1. News
  2. News
  3. વિશ્વ પિતૃ દિવસ

વિશ્વ પિતૃ દિવસ

Share

Share This Post

or copy the link

✍️ હરીશભાઈ પટેલ (Harish Art, Vapi

  • ઘરનો સ્તંભ, પરિવારનું આશ્રય સ્થાન અને સંતાનોના સપનાનું આધાર પિતા હોય છે
  • આજની પેઢી ગમે તેટલી આધુનિક બની હોય, પણ પિતાનું મહત્વ ઓછું નથી થયું. જો કે દુઃખની વાત એ છે કે ઘણા સંતાનોએ પિતાને ફક્ત ફરજની વસ્તુ સમજી છે.

દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે વિશ્વ પિતૃ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા જીવનના અનમોલ રત્ન – પિતાને સમર્પિત છે. પિતા એ શબ્દ નહીં, પણ એક લાગણી છે. જેમ માતા પ્રેમ અને કરુણાની મૂર્તિ છે, એમ પિતા ત્યાગ અને જવાબદારીનું પ્રતિક છે. ઘરનો સ્તંભ, પરિવારનું આશ્રય સ્થાન અને સંતાનોના સપનાનું આધાર પિતા હોય છે.બાળપણથી જ આપણું જીવન પિતાના સંઘર્ષથી આગળ વધે છે. પોતાના આનંદ અને ઇચ્છાઓને બાજુ પર રાખી, સંતાનોના ભવિષ્ય માટે પિતા રાત દિવસ એક કરી નાખે છે. માતા તૂટી પડતી મમતા આપે છે, તો પિતા જીવન જીવવાની હિંમત આપે છે. બાળકના પ્રથમ વલણ, પ્રથમ પગલા અને શિક્ષણથી લઈને જીવનમાં ઊંચાઈ સુધી પહોંચાડવા પિતા બિનશરતે કામ કરતા રહે છે.આજની પેઢી ગમે તેટલી આધુનિક બની હોય, પણ પિતાનું મહત્વ ઓછું નથી થયું. જો કે દુઃખની વાત એ છે કે ઘણા સંતાનોએ પિતાને ફક્ત ફરજની વસ્તુ સમજી છે. ઉંમર વધી જાય ત્યારે ઘણા પિતાઓ બાળકો પાસેથી પ્રેમ અને સન્માન માટે તરસી જાય છે. સમાજમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, જેમાં મોટા ભાગે પિતાઓ જ હોય છે – એ કેટલું દુઃખદ છે!વિશ્વ પિતૃ દિવસ એ ફક્ત એક ઉજવણીનો દિવસ નથી. એ તો તક છે – આપણાં પિતાના તમામ ત્યાગ, પરિશ્રમ અને પ્રેમ માટે તેમને ધન્યવાદ કહવાની. આજે આપણે પિતાને ફૂલ આપીએ, કાદમી લાગીએ, અને એવુ સંકલ્પ લઈએ કે તેમનો આદર અને સેવા આપણે દરેક દિવસ કરીએ.જેમ કહેવાય છે, “પિતા એ વૃક્ષ છે, જે પોતાને સૂરજ સામે રાખીને સંતાનોને છાંયો આપે છે.” આવું વૃક્ષ અમર બને, તેમના આશિર્વાદે આપણે સફળતાના શિખર ચડી શકીએ – એજ સાચો પિતૃ દિવસનો અર્થ છે.આપના પિતા જીવિત હોય તો આજના દિવસે તેમને પ્રેમપૂર્વક મળો. જો આ દુનિયામાં ન હોય, તો તેમની યાદમાં મૌન પ્રાર્થના કરો. પિતાનું સ્થાન કોઈ નથી લઈ શકતુ – કારણ કે પિતા એ એક જીવનભર ચાલતી પ્રેરણા છે.

પિતા – પ્રેમનો મજબૂત સ્તંભ.

હરીશભાઈ પટેલ (Harish Art, Vapi)સાંસ્કૃતિક લેખક અને સમાજહિતમાં સર્જનશીલ લેખનકાર

વિશ્વ પિતૃ દિવસ
Comment

Your email address will not be published. Required fields are marked *