યો હતો, એ બધી રકમ તમારી! પણ જો આ કેસ પુરાવાના અભાવે અહીં જ ખાલીદ એટલે કે સમાપ્ત કરવામાં આવે છે, એવું એક સ્ટેટમેન્ટ આપો તો ! રકમ એટલી મોટી હતી કે પેલા એ વિચારવાનો સમય માગ્યો! સુરેખાએ કહ્યું કે ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરીના પગાર કરતા પણ વધુ રકમ છે ! આમાં આટલું વિચારવાનું શું? છતાં એણે સમય માગ્યો! અને સુરેખા એ કહ્યું સીટટટ… આટલી મહેનત નકામી ગઈ, કારણ કે આ આખું એને ફસાવવાનું ષડયંત્ર હતું, પણ એ નાકામિયાબ રહ્યું! એ પાછી ફરી. બહાદુર નંબર 2 એ આંખો દેખ્યો અહેવાલ સુધીર દત્ત ને આપી દીધો! સુધીર દત્ત એ કહ્યું, વેલ ડન માય બોય! કીપ ઈટ અપ યોર જોબ!
Ad…

બહાદુર સાથે વાત કરીને સુધીર દત્ત મનોમન ખુશ થતો હતો, એટલી જ વારમાં શ્રીદેવીનો ઈમરજન્સી નંબર પર સુધીર દત્તને ફોન આવ્યો, અને સુખવંતને જોઈ ગયાની વાત એણે કરી. સુધીર દત્ત એ વિચાર્યું કે હવે હજાર કામ પડતા મૂકીને મારે શ્રીદેવીને બચાવવા જવું પડશે, નહીં તો કંઈક અનર્થ થઇ જશે! એણે પોતાનો ગેટ અપ ચેન્જ કરીને જવા વિચાર્યું. હજી એ પોતાની તૈયારી કરતો હતો, ત્યાં જ સિદ્ધાર્થના વકીલનો ફોન આવ્યો, અને તે સિદ્ધાર્થનો કેસ નહિ લડે, એમ એને જણાવ્યું, એને કહ્યું કે મેં સિદ્ધાર્થને સ્પષ્ટ પણે ના પાડી દીધી છે કે હું આ કેસ લડીશ નહીં. તે દરમિયાન ઇન્સ્પેક્ટર નો પણ કેસીનો પર રેડ પાડવા માટે ફોન આવ્યો. પરંતુ સુધીર દત્ત એ કહ્યું કે આજે એ કામ નહીં થઈ શકે, મારે એક અન્ય કામ છે. ઇન્સ્પેક્ટર એ કહ્યું કે એવું તે શું અગત્યનું કામ છે? કે કેસીનો પર રેડ પાડવા માટે હજી 24 કલાકની રાહ જોવી પડે? તે દરમિયાન એ લોકો કંઈક છટકી જવાનો પ્લાન પણ વિચારી શકે! એને પણ થયું કે આ સાલુ ધર્મ સંકટ ઉભું થયું છે! પરંતુ શ્રીદેવી થી વધુ મહત્વનું અત્યારે કંઈ જ નથી, એ પણ એ જાણતો હતો. એણે વિચાર્યું કે હું શ્રીદેવી સાથે એકવાર ફોન પર વાત કરી લઉં, અને જો એ પોતાની જાતને સુરક્ષિત સમજતી હોય તો, 24 કલાકનો સમય માંગી શકું! અને એણે શ્રીદેવીને ફોન લગાડ્યો! શ્રીદેવીના ફોનમાં ટ્રીન ટ્રીન કરતી રીંગ વાગી, શ્રીદેવી ફોન ઉપાડે એ પહેલા જ અખિલેશ આવી પહોંચ્યો, અને એને શ્રીદેવીને સમજાવ્યું કે આપણે સુખવંતની નજરથી બચવા માટે આવા એક પણ ઉપકરણનો ઉપયોગ હમણાં નહીં કરીએ, નહીં તો ફોનના લોકેશન પરથી પણ એ તમને પકડી પાડશે, અને શ્રીદેવીને એ વાત વ્યાજબી લાગી, એટલે સુધીર દત્તનો ફોન છે એ જાણવા છતાં, એણે ફોન ઉપાડ્યો નહી. અખિલેશે કહ્યું કે આ નંબર પર એ પોતે ફોન કરી અને સુધીર દત્તને જણાવી દેશે! શ્રીદેવી એ ફોન ઉપાડ્યો નહી એટલે સુધીર દત્ત ને એક સાથે કેટલા બધા વિચારો આવી ગયા કે, શું શ્રીદેવી પકડાઈ ગઈ હશે? એનો ફોન તે લઈ લીધો હશે? એ ફોન કેમ નહીં ઉપાડતી હોય? સાર્થક નું શું થયું હશે? બંનેને બંદી બનાવ્યા હશે? અને સુખવંત તો શ્રીદેવી ના કહ્યા મુજબ એક વિકૃત માનસ ધરાવતો પુરુષ છે! એટલે એણે શ્રીદેવીની ઈજ્જત પણ…. અને એવો વિચાર આવતાં તેને નહીં…. એમ કહી એક ચીસ નાખી અને પોતાના બંને હાથ કાન પર રાખી દીધાં. એટલી વારમાં જ સુધીરદતના ફોનમાં એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. સુધીર દત્ત વિચારતો હતો, કે એ કોણ હશે? સુખવંત હશે? કે પછી શ્રીદેવી ક્યાંક ભાગી ગઈ હશે અને એણે ફોન કરાવ્યો હશે? આખરે હવે મારે શું કરવું….??
અખિલેશ શ્રીદેવી અને સાર્થકની રક્ષા કરી શકશે કે કેમ? સુખવંત પણ શું પાર્વતીના જણાવ્યા મુજબ આસાનીથી એની વાત માની જશે? કે પછી શ્રીદેવીની તપાસ કરવા માટે કોઈ યુક્તિ કરશે? કે પાર્વતી પર જુલમ કરશે? સુરેખા પોલીસ ઇન્સ્પેક્ટરને ફસાવવા માટે હવે નવું કયું ષડયંત્ર રચશે, અને બહાદુર નંબર ટુ શું આ રંગીલ નગરમાં પોતાની જાત પર કાબુ રાખી શકશે? અને સૌથી મહત્વનું અત્યારે તો સુધીર દત્ત પોતાની પર આવી પડેલા આ ધર્મશંકટનો સામનો કઈ રીતે કરશે એટલે કે શું એ શ્રીદેવીને ત્યાંથી બચાવવાની વાતને નજર અંદાજ કરશે કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરની કેસીનો પર રેડ પાડવાની વાતને નજર અંદાજ કરશે આ બધું જ જાણવા માટે હજી થોડું વધુ થોભો રાહ જુઓ આવતાં અંકે….
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)