1. News
  2. ટોપ સ્ટોરી
  3. વિધાતાની વિચિત્રતા!!

વિધાતાની વિચિત્રતા!!

Share

Share This Post

or copy the link

ગયા અંકમાં આપણે જોયું કે સુધીર દત્ત શ્રીદેવીને સિફત પૂર્વક સુખવંતની જાળમાંથી બહાર કાઢી, અને સુરક્ષિત જગ્યાએ એટલે કે વીણા માસીના ફાર્મ હાઉસ પર મૂકી આવ્યો, અને એમને જરૂરી સૂચનાઓ પણ આપી દીધી. વિણા માસી એ પણ એને ધરપત રાખવા કહ્યું. શ્રીદેવી અને સાર્થક પણ સુખવંતના અડ્ડા માંથી બહાર આવી ગયાં, એટલે થોડો હાશકારો થયો. જ્યારે આ લોકોને મૂકીને સુધીર પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે બારણું ખોલતાં જ એના ઘરમાં સુરેખા, સિદ્ધાર્થ, અને રમેશ સાવંતને બેઠેલા જોયાં. લોક ઘરમાં એ લોકો કઈ રીતે પહોંચ્યા હશે! એ સુધીર દત્ત પણ વિચારતો હતો. પરંતુ એ તો હજી પણ થઈ શકે, એટલે કે અંતે ચાવીની જ રમત હતી. પરંતુ સુરેખા દુબઈ પોલીસના સંકજામાંથી બહાર નીકળવા માટે પોતાની નિર્દોષતાના પૂરતા પુરાવા આપ્યા હશે! અને એ પુરાવા એને કોણે આપ્યાં? એ એક સૌથી મોટો પ્રશ્ન હતો. ઇન્ડિયન પોલીસીસ મોટેભાગે કરપ્ટેડ એ મુજબ સિદ્ધાર્થ નું જેલમાંથી બહાર આવવું, એ કોઈ બહુ મોટા આશ્ચર્યની વાત નહોતી. છતાં એને પણ કાઢવા માટે કોણ ફૂટ્યું? એ જાણવું જરૂરી હતું. આ ઉપરાંત સુધીર દત્ત રમેશ સાવંતને ઓળખવાનો ઇનકાર શું કામ કર્યો એ પણ હજી સમજાતું નથી. રમેશ સાવંત તેમજ બહાદુર નંબર ટુ બંને જણા સુધીર દત્તના માણસો હોવા છતાં, રમેશ સાવંતે બહાદુર નંબર ટુ ની વાઇનમાં એવું શું ભેળવ્યું કે જેને કારણે બહાદુર નંબર ટુ હજી બેભાન અવસ્થામાં છે, અને શું કામ ભેળવ્યું એ પણ એક આશ્ચર્ય જગાડે, એવો પ્રશ્ન હતો. તો આ બાજુ સુખવંત પાર્વતી, અને અખિલેશ ને કઈ રીતે ટોર્ચર કરે છે ?;કે નથી કરતો! આમ તો સુખવંતને ખાતરી હતી, કે પાર્વતી મરવાનું પસંદ કરશે, પરંતુ શ્રીદેવી વિશે કંઈ પણ જણાવશે નહીં. તો પાર્વતી નો આશિક અખિલેશ પણ પોતાની પ્રેમિકાનું રહસ્ય જણાવશે નહીં, એટલે એની પાછળ સમય બગાડવો એની કરતા કંઈક બીજું વિચારવું એ જ યોગ્ય છે. ભાગી ભાગીને ભાગશે ક્યાં? એવું પણ સુખવંત વિચારતો હતો. તો આ બાજુ સુધીર દત્ત પણ વિચારતો હતો કે હવે શ્રીદેવી વીણા માસી ને ઘેર બહુ સલામત નહીં રહી શકે, કારણ કે સુરેખા અને સિદ્ધાર્થ પણ બહાર ઘુમે છે, અને કેસિનો સીલ થવાના ચાન્સ પણ હવે ઘટી ગયા છે. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ જણાવ્યું કે શ્રીદેવીના બંગલોમાંથી રાતના કોઈ મૂજરો ચાલતો હોય એવું સંગીત વાગે છે, એવી એ વિસ્તારમાંથી કમ્પ્લેન આવી છે. સુખવંત એક માસ્ટર માઈન્ડ ધરાવતો અત્યંત ગુનાહની આલમનો એક જુનો ખેલાડી છે! પોતાની રીતે શ્રીદેવીની તપાસ કરવા માટે શું અખિલેશ અને પાર્વતીનો જ પણ અલગ રીતે ઉપયોગ કરે છે? આ બધું જ જાણવા માટે વાંચો આગળ…..

સુરેખાના માથે રિવોલ્વર રાખી અને રમેશ સાવંતે જ્યારે સામે ફરીને કહ્યું કે, લો સાબ આપકા કામ હો ગયાં! ત્યારે સુધીર દત્ત એને ઓળખવાનો ઇનકાર કર્યો! અને કહ્યું સાહેબ આપ કોણ? રમેશ સાવંત એક મિનિટ માટે સ્તબ્ધ થઈ ગયો, કે સાહેબ આવું શું કામ કરે છે? પરંતુ તરત જ એ સુધીર દત્તની ચાલ સમજી ગયો અને જોરજોરથી હસવા લાગ્યો, અને સુરેખા સામે ફરીને બોલ્યો મેડમ આપકા એક થપ્પડ આપકો હી ભારે પડ ગયાં. બિચારા હું તો ક્યા હુઆ હું તો આદમી હી! કિસી હસીન કો દેખ કે હમારા દિલ ભી મચલતા હૈ! સિદ્ધાર્થ એ કહ્યું બે કોડીના માણસ એની ઓકાત પર આવી ગયો! સુરેખા મેં તને કેટલી વાર કહ્યું છે કે, આવા લોકો પર વિશ્વાસ નહીં કર! પણ તું છે કે માનતી જ નથી. તારું ધાર્યું કરાવવા માટે તું ગમે તેની પર વિશ્વાસ કરે છે, અને ગમે તેને બધી જ વાત કહી દે છે. સુરેખાએ કહ્યું કે આ માણસ ખોટું બોલે છે, એ મારા વિશે કંઈ જ જાણતો નથી! અને રમેશ સાવંતે ફટાફટ કરીને પોતાના મોબાઈલમાં પાડેલા ફોટો બતાવ્યાં, જેમાં સુરેખા તેને અડીને બેઠી હતી, અને આંખોમાં આંખ નાખી તેની સાથે હસી હસીને વાત કરી રહી હતી. આ બધા ફોટા જોઈ સિદ્ધાર્થનું લોહી ઉકળી ગયું. ચંદ રૂપિયા માટે થઈને તું તારું ચરિત્ર પણ સાચવી શકી નહીં!; સુરેખા એ કહ્યું બિલકુલ ખોટી વાત છે, આ ફોટા એડીટીંગથી બનાવેલા છે. આ માણસ હદ થી વધુ ચાલક છે, તું એની વાત પર વિશ્વાસ કરી મારી પર ખોટી શંકા કરે છે! રમેશ સાવંત જોરજોરથી હસવા લાગ્યો, અને કહ્યું કે કોણ જૂઠ બોલતા હૈ વો તો આપ કો પતા ચલ હી ગયા! યુ તો કોઈ દુબઈ પોલીસ કો ચકમા નહીં દે શકતા! એમ કરીને દુબઈ પોલીસ પાસેથી છોડાવવાની કિંમતના બદલે સુરેખાએ કરેલી ડીલનો ઓડિયો સિદ્ધાર્થને સંભળાવ્યો. સિદ્ધાર્થ પોતાની જગ્યાએથી રીતસરનો ઉભો થઈ ગયો, અને કહ્યું કે આટલી હદે તું નીચે જઈશ એની તો મને કલ્પના પણ નહોતી! સાહેબ હું ખરેખર સરકારી ગવાહ બનવા માગું છું, મને આ સ્ત્રી પર હવે બિલકુલ ભરોસો રહ્યો નથી. સુરેખા જોર જોરથી પોતાની સચ્ચાઈ વિશે બયાન કરી રહી હતી, અને રમેશ સાવંત અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. સુધીર દત્ત જાણે પોતાનું જ રચેલું દ્રશ્ય હોવા છતાં કંઈ સમજતો ન હોય, તેવી એક્ટિંગ કરતો હતો. એણે ધીરેકથી રમેશ સાવંત પાસે જઈ અને એક ચિઠ્ઠી પકડાવી! એમાં લખ્યું હતું કે શ્રીદેવી હવે શહેરથી નજીકના વિસ્તારમાં આવી ગઈ છે, અને આ બે જણાં ખુલ્લેઆમ ફરશે તો, આપણા હાથમાં આવેલી બાજી આપણે હારી જઈશું! માટે આ લોકો વચ્ચે તિરાડ પડે એ બહુ મહત્વનું છે! અને તો જ આપણે કેસિનો પર પણ સીલ લગાવી શકીશું! સુધીર દતે ત્રણેય જણાને સંબોધીને કહ્યું કે, તમે લોકો આમ મારા ઘરમાં ઝઘડા કરી શકો નહીં! હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું અને નાઈટ ડ્યુટીમાં રહેલા ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા હમણાં જ આવીને તમને ત્રણેને ગિરફતાર કરી લેશે. રમેશ સાવંતે કહ્યું સાબ આપ એસા મત કરના! મેંને તો ઈસ ઔરત કો સબક શીખાને કે લિયે યે રિવોલ્વર નીકાલી હૈં! લો યે આપ રખ લો, મગર મેરે કો પુલીસ કે હવાલે મત કરના! આમ કરીને સુધીર દત્ત તરફ રિવોલ્વરનો ઘા કર્યો, અને સુધીર દત્ત એ સીધો કેચ કરી લીધો. પોતાના હાથમાં રિવોલ્વર આવતા જ એણે સિદ્ધાર્થ અને સુરેખા બંનેને બંદી બનાવી દીધા!: અને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો કે મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘૂસી આ લોકો એ મારા ડોક્યુમેન્ટ અને કીમતી વસ્તુઓની ચોરી કરી છે! એક મોટી બેગ ભરીને કીમતી આભૂષણો રોકડા રૂપિયા તેમાં ડોક્યુમેન્ટ બધું જ એ લોકોની પાસે રાખી દીધું, અને એ બેગ બંને ને પકડાવી એની પર સિદ્ધાર્થ તથા સુરેખાનાં ફિંગર પ્રિન્ટ્સ પણ લઈ લીધાં. પછી એ જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે તમને લોકોને જેલની બહાર જીવવાનું સ્વપ્ન પણ હવે આજીવન જોવા નહીં મળે! રમેશ સાવંત તરફ ફરીને બોલ્યાં રમેશ તું અબ નિકલ તેરા કામ પુરા હો ગયા હૈ! મે તુજે બાદ મેં બુલાઉંગા. અબ ઈધર રહેને કી તેરે કો જરૂરત નહીં હૈ! ક્યુકી દુબઈ પોલીસને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા કો સબ બતા દિયા હૈ! હકીકતમાં રમેશ સાવંત એ એક સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર હતો, અને એના કારણે આ કેસમાં જો એનું નામ સંડોવાય, તો એનું સસ્પેન્શન હજી આગળ ચાલે! એટલે સુધીર દત્ત એવું ઇચ્છતો નહોતો. પોતાનું કામ કરાવવા માટે થઈને એણે રમેશ સાવંતને દુબઈ મોકલ્યો હતો. કારણ કે ઘણી વખત પોલીસની રમત પોલીસ જ સમજી શકે, એટલે દુબઈ પોલીસના સકંઝામાંથી સુરેખા છટકી જાય તો! બહાદુર નંબર ટુ કંઈ કરી શકે નહીં! પણ રમેશ સાવંતે જ્યારે જોયું કે દુબઈ પોલીસના સકંજામાંથી સુરેખા એટલી આસાનીથી છટકી શકે તેમ નથી, અને આ કેસ ખોટો વધુ લંબાઈ એમ છે. માટે તેણે તેની વિશ્વસનીયતા પ્રાપ્ત કરી, અને પોતે જ એના સકંજા માંથી છોડાવી લાવ્યો! સુરેખા જ્યારે ઇન્ડિયા પાછી આવી અને તેને જાણ્યું કે સિદ્ધાર્થ જેલમાં છે એટલે એણે તાત્કાલિક એની બેલ કરાવી એને છોડાવ્યો, અને બંને જણાએ ભેગા મળીને સુધીર દત્તના ઘરમાં ઘૂસી અને એને પોતાની જાળમાં ફસાવવાનું એક કાવતરું રચ્યું. પરંતુ રમેશ સાવંત એ લોકોનો માણસ બની સુધીરના ઘરમાં પ્રવેશી તો ગયો. પરંતુ છેલ્લી ઘડીએ પાસાં પલટી જાય, એ રીતે રમેશ સાવંત પલટાઈ ગયો, અને પોતાની હાર જોઈ સુરેખા અને સિદ્ધાર્થ વળી પાછા ચત્તાપાટ પડ્યાં…

આ બાજુ સુખવંત વિચારતો હતો કે પાર્વતી અને અખિલેશ કોઈ કાળે સચ્ચાઈ બતાવશે નહીં, એટલે કંઈક તો કરવું જ પડશે, એ બંનેને જે જગ્યાએ બાંધીને રાખવામાં આવ્યા હતાં. એ રૂમમાં આવ્યો, અને ત્યાં આગળ ઉભેલા નોકરોને કહ્યું કે આ લોકોને છોડી મૂકો! ઓચિંતાનાં પાર્વતીના પગમાં પડીને કહ્યું કે મેં તારી પર બહુ જ ઝુલમ કર્યા છે મને તો માફ કરી દે. બોલતી ચાલતી એક સ્ત્રીને મેં બે જવાન બનાવી દીધી! ઈશ્વર મને ક્યારેય માફ નહીં કરે, અને મારા આ કર્મનું મારે પ્રાયશ્ચિત કરવું જ પડશે. હું તમને બંનેને મુક્ત કરું છું, તમે બંને જણા એકબીજાને પસંદ કરો છો, એ વાતની મને ખબર છે, તમે આજથી મારી કેદમાંથી મુક્ત છો, તમે બંને જણા પોતાનું જીવન સુંદર અને શાંતિથી જીવી શકો, એ માટે થઈને મેં વ્યવસ્થા પણ કરાવી છે. પરંતુ તમારે જો તમારી રીતે ક્યાંય જવું હોય તો મને એનો પણ વાંધો નથી, હું હમણાં જ ટેક્સી માટે કહી દઉં છું, અને તમારા ખુશાલ જીવન માટે હું શુભેચ્છા પાઠવું છું તેમજ ઈશ્વર તમને દરેક બુરી નજરથી બચાવે, એવી પ્રાર્થના પણ કરું છું. પાર્વતી અને અખિલેશ સુખવંતના આ શબ્દો સાંભળીને હકાબકા થઈ ગયા! બંને જણાં એકબીજા સામે જોઈ રહ્યાં. એ રૂમમાં ઊભેલા બંને નોકરો પણ સ્તબ્ધ થઈ ગયાં, કે સાહેબ કો આજ ક્યા હુઆ ફિર ભી ઉસકા ઓર્ડર તો માન નાં હીં પડેગા, એમ કરીને બંને જણા એ વારાફરતી એમના દોરડા છોડી નાખ્યા! પાર્વતી ને અખિલેશ બંને મુક્ત થઈ ગયા હોવા છતાં એ જગ્યાએથી આગળ એક તસુભાર પણ ખસ્યા નહીં, અને જો ખસીશું તો સુખવંત નક્કી આપણને મારી નાખશે! પાર્વતી મનોમન પોતાના પતિની ચાલને સમજી ગઈ હતી કારણ કે ઓછામાં ઓછો દસ વર્ષનો સહવાસ હતો, એટલે કે એટલી ઝડપથી સુખવંત પોતાની હાર ક્યારેય સ્વીકારે નહીં, અને નક્કી એને ઉલટુ વિચાર્યું હશે! એટલે હાથ છૂટતા એ સુખવંત ના પગમાં પડી ગઈ, અને એણે ઈશારાથી કહ્યું માય બાપ તમે જ મારા તારણહાર છો. મારે આ અજનબીની સાથે કોઈ જ લેવાદેવા નથી, એમ કરીને એ અખિલેશ સામે જોઈ રહી. અખિલેશને પાર્વતીના આ પ્રકારના બયાનથી દુઃખ થયું, પરંતુ એ જાણતો હતો કે પાર્વતી જીવનમાં જાહેરમાં ક્યારેય પોતાના પ્રેમ બાબત સ્વીકાર કરી શકશે નહીં! એટલી હદે એ સુખવંતના સરમુખત્યાર પણાથી ડરતી હતી. સુખવંતે પાર્વતી ને ઊભી કરી, એનો હાથ પકડી અને અખિલેશ પાસે લઈ આવ્યો! પાર્વતી નો હાથ પકડી અખિલેશમાં હાથમાં રાખ્યો, પાર્વતી ને જાણે 440 ના બલ્બનો કરંટ લાગ્યો હોય, એમ એને એ હાથ ખેંચી લીધો, અને એકદમથી બહારની તરફ દોડી. હવેલીના આંગણામાં જ એક મોટો કૂવો હતો પાર્વતી એની પર ચડી ગઈ, અને કહ્યું કે હું આ કુવામાં પડીને આત્મહત્યા કરીશ! પરંતુ તમે જે વિચારો છો એવું કંઈ નથી, અને હું એની સાથે જવા પણ માંગતી નથી! પાર્વતી જાણતી હતી કે સુખવંત આખરે શું ઈચ્છે છે! અને એટલે જ એ આ બધું કરી રહી હતી, કે સુખવંત પોતાની ચાલમાં કામયાબ થાય નહીં. પરંતુ અખિલેશ સુખવંતની ચાલમાં આવી ગયો, અને એણે કહ્યું કે માય બાપ મે કબસે દિલ સે પાર્વતી કો પ્યાર કરતા હું! ઔર ઉસકે સાથ સાદી મનાના ચાહતા હું! સુખવંતે કહ્યું કે હું એટલે તમને બંનેને મેળવવા માગું છું! કારણ કે જે થઈ ગયું એ થઈ ગયું, અને હવે હું એને બદલી શકું નહીં. પરંતુ નિખાલસતાથી કરેલ પ્રાયશ્ચિત પવિત્ર ગંગાનું કામ કરે છે, અને પ્રાયશ્ચિત કરવાથી તમામ પાપ નાશ પામે છે. મારા પણ તમામ પાપ માફ કરજે! પાર્વતી બોલી તો શક્તિ નહોતી એટલે કઈ રીતે અખિલેશ ને સમજાવે કે સુખવંતની આ એક ચાલ છે, અને એ આપણા થ્રુ શ્રીદેવીને પકડવા માંગે છે!: પાર્વતી વારંવાર એને ઇશારો કરી રહી હતી પરંતુ અખિલેશ હતો કે એને આ મોકો છોડવો નહોતો ! એટલે એ સતત કોઈને કંઈ રીતે પાર્વતી ને સમજાવવાની કોશિશ કરતો હતો કે, હજી તો આપણા બંનેની જિંદગી નાની છે, અને જ્યારે સાહેબ જ હા પાડતા હોય, પછી તારે કોઈ નથી ડરવાની જરૂર નથી. અખિલેશનું આ પ્રકારની વાત સાંભળી સુખવંત ઉત્સાહમાં આવ્યો, અને એણે મનોમન વિચાર્યું કે ચાલ કામયાબ થાય એમ છે? એણે અખિલેશ ને કહ્યું વેલ‌ ડન માય બોય વેલ ડન! તો પાર્વતી ને લઈને મારો વિચાર બદલે એ પહેલા અહીંથી નીકળી જા! હું તને સાચે કહું છું કે તમે બંને તમારું જીવન સુધારી લ્યો અહીં આગળ રહેશો તો મને સતત મારી હારની યાદ દેવડાવશો અને એવું હું ક્યારેય ઇચ્છતો નથી. સુખવંતની વાત સાંભળીને અખિલેશમાં હિંમત આવી ગઈ એ પોતાની જગ્યા છોડી અને બહારની તરફ આવેલા કૂવા તરફ દોડ્યો જ્યાં થોડીવાર પહેલા જ પાર્વતી ઉભી હતી! અખિલેશ ના ના પાર્વતી એમ કરતો દોડ્યો પણ…….

શ્રીકાંતનાં ગુજરી ગયાં પછી ઓચિંતાની એક પછી એક ઘટના ઓ ઘટી કે એક મહિના પહેલા કિલકારી કરતો બંગલો સાવ સુમસામ થઈ ગયો, અને શ્રીદેવી પર સંકટ ઘેરાતા સુધીર દત્ત એ તેને કિલ્લોલ બંગલો માંથી બહાર કાઢી પછી સુરેખા સિદ્ધાર્થ ને પણ પ્રયત્ન પૂર્વક બહાર કાઢ્યા કે જેને કારણે જે દી તે દી શ્રીદેવી નો આ બંગલો પર અધિકાર થઈ જાય! અને સુરેખા સિદ્ધાર્થ ને જેલની હવા ખાવી પડે. પરંતુ ગયા વીકમા કિલ્લોલ બંગલો ની બાજુમાં રહેતા કિરણ ભાઈ કિરમાણી નો ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા પર ફોન આવ્યો, કે એ રાત્રીનાં પાણી પીવા ઉઠ્યાં, ત્યારે એ બંગલો માંથી જોરજોરથી કોઈનાં નાચવાનો અવાજ આવતો હતો, અને બારી માંથી એમણે લગભગ શ્રીકાંત ને જોયો!! દિલીપ ચાવડા એ કહ્યું એ કંઈ રીતે બની શકે, કારણકે શ્રીકાંત મર્ડર કેસ સોલ્વ કરવા તો એ આકાશ પાતાળ એક કરી રહ્યા છે! એમણે કહ્યું એ હું કંઈ જાણું નહીં! મારી તો ફરજ છે કે હું પોલીસ ને સત્યથી વાકેફ કરું! આમ કરી ફોન મુકી દીધો. ઇન્સ્પેકટર દિલીપ ચાવડા એ આ ખબર તરત જ સુધીર દત્ત ને આપ્યા અને સુધીર વિચારવા લાગ્યો કે આવું કંઈ રીતે શક્ય બને? શું શ્રીકાંત નાં એક્સીડન્ટ મૃત્યુ નું આ તો કોઈ કારણ નહીં હોય ને! અને એ જીવંત છે પણ એણે પોતે પોતાને મૃત્યુ ઘોષિત કરાવ્યો હોય! પણ એવું શું કામ? શું એ શ્રીદેવી સાથે કોઈ મોટી ગેમ તો નથી રમી રહ્યો ને! કે પછી અન્ય કોઈ આ રીતે લાભ માટે…..

કેટકેટલા મોડ લીધાં શ્રીદેવીની જીંદગી એ અને અંતે આ શું શ્રીકાંત જીવે છે? અને આ વાત જ્યારે શ્રીદેવી જાણશે ત્યારે શું થશે! અને શું સુધીર દત્તની સુરેખા અને સિદ્ધાર્થ ને જેલ મોકલવાની ચાલ કામિયાબ નીવડશે! સુખવંત પાર્વતી અને અખિલેશ ને શું સાચે છોડી મુકશે ? કે એ પહેલાં પાર્વતી કૂવામાં પડી જશે? સુધીર એ રમેશ સાવંતને ઓળખવાની શું કામ ના પાડી? એ વાતનો ઘટ સ્ફોટ થશે ત્યારે તો રમેશ સાવંત પણ માની જશે! આમ જુવો તો આખી કહાની સુધીર દત્ત ની યોજના મુજબ જ રૂખ બદલે છે! અથવા તો એમ કહી શકાય કે ‌લાસ્ટ મુમેન્ટ એ તારણહાર બની પહોંચી જાય છે અને શ્રીદેવીને બચાવી લે છે! એ પણ એક સરપ્રાઈઝ છે નહીં! તો હવે કહાનીમાં આગળ શું થાય છે તે જાણવા માટે હજી થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે…

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

AD….

વિધાતાની વિચિત્રતા!!
Comment

Your email address will not be published. Required fields are marked *